32,510
edits
(+1) |
No edit summary |
||
| Line 38: | Line 38: | ||
સ્વામીના ચિંતનલક્ષી લખાણોમાંથી, સ્વાભાવિક રીતે જ, હિંદુ સમાજ અને સંસ્કૃતિ વિશેની ચર્ચા અહીં વિશેષ પ્રસ્તુત છે. નોંધવું જોઈએ કે એ વિશેની ચર્ચામાં તેમણે વિશેષતઃ ઐતિહાસિક અભિગમ સ્વીકાર્યો છે. આજના ભારતની અનેક કૂટ સામાજિક સાંસ્કૃતિક સમસ્યાઓ આપણા સમાજના ઇતિહાસની નીપજ માત્ર છે, એમ તેમને સૂચવવું છે. ગાંધીજી અને તેમના અન્ય અનુયાયીઓ વિનોબા, કાકાસાહેબ, મહાદેવભાઈ, મશરૂવાળા, કેદારનાથજી – આદિના આ વિષયના ચિંતન કરતાં તેઓ એ કારણે પણ ક્યાંક જુદા પડે છે. તેમની અધ્યાત્મદૃષ્ટિ ખરેખર તો તેમના ચિંતનમનનમાં વિશેષ ઝોક આણે છે. પણ, અહીં એ ય નોંધવું જોઈએ કે, સમાજ-સંસ્કૃતિ વિશેનાં તેમનાં કેટલાંક અવલોકનો કે અર્થઘટનો ચર્ચાસ્પદ લાગવા સંભવ છે. અને ક્યાંક રૂઢિચુસ્ત માનસને આઘાતક નીવડે એમ પણ બને. છતાં, એમાં તેમના અંતરના સચ્ચાઈ અને માનવજાતિના શ્રેય માટેની તેમની ઊંડી નિસ્બત સૌ કોઈને સ્પર્શી જાય એમ છે. સમગ્ર માનવજાતિના પુરુષાર્થમાં, માનવાત્માની અખૂટ શક્તિમાં, તેઓ આસ્થા પ્રગટ કરે છે. પણ, વર્તમાન જગતની વિષમતાઓ અને સંઘર્ષોથી, જુલમો અને યાતનાઓથી તેઓ અનભિજ્ઞ નથી. એટલે જ, તેમની વિચારણા કઠોર વાસ્તવિકતા સાથે સતત ગાઢ અનુબંધ જાળવતી રહી છે અને, એટલે આજે ય તે એટલી જ પ્રસ્તુત ઠરે છે. | સ્વામીના ચિંતનલક્ષી લખાણોમાંથી, સ્વાભાવિક રીતે જ, હિંદુ સમાજ અને સંસ્કૃતિ વિશેની ચર્ચા અહીં વિશેષ પ્રસ્તુત છે. નોંધવું જોઈએ કે એ વિશેની ચર્ચામાં તેમણે વિશેષતઃ ઐતિહાસિક અભિગમ સ્વીકાર્યો છે. આજના ભારતની અનેક કૂટ સામાજિક સાંસ્કૃતિક સમસ્યાઓ આપણા સમાજના ઇતિહાસની નીપજ માત્ર છે, એમ તેમને સૂચવવું છે. ગાંધીજી અને તેમના અન્ય અનુયાયીઓ વિનોબા, કાકાસાહેબ, મહાદેવભાઈ, મશરૂવાળા, કેદારનાથજી – આદિના આ વિષયના ચિંતન કરતાં તેઓ એ કારણે પણ ક્યાંક જુદા પડે છે. તેમની અધ્યાત્મદૃષ્ટિ ખરેખર તો તેમના ચિંતનમનનમાં વિશેષ ઝોક આણે છે. પણ, અહીં એ ય નોંધવું જોઈએ કે, સમાજ-સંસ્કૃતિ વિશેનાં તેમનાં કેટલાંક અવલોકનો કે અર્થઘટનો ચર્ચાસ્પદ લાગવા સંભવ છે. અને ક્યાંક રૂઢિચુસ્ત માનસને આઘાતક નીવડે એમ પણ બને. છતાં, એમાં તેમના અંતરના સચ્ચાઈ અને માનવજાતિના શ્રેય માટેની તેમની ઊંડી નિસ્બત સૌ કોઈને સ્પર્શી જાય એમ છે. સમગ્ર માનવજાતિના પુરુષાર્થમાં, માનવાત્માની અખૂટ શક્તિમાં, તેઓ આસ્થા પ્રગટ કરે છે. પણ, વર્તમાન જગતની વિષમતાઓ અને સંઘર્ષોથી, જુલમો અને યાતનાઓથી તેઓ અનભિજ્ઞ નથી. એટલે જ, તેમની વિચારણા કઠોર વાસ્તવિકતા સાથે સતત ગાઢ અનુબંધ જાળવતી રહી છે અને, એટલે આજે ય તે એટલી જ પ્રસ્તુત ઠરે છે. | ||
