વીક્ષા અને નિરીક્ષા/ભારતીય કાવ્યવિચાર: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{Heading|ભારતીય કાવ્યવિચાર}} {{Poem2Open}} આપણા દેશમાં કાવ્યચર્ચાની લાંબી પરંપરા છે અને અનેક મનીષીઓએ એ પરંપરાને પુષ્ટ કરેલી છે. આજે હું પ્રધાનપણે ભામહ, દંડી, વામન, કુંતક, આનંદવર્ધન અને અભિનવ...")
 
(+1)
Line 123: Line 123:
આપણે જોયું કે આ બધા આલંકારિકો કાવ્યના સ્વરૂપને સમજવા-સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે હું જે આલંકારિકની વાત કરવા માગું છું તે કવિવ્યાપારને સમજવા-સમજાવવાનો પ્રયત્ન કરે છે, અને એ એનું અત્યંત મહત્ત્વનું પ્રદાન છે. હું ‘વક્રોક્તિજીવિત’-કાર કુંતકની વાત કરું છું. શબ્દ અને અર્થ બંને મળીને કાવ્ય થાય છે એમ કહેવાય છે, પણ શબ્દાર્થનું સાહિત્ય તો રોજના વ્યવહારમાં પણ જોવામાં આવે છે. તો કાવ્યમાંના આ સાહિત્યની વિશેષતા શી? એનો જવાબ એ એવો આપે છે કે, શાસ્ત્રાદિમાં જે રીતે શબ્દાર્થનું ઉપનિબંધન કરવામાં આવે છે તેના કરતાં જુદું જ એક વૈચિત્ર્ય કાવ્યમાં હોય છે, એ વૈચિત્ર્ય જ કાવ્યનું  જીવિત હોય છે.  

शास्त्रादि प्रसिद्ध – शव्दार्थोपनिबन्घ-व्यतिरेकी यद् वैचित्र्यं तन्मात्रलक्षणं वक्रत्वं काव्यस्य जीवितम्। અને એ સાચું સાહિત્ય કાવ્યમાં જ જોવા મળે છે. કાવ્યમાં શબ્દ અને અર્થની રમણીયતા સાધવા માટે અન્યૂન અને અનતિરિક્ત – બેમાંથી કોઈ કોઈથી ઊતરે પણ નહિ અને ચડી પણ ન જાય એવી – મનોહર અવસ્થિતિ હોય છે.

-------------------
{{Poem2Close}}
साहित्यमनयो: शोभाशालितां प्रति काप्यसौ |
{{Block center|<poem>साहित्यमनयो: शोभाशालितां प्रति काप्यसौ |
अन्यूनानतिरित्कत्वमनोहारिण्यवस्थिति: ||૧-૧૭ ||
अन्यूनानतिरित्कत्वमनोहारिण्यवस्थिति: ||૧-૧૭ ||</poem>}}
કેવળ શબ્દના સૌન્દર્યથી પણ કાવ્ય બનતું નથી, તેમ કેવળ અર્થના સૌંદર્યથી પણ કાવ્ય બનતું નથી. न शब्दस्यैव रमणीयताविशिष्टस्य केवलस्य काव्यत्वं, नाप्यर्थस्य | કાવ્યમાં શબ્દ અને અર્થનું સાહિત્ય કેવા પ્રકારનું હોય છે તે સમજાવતાં એ કહે છે કે शब्दस्य शब्दान्तरेण वाच्यस्य वाच्यान्तरेण च साहित्यं परस्परस्पर्घित्वलक्षणमेव विवक्षितम् | કાવ્યમાં શબ્દાર્થનું સાહિત્ય એટલે શબ્દનું શબ્દ સાથે અને અર્થનું અર્થની સાથે પરસ્પરસ્પર્ધિત્વરૂપ સાહિત્ય. એટલે કે શબ્દની સાથે શબ્દના મિલનથી અર્થની સાથે અર્થના મિલનથી જે બે પરસ્પરસ્પર્ધી ચારુતા ઉત્પન્ન થાય છે, તે બન્નેનું પરસ્પર સામંજસ્ય. એનો અર્થ એવો થયો કે, કાવ્યમાં, એક બાજુથી, પરસ્પર અર્થના સામંજસ્યમાં ક્રમવિકાસ હોવો જોઈએ, અને બીજી બાજુથી, એ અર્થના સામંજસ્યમાં શબ્દની સાથે શબ્દનું એવું મિલન જોઈએ કે જેથી શબ્દો ધ્વનિ અને છંદમાં અર્થાનુકૂલ રહીને વર્તે અને બીજી તરફથી શબ્દના વિન્યાસને લીધે અર્થધારા લગારે ક્લુષિત ન થાય, અથવા વિપરીત માર્ગે ચાલી જવાનો પ્રયત્ન ન કરે એમ કરવું જોઈએ. આમ, શબ્દ અને અર્થ મળીને જે સમગ્રતા થાય છે તેના દરેક અવયવના પરસ્પરના સૌંદર્યથી સમગ્રનું સૌંદર્ય ખીલી ઊઠવું જોઈએ. અહીં એણે કલાકૃતિની સમગ્રતા ઉપર ભાર મૂક્યો છે.  
