52
edits
No edit summary |
No edit summary |
||
| Line 41: | Line 41: | ||
વનલોકને આથી જુદો કોઈ વિવાહવિધિ જડ્યો ન હતો. બે મહિના વરસાદ બરોબર પડ્યો હોય ને ખેતરોમાં બબ્બે ત્રણત્રણ વાર નીંદામણ કરી લીધું એટલે પાક તૈયાર થાય ત્યાં લગીની નિરાંત. ધરતી લીલાણી, ને સાથે સાથે વનબાલાઓની જીવનઆશા પણ પલ્લવિત થઈ. ડુંગરો નવાં નવાણથી ગાજી ઊઠતા ને કિશોરો પ્રણયનાં નવસ્પન્દન અનુભવતા નાચી રહેતા. દોડીને એક વહેળો અને એક નાનકડી નદી એકમેકને ભેટી સમરસ થઈ ડુંગરની ધારે ધારે વહ્યે જતાં ત્યાં એક મોટો અણડોળ પથ્થર હતો એની ચોમેર નાચકૂદ ને ગાનકિલ્લોલ કરતાં કરતાં જુગલજોડીઓ રચાઈ જતી. ન તો કોઈ પુરોહિતની જરૂર પડતી, ન મોટેરાંની છાયા આડી આવતી. યૌવનની નસેનસે શ્રાવણી પૂર દોડતાં; ભરપૂર અને મસ્ત. નીતરાં નહિ પણ મેલાંઘેલાં; સ્વસ્થ નહિ પણ હેલે ચડેલાં. શ્રાવણી મેળો ડહોળ્યાં દિલનો મેળો હતો. | વનલોકને આથી જુદો કોઈ વિવાહવિધિ જડ્યો ન હતો. બે મહિના વરસાદ બરોબર પડ્યો હોય ને ખેતરોમાં બબ્બે ત્રણત્રણ વાર નીંદામણ કરી લીધું એટલે પાક તૈયાર થાય ત્યાં લગીની નિરાંત. ધરતી લીલાણી, ને સાથે સાથે વનબાલાઓની જીવનઆશા પણ પલ્લવિત થઈ. ડુંગરો નવાં નવાણથી ગાજી ઊઠતા ને કિશોરો પ્રણયનાં નવસ્પન્દન અનુભવતા નાચી રહેતા. દોડીને એક વહેળો અને એક નાનકડી નદી એકમેકને ભેટી સમરસ થઈ ડુંગરની ધારે ધારે વહ્યે જતાં ત્યાં એક મોટો અણડોળ પથ્થર હતો એની ચોમેર નાચકૂદ ને ગાનકિલ્લોલ કરતાં કરતાં જુગલજોડીઓ રચાઈ જતી. ન તો કોઈ પુરોહિતની જરૂર પડતી, ન મોટેરાંની છાયા આડી આવતી. યૌવનની નસેનસે શ્રાવણી પૂર દોડતાં; ભરપૂર અને મસ્ત. નીતરાં નહિ પણ મેલાંઘેલાં; સ્વસ્થ નહિ પણ હેલે ચડેલાં. શ્રાવણી મેળો ડહોળ્યાં દિલનો મેળો હતો. | ||
દેવો આ ફેરે તો મેળે ગયા વગર રહેવાનો ન હતો. છેલ્લાં બે-ત્રણ વરસથી એના ગોઠિયાઓ તો જવા માંડ્યા હતા અને કેટલાક તો અત્યારે મંડાઈ ગયા હતા અને મોટેરા જેવા પણ લાગતા હતા. દેવાના બાપને માથે ભારી રણ હતું. બાપુકાં ખેતરના શેઢાની બાબતમાં ઝઘડો લાગેલો. વાત કચેરીએ ચડી. એ તો શાહુકાર ભલું માણસ તે ખરે ટાંકણે બાંય ઝાલી. થોડીક વીસોની હરફરથી એણે કાના તરારનાં વંશપરંપરાનાં ખેતર અને બાપદાદાની શાખ સાચવી આપ્યાં. એનાં દામ ચૂકવવાં બાકી હતાં તે કલદાર પૂરા ભરાય નહિ ત્યાં લગણ બાપને પડખેથી ખસી નીકળીને તરારોનો છેલ્લો કુળદીપક દેવો મેળો કરવા શી રીતે જાય? કાનો ને દેવો વરસોવરસ તન તોડીને ખેતરે મજૂરી કરતા, પણ જે કંઈ બચતું તે ‘વિયાજડામાં ડૂલ’ થઈ જતું. એમાં વચ્ચે એક વરસ દુકાળનું આવેલું. માંડ બે જણા આયખું ખેંચતા. દેવાની મા ક્યારની ગામેતરું કરી ગઈ હતી. એક બહેન નાની હતી તેણે ત્રીજા શ્રાવણ પર મેળો કરેલો. દેવો બાપને ઘરડે ઘડપણ મજૂરી કરીને વાંકા વળી જતા આખું વરસ જોતો અને મેળો આવ્યે મૂંગોમૂંગો નસીબને નિંદી બેસી રહેતો. અને નાનાં નાનાં છોકરાં ગાતાં હોય તેમની સાથે હસવા કરતો હતો : | દેવો આ ફેરે તો મેળે ગયા વગર રહેવાનો ન હતો. છેલ્લાં બે-ત્રણ વરસથી એના ગોઠિયાઓ તો જવા માંડ્યા હતા અને કેટલાક તો અત્યારે મંડાઈ ગયા હતા અને મોટેરા જેવા પણ લાગતા હતા. દેવાના બાપને માથે ભારી રણ હતું. બાપુકાં ખેતરના શેઢાની બાબતમાં ઝઘડો લાગેલો. વાત કચેરીએ ચડી. એ તો શાહુકાર ભલું માણસ તે ખરે ટાંકણે બાંય ઝાલી. થોડીક વીસોની હરફરથી એણે કાના તરારનાં વંશપરંપરાનાં ખેતર અને બાપદાદાની શાખ સાચવી આપ્યાં. એનાં દામ ચૂકવવાં બાકી હતાં તે કલદાર પૂરા ભરાય નહિ ત્યાં લગણ બાપને પડખેથી ખસી નીકળીને તરારોનો છેલ્લો કુળદીપક દેવો મેળો કરવા શી રીતે જાય? કાનો ને દેવો વરસોવરસ તન તોડીને ખેતરે મજૂરી કરતા, પણ જે કંઈ બચતું તે ‘વિયાજડામાં ડૂલ’ થઈ જતું. એમાં વચ્ચે એક વરસ દુકાળનું આવેલું. માંડ બે જણા આયખું ખેંચતા. દેવાની મા ક્યારની ગામેતરું કરી ગઈ હતી.<ref>મરી ગઈ હતી.</ref> એક બહેન નાની હતી તેણે ત્રીજા શ્રાવણ પર મેળો કરેલો. દેવો બાપને ઘરડે ઘડપણ મજૂરી કરીને વાંકા વળી જતા આખું વરસ જોતો અને મેળો આવ્યે મૂંગોમૂંગો નસીબને નિંદી બેસી રહેતો. અને નાનાં નાનાં છોકરાં ગાતાં હોય તેમની સાથે હસવા કરતો હતો : | ||
'''<center>મારે પહેરવા નથી ઝૂલડી કે ની આઉં મેળામાં.</center>''' | '''<center>મારે પહેરવા નથી ઝૂલડી કે ની આઉં મેળામાં.</center>''' | ||
| Line 253: | Line 253: | ||
ને દેવો? રાજની તુરંગમાં, બનવાજોગ છે કે એ પણ અત્યારે બળદને ઠેકાણે માણસોમાં જોતરાઈને ગોળ ગોળ ફરતો, રેંટની ગતિ તરફ જોતો જોતો, પોરના મેળાની યાદ તાજી કરતો હશે. | ને દેવો? રાજની તુરંગમાં, બનવાજોગ છે કે એ પણ અત્યારે બળદને ઠેકાણે માણસોમાં જોતરાઈને ગોળ ગોળ ફરતો, રેંટની ગતિ તરફ જોતો જોતો, પોરના મેળાની યાદ તાજી કરતો હશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right|''સપ્ટે. ૧૯૩૬''}}<br> | |||
<hr> | |||
{{reflist}} | |||
{{HeaderNav | {{HeaderNav | ||
edits