હિંદુ સમાજ અને સંસ્કૃતિની વર્તમાન સ્થિતિ વિશે, ખરેખર તો, ફરીફરીને ચર્ચાચિકિત્સા કરવાના તેમને પ્રસંગો આવ્યા છે. આપણી રાષ્ટ્રીય-સામાજિક એકતા અને અખંડિતતાના પ્રશ્નોએ વારંવાર તેમને રોકી લીધા છે. વ્યથિત ભાવે તેઓ નોંધે છે કે હિંદુ સમાજ અત્યારે ન્યાતજાતના અનંત વાડાઓમાં વિભાજિત થઈ ગયો છે. એટલું જ નહિ, ઊંચનીચની દૃઢ પાયરીઓ એમાં ચણાઈ ગઈ છે. હિંદુ સમાજના ઋષિઓ, આચાર્યો અને સંતોએ માનવજીવનનું જે પરમોન્નત દર્શન કર્યું, તેમાં આત્માની અમરતા, વિશાળતા અને શાશ્વતતાનો સ્વીકાર હતો. સર્વ ભૂતો પ્રત્યે પ્રેમ, કરુણા અને મૈત્રી કેળવવાનો સંદેશ એમાં હતો, અને અણુથી ભૂમા સુધી વિસ્તરવાનો મંત્ર પણ હતો. કમનસીબે, ભારતીય સમાજના લાંબા ઇતિહાસમાં વધુ ને વધુ ટુકડાઓ રચાતા ગયા છે. ન્યાતજાતના સાંકડા વાડાઓ, ઊંચનીચના ભેદ, અને અમુક ભદ્ર વર્ગનો અધિકારવાદ – એ બધાંને કારણે હિંદુ સમાજ આંતરિક રીતે આજે વિચ્છિન્ન થઈ ચૂક્યો છે. સ્વામીજી એક એવું તારણ પણ કાઢી આપે છે કે સમયની સાથે હિંદુ સમાજ ‘સંકીર્ણતા’ (Exclusiveness)ના કોટલામાં સજ્જડ બંધ થઈ ગયો છે. દુનિયાની બીજી પ્રજાઓ સાથે, બલકે આપણા દેશના જ મુસ્લિમો, ખ્રિસ્તીઓ આદિ પરધર્મી લોકો સાથે ખુલ્લા હૃદયથી આદાનપ્રદાન કરવાનું તેમને ફાવ્યું નથી, કે રુચ્યું નથી. સ્વામી તો એમ કહેવા ચાહે છે કે અહીંના જૈન અને બૌદ્ધ લોકોને ય હિંદુઓ પૂરી આત્મીયતાથી અપનાવી શક્યા નથી. જૈન અને બૌદ્ધને ય તેઓ ‘પર’ લેખવવાનું વલણ કેળવી બેઠા છે. આવી વિચ્છિન્નતાને કારણે જ તો ઇતિહાસને જુદે જુદે તબક્કે પરદેશી આક્રમણો સામે હિંદુ સમાજ એક થઈને ઝઝૂમી શક્યો નહોતો. બલકે એક સમાજ તરીકે આત્મરક્ષણની શક્તિ જ આજે તે ખોઈ બેઠો છે. સ્વામીના શબ્દોમાં કહીએ તો હિંદુ સમાજના હાડમાં આજે ‘કેન્સર’ લાગુ પડી ચૂક્યો છે. | હિંદુ સમાજ અને સંસ્કૃતિની વર્તમાન સ્થિતિ વિશે, ખરેખર તો, ફરીફરીને ચર્ચાચિકિત્સા કરવાના તેમને પ્રસંગો આવ્યા છે. આપણી રાષ્ટ્રીય-સામાજિક એકતા અને અખંડિતતાના પ્રશ્નોએ વારંવાર તેમને રોકી લીધા છે. વ્યથિત ભાવે તેઓ નોંધે છે કે હિંદુ સમાજ અત્યારે ન્યાતજાતના અનંત વાડાઓમાં વિભાજિત થઈ ગયો છે. એટલું જ નહિ, ઊંચનીચની દૃઢ પાયરીઓ એમાં ચણાઈ ગઈ છે. હિંદુ સમાજના ઋષિઓ, આચાર્યો અને સંતોએ માનવજીવનનું જે પરમોન્નત દર્શન કર્યું, તેમાં આત્માની અમરતા, વિશાળતા અને શાશ્વતતાનો સ્વીકાર હતો. સર્વ ભૂતો પ્રત્યે પ્રેમ, કરુણા અને મૈત્રી કેળવવાનો સંદેશ એમાં હતો, અને અણુથી ભૂમા સુધી વિસ્તરવાનો મંત્ર પણ હતો. કમનસીબે, ભારતીય સમાજના લાંબા ઇતિહાસમાં વધુ ને વધુ ટુકડાઓ રચાતા ગયા છે. ન્યાતજાતના સાંકડા વાડાઓ, ઊંચનીચના ભેદ, અને અમુક ભદ્ર વર્ગનો અધિકારવાદ – એ બધાંને કારણે હિંદુ સમાજ આંતરિક રીતે આજે વિચ્છિન્ન થઈ ચૂક્યો છે. સ્વામીજી એક એવું તારણ પણ કાઢી આપે છે કે સમયની સાથે હિંદુ સમાજ ‘સંકીર્ણતા’ (Exclusiveness)ના કોટલામાં સજ્જડ બંધ થઈ ગયો છે. દુનિયાની બીજી પ્રજાઓ સાથે, બલકે આપણા દેશના જ મુસ્લિમો, ખ્રિસ્તીઓ આદિ પરધર્મી લોકો સાથે ખુલ્લા હૃદયથી આદાનપ્રદાન કરવાનું તેમને ફાવ્યું નથી, કે રુચ્યું નથી. સ્વામી તો એમ કહેવા ચાહે છે કે અહીંના જૈન અને બૌદ્ધ લોકોને ય હિંદુઓ પૂરી આત્મીયતાથી અપનાવી શક્યા નથી. જૈન અને બૌદ્ધને ય તેઓ ‘પર’ લેખવવાનું વલણ કેળવી બેઠા છે. આવી વિચ્છિન્નતાને કારણે જ તો ઇતિહાસને જુદે જુદે તબક્કે પરદેશી આક્રમણો સામે હિંદુ સમાજ એક થઈને ઝઝૂમી શક્યો નહોતો. બલકે એક સમાજ તરીકે આત્મરક્ષણની શક્તિ જ આજે તે ખોઈ બેઠો છે. સ્વામીના શબ્દોમાં કહીએ તો હિંદુ સમાજના હાડમાં આજે ‘કેન્સર’ લાગુ પડી ચૂક્યો છે. | ||
જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓની હસ્તી સ્વામી આનંદને સમાજની અને રાજ્યની નવરચનાની દૃષ્ટિએ મોટા પડકાર જેવી લાગી છે. અગાઉ, પ્રસિદ્ધ ચિંતક કિશોરલાલ મશરૂવાળાએ હિંદુ જીવનવ્યવસ્થાની આ મૂળભૂત નિર્બળતા વિશે જે નિદાન કર્યું હતું તેની સાથે ચિંતનતંતુ જોડીને તેઓ એ પ્રશ્નની વિગતે છણાવટ કરે છે. તેઓ એમ કહેવા ચાહે છે કે આજના ભારતીય રાષ્ટ્ર સામે ખરેખર બે જ વિકલ્પો રહે છે : (૧) જ્ઞાતિઓની હસ્તી એ હિંદુ સમાજજીવનનો કદીય ન ટળનારો, કદીય ન ભૂંસાનારો સંસ્કાર છે, એમ સૌ ગૃહીત કરી લઈએ અને એ ભૂમિકાએથી રાજ્યશાસન, વહીવટ, આર્થિક ન્યાય, ચૂંટણી આદિ તંત્રોની નવેસરથી ગોઠવણ કરીએ. પણ, સ્વામી એ સાથે ચેતવે ય છે કે, જ્ઞાતિઓને રાજકીય-સામાજિક પુનર્રચનાના પાયાના એકમો ગણતાં નજીકનાં કે દૂરનાં, તેનાં જે કંઈ પરિણામો આવે તેની ય પૂરી ગંભીરતાથી વિચારણા કરીએ કેમ કે, જુદી જુદી જ્ઞાતિઓની વસ્તીસંખ્યા વત્તીઓછી છે. એટલે રાજકીય-સામાજિક નવવ્યવસ્થામાં બહુસંખ્યાવાળી જ્ઞાતિ કે જ્ઞાતિઓ જ મહત્ત્વનો ભાગ ભજવશે. (૨) બીજો વિકલ્પ એ જ્ઞાતિઓથી મુક્ત રાજ્ય-સમાજ રચવાનો છે. એ માટે, અલબત્ત, જ્ઞાતિઓની ઉચ્ચાવચતા, આભડછેટ અને અધિકારવાદ મિટાવી દેવાના રહેશે. દેખીતું છે કે, સ્વામીજીને આ વિકલ્પ ઇષ્ટ છે. | |||
