વીક્ષા અને નિરીક્ષા/આમુખ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
૧૯૨૮માં આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીએ માધ્યમિક શાળાના ચોથા-પાંચમા એટલે આજના આઠમા-નવમા ધોરણ માટે પાઠ્યપુસ્તક તરીકે ચલાવાય એવો એક ગદ્યસંગ્રહ `ગદ્યાવલિ’ નામે પ્રગટ કર્યો હતો. એના સંગ્રાહક શ્રી આશાભાઈ નરસિંહભાઈ પટેલ હતા. તેમણે નિખાલસતાથી વિજ્ઞાપનમાં લખ્યું છે: `લેખોની પસંદગીમાં કંઈ ખાસ ધોરણ રાખ્યું નથી. છતાં વાચકને જણાઈ આવશે કે આધ્યાત્મિકતા, નીતિ, સ્વદેશાભિમાન, સેવા વગેરેનાં તત્ત્વો વિદ્યાર્થીઓને જે વાચનથી સ્પર્શે તેવા લેખોની પસંદગી કરવામાં આવી છે.’ એક રીતે જોતાં, કંઈક સ્થૂળ રીતે, આ પ્રયોજન `ગદ્યનવનીત'ના પ્રયોજનને અમુક અંશે મળતું આવે છે એમ કહી શકાય. ઉપરાંત કહ્યું છે કે `ગુજરાતી સાહિત્યનો રસ વિદ્યાર્થીઓને ચખાડવો એ આ પુસ્તકનો એક હેતુ છે.’ ઉતાવળને કારણે `કવિ દલપતરામ, શ્રી નરસિંહરાવ, શ્રી કેશવલાલ ધ્રુવ, શ્રી કમળાશંકર, શ્રી રણછોડભાઈ વગેરે જેવા પ્રખર અભ્યાસીઓનાં લખાણમાંથી લેખ પસંદ કરાઈ શકયા નથી"—એમ પણ સંગ્રાહકે નોંધ્યું છે. `પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે ચલાવવાનું હોવાથી જોડણીનું એકસરખું ધોરણ તેમાં રાચવાઈ રહે એ ઇષ્ટ લાગવાથી મૂળ લેખકોની જોડણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે" અને એ માટે લેખકોની ક્ષમા યાચી છે. પ્રેયોજનને અનુલક્ષીને એમાં અનુવાદોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

એ પછી ૧૯૩૧માં સ્વ. શ્રી હિંમતલાલ ગ. અંજારિયાએ `ગદ્યપ્રવેશ' નામે એક સંગ્રહ બે ભાગમાં પ્રગટ કર્યો. પહેલો ભાગ અંગ્રેજી હાઈસ્કૂલના ચોથા-પાંચમા ધોરણ માટે (એટલે કે જેમને માટે ‘ગદ્યાવલિ' યોજાઈ હતી તેમને માટે) અને બીજો છઠ્ઠા-સાતમા (એટલે આજના દસમા- અગિયારમા) ધોરણ માટે. એમાં પણ અનુવાદને સ્થાન આપવામાં આવ્યું છે.

આ બધા જ સંગ્રહો વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને થયેલા હતા.

