232
edits
No edit summary |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૯૩૫ના નવેમ્બર અને ડિસેમ્બરમાં મેં દક્ષિણ હિંદના કરેલા પ્રવાસનું આ પુસ્તકમાં વર્ણન છે. પ્રવાસનો સંકલ્પ થતાં મેં દક્ષિણ હિંદથી સુપરિચિત એવા શ્રી રત્નમણિરાવની સલાહ લીધી અને તેમણે મને પ્રવાસનો માર્ગ આંકી આપ્યો અને એ આદર્શ રૂપનો હતો. મુંબઈ ઇલાકાની દક્ષિણ સરહદે આવેલા જોગના ધોધથી શરૂ કરી, હિંદના પશ્ચિમ કિનારે કિનારે મૈસૂર, ઉતાકાખંડ, મલબારનાં બૅક વૉટર્સ અને ત્રાવણકોરની ભૂમિમાં થઈ ઠેઠ દક્ષિણતમ બિંદુ કન્યાકુમારીએ પહોંચી ત્યાંથી ઉત્તરાભિમુખ અને ક્યાંક પૂર્વાભિમુખ થતાં થતાં મદુરા, રામેશ્વરમ્, ત્રિચિ, પોંડિચેરી, મદ્રાસ અને ત્યાંથી પશ્ચિમાભિમુખ બની મદ્રાસ ઇલાકાની સરહદ પર વિજયનગરમાં અટકી મેં આ પ્રવાસની સમાપ્તિ કરી. પ્રકૃતિસૌંદર્ય, નગરો તથા તીર્થક્ષેત્રો તેમ જ જનસંપર્ક એ બધાંને લક્ષ્યમાં રાખી બને તેટલો સૌંદર્યાભિમુખ અને સંસ્કૃતિદર્શી બની હું ફર્યો. તીર્થક્ષેત્રોમાં મારું માનસ એક ભગવદ્ભક્ત કરતાં શિલ્પસ્થાપત્યના તથા જનનારાયણના સૌંદર્યભક્ત અને ભાવભક્તનું વિશેષ રહ્યું છે. એ પ્રવાસની મારી છાપ મેં યથાશક્તિ આ પાનાંમાં મૂકી છે. મેં પ્રવાસ શરૂ કર્યો ત્યારે આ દક્ષિણ પ્રાન્ત વિશે થોડીક રસ્તાની માહિતીથી વિશેષ મારી પાસે કશું જ્ઞાન ન હતું. જેમ જેમ ફરતો ગયો તેમ તેમ તેની પ્રજાનાં લક્ષણો, તીર્થધામોની દંતકથાઓ, સ્થળોની કથાઓ વગેરે જે કંઈ સાંભળવા મળતાં ગયાં તેની નોંધ કરી લીધી. આ ભૂમિ ફ ૨ીને આવ્યા પછી દક્ષિણનાં સ્થાપત્ય, પ્રજાજીવન તથા તેનાં ઇતિહાસ તથા ભૂગોળ વિશે થોડુંક વાંચ્યું. એ તિિવધ સામગ્રીમાં મેં શિલ્પ, સ્થાપત્ય કે સમાજશાસ્ત્ર કે પ્રકૃતિજીવનના કશા વિશેષ જ્ઞાન વિનાના મારા પ્રાકૃત માનસનાં સંવેદનો ઉમેર્યાં અને એ ત્રણમાંથી મને રસાવહ લાગી તેટલી સામગ્રી અહીં સંકલિત કરીને મૂકી છે. | |||
આ પ્રવાસ લખવો શરૂ કર્યો ત્યારે સીધું ગદ્ય લખવાનો મને ઘણો ઓછો અભ્યાસ હતો. તેમાંય આવા તદ્દન ભૂતાર્થવાળા વસ્તુપ્રધાન વિષયને રસાવહ બનાવી લખવો એ ઘણું વિકટ કાર્ય હતું. વળી લખતાં લખતાં મને ક્ષણે ક્ષણે ભય રહેતો હતો કે રખે આ લખાણ રેલવે-ગાઈડ કે સ્થાપત્યની વિગતપોથી કે અંગત સ્મરણોની હારમાળા કે પછી વસ્તુવિમુખ એવો અધ્ધર કલ્પનાવિહાર બની જાય. મને ખબર નથી કે આ લખાણ એમાંનું શું બન્યું છે યા શું નથી બન્યું. | |||
