19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| વહેતાનાં નવ વહીએ | }} {{Block center|<poem> ભાઈ રે, વહેતામાં નવ વહીએ, આતમશું અવલંબીએ, લેહમાં લીન થઈએ. અધિષ્ઠાન ઓળખ્યા વિના, સહુ પંથે પળાયે, ધાતા ધસતા દેખીએ, ઘરના ઘરમાંયે- માયાનું મહંતપણું,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 35: | Line 35: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભાઈ, તમે એમ માનો છો કે તમે કાંઈ કરો છો, ભરો છો, તરો છો? ના, રે ના. તમે તો તમારી પ્રકૃતિ ને વૃત્તિઓના પ્રવાહમાં તણાતા જાઓ છો. આ સતત ભય ને અસંતોષનું જગત છે એનું ભાન છે ને? વહેતામાં જ વહે તેને ભાગે ક્યાંયે વિશ્રાન્તિ નથી. માટે સવેળા ચેતી ઈ તમારા પોતાનામાં રહેલા અવિચળ ને અનશ્વર સ્વરૂપ ભણી વળો. એનું અવલંબન તમને નોધારા નહીં છોડી દે. જેમ જેમ એની લગની લાગશે તેમ તેમ તમે એમાં લીન-વિલીન થતા જશો. પરમ શાંતિના પારાવારમાં નિમગ્ન થઈ જશો. | ભાઈ, તમે એમ માનો છો કે તમે કાંઈ કરો છો, ભરો છો, તરો છો? ના, રે ના. તમે તો તમારી પ્રકૃતિ ને વૃત્તિઓના પ્રવાહમાં તણાતા જાઓ છો. આ સતત ભય ને અસંતોષનું જગત છે એનું ભાન છે ને? વહેતામાં જ વહે તેને ભાગે ક્યાંયે વિશ્રાન્તિ નથી. માટે સવેળા ચેતી ઈ તમારા પોતાનામાં રહેલા અવિચળ ને અનશ્વર સ્વરૂપ ભણી વળો. એનું અવલંબન તમને નોધારા નહીં છોડી દે. જેમ જેમ એની લગની લાગશે તેમ તેમ તમે એમાં લીન-વિલીન થતા જશો. પરમ શાંતિના પારાવારમાં નિમગ્ન થઈ જશો. | ||
{{Poem2Close}} | |||
{{center|'''અધિષ્ઠાન ઓળખ્યા.... ઘરમાંયે'''}} | |||
{{Poem2Open}} | |||
‘હું આ છું' અને મારે તે જોઈએ' કહી સહુ દોડ્યા જાય છે. પણ હું કોણ છું અને મારું મૂળ શું એ જોવા તો કોઈ થોભતું નથી. આ બધું મંડાણ કોના આધારે એ તો જરા જુઓ. અધિષ્ઠાન — મૂળ આધાર જાણ્યા વિના આ અંધાધૂંધ દોટ ક્યાં લઈ જશે તેનો તો વિચાર કરો! ભલે ગતિમાં વેગ લાગે ને પ્રગતિના આભાસ ઊભા થાય પણ આ બધું અંતે ધૂળ ૫૨નું લીંપણ છે. પિંજરામાં રહીને પંખી ગમે તેટલી પાંખો ફફડાવે પણ તે મુક્ત થતું નથી. ‘હું' ને મારું'નું પિંજરું તોડતાં જ આકાશ તમારું છે. | |||
અધિષ્ઠાનને ઓળખવા માટે પાંચ પગથિયાં ચડવાં પડે છે. તે છે નામ, રૂપ, અનુષ્ઠાન, અવસ્થાન અને અધિષ્ઠાન. નામ અને રૂપ બાહ્ય, સ્થૂળ અને સીમિત છે, અહંભાવ સાથે જોડાયેલાં છે. તેને ભેદી આત્મભાવનું અનુસરણ કરવામાં આવે તે અનુષ્ઠાન. તેનાથી દેહભાવને બદલે આત્મભાવ સાથે સામ્ય સધાય છે. અનુષ્ઠાનમાં લાંબો સમય રહેવાની સ્થિતિ બંધાય તે અવસ્થાન અને અહંભાવ પૂર્ણાહંતા કે આત્મભાવમાં લય પામે તે અધિષ્ઠાન. એ સર્વશૂન્ય અને સર્વાધાર એવી પરમ સ્થિતિ છે. | |||
