ભજનરસ/સાંભળ સહિયર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 71: Line 71:
{{Poem2Open}}
{{Poem2Open}}
વૃન્દાવનમાં યજ્ઞ કરતા તપસ્વી બ્રાહ્મણોની યાદ નરસિંહના મનમાં ફરકી ગઈ લાગે છે. કૃષ્ણને ભૂખ લાગી હતી. તેમણે થોડું ખાવાનું લઈ આવવા માટે નજીકમાં જ યજ્ઞ કરતા ઋષિમુનિઓ પાસે ગોપમિત્રોને મોકલ્યા. પણ ઋષિમુનિઓએ તો તેમને હડધૂત કરી કાઢી મૂક્યા. પછી કૃષ્ણે પોતાના સાથીઓને ઋષિ-પત્નીઓ પાસે જવાનું કહ્યું અને તેમણે ભરપૂર પ્રેમથી ગોવાળિયાઓનાં પાત્રો ભરી દીધાં. હવે પેલા જરઠ તપસ્વીઓ કરતાં આ કોમળ હૃદયની સ્ત્રીઓ જ પરમાત્માની પ્રસન્નતા જીતી લે ને! યજ્ઞોના ધુમાડાથી આખું આકાશ ભરી દેશો તો કાંઈ કામ નહીં આવે અને આંગણે આવેલાને ચૂલેથી એક ચાનકી ઉતારી આપશો તોપણ ભગવાન રાજી થઈ જશે. એ તો ‘માને તેવો મેવો' છે. આઘે માનો તો આઘે છે, પાસે માનો તો પાસે છે. વળી જેવો સ્વાદ ધારો એવો જ તે આપી શકે છે.

{{Poem2Close}}
{{Block center|<poem>
'''મોં કો કહાં ટુઢે બન્દે મેં તો તેરી પાસ મેં.'''
'''ના મેં કોઈ કિરિયા કરમ મેં, ના મૈં જોગ સંન્યાસ મેં,'''
'''ના મેં પોથી, ના મેં પંડિત, ના કાશી કૈલાસ મેં.'''
'''કહત કબીરા સુનો ભાઈ સાધો સબ વિશ્વાસન કી શ્વાસમેં'''
'''ખોજી હોય તો તુરન્ત મિલું મેં પલભરકી તાલાસ મેં.'''
</poem>}}
{{Poem2Open}}
શ્વાસ ને ઘડી પલ રોકીએ તો શું થાય! તરફડાટનો પાર ન રહે. તલાસ પણ એવી શ્વાસ સમી હોય તો પ્રિયતમ પાસે જ છે.
{{Poem2Close}}
{{center|'''જ્યાંથી જયમ છે...''' }}
{{Poem2Open}}
નરસિંહ પોતાના પ્રિયતમની ઓળખાણ કરાવવા જાય છે ત્યાં તેનાં પરસ્પર વિરોધી લાગતાં સ્વરૂપો એક પછી એક નજરે ચડે છે. અને એકનો પરિચય આપ્યો ત્યાં તરત જ બીજું સ્વરૂપ છતું થાય છે. એટલે તો ભગવાનને પરસ્પર વિરુદ્ધધર્માશ્રયી' કહ્યા છે. ભાવગ્રાહી જનાર્દન ભક્તિ આધીન બની અનેક રૂપ ધારણ કરે છે પણ એ પોતે તો જ્યાં જેવા છે ત્યાં જ રહે છે. ન તલ ઘટે, ન રજ વધે. એ નથી આવતા, નથી જતા. નથી સભર, નથી શૂન્ય. ટૂંકમાં તેમને આંગળી ચીંધીને ‘આવા છે' એમ બતાવવા બેસીએ ત્યાં તે રહેતા નથી. પ્રેમની નજરમાં રંગેરૂપે રમવા માટે એ ઊતરી આવે છે અને છતાં રૂપની સીમામાં એ સમાતા નથી. કાળના પ્રદેશમાં તેમનું આવન-જાવન છતાં કાળની કોઈ રેખા તેમને સ્પર્શી શકતી નથી. એ સ્વયં પૂર્ણ આનંદમય પુરુષોત્તમ છે. એમની ગતિનો પાર કોણ પામે? તે પર ક્ષર-અક્ષરની ઉપર' ક્ષર--જડ પ્રકૃતિ, અક્ષર—ચેતન પ્રકૃતિ. બંનેની ઉપર તે પરાત્પર બિરાજે છે. ચિતમાં ચેતીને’સદા જાગ્રત બનીને આ સત્ય પારખી લેવા જેવું છે, કારણ કે પરાત્પર હોવા છતાં એ તુલસીદળથી તોળાય એવો અને બે વેંતની દોરીથી બંધાઈ આવે એવો છે. પણ એ તો એના પ્રેમવશ સ્વભાવને અંગે, આપણા કોઈ અધિકારને જોરે નહીં. ક્યાંક આવા અધિકારનું ત્રાજવું લીધું તો હાથમાં કાંઈ નહીં આવે. એને માટે કોઈ તોલ નથી ને કોઈ માપ નથી.
{{Poem2Close}}
{{Block center|<poem>
વજન કરે તે હારે રે મનવા,
ભજન કરે તે જીતે.
{{right|'''હું તું મટશે...'''}}
</poem>}}
{{Poem2Open}}
જ્યારે આવું દર્શન જીવનમાં પ્રગટ થશે ત્યારે ‘હું-તું'ની મારામારી મટી જશે, દ્વન્દ્વોનો ઝઘડો રહેશે નહીં. દુધા-દ્વિધા, સંશય માત્ર ટળી જશે. અને પરમાત્માને સર્વત્ર નિહાળી નિર્ભય બની જશો. નરસિંહ કહે છે, આવા સ્વામીને મેળવી મારું હૈયું તો હરખી ઊઠ્યું છે.
ત્યારે જેને આટલી આત્મીયતાથી, આટલા આનંદથી આ મર્મકથા નરસિંહે સુણાવી તેના હૈયામાં કાંઈ નહીં ઊગે?
{{Poem2Close}}
{{Poem2Close}}
19,010

edits