મેં પ્રવાસ કરેલો ત્યારે જે વસ્તુઓ હતી તેમાંની અત્યારે બધી તેવી ને તેવી તથા તેટલી ને તેટલી હશે જ એમ નથી. કાળનો ઘસારો માણસને જ નહિ, પ્રકૃતિને પણ લાગે છે. એટલે આ પ્રવાસવર્ણન ભોમિયાનું કામ તો નહિ જ સારી શકે. મારા અજ્ઞાનને લીધે માહિતીની ચૂકો, વિશેષનામોનાં ઉચ્ચારણોની ભૂલો પણ આમાં આવી ગઈ હોવાનો સંભવ છે. વળી દક્ષિણનાં શિલ્પસ્થાપત્ય, પ્રકૃતિસૌંદર્ય તેમ જ સામાજિક જીવન અંગે મેં અત્રે તારવેલાં કે વ્યક્ત કરેલાં અનુમાનો અને અભિપ્રાયોને એક વિશેષજ્ઞ કે તજ્જ્ઞના પ્રામાણ્ય તરીકે નહિ પણ એક પ્રાકૃત માનસનાં ક્ષણિક, જોકે સહૃદય સંવેદનો તરીકે લેવાં વધારે ઉચિત છે. છેવટે તો આપણી આંખ જુએ છે અને હૃદય અને ચિત્ત અનુભવે છે તથા વિચારે છે. એ ત્રણેને આપણી લાક્ષણિક વિશિષ્ટતા હોય છે તો તેમને આપણી મર્યાદા પણ વળગે છે. | |||
આ પ્રવાસના પુસ્તકની સાથે ગુજરાતના પ્રવાસ-સાહિત્યની નોંધ જોડવા ઇચ્છા થાય છે; પરંતુ તે વિષય કોઈ વિશેષ ઊંડા અભ્યાસીને માટે મૂકી આ વિષયના મને પરિચિત એવા કેટલાક પૂર્વસૂરિઓનું નામસ્મરણ કરવાની લાલચ છોડી શકતો નથી. પ્રવાસવર્ણનને નવલકથા જેટલું જ રસાવહ કરી મૂકનાર તથા તેને માત્ર પ્રકૃતિના જ નહિ પણ સાથે સાથે સંસ્કૃતિના પરિક્રમણની ઉન્નત અધિત્યકાએ લઈ જનાર જન્મથી ગુર્જરીભાષી નહિ છતાં ગુજરાતી ગિરાના ગૌરવવંતા આચાર્ય શ્રી કાકા કાલેલકર સૌથી પ્રથમ યાદ આવે છે. એઓ તો આ પ્રવાસમાં ડગલે ડગલે તેમ જ આ લેખનની પંક્તિએ પંક્તિએ મને સ્મરણમાં આવ્યા કર્યા છે. એક રીતે કહું તો આ કૃતિ એમના સૌંદર્યદર્શી માનસની ઉપાસના કરી રહેલા એક બાલમાનસની જ કૃતિ છે. તેમનીયે પહેલાં કાશ્મીરનું વર્ણન લખી આ વિષયને રસાવહતાની કક્ષાએ મૂકનાર કલાપીને યાદ કરવા જોઈએ. એ કિશોર પ્રવાસીની પ્રૌઢ વાક્છટાને મેં અન્યત્ર અંજિલ આપી છે. એથીયે પૂર્વે પોતાના ‘ઇંગ્લેંડના પ્રવાસ'ને શબ્દબદ્ધ કરનાર કરસનદાસ મૂળજીનું નામ સ્મરણીય છે. કદાચ એ ગુજરાતનો પહેલો પ્રવાસગ્રંથ હશે. તેમની પછી પોતાની ઇંગ્લેંડની યાત્રાને રસિક પત્રો રૂપે લખી મોકલનાર અને ગુજરાતની અને મહારાષ્ટ્રની પ્રકૃતિને તથા વર્તમાન અને ભૂતકાળને સુંદર પદ્યબંધમાં મૂકી અનેરી કાવ્યછટાથી શોભાવનાર કવિ શિવલાલ ધનેશ્વરને પ્રેમપૂર્વક યાદ કરવા જોઈએ. પોતાની યુરોપની યાત્રાને આલ્પ્સનાં શિખરો, સ્વિસ ગાર્ડ્ઝના બલિદાનનું પ્રતીક સિંહ તથા સમુદ્રમાં ઊભેલી દીવાદાંડી જેવી અનેક વસ્તુઓને અનુપમ ગૌરવયુક્ત અર્વાચીન કાવ્યશૈલીમાં રજૂ કરનાર હરિલાલ હ. ધ્રુવનું સ્મરણ તો કરવું જ જોઈએ. વળી આપણા નવલકથાકાર શ્રી મુનશીએ યુરોપની કરેલી યાત્રાનાં ફાઉન્ટન પેનની સવારીએ લખાયેલાં થોડાંક પૃષ્ઠોનાં આછાં અધૂરાં સ્મરણો પણ તાજાં થાય છે. શ્રીમતી હંસાબહેન મહેતાનું ‘અરુણનું અદ્ભુત સ્વપ્ન'ઘડીક મગજમાં ચમકી જાય