31,386
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨}} {{Poem2Open}} જેને હું મારા પવિત્ર એકાંતનું સત્ય લેખું છું, જેની કોઈપણ પ્રકારની જાહેરાત હું છેક જ નાપસંદ કરું તેનું જ નામ મારાથી જાહેર થઈ ગયું! સાચી વાત છે, જે હૈયે હોય તે કોઈક રી...") |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
જેને હું મારા પવિત્ર એકાંતનું સત્ય લેખું છું, જેની કોઈપણ પ્રકારની જાહેરાત હું છેક જ નાપસંદ કરું તેનું જ નામ મારાથી જાહેર થઈ ગયું! સાચી વાત છે, જે હૈયે હોય તે કોઈક રીતે તો હોઠે આવે જ. 'ગૌરી'ની વાત મારે છેડવી નહોતી ને છેડાઈ. તો હવે એ વાત શા માટે બેપાંચ વાક્યમાં બાંધી રાખવી? એની તો એક રમણીય નવલ થાય એટલી વાતો છે; વાત અહીં છેડી જ છે તો થોડી વિસ્તારથી તો કરું જ. | જેને હું મારા પવિત્ર એકાંતનું સત્ય લેખું છું, જેની કોઈપણ પ્રકારની જાહેરાત હું છેક જ નાપસંદ કરું તેનું જ નામ મારાથી જાહેર થઈ ગયું! સાચી વાત છે, જે હૈયે હોય તે કોઈક રીતે તો હોઠે આવે જ. 'ગૌરી'ની વાત મારે છેડવી નહોતી ને છેડાઈ. તો હવે એ વાત શા માટે બેપાંચ વાક્યમાં બાંધી રાખવી? એની તો એક રમણીય નવલ થાય એટલી વાતો છે; વાત અહીં છેડી જ છે તો થોડી વિસ્તારથી તો કરું જ. | ||
હું પુનર્જન્મમાં માનું છું, કર્મફળમાં માનું છું, ઋણાનુબંધમાં માનું છું, કેમ કે હું જગત અને જીવનના સાતત્યમાં માનું છું. એક ચહેરો એકાએક ચમકે છે, સ્મરણપટ પર છપાઈ જાય છે ને અદશ્ય થઈ જાય છે. વર્ષો પછી કોઈ જુદા જ પરિવેશમાં કે સંદર્ભમાં એ ફરી વાર પ્રત્યક્ષ થાય છે – કોઈ અનોખી રીતે. આને શું કહેવું? ઠીકઠીક સમય પડોશમાં રહેલ બે જણ વર્ષો પછી રેલવેના એક ડબ્બામાં આકસ્મિક રીતે જ ભેગાં મળી જાય તો એને શું કહેવું? ઋણાનુબંધ જ. ગૌરી સાથેના મારા સંબંધ તેય ઋણાનુબંધ જ. એ ગૌરીનો આજે વિચાર કરું છું ત્યારે કેવી લાગણી થાય છે? જાણે વરસોથી અમે સાથે રહીએ છીએ એક જ ઘરમાં-કદાચ એક જ ખોળિયે! એ જો સામે હોય તો હું એને મારા અંતરની રજેરજ વાત કરું જ. ન કરું તો મને જ ભાર લાગે! હું જ મૂળમાંથી બેચેન બની જાઉં. ગૌરીને તમે મારા જીવનની 'મિથ' કહી શકો. મારું ‘દિવાસ્વપ્ન' કહી શકો. મારી વણપુરાયેલી અપેક્ષાઓની, વણપુરાયેલ આદર્શોની પ્રતિમા એને કહી શકો. ગમે તે કહો, મારે મન એ વાસ્તવિક્તા છે. આજે સદેહે અહીં ક્યાંય નથી ને છતાં હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી 'એ નથી' એમ કહેવાની મારી તૈયારી નથી. ધૂળમાંની મારી પગલીઓમાં એનીય પગલીઓ ભળી ગયેલી છે. મારી ધૂળમાંની પગલીઓમાં જે કેટલુંક મને રમણીય ભાતરૂપે દેખાય છે (આપને એવું દેખાય કે ન દેખાય!) તેમાં મને ગૌરી જ કારણભૂત લાગે છે. કેટલુંક તો એનું જ ચલાવ્યું હું ચાલ્યો છું એમ મને લાગે છે ને તેથી જ એની વાત વિના મારું આ ધૂળિયા મારગનું ટચૂકડું પુરાણ મને તો