{{Poem2Open}}

કૃતિનાં બધાં અંગોપાંગો વચ્ચે સામંજસ્ય હોય તો જ તે  સમગ્રતા પ્રાપ્ત કરી શકે છે, એટલે તે સાહિત્યના સ્વરૂપનો  આ રીતે ખ્યાલ આપે છે : `માર્ગને એટલે કે રીતિને અનુરૂપ માધુર્યાદિ ગુણોનો ઉદય, વક્રતા એટલે કે વૈચિત્ર્યનો અતિશય પ્રગટ કરનાર અલંકારોનો વિન્યાસ, અને વૃત્તિના ઔચિત્યથી મનોહર એવો રસોનો પરિપોષ – એ બાબતો જેમાં પરસ્પરની સ્પર્ધા કરતી વિદ્યમાન હોય એવી તદ્વિદોને આનંદ આપનારી શબ્દાર્થોની અવસ્થિતિ તે સાહિત્ય.’ એવા સાહિત્યનું જ પર્યવસાન રસાસ્વાદમાં થઈ શકે. તે કહે છે : `વાક્યનો અર્થ ધ્યાનમાં ન લઈએ તોયે કેવળ બંધસૌંદર્યથી જ જે તદ્વિદોના હૃદયમાં સંગીતની પેઠે આનંદ ઉત્પન્ન કરે છે, અને વાક્યાર્થ ધ્યાનમાં આવ્યા પછી તો પદવાક્યાર્થથી જુદો જ અને તેની પારનો પાનકરસના આસ્વાદ જેવા આસ્વાદનો અનુભવ રસિકોને કરાવે છે; જે દેહમાં પ્રાણની પેઠે સમસ્ત કાવ્યશરીરને જીવંત બનાવી મૂકે છે અને જેના વિના વાક્યો નિર્જીવ બની જાય છે, અને જેનો અનુભવ માત્ર તદ્વિદોને જ થાય છે, તે સૌભાગ્ય એટલે કે સૌંદર્યને કવિવાણી શી રીતે પહોંચે છે તેનો હવે વિચાર કરીએ.’

કાવ્યરચનાની પ્રક્રિયા સમજાવતાં કુંતક કહે છે કે, `સુકવિ જ્યારે કાવ્યરચના કરે છે ત્યારે તેના ચિત્તમાં જે આંદોલન જાગે છે તેને પરિણામે વર્ણનીય વાસ્તવિક જગતના પદાર્થો એવા એક પ્રકારના ભાવોજ્જ્વલ વેશથી આવૃત્ત અને પરિવર્તિત થઈને તેના ચિત્તમાં ઉદય પામે છે, અને તેને લીધે એવી એક પ્રેરણા જાગે છે, જેની ઉત્તેજનાને લીધે કવિપ્રતિભાની મદદથી તે પદાર્થોના ભાવમય રૂપને યથાતથ રૂપે પ્રગટ કરી શકે એવા શબ્દો તે પસંદ કરી શકે છે.’ कविविवक्षितविशेषाभिधानक्षमत्वमेव वाचकत्वलक्षणं, यस्मात् प्रतिभायां तत्कालोल्लिखितेन केनचित् परिस्पन्देन परिस्फुरन्तः पदार्थाः प्रकृतप्रस्तावसमुचितेन केनचिदुत्कर्षेण वा समाच्छादितस्वभावाः सन्तो विवक्षाविधेयत्वेनाभिधेयतापदवीभंवदतरन्तः तथा त्रिधविशेषप्रतिपादनसमर्थेन अभिधानेन  अभिघीयमानाश्चेतनचमत्कारितामापद्यन्ते || આ એક જ વાક્યમાં એણે અનેક સૂક્ષ્મ વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે. પહેલું તો એ કે બાહ્ય વાસ્તવિક જગતના પદાર્થો કવિના ચિત્તમાં અંતર્લોકનું ભાવમય અલૌકિક રૂપ ધારણ કરે છે. The external objects take an ideal or emotional form. અને પછી એ ભાવમય પદાર્થોને યથાતથરૂપે પ્રગટ કરે એવા જ શબ્દો પ્રતિભાબળે તેને સૂઝે છે. અહીં બે ક્રિયા બને છે. એક તો કવિના અંતરનો  પરિસ્પંદ વિષયવસ્તુને આવરી લઈને તેને ભાવમય બનાવી દે છે, અને એ પરિસ્પંદ જ એ ભાવમય રૂપને શબ્દરૂપે પલટી નાખે છે, આથી જ કાવ્યમાં ભાવરૂપનું અને શબ્દરૂપનું સાહિત્ય અથવા unity સંભવે છે.

