ભજનરસ/નઘરો એક નિરંજન નાથ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| નઘરો એક નિરંજન નાથ | }}")
 
No edit summary
Line 2: Line 2:


{{Heading|  નઘરો એક નિરંજન નાથ |  }}
{{Heading|  નઘરો એક નિરંજન નાથ |  }}
{{Block center|<poem>
સઘરો સૌ મળ્યો રે, નઘરો એક નિરંજન નાથ જી,
ઉપદેશ આપે એક્લો જેનું હારદ ન આવે હાથ-
જેણે વણનમુને વિશ્વ રચ્યું અને વણમસાલે વીર જી,
અવનિ રે દળ ક્યાંથી રે કાઢ્યું, ને ક્યાંથી કાઢ્યું નીર-
તેજ તે તપતું કર્યું અને અનિલ કીધો અરૂપ જી,
આકાશ કીધું અટપટું, એનો નુથરો કહાવે રે ભૂપ-
નુથરા વડે ગરવા ગુરુ તે, બાધે ગિરિના રે બંધ જી,
તે ખટ દર્શન થઈ ખટપટે, પણ અનુભવહીણા અંધ-
તે સ્વે સાગર સઘરો કરે, જો મલી આવે આશ જી,
જેમ મૃગ મરાવ્યો મલપતો, પડે પશુને પાશ-
નુધરો નિત રહે નિર્મળો, જેને અંતર નહીં કશું આપ જી,
તે મણિની પેઠે ઝળઙળે, તેને તેજ પણ નહીં તાપ-
દિનકર વડે રાત પરખીએ, નહીં તો દિવસ નહીં રાત જી,
નિર્વાણપદ નુથરા તણાં, નહીં વાણીની જાત-
રચના તો રચતો રૂંધી, માંહી નભ ન આવે જેમ જી,
તે ગુહ્ય રાખે ગોખલે, પણ પોત તે પસર્યું તેમ-
અધો ઉરધ ભૂમા થયું કો' જવલ્લે નહીં જોડ જી,
તેમ નુધરો નિરદાવે રહે, જ્યાં ઘટ નહીં ઘટમોડ—
સન્મુખ થઈને સમજતાં, બોલે તો આવે વાત જી,
વાદે વળગણ વાધતાં, ભાઈ, ધામ ન પાવે ધાત-
નુધરો તે સ્વે નરહરિ, જ્યાં દ્વૈત નહીં, નહીં એક જી,
{{right|જ્યમ છે ત્યમનું અખા, આ તો નેતિ નેતિનો શેષ—}}
{{center|સથરો સૌ મળ્યો રે.}}
</poem>}}
19,010

edits