અધૂરું જ દીસે. | હું પુનર્જન્મમાં માનું છું, કર્મફળમાં માનું છું, ઋણાનુબંધમાં માનું છું, કેમ કે હું જગત અને જીવનના સાતત્યમાં માનું છું. એક ચહેરો એકાએક ચમકે છે, સ્મરણપટ પર છપાઈ જાય છે ને અદશ્ય થઈ જાય છે. વર્ષો પછી કોઈ જુદા જ પરિવેશમાં કે સંદર્ભમાં એ ફરી વાર પ્રત્યક્ષ થાય છે – કોઈ અનોખી રીતે. આને શું કહેવું? ઠીકઠીક સમય પડોશમાં રહેલ બે જણ વર્ષો પછી રેલવેના એક ડબ્બામાં આકસ્મિક રીતે જ ભેગાં મળી જાય તો એને શું કહેવું? ઋણાનુબંધ જ. ગૌરી સાથેના મારા સંબંધ તેય ઋણાનુબંધ જ. એ ગૌરીનો આજે વિચાર કરું છું ત્યારે કેવી લાગણી થાય છે? જાણે વરસોથી અમે સાથે રહીએ છીએ એક જ ઘરમાં-કદાચ એક જ ખોળિયે! એ જો સામે હોય તો હું એને મારા અંતરની રજેરજ વાત કરું જ. ન કરું તો મને જ ભાર લાગે! હું જ મૂળમાંથી બેચેન બની જાઉં. ગૌરીને તમે મારા જીવનની 'મિથ' કહી શકો. મારું ‘દિવાસ્વપ્ન' કહી શકો. મારી વણપુરાયેલી અપેક્ષાઓની, વણપુરાયેલ આદર્શોની પ્રતિમા એને કહી શકો. ગમે તે કહો, મારે મન એ વાસ્તવિક્તા છે. આજે સદેહે અહીં ક્યાંય નથી ને છતાં હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી 'એ નથી' એમ કહેવાની મારી તૈયારી નથી. ધૂળમાંની મારી પગલીઓમાં એનીય પગલીઓ ભળી ગયેલી છે. મારી ધૂળમાંની પગલીઓમાં જે કેટલુંક મને રમણીય ભાતરૂપે દેખાય છે (આપને એવું દેખાય કે ન દેખાય!) તેમાં મને ગૌરી જ કારણભૂત લાગે છે. કેટલુંક તો એનું જ ચલાવ્યું હું ચાલ્યો છું એમ મને લાગે છે ને તેથી જ એની વાત વિના મારું આ ધૂળિયા મારગનું ટચૂકડું પુરાણ મને તો અધૂરું જ દીસે. | ||
મારી એક મુગ્ધ માન્યતા છે કે ગતિ માત્રના મૂળમાં વિરોધ – સંઘર્ષ - ખેંચાણ – તણાવ જેવું કોઈક તત્વ સક્રિય હોય છે. પુરુષની ગતિના મૂળમાં સ્ત્રીની તો સ્ત્રીની ગતિના મૂળમાં પુરુષની ચુંબકીય હસ્તી મને કારણભૂત લાગે છે. ધન અને ઋણ વિદ્યુતના સંચારકેન્દ્રોરૂપે હું પુરુષ અને સ્ત્રીને જોઉં છું. બંનેનું હોવું, હોવાથી મળવું, મળવાથી છૂટા પડવું ને છૂટા પડવાથી મળવું – આમ એક ક્રિયા-અનુક્રિયારૂપ-ક્રિયાપ્રતિક્રિયારૂપ ઘટના પરંપરા અવિરતપણે ચાલતી જ રહી હોય છે. સ્ત્રી અને પુરુષ સંસારની એક રાસાયણિક પ્રક્રિયાના બે પ્રબળ ઘટકતત્વો છે. એથી સાંસારિક ગતિપરિવર્તનનો એક સંકુલ જીવનપટ અસ્તિત્વમાં આવે છે. અનેકવાર મને થાય છે કે જેમ સૂર્યમંડળો કે ગ્રહમંડળોની, તેમ આપણાં સ્ત્રી-પુરુષમંડળોનીચે આકર્ષણ-અપાકર્ષણ પર નિર્ભર એક અટપટી સૃષ્ટિ છે. એ સૃષ્ટિનો મર્મ મરજીવાઓ જ પામી શકે, તીરે ઊભેલાઓ, કુસકીખાઉઓ નહીં. | |||