Line 138: Line 139:
આનંદવર્ધને કાવ્યનો આત્મા ધ્વનિ છે એમ કહ્યું અને અભિધા, લક્ષણ, તાત્પર્ય, અર્થાપત્તિ કે અનુમાન વગેરેથી ભિન્ન વ્યંજનાનું સમર્થ રીતે પ્રતિપાદન કર્યું: જ્યાં જ્યાં ધ્વનિ ત્યાં ત્યાં કાવ્ય એમ નહિ, પણ જ્યાં જ્યાં ચારુતાયુક્ત ધ્વનિ ત્યાં ત્યાં કાવ્ય એવી સ્પષ્ટતા કરી. વસ્તુ, અલંકાર અને રસાદિ એવા ધ્વનિના ત્રણ પ્રકાર સ્વીકાર્યા, પણ એ ત્રણેમાં રસાદિ જ મુખ્ય છે અને તે જ કાવ્યનો આત્મા છે, વસ્તુ અને અલંકાર પણ અંતે રસમાં જ પર્યવસાન પામે છે એમ બતાવ્યું અને એ રસને જ કેન્દ્રમાં રાખી કાવ્યનાં બધાં જ અંગો – શબ્દ, અર્થ, સંઘટના, ગુણ, અલંકાર વગેરેનો  વિચાર રસૌચિત્યની દૃષ્ટિએ જ કરવો જોઈએ અને પ્રબંધમાં વિભાવાદિનું નિરૂપણ, વસ્તુની પસંદગી અને તેની વિગતોના હાની-દાનમાં તેમ જ તેના સંધિઓ અને અંગોની યોજનામાં તથા અંગી અને અંગ રસોની વ્યવસ્થામાં પણ એ ઔચિત્યનો વિચાર જ પ્રધાન રહેવો જોઈએ એમ પ્રતિપાદિત કર્યું; તથા ધ્વનિને આધારે જ કાવ્યના પ્રકારો પાડી સળંગસૂત્ર કાવ્યવિચાર ખડો કર્યો.

અભિનવગુપ્તે ‘અભિનવભારતી’ અને ‘ધ્વન્યાલોકલોચન’ એ બે ટીકા ગ્રંથો મારફતે રસનિષ્પત્તિની પ્રક્રિયાનો દર્શનની દૃઢ ભૂમિકા ઉપર ખુલાસો આપ્યો. તેમાં પૂર્વાચાર્યના મતનું શોધન કર્યું. એના મતે કવિના હૃદયની સાધારણીભૂત સંવિત્ એ જ કાવ્યનું મૂળ છે. એ સંવિત્ એ જ ખરું જોતાં રસ છે, અને એ કવિગત રસ એ બીજ છે, કાવ્ય એ એમાંથી પ્રગટેલું વૃક્ષ છે, અભિનય વગેરે નટવ્યાપાર પુષ્પ સ્થાને છે, અને સામાજિકનો રસાસ્વાદ એ ફળને સ્થાને છે. આમ, કવિગત સાધારણભૂત ભાવ અથવા રસમાંથી કાવ્યનો જન્મ થાય છે અને ભાવકના રસાનુભવમાં તેનું પર્યવસાન થાય છે. આમ, એમને મતે રસનો આસ્વાદ લેનાર સામાજિકનું ચિત્ત એ રસનું અધિષ્ઠાન છે. સામાજિકના ચિત્તમાં વાસનારૂપે રહેલો સ્થાયી, અભિનય જોતાં કે કાવ્ય વાંચતાં સમુચિત વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવોથી અભિવ્યક્તિ પામી રસરૂપે આસ્વાદાય છે. અને એ રસ જ કાવ્યનો મુખ્ય અર્થ છે. આમ, એમણે કવિ અને ભાવકનો બંનેનો યોગ સાધી કવિતાના તત્ત્વને એટલે કે તેના સાચા સ્વરૂપને ‘કવિસહૃદયાખ્યમ્’ કહ્યું છે.