છે. ધૂમકેતુનું ‘પગદંડી'તથા શ્રી રતિલાલ ત્રિવેદીનું ‘પ્રવાસનાં સંસ્મરણો’ એ પ્રવાસગ્રંથોમાં પણ અત્રે યાદ આવે છે. આફ્રિકા, અમેરિકા આદિ દેશોના પ્રવાસી યુવાન ગુજરાતી લેખકોની નામાવલિ પણ યાદ આવે છે. મનોરમ પઘમાં અજંતાની યાત્રા વર્ણવનાર શ્રી ધીરજલાલ ટોકરશી પણ યાદ કરવા જેવા છે. વળી મારો આ વિષય પણ આ પૂર્વે શબ્દબદ્ધ બની ચૂકેલો છે. દક્ષિણની અનેક યાત્રાઓ કરી પોતાના ઇષ્ટદેવ શ્રીરંગનાં હજારેક પદો જેટલાં સ્તવનો શ્રી અનંતપ્રસાદ ત્રિકમલાલ વૈષ્ણવે લખેલાં છે. શ્રી અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીએ તો આ મારી યાત્રાને જ આજના શિષ્ટ પઘરૂપમાં મૂકેલી છે. સ્વ. સૌ. સુમતિએ પણ પોતાના દક્ષિણના પ્રવાસને ‘દક્ષિણયાત્રા’ રૂપે લખ્યો છે. જ્યાં જ્યાં હું ફર્યો છું તે બધી જગ્યાએ જાણે મારે માટે જ ફરીને નોંધ તૈયાર કરી હોય તેવા નાનકડા પાંચેક લેખો લખનાર શ્રી કિશનસિંહ ચાવડાને પણ છેલ્લા સ્મરણમાં લાવું છું. હજી આથીયે બીજી સ્મરણીય વ્યક્તિઓ હશે. પણ આ યાદી પ્રવાસ-સાહિત્યના સંપૂર્ણ આકલન રૂપે નથી લખાતી એટલે એની ઊણપો નિર્વાહ્ય બનશે. આમ ગદ્ય અને પદ્ય ઉભય રૂપે આપણે ગુજરાતમાં ભૂમિપરિક્રમણને ઉપાસતા રહ્યા છીએ. ગુજરાતી સાહિત્યના આ ખૂણામાં દૃષ્ટિપાત કરતાં તે સાવ સનો નથી લાગતો. | |||
અત્રે બીજી પણ એક ઇચ્છા વ્યક્ત કર્યા વગર રહેવાતું નથી. દક્ષિણ અને ગુજરાત ઉભયની સાથે સુપરિચિત એવા કોઈ વિદ્વાન પાસે બંને વિશે થોડુંક તુલનાત્મક ચિંતન-મનન કરાવી આ પુસ્તક સાથે તેને જોડવાની ઇચ્છા હતી. ખાસ કરીને ગુજરાત અને દક્ષિણનાં શિલ્પસ્થાપત્યના ઐતિહાસિક સંબંધોની તથા તેના કળારૂપની ચર્ચા ઘણી જરૂરી લાગે છે; પરંતુ તેને માટે અત્યારે તો કાંઈ કરી શકાયું નથી. દક્ષિણના પ્રવાસ પછી મને એક દૃષ્ટિલાભ તો થયો જ. તે એ કે ગુજરાતની શિલ્પસમૃદ્ધિ અને પ્રાકૃતિક રમણીયતાનો હું વધારે જ્ઞાનપૂર્ણ ભોક્તા બની શક્યો. ગુજરાતની પાસે ગૌરવ લઈ શકાય તેટલા પ્રમાણમાં આ બેય વસ્તુઓની સમૃદ્ધિ છે એમાં શંકા નથી. માત્ર તેનું ભારતની સંસ્કૃતિમાં જે ગૌરવપૂર્ણ સ્થાન છે તે સમજી આપણે તેનો રસાસ્વાદ વિશેષ વ્યાપક અને ગહન રૂપે લઈ શકીએ તેમ થવાની જરૂર છે. દક્ષિણમાં ફરી આવ્યા પછી ગુજરાતના જીવનની મીઠાશ, તેની ઋતુઓની આહ્લાદકતા, તેના એક એક જિલ્લાની લાક્ષણિક પ્રાકૃતિક સુંદરતા, તેના અનેક વર્ણોની વિવિધ સૌંદર્યછટા, તેના વ્યવહારોની વિલક્ષણતા એ બધું મને વિશેષ રસાવહ બનવા લાગ્યું. | |||