૧૯૩૯માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (આજની ગુજરાત વિદ્યાસભા) શ્રી વિશ્વનાથ મ. ભટ્ટ પાસે `નિબંધમાળા'નું સંયોજન કરાવે છે. એના નિવેદનમાં કહ્યું છે કે `ગદ્યનવનીત' તૈયાર કરતી વખતે ‘ગદ્યસંગ્રહ જો એક જ ગ્રંથમાં કરવો હોય તો તેમાં ગદ્યલેખનના સઘળા પ્રકારો એકીસાથે લેવાનો લોભ ન રાખતાં નિબંધ, નિબંધિકા, નવલિકા, સંવાદ આદિ વિવિધ લેખનપ્રકારો માટે દરેક દીઠ એક એક સ્વતંત્ર સંગ્રહ યોજવાની આવશ્યકતા સમજાયેલી અને તેથી આ ગ્રંથમાં માત્ર નિબંધો જ સંગ્રહવામાં આવ્યા છે.’ વધુ સ્પષ્ટતા કરતાં સંયોજકે જણાવ્યું છે કે `આ સંગ્રહમાં સ્વતંત્ર, સ્વપર્યાપ્ત, સુશ્ર્લિષ્ટ નિબંધો જ–કોઈ મોટા લખાણમાંથી અનુકૂળતા પ્રમાણે કાપી કાઢેલા ટુકડા નહિ, પણ અખંડ, આત્મપર્યાપ્ત ગદ્યકૃતિઓ જ—લેવાનું અને જે લેખકોએ એવા નિબંધ ધ્યાન ખેંચે એવી કે ગણનાપાત્ર સંખ્યામાં રચેલા હોય તેમ એ સાહિત્યપ્રકારના ઇતિહાસમાં સ્થાન પામે એવું રચનાકૌશલ કે વિશિષ્ટ શક્તિ દાખવેલ હોય એવા જ લેખકોના કૃતિસંગ્રહમાંથી તે પસંદ કરવાનું ઠરાવ્યું છે.’ `આ ગ્રંથમાં એકાગ્ર શૈલીના ગંભીર નિબંધોનો જ સંગ્રહ કર્યો છે, અને વિનોદાત્મક રસળતી શૈલીની નિબંધિકાઓને ભવિષ્યના કોઈ સંગ્રહ માટે અલગ રાખેલ છે.’ નિબંધપસંદગીની બાબતમાં એમણે (૧) `ટૂંકા નિબંધને પહેલી પસંદગી  આ૫વી’, (૨) `સંગ્રહ  એકદેશી પંડિતોને અર્થે નહિ પણ સાહિત્યરસિક સામાન્ય વાચકોને અર્થે યોજાયેલો હોવાથી એમાં અતિશાસ્ત્રીય, પારિભાષિક, કે વિવાદાસ્પદ બની જતા હોય એવાં નિબંધો ન લેવા’, (૩) `નિબંધના વર્ણન, કથન, પર્યેષણ આદિ વિવિધ મુખ્ય તેમ જ ગૌણ પ્રકારોમાંથી આપણે ત્યાં જે જે ખીલ્યા છે તે સઘળાનું બને તેટલું પ્રતિનિધિત્વ સાચવવા પ્રયત્ન કરવો’, એવું ધોરણ રાખેલું છે. એક વિચિત્ર અપવાદ પણ કરેલો છે કે `જે રચનાઓ આકારે શુદ્ધ નિબંધ જ હોય છતાં મૂળ કોઈ સભામાં જાહેર ભાષણ કે વ્યાખ્યાનરૂપે રજૂ થઈ હોય તેને બનતા સુધી અલગ રાખેલ છે.’ `નિબંધોની સંખ્યાનો નિર્ણય લેખકની ગુણસંપત્તિ તેમ કૃતિસમૃદ્ધિ પર સતત નજર રાખીને કર્યો છે.’ એ સંગ્રહમાં કુલ ૨૨ લેખકોના એકંદરે ૬૨ નિબંધો સંગ્રહાયા છે અને ઉપોદ્ઘાતમાં નિબંધના સ્વરૂપ વિશે અને ગુજરાતી નિબંધલેખકો વિશે વિસ્તૃત વિવેચન છે.

એ પછી ૧૯૫૬માં પ્રગટ થયેલો વ્રજરાય દેસાઈ અને કુંજવિહારી મહેતા સંપાદિત `ગદ્યરંગ' પણ `નિબંધમાળા'ની પેઠે `શિક્ષિત જિજ્ઞાસુને લક્ષમાં રાખીને’ યોજાયેલો છે. એનો ઉદ્દેશ `વાચકને ગુજરાતી ગદ્યસાહિત્યની વિવિધતા તથા શક્તિ અને રસમયતાનું ભાન’ કરાવવાનો છે. એમાં `નવલકથા, નવલિકા સિવાયના ગદ્યમાંથી ગુજરાતનું અર્વાચીન જીવન, એનું વૈચારિક અને સામાજિક ચિત્ર, ઉપસાવવાનો ...એક નમ્ર પ્રયત્ન છે.’ અને `ગુજરાત પ્રદેશના માનસની વૈયક્તિક વિવિધતા તથા સમગ્રતા દર્શાવવા તરફ’ એનો ઝોક છે. આ સંગ્રહ પાછળ એક બીજો પણ ઉદ્દેશ છે અને તે ગદ્યલેખન કેળવવાની ઉમેદ રાખતા `શિક્ષિત વાચકોને પોતપોતાની રુચિને અનુસરતું ગદ્યલેખન કેળવવાને ઉપયોગી દૃષ્ટાંતો મળી રહે એટલું વૈવિધ્ય’ પીરસવાનો.

Navigation menu