‘અભિનવનો રસવિચાર’ વિશે
પ્રશ્ન : નગીનદાસભાઈ, આપના પુસ્તક ‘અભિનવનો રસવિચાર’ને સાહિત્ય અકાદમીએ એવૉર્ડ આપી પુરસ્કૃત કર્યું. એટલે એ સંદર્ભમાં કેટલાક પ્રશ્નો પૂછવાનું મન થાય છે. પહેલો પ્રશ્ન એ કે આપને એ પુસ્તક લખવાનું શાથી સૂઝ્યું અને એ કેવી રીતે લખાયું એ વિશે કંઈક કહેશો?
– મને આ પુસ્તક લખવાનું શાથી સૂઝ્યું એમ જો તમે પૂછો તો મારે કહેવું જોઈએ કે હું મુખ્યતયા શિક્ષક છું અને માટે જ સદાયનો વિદ્યાર્થી છું. અધ્યાપન માટે સ્વાધ્યાય કરવો જ પડે. એટલે આ મારું પુસ્તક સ્વાધ્યાય અને અધ્યાપનના ફળરૂપે લખાયું છે. જો મારે આ વિષયો શીખવવાના આવ્યા ન હોત તો કદાચ મેં આ લેખો લખ્યા ન હોત. ગુજરાત યુનિવર્સિટીએ, એમ.એ.નો કાવ્યશાસ્ત્રનો અભ્યાસક્રમ નવેસર રચ્યો અને તેમાંનો ભારતીય કાવ્યશાસ્ત્રને લગતો ભાગ મારે ભણાવવાનો આવ્યો, તેમાંથી આ પુસ્તકનો મોટો ભાગ લખાયો. અભ્યાસ વિષયને લગતા મૂળ ગ્રંથો જોવાની મારી ટેવ છે. અને બને ત્યાં સુધી મૂળ ગ્રંથને વફાદાર રહીને વિદ્યાર્થીઓ આગળ વિષયનું નિરૂપણ કરવાનો મારો આગ્રહ હોય છે. એટલે મારે મૂળ ગ્રંથ વાંચી, સમજી તેનો સાર વિદ્યાર્થીઓને સમજાય એ રીતે તૈયાર કરવો જ પડે. બેશક, આ બધું એકદમ થઈ શકતું નથી. પણ જ્યાં સુધી હું મૂળ ગ્રંથને આધારે ન ચાલું ત્યાં સુધી મને સંતોષ થતો નથી. નવા અભ્યાસક્રમમાં રસને લગતી ચર્ચા અભિનવગુપ્તની અભિનવભારતીને આધારે કરવી એવી અપેક્ષા હતી, એટલે મેં એની તૈયારી શરૂ કરી અને ત્રણેક વરસે તે પૂરી થઈ. તેમાંથી આ ગ્રંથનો પહેલો લેખ તૈયાર થયો. એ પહેલાં હું મારા ત્યાં સુધીના વાચનને આધારે અને મોટે ભાગે મમ્મટના નિરૂપણને અનુસરીને આ વિષય ભણાવતો હતો.
વક્રોક્તિનો વિષય હું પહેલાં દાસગુપ્તના ‘કાવ્યવિચાર’ ગ્રંથને આધારે ભણાવતો હતો. પણ પછી મેં કુંતકનો મૂળ ગ્રંથ વાંચ્યો અને તેને આધારે મારી રીતે એ વિષયની નોંધ તૈયાર કરી, જેમાંથી ‘વક્રોક્તિ’ ઉપરનો લેખ તૈયાર થયો. એ જ રીતે ‘જગન્નાથનો કાવ્યવિચાર’ લેખ પણ મેં મૂળ ગ્રંથ જોઈને તૈયાર કર્યો. ધ્વનિનો વિષય ‘ધ્વન્યાલોક’ને આધારે શીખવવાનો છે, એટલે હું એની તૈયારી કરતો રહ્યો છું અને ઠેઠ આ વરસે મેં ‘ધ્વન્યાલોક’ના ધ્વનિને લગતા મુખ્ય નિરૂપણનો અનુવાદ કરી ‘બુદ્ધિ-પ્રકાશ’માં છપાવ્યો છે. એનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરી શકે તે માટે એનું વિવરણ લખવાની જરૂર છે, અને અનુકૂળતા મળતાં તે હું કરવા ધારું છું.