આ પુસ્તકને અંગે મારી એક મહત્ત્વાકાંક્ષા હતી તેને સમૃદ્ધ રીતે સચિત્ર કરવાની; પરંતુ તેમ થયું નથી તેનું એક સ્પષ્ટ કારણ તો યુદ્ધને લીધેની મોંઘવારી છે, પણ તે ઉપરાંત બીજાં પણ એકબે કારણ જેમ જેમ આ પુસ્તક અંગે ચિત્રો પસંદ કરવાની શોધમાં લાગતો ગયો તેમ તેમ સ્પષ્ટ થવા લાગ્યાં. તેમાંનું એક તો એ કે દક્ષિણને અંગેનાં ઉત્તમોત્તમ દૃશ્યો ચિત્ર રૂપે અત્યંત વિપુલ રીતે અનેક સ્થળે અપાતાં આવ્યાં છે. તેની આગળ મારો ગમે તેટલો મહાન પ્રયત્ન પણ વિવર્ણ જેવો લાગે એ મેં સ્પષ્ટ જોયું. ગુજરાતની પાસે પણ દક્ષિણનું સૌંદર્ય આ પૂર્વે ઠીક ઠીક રજૂ થયું છે. હિંદની પાસે તેમ જ જગતના લોકો પાસે તો દક્ષિણનાં જ નહિ પણ આખા હિંદનાં બધાં ઉત્તમ સૌંદર્યસંપન્ન તત્ત્વો ચિત્ર રૂપે ક્યારનાં રજૂ થયાં છે અને હજી થતાં આવે છે. એ આખી એક સ્વતંત્ર સ્વપ્રતિષ્ઠિત વિપુલ ચિત્રસૃષ્ટિ જ છે. જેમણે એ સમૃદ્ધ ચિત્રરૂપો જોવાં હોય તેમણે એ વિપુલ ચિત્રગ્રંથો પાસે જવું જોઈએ. એ દૃષ્ટિએ વાચકને સંતોષ આપવાને હામ ભીડવી એ મારે માટે ધૃષ્ટતા જ કહેવાય. આથીયે બીજું ગંભીર કારણ મને એ જણાયું કે આવી રીતનાં લખાણોનો પ્રસ્તાવ પેલાં ચિત્રોથી તદ્દન જુદી રીતનો છે. આ લખાણ ચક્ષુર્ગમ્ય વિષયને પોતાનો કરે છે, છતાં તેનું નિરૂપણ તે માનસિક ચિત્રરચના દ્વારા થાય છે. એમાં જ એની સફળતા કે નિષ્ફળતા રહેલી છે. એનો આસ્વાદ પણં બને તેટલો મનોમય રીતે થવા દેવો જોઈએ. ચિત્રોની એમાં મદદ લેવામાં આવે તોપણ તે ઈંગિત રૂપે જ. એમ માની થોડાંએક ચિત્રો જ અહીં મૂક્યાં છે. આ ચિત્રો મને મેળવી આપવા માટે તથા તેને સુંદર રીતે મુદ્રિત કરવા માટે કુમાર કાર્યાલયના સંચાલકોનો અત્રે આભાર માનું છું. | |||
છેવટે જેમની જેમની સહાયથી, દોરવણીથી તથા સહપ્રવાસનથી આ પ્રવાસ શરૂ થયો, પૂરો થયો, લખાયો અને મુદ્રણરૂપ પામ્યો તે સૌનો આભાર માની લઉં છું. એમાં મૂળે શ્રવણબેલગોડાના વતની છતાં આપણા ગુજરાતમાં વસી ગુજરાતી બનેલા ભાઈ શ્રીકાન્ત કણ્ઠીનું નામ અહીં સ્મરણીય ગણું છું. એમની હૂંફથી આ અજાણ્યા પ્રદેશમાં જવાની મેં હામ ભીડી. એમણે મને કર્ણાટકમાં એમના વતનમાં ફેરવ્યો અને ઊટી લગી મારો સાથ રાખ્યો. અમારા પ્રવાસનો આવો મંગલારંભ એમને હાથે અને એમની સાથે ન થયો હોત તો આ પ્રવાસ શક્ય જ ન બનત અને બીજું સ્મરણ દક્ષિણ હિંદમાં વસતા આપણા ગુજરાતી બંધુઓનું થાય છે. જે સ્થળે ગુજરાતીઓ હતા ત્યાં અમારે ધર્મશાળાનો આશ્રય લેવો નથી પડ્યો. તેમના મોકળા આતિથ્યનો લાભ અમને મળતો રહ્યો અને તેને લીધે પ્રવાસ વિશેષ આરામભર્યો બન્યો. આ સાથે. અમારા કર્ણાટકના-શિમોગા અને મૈસૂરના યજમાનોનું સ્મરણ પણ કરું છું. એમને લીધે જ તો દક્ષિણનું ગૃહજીવન મને પ્રત્યક્ષ અને નિકટનું બની શક્યું અને છેવટે શ્રી સયાજી સાહિત્યમાળા તરફ પણ મારું ઋણ વ્યક્ત કરું છું, કે જેની સહાયને લીધે આ લખાણ પુસ્તક રૂપે પ્રસિદ્ધિ પામી શક્યું છે. | |||
