232
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૪ }} {{Poem2Open}} દશ નંબરની મધુ મિસ્તરીની ગલીમાં ભોંયતળિયાના એક ઓરડામાં ચિરકુમારસભાની બેઠક મળી હતી. એ પ્રમુખશ્રી ચંદ્રમાધવ બાબુનું ઘર હતું. તેઓ બ્રાહ્મ કૉલેજના પ્રોફેસર હતા. દેશન...") |
No edit summary |
||
| Line 27: | Line 27: | ||
ચંદ્રમાધવબાબુએ બોલવા માંડ્યું: ‘આપણી આ સભાની ઘણા લોકો મશ્કરીઓ કરે છે. ઘણાઓ કહે છે કે તમે લોકો દેશની સેવા કરવા વાસ્તે કૌમારવ્રત ધારણ કરો છોે, પરતું જો બધા તમારા જેવી પ્રતિજ્ઞા લે, તો પચાસ વરસ પછી દેશમાં એવો કોઈ માણસ હશે ખરો જેના માટે કંઈ કામ કરવાની કોઈને જરૂર પડે? હું માત્ર નમ્રપણે મૂંગોમૂંગો આ પરિહાસ સહી લઉં છું. પરંતુ હું પૂછું છું કે શું આનો કોઈ જવાબ નથી?’ આમ કહી એમણે પોતાના ત્રણ સભાસદોની સામે જોયું. | ચંદ્રમાધવબાબુએ બોલવા માંડ્યું: ‘આપણી આ સભાની ઘણા લોકો મશ્કરીઓ કરે છે. ઘણાઓ કહે છે કે તમે લોકો દેશની સેવા કરવા વાસ્તે કૌમારવ્રત ધારણ કરો છોે, પરતું જો બધા તમારા જેવી પ્રતિજ્ઞા લે, તો પચાસ વરસ પછી દેશમાં એવો કોઈ માણસ હશે ખરો જેના માટે કંઈ કામ કરવાની કોઈને જરૂર પડે? હું માત્ર નમ્રપણે મૂંગોમૂંગો આ પરિહાસ સહી લઉં છું. પરંતુ હું પૂછું છું કે શું આનો કોઈ જવાબ નથી?’ આમ કહી એમણે પોતાના ત્રણ સભાસદોની સામે જોયું. | ||
પૂર્ણે બારણાની ઓથે ભરાયેલીને યાદ કરીને ઉત્સાહમાં આવી જઈ કહ્યું: ‘નથી કેમ? દુનિયાના તમારા દેશોમાં કેટલાક માણસો એવા હોય છે, જેઓ સંસારી થવા વાસ્તે જન્મેલા હોતા નથી. એવાઓની સંખ્યા બહુ થોડી હોય છે. પણ એવા થોડા માણસોને આકર્ષીને એક ધ્યેયના બંધનમાં બાંધવાના હેતુથી આપણી આ સભા સ્થપાયેલી છે—આખી દુનિયાના માણસોને કૌમારવ્રત લેવડાવવા માટે આ સભા સ્થપાઈ નથી. આપણી આ જાળ ઘણા લોકોને પકડશે, પણ મોટા ભાગનાને છોડી મૂકશે, અને છેવટે લાંબી પરીક્ષા પછી એમાં માત્ર બેચાર માણસો જ રહેશે. જો કોઈ પૂછે કે એ બેચાર માણસો શું તમે જ છો? તો હિંમતથી હા કોણ કહી શકે તેમ છે? હા, અમે અત્યાર સુધી તો જાળમાં રહ્યા છીએ, પણ છેલ્લી પરીક્ષા સુધી ટકીશું કે કેમ તેની તો ભગવાનને ખબર! પરતું આપણે કોઈ ટકી શકીએ કે ન ટકી શકીએ, આપણે એકે એક ખરી પડીએ કે ન ખરી પડીએ, પણ એથી આપણી સભાની મશ્કરી કરવાનો કોઈને હક મળી જતો નથી. છેવટે કદાચ એવો પણ વખત આવે કે આપણા પ્રમુખ સાહેબ એકલા જ સભામાં રહી જાય—તો પણ શું? આપણું આ તજાયેલું સભાક્ષેત્ર એ એક તપસ્વીના તપોતેજથી પવિત્ર અને ઉજ્જ્વળ બની રહેશે, અને તેમની જીવનભરની તપસ્યાનું ફળ દેશની દૃષ્ટિએ કદી નકામું નહિ જાય.’ | |||