આ ઉપરાંત, એમાં બે લેખ રસાભાસને લગતા છે. એમાંનો પહેલો લેખ ગુજરાતીના અધ્યાપકોના સંઘના પ્રમુખ તરીકે રજૂ કરેલો અભ્યાસ-લેખ છે અને બીજો એમાંથી જાગેલી ચર્ચાને અંગે લખાયેલો છે. એક લેખ ‘ઔચિત્ય’ ઉપર છે. તે બી.એ.માં એ વિષય શીખવવાને  માટે તૈયાર કરેલો છે. એક કૉલેજમાં મને વ્યાખ્યાન માટે બોલાવી ‘કાવ્યમાં અર્થ’ એવો  વિષય આપવામાં આવ્યો હતો, એટલે એ લેખ એ રીતે તૈયાર થયો હતો. એને એમ.એ.ના અભ્યાસક્રમ સાથે બંધબેસતો કરવા માટે એક પરિશિષ્ટ ઉમેરવામાં આવેલું છે. છેલ્લો આખ્યાન વિષયનો લેખ પણ અધ્યાપનનું જ ફળ છે. ગુજરાતીમાં આખ્યાન કાવ્યો વારે વારે ભણાવવાનાં આવે છે અને ત્યારે આખ્યાનના સ્વરૂપની વાત કરવી પડે છે. આપણા ઘણા વિવેચકો અને અધ્યાપકોએ आख्यानं पूर्ववृत्तोक्ति: એ વ્યાખ્યા ટાંકી હોય છે. એ ઉપરથી મારા સ્વભાવ પ્રમાણે એનું મૂળ જોતાં ખબર પડી કે એ વ્યાખ્યા કાવ્યપ્રકારની નથી પણ નાટ્યાલંકારની છે, એટલે એ સ્પષ્ટ કરવા એ લેખ લખાયો. આમ, આ પુસ્તકના બધા જ લેખો અધ્યયન, અધ્યાપન અને પ્રવચન પ્રવૃત્તિના ફળરૂપે તૈયાર થયેલા છે.
પ્રશ્ન ¬: આમાં મુખ્ય ચર્ચા રસની છે એટલે રસ સિદ્ધાંત વિશે ટૂંકમાં કહો તો સારું.
—રસની ચર્ચા મુખ્યમાં નાટ્યને અંગે થયેલી છે અને પાછળથી તે કાવ્યને લાગુ પાડવામાં આવેલી, પણ એ સમગ્ર કલાનુભવને પણ લાગુ પાડી શકાય. રસનો સિદ્ધાંત કાવ્યને અનુલક્ષીને બને એટલો ટૂંકમાં માંડવાનો હું અહીં પ્રયત્ન કરું છું.
એ સિદ્ધાંત પ્રમાણે કાવ્યનું પ્રયોજન અલૌકિક આનંદનો અનુભવ કરાવવાનું છે. એ અલૌકિક આનંદનો અનુભવ તે જ રસ.
કવિ કાવ્યમાં કોઈ ને કોઈ માનવ ભાવનું નિરૂપણ કરી ભાવકના ચિત્તમાં અનુરૂપ ભાવ જગાડી તેની ચર્વણા દ્વારા તેને રસાનુભૂતિ કરાવે છે. અહીં એક વાતની સ્પષ્ટતા કરવી જોઈએ કે લૌકિક જીવનમાં આપણને જે લાગણીઓનો અનુભવ થાય છે તે અને કાવ્ય મારફતે અનુભવાતી લાગણીઓ બંને સરખી લાગે છે પણ બંને વચ્ચે મોટો ભેદ છે. લૌકિક જીવનમાં અનુભવાતી લાગણીઓ વ્યક્તિસંબંધ હોઈ સુખદુઃખાત્મક હોય છે, જ્યારે કાવ્ય મારફતે અનુભવાતી લાગણી અથવા ભાવ વ્યક્તિસંબંધ વિરહિત હોઈ કેવળ આનંદનો  જ અનુભવ કરાવે છે. માટે જ રસાનુભૂતિને નિરતિશય આનંદમય કહે છે. એ રસ શબ્દવાચ્ય નથી હોતો, એનો અનુભવ વ્યંજના દ્વારા જ કરાવવાનો હોય છે. હમણાં મેં કહ્યું કે કવિ કાવ્યમાં કોઈ ને કોઈ ભાવનું નિરૂપણ કરતો હોય છે. પણ ભાવ કંઈ આધાર વગર રહી શકે નહિ. એટલે કવિ જ્યારે કોઈ ભાવનું નિરૂપણ કરવા ઇચ્છે છે ત્યારે તેને માટે આધાર કે આલંબનની જરૂર પડે છે. કોઈ પાત્ર મારફતે જ ભાવની પ્રતીતિ કરાવી શકાય છે. વળી, પાત્રને પણ જગતમાં ક્યાંક ગોઠવવું પડે છે. એટલે સ્થળ કાળ વગેરેનું વર્ણન પણ કરવું પડે છે. ઉપરાંત, પાત્રના ભાવ કોઈ ને કોઈ ક્રિયા મારફતે પ્રગટ થાય છે. એટલે પાત્રના કાર્યનું પણ વર્ણન કરવું પડે છે. અને જે પ્રધાન ભાવનું નિરૂપણ કરવું હોય તેના અનુષંગમાં જે નાના નાના ક્ષણિક ભાવો પાત્રના ચિત્તમાં જાગીને શમી જતાં હોય છે તેનું નિરૂપણ કર્યા વગર એ ભાવ પરિપોષ પામી સારી રીતે અભિવ્યક્ત થતો નથી, એટલે તેનું નિરૂપણ કરવું પડે છે. આ જ વસ્તુઓ કાવ્યમાં નિરૂપાય છે, ત્યારે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ કહેવાય છે. કવિએ કાવ્યમાં એ વિભાવાદિનું એવું ઔચિત્યપૂર્ણ નિરૂપણ કરવું જોઈએ જેથી ઇષ્ટ રસની નિષ્પત્તિ અચૂક થાય. એમાં જ તેની કવિ તરીકેની કસોટી રહેલી છે. વળી, કવિ જે કંઈ કરે છે તે ભાષા મારફતે કરે છે, એટલે તેણે ભાષા, એની ભંગિ, એના અલંકારો વગેરે પણ એવાં વાપરવાં જોઈએ, જે ઇષ્ટ રસની નિષ્પત્તિમાં ઉપકારક થાય. આમ, કાવ્યમાં નિરૂપિત વિભાવાદિ દ્વારા વ્યંજિત થયેલો ભાવ ભાવકની ચર્વણાનો વિષય બનતાં રસનિષ્પત્તિ થાય છે. એનો અર્થ એ છે કે કવિતામાં જે કહેવાયું છે તેના કરતાં તેમાંથી જે સૂચિત એટલે કે વ્યંજિત થાય છે તેનું મહત્ત્વ વધારે છે – કારણ, જે કહેવાયું છે તે વ્યંગ્યાર્થના સૂચન માટે કહેવાયું છે. આમ, કાવ્યનો વાચ્યાર્થ વ્યંગ્યાર્થના બોધ માટે સાધનરૂપ બને છે.
એ વ્યંગ્યાર્થનો બોધ એટલે કે રસનો આસ્વાદ બધાને જ થતો નથી, સહૃદયોને જ થાય છે. કવિના હૃદયની સાથે તાદાત્મ્ય સાધવાની શક્તિ જેનામાં હોય તેને સહૃદય કહેવાય. જેમ કાવ્યરચના માટે પ્રતિભાની જરૂર પડે છે તેમ કાવ્યાસ્વાદ માટે પણ પ્રતિભાની જરૂર પડે છે. અભિનવગુપ્તે કહેલું છે કે કવિના હૃદયમાં રહેલો રસ એ મૂળ છે, તેમાંથી પ્રગટેલું કાવ્ય તે વૃક્ષ છે, નટનો અભિનયાદિ વ્યાપાર તે પુષ્પ છે અને સામાજિકને થતો રસાસ્વાદ તે ફળ છે. આમ, કવિ હૃદયના સાધારણણીભૂત ભાવથી માંડીને સામાજિકને થતા રસાસ્વાદ સુધીનું આખું ચક્ર જ રસમય છે. આ ટૂંકમાં રસસિદ્ધાંત થયો.