ભૂમિનું પરિક્રમણ એ માનવનો આદિકાળથી વ્યવસાય રહેલો છે. જીવનની આવશ્યકતાઓએ તેને દૂરદૂરના પ્રદેશોમાં ધકેલ્યો છે; પરંતુ એ આવશ્યકતાઓ સિદ્ધ થયા પછી પણ તેણે તે પરિક્રમણ છોડ્યું નથી. ઊલટું એ પરિક્રમણને સાચું ભૂમિલક્ષી બનાવી તેમાંથી એક અનેરો રસાનુભવ તે મેળવતો થયો છે. હિમાચ્છાદિત ઉત્તુંગ ગિરિશિખરો, ગીચ અરણ્યો, અફાટ અને અતાગ સાગરો, પ્રલંબ સરિતાઓ તેમજ પૃથ્વીના અતિશય હિમશીત તેમ જ લાવાની ઉષ્ણતાવાળાં પેટાળો, ભૂગર્ભો, અંતઃસરિતાઓ – એ પ્રત્યેકના અનેરા રોમાંચ અને અનેરી રસાવહતા તેના પ્રવાસીઓએ આલેખેલાં છે. મારા આ અદના પરિક્રમણમાં એ રોમાંચો કે પગલે પગલે ઔત્સુક્ય અને કુતૂહલની નવનવલ સામગ્રી તો નથી જ; છતાં આ પરિક્રમણની પાછળ પરમાર્થતા અને દૃઢ હૃદયભાવના તો રહેલી જ છે. એના બળે જ આવી સાદીસીધી મુસાફરીને પણ હું શબ્દમાં રજૂ કરવાનું ચાપલ કરી શક્યો છું. એ મુસાફરી પછી... હવે તો મને કોક નાનકડું ગામતરું પણ રસપ્રદ બનવા લાગ્યું છે અને તેમાંથી કંઈ ને કંઈ નવું ભૂમિદર્શન મળતું થયું છે. મારો આ શ્રમ કોઈને પણ ભૂમિભક્તિ તરફ વાળી તેના કોક નાનકડાય પરિક્રમણમાં પ્રેરનારો અને ભૂમિના તથા એ ભૂમિ ૫૨ વસતી માનવતાના અંતરબાહ્ય સૌંદર્ય તરફ અભિમુખ કરનારો બની શકે તો હું મારી જાતને કૃતાર્થ માનીશ. | |||
કાર્તિક સુદ ૧૧, ૧૯૯૮ ત્રિભુવનદાસ પુ. લુહાર | |||
અમદાવાદ | |||
દક્ષિણનો નિવાસ | |||
(બીજી આવૃત્તિનું નિવેદન) | |||
લગભગ ૧૧ વર્ષે આ પુસ્તકની બીજી આવૃત્તિ થાય છે; પણ તેનો કાંઈ અફસોસ નથી થતો. દર વરસે સરેરાશ સો માણસોએ આ પુસ્તક ખરીદ્યું છે અને તેથી પણ વધુ લોકોએ એને વાંચ્યું હશે એ કાંઈ નાની વાત નથી લાગતી. ગુજરાતનાં હજારેકથી ઉપર મનુષ્યો આ મારા પ્રિય પ્રદેશ તરફ અભિમુખ થયાં છે એ હકીકત ઓછી આનંદપ્રેરક નથી બનતી. | |||
નવી આવૃત્તિ માટે આ પુસ્તક ફરીથી વાંચતો ગયો તેમ તેમ એક નવો પ્રસન્ન ભાવ અનુભવતો ગયો. મારાં સર્વ પુસ્તકો કરતાં આ મને જાણે વધુ પ્રિય, વધુ પ્રેરક લાગવા માંડ્યું. મારી વાર્તાઓ છે, કવિતા છે, વિવેચન છે તોપણ આ લખાણ તરફ કેમ વિશેષ અભિરુચિ દેખાવા લાગી? | |||