ગૌવરીનેય હું ઉપર્યુક્ત સૃષ્ટિના જ એક આધારબિન્દુરૂપે પ્રતીત કરું છું. એનું એક વિશિષ્ટ આકર્ષણ મારામાં હજુયે ટકેલું, બલ્કે વિકસેલું અનુભવું છું. ગૌરી આજે શરીરની મર્યાદામાં ક્યાંય નથી, ને છતાં જે એક બાળસહજ નિર્દોષ પ્રીતિસંબંધ એની હયાતી દરમિયાન આરંભાયો તે એની ચિરવિદાય પછી પણ અનવરત વિકસતો રહ્યો છે. કહો કે ગૌરી આજે વધારે રહસ્યમયી બની છે, વધારે વ્યાપક અને સૂક્ષ્મરૂપા બની છે. એની સાથેનો સંબંધ મારા અંતઃપુરમાં વધુ ને વધુ અધિકારપૂર્વક પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે. એના ચહેરાનો અણસાર જ્યાં જ્યાં મને વરતાયો છે ત્યાં ત્યાં મારું મન કોશેટો બાંધતું રહ્યું છે ને એમાંથી મારી કવિતાના રેશમી તાર અનાયાસ નીકળ્યા છે. મારો આનંદ પણ નાજુક રંગીન પાંખો ફરકાવતો એ કોશેટામાંથી લીલાભાવે વિસ્તર્યો છે. | ગૌવરીનેય હું ઉપર્યુક્ત સૃષ્ટિના જ એક આધારબિન્દુરૂપે પ્રતીત કરું છું. એનું એક વિશિષ્ટ આકર્ષણ મારામાં હજુયે ટકેલું, બલ્કે વિકસેલું અનુભવું છું. ગૌરી આજે શરીરની મર્યાદામાં ક્યાંય નથી, ને છતાં જે એક બાળસહજ નિર્દોષ પ્રીતિસંબંધ એની હયાતી દરમિયાન આરંભાયો તે એની ચિરવિદાય પછી પણ અનવરત વિકસતો રહ્યો છે. કહો કે ગૌરી આજે વધારે રહસ્યમયી બની છે, વધારે વ્યાપક અને સૂક્ષ્મરૂપા બની છે. એની સાથેનો સંબંધ મારા અંતઃપુરમાં વધુ ને વધુ અધિકારપૂર્વક પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે. એના ચહેરાનો અણસાર જ્યાં જ્યાં મને વરતાયો છે ત્યાં ત્યાં મારું મન કોશેટો બાંધતું રહ્યું છે ને એમાંથી મારી કવિતાના રેશમી તાર અનાયાસ નીકળ્યા છે. મારો આનંદ પણ નાજુક રંગીન પાંખો ફરકાવતો એ કોશેટામાંથી લીલાભાવે વિસ્તર્યો છે. | ||
કદાચ ગૌરીની જાણબહાર, મારા વિકાસ સાથે જ એનો વિકાસ અનવરુદ્ધ ચાલતો રહ્યો છે. બાળપણમાં ચારપાંચ પગલાં (પૂરાં સાત તો ક્યાંથી? ) સાથે ચાલીને ધૂળિયા રસ્તાના કોઈ વળાંકેથી એ તો પરીની જેમ પાંખ ફફડાવતીકને ગાયબ થઈ ગઈ, પરંતુ તે પછી તે મારા રસ્તાના હરેક વળાંકે કેઈ અવનવે રૂપે હસતી, કૂક કરતીકને ચમકી છે. એને મેં સદેહે તો ફરાકમાં ને ચણિયાચોળીમાં-ઓઢણીમાં જોયેલી; પરંતુ પછી તો કોઈપણ પોશાકમાં એને હું જોઈ શકું એવી અનુકૂળતા એણે મને બક્ષી છે. એને સાડી કે જીન્સ, વેણી કે રિબન - સર્વ બરોબર શોભે છે. જાણે કે કોઈપણ દેશ-કાળને અનુરૂપ એવું એનું નમનીય સૌંદર્ય છે, એનું વ્યક્તિત્વ છે. | કદાચ ગૌરીની જાણબહાર, મારા વિકાસ સાથે જ એનો વિકાસ અનવરુદ્ધ ચાલતો રહ્યો છે. બાળપણમાં ચારપાંચ પગલાં (પૂરાં સાત તો ક્યાંથી? ) સાથે ચાલીને ધૂળિયા રસ્તાના કોઈ વળાંકેથી એ તો પરીની જેમ પાંખ ફફડાવતીકને ગાયબ થઈ ગઈ, પરંતુ તે પછી તે મારા રસ્તાના હરેક વળાંકે કેઈ અવનવે રૂપે હસતી, કૂક કરતીકને ચમકી છે. એને મેં સદેહે તો ફરાકમાં ને ચણિયાચોળીમાં-ઓઢણીમાં જોયેલી; પરંતુ પછી તો કોઈપણ પોશાકમાં એને હું જોઈ શકું એવી અનુકૂળતા એણે મને બક્ષી છે. એને સાડી કે જીન્સ, વેણી કે રિબન - સર્વ બરોબર શોભે છે. જાણે કે કોઈપણ દેશ-કાળને અનુરૂપ એવું એનું નમનીય સૌંદર્ય છે, એનું વ્યક્તિત્વ છે. | ||