પ્રશ્ન : એ સિદ્ધાંતની વિશેષતા આપને શી લાગે છે? 
– આ સિદ્ધાંતની વિશેષતા એ છે કે એમાં કવિ, કવિકર્મ અને ભાવક બધાનો વિચાર કરેલો છે. ઉપરાંત, એમાં કાવ્યવિવેચનનું સ્વરૂપ પણ ગર્ભિત રહેલું છે. ઇષ્ટ ભાવના અવગમન માટે કવિએ કરેલી વિભાવાદિની યોજના, વિષયવસ્તુના સંધિઓની સંઘટના, અને પ્રયોજેલાં ભાષાભંગિ, અલંકાર, રીતિ, ગુણ વગેરેના રસવિષયક ઔચિત્યની તપાસ કરવી તે કવિકર્મનું પરીક્ષણ. ઉપરાંત, આખી કૃતિમાંથી ધ્વનિત થતા ભાવનો સમગ્ર જીવનની દૃષ્ટિએ વિચાર કરવો તે તેનું મૂલ્યાંકન. આ બે મળીને સંપૂર્ણ વિવેચન થાય. એ પણ આ સિદ્ધાંતમાં ગર્ભિત છે.
પ્રશ્ન : કાવ્યશાસ્ત્રના અભ્યાસ વિશે આપને કંઈ કહેવું છે?
– આપણે ત્યાં નવું શિક્ષણ શરૂ થયા પછી આપણી પ્રાચીન જ્ઞાન-પરંપરા સાથેનો આપણો સંબંધ લગભગ કપાઈ ગયો અને તેથી આપણે એ જ્ઞાનવારસો તત્કાળ પૂરતો ગુમાવી બેઠા જેવું થયું. બીજી વિદ્યાઓની પેઠે કાવ્યશાસ્ત્રમાં પણ એમ બન્યું. અને પરિણામે આપણા નવા શિક્ષિતોનું પશ્ચિમ સાથે જેટલું અનુસંધાન થયું તેટલું પ્રાચીન ભારતના જ્ઞાનવારસા સાથે ન રહ્યું. આધ્યાત્મિક ચિંતન અને કાવ્યચિંતન એ બે ક્ષેત્રો એવાં છે, જેમાં જગતના વિચારરાશિમાં આપણા દેશનો ફાળો ઘણો મહત્ત્વનો અને કીમતી છે. એટલે એ બે જ્ઞાનશાખાઓમાં તો આપણે આપણા દેશની પરંપરા સાથે અનુસંધાન સાધવું જ જોઈએ. તો જ આપણે એ ક્ષેત્રોમાં કંઈ નવો ફાળો આપી શકીશું. એમ થાય એટલા માટે એ બંને ક્ષેત્રના જે મહત્ત્વના મૌલિક ગ્રંથો છે તેનો અનુવાદ આપણી ભાષામાં સુલભ બનાવી તેમનો વિગતે અભ્યાસ થાય એવી વ્યવસ્થા આપણી યુનિવર્સિટીઓએ ઊભી કરવી જોઈએ. એમ થતાં, કાવ્યશાસ્ત્રના ક્ષેત્રમાં આજે પશ્ચિમના ઉછીના લીધેલા વિચાર કે શબ્દોથી જે ઉપરચોટિયો વ્યવહાર ચાલે છે, તેને બદલે વસ્તુસ્પર્શી મૌલિક ચિંતનમાંથી ઊભા થતા વાદવિવાદ ચાલી તે તે પદાર્થોની સમજણ વિશદ થઈ શાસ્ત્ર આગળ પ્રગતિ કરી શકશે.*
* તા ૨૪-૩-’૭૧ ના રોજ આકાશવાણી ઉપરથી પ્રસારિત મુલાકાત, થોડા ફેરફાર સાથે, આકાશવાણીના સૌજન્યથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|અમદાવાદ<br>૨૦: ૮: ’૭૪||'''–સંપાદકો'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|previous = ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ’ અને વિભાવાદિ
|next = સર્જક-પરિચય
|next = `અભિનવનો રસવિચાર’ વિશે
}}
}}

Navigation menu