પુસ્તકનાં પાનાં પર પાનાં ફરીથી વાંચતો ગયો તેમ તેમ એ આખો પ્રવાસ ફરીથી પાછો જાગૃત થયો, સજીવન થયો. અત્યારે જે ભૂમિનો હું નિવાસી બનીને રહ્યો છું એ ભૂમિનો તે વખતે હું એક મુગ્ધ ચંચલ મુસાફર હતો. એ વખતે આ પ્રદેશમાં ફરી રહેલા મારા પોતાના સ્વરૂપનું સ્મરણ કરું છું ત્યારે મારું જાણે કે એક બાલસ્વરૂપ ખડું થાય છે અને અત્યારે જોઈ શકું છું કે પ્રવાસની એ ક્ષણોનું, એ ત્રીસેક દિવસોનું જીવન કેવું તો ક્ષણે ક્ષણે સંવેદનોના બહુવિધ ઝંકારોથી ભરપૂર હતું. એ ઝંકારો અહીં આ પાનાંમાં સંઘરાયા છે એ વાત અત્યારે બહુ સ્પષ્ટ બની ગઈ. અને મેં જોયું કે અરે, આ તો મારા જીવનનો જ એક ટુકડો બની ગયો છે! મારી અનાયાસે લખાઈ ગયેલી એક નાનકડી સંવેદનકથા છે. | |||
વસ્તુ એ સંવેદનાનું શું મૂલ્ય છે તેની તપાસ હું નહિ કરું. માત્ર એક જ અત્યારે નજર આગળ સ્પષ્ટ બને છે કે એ સંવેદનોમાં એક નિર્મળ સચ્ચાઈ હતી, એક સાચી ઝંખના હતી. જીવનનું અને જગતનું સૌંદર્ય જોવું હતું, સત્ય જોવું હતું, જાણવું હતું, રસ પીવો હતો અને અહીંનાં પ્રકૃતિધામોમાં, તીર્થસ્થળોમાં, દેવમંદિરોમાં, જનનિવાસોમાં ફરતાં ફરતાં મારી આ ઝંખનાને તૃપ્ત કરતો જે કંઈ આછો અધૂરો, મુગ્ધગંભીર જવાબ મળ્યો તે મારે મન ધણી મહામૂલી વસ્તુ હતી. એ વખતના એ દર્શનનું મૂલ્ય મારે માટે અંગત રીતે તો એ રીતે વધી જાય છે કે આ ઝંખનાની દિશામાં આગળ ગતિ કરવાની શક્યતા આ દક્ષિણ ભૂમિમાં જ ઊભી થઈ અને જીવનની એક મહાગંભીર ઉપાસનામાં જોડાયેલા એક માનવસંઘની અંદર આવીને હું પણ તેમાં ભળી ગયો. | |||
ખરેખર ૧૯૩૫ ના અંત ભાગે આ પ્રદેશમાં ભમતાં ભમતાં એ કલ્પના કદી પણ ન હતી કે અહીંનાં દેવમંદિરોમાં અને તીર્થસ્થળોમાં જતાં જતાં હું જે કઠોર શંકા અને તીક્ષ્ણ ટીકાથી પરમાત્માને પુકારતો હતો, જીવનના લુપ્ત જેવા થઈ ગયેલા જે સત્યને જીવતું જોવા માગતો હતો, પ્રકૃતિનાં રમ્ય મધુર-સ્થળોમાં પણ જે એક અધૂરપ અને ઓછપ અનુભવતો હતો અને પછી પોંડિચેરીના સમુદ્રના હૃદય ઉપર ઊભા રહીને જે એક અતાગ ગહનતાનો ધબકાર હૃદયને અડી ન અડીને ચાલ્યો જતો જોયો હતો, ત્યાંની પરમ નીરવ શેરીમાંથી રિક્ષામાં બેસીને વિદાય લેતાં જ એક અકલ્પ્ય એવો સંકલ્પ મારામાં સાકાર થતો જોયો હતો. તે બધાંનો ઉચિત મેં માંગેલો, તેવો બલકે તેથીયે અતિઘણો સમૃદ્ધ અને બૃહત એવો જવાબ મને આ ભૂમિમાંથી મળશે અને આ ભૂમિ મને આખો ને આખો પોતાની અંદર સમાવી શકશે અને હું છું – તે વખતે હતો – તેના કરતાં મને કેટલોયે વૃદ્ધિમાન અને સમૃદ્ધિમાન બનાવી આપશે. | |||
આ ભૂમિમાંથી? એ શબ્દોને થોડા વિસ્તારીને સમજવાના છે. ભૂમિનું તો એવું છે કે સબહી ભૂમિ ગોપાલકી, પણ કૃષ્ણ તો વૃંદાવનમાં જ હતા. આ ભૂમિમાં પણ કંઈક એવું જ બન્યું છે. વિધિનો કોઈ અકળ યોગ આજના એક મહાયોગીને આ ભૂમિમાં લઈ આવ્યો અને માનવ માટે યોગનું એક મહાતીર્થ આ પૃથ્વી ઉપર આ સ્થળે રચાયું. એ તીર્થસ્થળને પાત્ર બનેલી આ દક્ષિણભૂમિ એટલા માટે પણ વંદનીય છે. | |||