પ્રમુખ સાહેબ પોતાનાં વખાણ સાંભળી જરા શરમાઈ ગયા. સભાના કામકાજનો ચોપડો ફરીથી આંખોની છેક પાસે લઈ જઈને, તેમણે એકચિત્તે એમાં શી ખબર શું વાંચવા માંડ્યું! ગમે તેમ, પૂર્ણનું આ ભાષણ યથાસ્થાને યથાવેગે પહોંચી ગયું હતું. ચંદ્રમાધવબાબુની એકાંત તપસ્યાની વાત સાંભળીને નિર્મળાની આંખો ભરાઈ આવી, અને એ રીતે હાલી ઊઠેલી એ બાલિકાની ચાવીઓના ગુચ્છાએ ઝણઝણ અવાજ કરી પૂર્ણનો પરિશ્રમ સાર્થક કર્યો. | પ્રમુખ સાહેબ પોતાનાં વખાણ સાંભળી જરા શરમાઈ ગયા. સભાના કામકાજનો ચોપડો ફરીથી આંખોની છેક પાસે લઈ જઈને, તેમણે એકચિત્તે એમાં શી ખબર શું વાંચવા માંડ્યું! ગમે તેમ, પૂર્ણનું આ ભાષણ યથાસ્થાને યથાવેગે પહોંચી ગયું હતું. ચંદ્રમાધવબાબુની એકાંત તપસ્યાની વાત સાંભળીને નિર્મળાની આંખો ભરાઈ આવી, અને એ રીતે હાલી ઊઠેલી એ બાલિકાની ચાવીઓના ગુચ્છાએ ઝણઝણ અવાજ કરી પૂર્ણનો પરિશ્રમ સાર્થક કર્યો. | ||
| Line 73: | Line 73: | ||
પૂર્ણે કહ્યું: ‘મશાય, અભૂતપૂર્વના કરતાં ભૂતપૂર્વની જ બીક વધારે લાગે છે.’ | પૂર્ણે કહ્યું: ‘મશાય, અભૂતપૂર્વના કરતાં ભૂતપૂર્વની જ બીક વધારે લાગે છે.’ | ||
અક્ષયે કહ્યું: ‘પર્ણબાબુ બુદ્વિમાન બોલે તેવું જ બોલ્યા છે. સંસારમાં બધા ભૂતથી જ ડરે છે. ભૂતથી બીજા માણસનો જીવનસંભોગ ખમાતો નથી, એમ સમજી માણસ ભૂતને ભયંકર ધારે છે. માટે પ્રમુખ સાહેબ, ચિરકુમારસભાના આ ભૂતને સભામાંથી હાંકી કાઢશો કે જૂના પરિચયની મમતાથી એને બેસવા ખુરશી આપશો? બોલો.’ | |||
‘ખુરશી જ અપાશે.’ એમ કહી ચંદ્રબાબુએ એક ખુરશી આગળ ધરી. | ‘ખુરશી જ અપાશે.’ એમ કહી ચંદ્રબાબુએ એક ખુરશી આગળ ધરી. | ||
| Line 101: | Line 101: | ||
અક્ષયબાબુની આ વાત સાંભળી ચિકકુમારોની સભા પ્રફુલ્લ બની ગઈ. પ્રમુખ મહાશયે કહ્યું: ‘સભ્ય થવા માગનારાઓનાં નામ-ઠામ વગેરે—’ | અક્ષયબાબુની આ વાત સાંભળી ચિકકુમારોની સભા પ્રફુલ્લ બની ગઈ. પ્રમુખ મહાશયે કહ્યું: ‘સભ્ય થવા માગનારાઓનાં નામ-ઠામ વગેરે—’ | ||
અક્ષયે કહ્યું: ‘તેમને નામ-ઠામ વગેરે નથી એવું કોણે કહ્યું? સભા એ જ્ઞાનથી વંચિત નહિ રહે. સભ્યની સાથે જ તેનાં નામઠામ વગેરે સંપૂર્ણ હકીકત આવશે જ. પરતું આપનો આ ભોંયતળિયાનો ભીનો ઓરડો સ્વાસ્થ્યની દૃષ્ટિએ અનુકૂળ નથી. આપના આ થોડા ઘણા ચિરકુમારોના ચિરત્વને નુકસાન ન પહોંચે એ તરફ જરા ધ્યાન આપવું જોઈએ.’ | |||
ચંદ્રબાબુ કંઈક શરમાઈને ચોપડો નાકની પાસે લઈ જઈને બોલ્યા: ‘અક્ષયબાબુ, તમે ક્યાં નથી જાણતાં, અમારી આવક—’ | ચંદ્રબાબુ કંઈક શરમાઈને ચોપડો નાકની પાસે લઈ જઈને બોલ્યા: ‘અક્ષયબાબુ, તમે ક્યાં નથી જાણતાં, અમારી આવક—’ | ||