સ્વામી કહે છે કે ભારતીય સમાજ અને સંસ્કૃતિના ચિંતકો-સમીક્ષકોએ આ આખી ય સમસ્યા વિશે બિલકુલ નવેસરથી વિચારી જોવાનો નિર્ણાયક સમય આપ્યો છે. બંને વિકલ્પોને લક્ષમાં રાખી, મુક્ત મનથી ચિંતન કરીને, તેના તાર્કિક પરિણામો સુધી તેમણે પહોંચવાનું રહેશે. | સ્વામી કહે છે કે ભારતીય સમાજ અને સંસ્કૃતિના ચિંતકો-સમીક્ષકોએ આ આખી ય સમસ્યા વિશે બિલકુલ નવેસરથી વિચારી જોવાનો નિર્ણાયક સમય આપ્યો છે. બંને વિકલ્પોને લક્ષમાં રાખી, મુક્ત મનથી ચિંતન કરીને, તેના તાર્કિક પરિણામો સુધી તેમણે પહોંચવાનું રહેશે. | ||
જૂની વર્ણવ્યવસ્થાએ સર્જેલી વિષમતા સ્વામીને ભારે ઉદ્વેગકારી લાગે છે. કેવળ જન્મને લીધે જ બ્રાહ્મણ આખા સમાજમાં સૌથી ઊંચો ઠરે, અને બાકીના સમાજ પર આધિપત્ય ભોગવે, એ સ્થિતિને તેઓ સ્વીકારી શકતા નથી. તેમના જ શબ્દોમાં – “ઇતિહાસના આરંભકાળથી માંડીને પોતાની બુદ્ધિ-શક્તિને જોરે સામાજિક પ્રતિષ્ઠાની હાયરઆર્કિઓ અને નબળા વર્ગોનું શોષણ કરનારી ધણિયામા-પ્રથાઓ દુનિયાભરમાં ઓછીવત્તી ચાલતી આવે છે એ સાચું, પણ એક માત્ર જન્મના પાયા પર માનવીને દુન્યવી અદુન્યવી પુરુષાર્થનાં કે માનવી ગૌરવ પ્રતિષ્ઠાનાં તમામ ક્ષેત્રોમાં જિંદગીના છેડા સુધી વંચિત અને તુચ્છ, તિરસ્કૃત લેખવવાનું શીખવનારી હિંદુઓની આ સિદ્ધિ અજબ છે.” (‘સમાજચિંતન અને બીજા લેખો’, પૃ. ૫-૬). | જૂની વર્ણવ્યવસ્થાએ સર્જેલી વિષમતા સ્વામીને ભારે ઉદ્વેગકારી લાગે છે. કેવળ જન્મને લીધે જ બ્રાહ્મણ આખા સમાજમાં સૌથી ઊંચો ઠરે, અને બાકીના સમાજ પર આધિપત્ય ભોગવે, એ સ્થિતિને તેઓ સ્વીકારી શકતા નથી. તેમના જ શબ્દોમાં – “ઇતિહાસના આરંભકાળથી માંડીને પોતાની બુદ્ધિ-શક્તિને જોરે સામાજિક પ્રતિષ્ઠાની હાયરઆર્કિઓ અને નબળા વર્ગોનું શોષણ કરનારી ધણિયામા-પ્રથાઓ દુનિયાભરમાં ઓછીવત્તી ચાલતી આવે છે એ સાચું, પણ એક માત્ર જન્મના પાયા પર માનવીને દુન્યવી અદુન્યવી પુરુષાર્થનાં કે માનવી ગૌરવ પ્રતિષ્ઠાનાં તમામ ક્ષેત્રોમાં જિંદગીના છેડા સુધી વંચિત અને તુચ્છ, તિરસ્કૃત લેખવવાનું શીખવનારી હિંદુઓની આ સિદ્ધિ અજબ છે.” (‘સમાજચિંતન અને બીજા લેખો’, પૃ. ૫-૬). | ||