દક્ષિણાયન – દક્ષિણનો પ્રવાસ પૂરો કરીને તરત જ ઉત્તર હિંદનો પ્રવાસ ક૨વાની યોજના હતી અને દક્ષિણની પેઠે ઉત્તરની પણ પ્રવાસકથા લખવી હતી; પણ દક્ષિણનો આ પ્રવાસ કર્યા પછી કંઈક અકલ્પ્ય રીતે જ બનાવો બનવા લાગ્યા. ૧૯૪૦ માં પોંડિચેરીમાં આવીને શ્રી અરવિંદનાં દર્શન કર્યા. અને મનની દુનિયા જાણે કે પૂરી થઈ ગઈ. હૃદયે પણ જાણે કે પોતાની બધી લીલાને સંકેલી લીધી. જીવનમાં નાનીમોટી જે કાંઈ યોજનાઓ હતી તે સંકેલાઈ ગઈ. નાનાંમોટાં બધાં કામો પૂરાં થઈ ગયેલાં લાગ્યાં. ઉત્તરનો પ્રવાસ તો શું, પણ પ્રવાસ માત્ર, પ્રવૃત્તિ માત્ર હવે પરિસમાપ્ત બની ગયેલી લાગી. નાનકડા ભાવુક બાલિચત્તે, બાલહૃદયે જે કાંઈ ઝંખ્યું હતું, ચાહ્યું હતું તેના કરતાં કોઈ મહા મઘમઘી રહેલો, મહાસમર્થ, મહાવિપુલ, મહાઉત્તુંગ જીવનપ સામે ખુલ્લો થયો. હવે બીજા કશા માટે અવકાશ નહોતો. | |||
આ આવૃત્તિમાં મારું ‘જોયો તામિલ દેશ’નું કાવ્ય ઉમેર્યું છે. એ સિવાય પુસ્તકના લખાણમાં કશો ફેર નથી થયો. કેટલાંક સ્થળો અંગે થોડી વધુ ઝીણી વિગતો મળી છે પણ તેનો ઉપયોગ ન કરતાં મૂળ લખાણ હતું તેમ જ રહેવા દીધું છે. દક્ષિણ વિશેનો અદ્યતન ચિતાર મેળવવા માટે તો હવે નવા પ્રવાસી લેખકોએ નવો ગ્રંથ લખવો જોઈએ. એ માટે મારું એમને આમંત્રણ છે અને હું પોતે આ ગ્રંથને જૂના ગ્રંથ તરીકે જાળવી રાખવામાં આનંદ પામું છું. શ્રી અરવિંદાશ્રમ, પોંડિચેરી | |||
૧૭-૮-૧૯૫૨ સુન્દરમ્ | |||
વધુ રૂબરૂમાં | |||
(બીજી આવૃત્તિના પુનર્મુદ્રણનું નિવેદન) | |||
આ પ્રવાસની આ ત્રીજી આવૃત્તિ વખતે કાંઈ ખાસ કહેવાનું નથી. ગઈ આવૃત્તિનું આ પુનર્મુદ્રણ છે. માત્ર ગઈ બે આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ ટૂંકાવી લીધી છે. | |||
બીજી આવૃત્તિ વખતે પ્રકાશક નિરાશામાં હતા કે ચોપડી વેચાશે નહિ. પણ પહેલી આવૃત્તિની ગતિએ વરસની સો નકલના હિસાબે એ વેચાતી તો રહી છે. આ નકલોની નોંધ અહીં લઉં છું, તે પુસ્તકના વકરાની રીતે નહિ પણ એમાંથી ગુજરાતના દક્ષિણાભિમુખ માનસની જે એક છબી પ્રગટે છે એ રીતે. વરસો વીતતાં જાય છે અને જીવન વિકસતું અને બદલાતું જાય છે. સ્વાધીન હિંદમાં લોકો વધુ પ્રવાસાભિમુખ બન્યા છે અને સરકાર લોકોને ફરતા કરવાની યોગ્ય પેરવી પણ કરી રહેલી છે અને આમ આખાયે હિંદભરની વસ્તી અહીં દક્ષિણમાં અને પોંડિચેરીમાં ઠલવાતી બની છે, આપમેળે પ્રવાસ આદરતી કે સ્પેશ્યલ ટ્રેનો ભરીભરીને. અહીં આવનારા ગુજરાતી બંધુઓ ‘દક્ષિણાયન’નું સ્મરણ કરે છે ત્યારે આનંદ થાય છે. | |||