{{Poem2Close}} | |||
{{center|'''માયાનું મહંતપણું... વિસ્તારણ પણ તેવું-'''}} | |||
{{Poem2Open}} | |||
માયાની પ્રબળતા ને છલના માટે મહંતપણું શબ્દ ચોટડુક છે. મહંતાઈમાં રહેલા આડંબર, ઠાઠ, ઘમંડ અને ધર્મસ્થાનમાં જ ધર્મને નામે વધતો મિથ્યાચાર માયાના સ્વરૂપને બરાબર ખડું કરે છે. જ્ઞાની મુનિને પણ છેતરી ખાય એવી માયાની ધાર સૂક્ષ્મ ને તીક્ષ્ણ છે. ‘ઝીણી માયા છાની છરી, મીઠી થઈને મારે ખરી' એ અખાનું દર્શન આબેહૂબ છે. માયાનો વિસ્તાર બાવાની લંગોટીથી માંડી બ્રહ્માના કમંડલ સુધી ફેલાયેલો છે. અખાની કુશાગ્ર બુદ્ધિએ માયાનાં વિધવિધ રૂપો છપ્પામાં દોરી બતાવ્યાં છે. ‘જહાઁ માન, તહાઁ માયા' એ સાધુઓની ઉક્તિ મનમાં ઉતારવા જેવી છે. | |||
{{Poem2Close}} | |||
{{center|'''જેમ થાયો ઘાણી તણો... મીડે ને મોડે-'''}} | |||
{{Poem2Open}} | |||
ઘાણીનો બળદ આખો જનમારો ફર્યાં કરે પણ એક ડગલુંયે આગળ વધી શકતો નથી, એવી જ રીતે અહંકા૨થી બંધાઈને જપ, તપ, સાધન, ભજન ગમે તેટલાં કરે અને માણસ માને કે મેં આટલાં વ્રત-તપ-અનુષ્ઠાનો કર્યાં પણ એનાથી કાંઈ વળતું નથી. ગોળ ગોળ ફરતા ઘાણીના બળદની જેમ એ માયા મીંડે ને મીડે' માયાનાં ચકરડાં ચીતરવા જેવું છે. આત્મદર્શન વિના એકડો નથી મંડાતો. | |||
{{Poem2Close}} | |||
{{center|'''એહ અજાને... નવ તિમિર નસાવે-'''}} | |||
{{Poem2Open}} | |||
માયા આટલી બધી સબળ અને સૂક્ષ્મ હોવા છતાં ‘આ માયા' એમ ઓળખી લીધી કે તરત એનું જોર ચાલ્યું જાય છે. ભૂત-પ્રેત માની ભય લાગ્યો હોય પણ આ તો ઝાડનું થડિયું કે પડછાયો, એમ ખબર પડતાં જ ભયભીત માણસ હસી પડે છે. અજા એટલે જ અણજન્મી હોવા છતાં ભ્રમને લીધે જન્મી જાય એવી માયા, અંધારું ઉલેચવાથી ન જાય પણ દિવાસળી કરી એટલે અલોપ. બહુ દોડધામની નહીં પણ દૃષ્ટિ ઉઘાડવાની જરૂર છે. | |||
{{Poem2Close}} | |||
{{center|'''જેમ વહેતે વહેતું... મણિ પામ્યો કંઠે-'''}} | |||
{{Poem2Open}} | |||
એકાદ દૃષ્ટાંત આપી અખો પોતાની વાત ગળે ઉતારી દે છે. જળને કાંઠે કોઈ બેઠું હોય, ગળામાં મણિ પહેર્યો હોય ને જળમાં જોતાં મિણ જળની સાથે વહી જતો લાગે. એ મણિને જળમાં શોધવા લાખ ફાંફાં મારે પણ મણિ એમ મળે નહી એ તો ઠેકાણે, કંઠમાં જ પડ્યો છે. બહારનાં જળ ડખોળવાથી નહી પણ પોતાને કંઠ હાથ મૂકવાથી જ મણિની ભાળ મળે છે. આને જ નિત્યની પ્રાપ્તિ કહે છે. મણિ વિશે અખાની સ્પષ્ટ ઉક્તિ : | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits