32,892
edits
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{center|'''<poem>સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ…સમજ્યા.</poem>'''}} | {{center|'''<poem>સૂરજ આ અમથું ઊગ્યો ને અમથું ખીલ્યું ફૂલ…સમજ્યા.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સમાજશાસ્ત્રીઓ એમ કહેતા આવ્યા છે કે ભીતરનો કોઈ સ્વ-અર્થ ન હોય ત્યાં સુધી | સમાજશાસ્ત્રીઓ એમ કહેતા આવ્યા છે કે ભીતરનો કોઈ સ્વ-અર્થ ન હોય ત્યાં સુધી મા'સ પ્રવૃત્તિ માટે પ્રેરાય નહીં. દરેક પ્રવૃત્તિને જરા ખણશો, ખોતરશો તો કોઈક કારણ હાથે ચડવાનું. પણ કલા એ તો માત્ર નિર્હેતુક લીલાની પ્રવૃત્તિ છે. માત્ર क्रीडनार्थ છે એવું આપણને ઠસાવવામાં આવ્યું છે. ‘નિરુદ્દેશે’ કે ‘હું તો બસ ફરવા આવ્યો છું!’ કે પેટ્રિક કાવાનાઘની જેમ ‘My purpose in life is that I have no purpose–’ આવી સીધી રીતે આજનો કવિ વાત નહીં કરે. | ||
લાભશંકરે આ કાવ્યનો પ્રારંભ પ્રકૃતિથી કર્યો છે. પ્રકૃતિમાં યોજના હોય, પ્રયોજન નહીં. પણ મનુષ્યમાં પ્રયોજન વિના કોઈ પ્રવૃત્તિ જ નથી. વૃત્તિના ભેદના આ બે અંતિમોને ઠસાવીને ઉપસાવવા માટે ‘સમજ્યા’ શબ્દને કવિ કાકુથી એવી રીતે પ્રયોજે છે કે જાણે આ વાત છે અને છતાં નથી. | લાભશંકરે આ કાવ્યનો પ્રારંભ પ્રકૃતિથી કર્યો છે. પ્રકૃતિમાં યોજના હોય, પ્રયોજન નહીં. પણ મનુષ્યમાં પ્રયોજન વિના કોઈ પ્રવૃત્તિ જ નથી. વૃત્તિના ભેદના આ બે અંતિમોને ઠસાવીને ઉપસાવવા માટે ‘સમજ્યા’ શબ્દને કવિ કાકુથી એવી રીતે પ્રયોજે છે કે જાણે આ વાત છે અને છતાં નથી. | ||