પહેલી આવૃત્તિ વખતે મારી એક મન: કામના મેં જણાવેલી કે માનવજાતિ અને ખાસ તો આપણી ઘરરખુ હિંદી પ્રજા પોતાની ભૂમિમાં પરિભ્રમણ કરતી થાય તો કેવું સારું! એ અત્યારે હવે બની રહ્યું છે. ગામડાગામના માણસો પણ કાશ્મીર અને ભાકરા-નાંગલથી માંડી, ચિત્તરંજનનાં એંજિન-કારખાનાં અને કન્યાકુમારીનાં ભૂશીર્ષો સુધી ભમવા લાગી ગયા છે અને ભારતમાતાની સરજાતી કાયાને જોઈ રહ્યા છે. એમાં પોંડિચેરી એ પણ હવે એક અનિવાર્ય યાત્રાધામ બની રહ્યું છે. ભારતનાં બીજાં પ્રવૃત્તિધામોની સાથે તેમ જ તીર્થધામોની સાથે પોંડિચેરી પણ એક પ્રવૃત્તિધામ અને તીર્થધામ તરીકે જોવાવા લાગ્યું છે. પણ આ તીર્થમાં જે જલ છે અને આ પ્રવૃત્તિધામમાં જે પ્રવૃત્તિનો ફાલ છે તે જુદી રીતનાં છે. ભાકરા-નાંગલમાં જે જલસાગરો બંધાયા છે, ચિત્તરંજનમાં જે મહાબલ એંજિનો ઘડાઈ રહ્યાં છે એના જેવું, બલ્કે એથીયે કોઈ ગંજાવર અને મહાશક્તિમય તત્ત્વ, મહાસ્થૂલકાય પદાર્થો કરતાં પણ મહાઅતિકાય સૂક્ષ્મ તત્ત્વ અહીં પણ સરજાઈ રહ્યું છે. અહીં જેઓ ચાહીને આવે છે તેમને આ વાતનો અમે કંઈક ઇશારો આપીએ છીએ, પણ એની વાત આ પુસ્તકનાં પાનાંમાં નહિ કરું. એ તો રૂબરૂમાં મળીએ ત્યારે. | |||
શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી સુન્દરમ્ | |||
ચોથું પુનર્મુદ્રણ | |||
આ પુનર્મુદ્રણમાં પૃ. ૨૪૪ ઉપરનો પહેલો ફકરો, એની પહેલાંના ફકરાનું છેલ્લું વાક્ય અશ્લીલ શિલ્પવિધાનો વિશેનું કાઢી લઈ તીરુપતિના મંદિરમાંનાં ભોગશિલ્પો વિશેનો નવો ઉમેર્યો છે એ સિવાય પુસ્તકમાં બીજો કોઈ ફેરફાર નથી. | |||
શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી સુન્દરમ્ | |||
તા. ૨૧-૧૧-'૬૪ | |||
હમણાંની એક નોંધ | |||
આ છેલ્લા પુનર્મુદ્રણ વખતે મુખપૃષ્ઠ ઉપર મૂકેલી કવિ અરજુનની ચાર લીટીઓ તરફ મારું ધ્યાન ખાસ ગયું, ખાસ તો એમાંનાં વિરામચિહ્નો વિશે. મૂળ સાથે સરખાવી જોતાં (‘અર્વાચીન કવિતા’', પૃ. ૫૦૩) જણાય છે કે મેં લીટીઓ થોડી આડીઅવળી કરીને ગોઠવી છે. મૂળ કવિની લીટીઓ આ પ્રમાણે છે. | |||
મેં તો મેરે જાતે, મેં તો મેરે જાતે | |||
ચલો કોઈ આતે, મેં તો મેરે જાતે. | |||
મારી ગોઠવેલી લીટીઓમાં ‘મેં તો મેરે જાતે' પછી મેં ‘ચલો કોઈ આતે’ મૂકી, એ જ પંક્તિ બીજી વાર લીધી છે અને ‘ચલો કોઈ આતે'ની બીજી પંક્તિ પછી પૂર્ણવિરામ મૂક્યું છે. આ મારું કવિકર્મ બન્યું લાગે છે! | |||
૧૬-૪-૮૩ સુન્દરમ્ | |||
પોંડિચેરી | |||
બીજી નોંધ | |||
બીજાં ત્રણ વર્ષમાં ‘દક્ષિણાયન’નું પાછું પુનર્મુદ્રણ: કુલ છ મુદ્રણો, સં. ૧૯૯૮ થી ૨૦૪૨ સુધીનાં ૪૪ વર્ષમાં. કૃતાર્થતાનો ભાવ, સરસ્વતીદેવીથી માંડી વાંચી-સમજી શકે તેવાં સર્વ પ્રતિ. | |||
આ પુસ્તકના પ્રારંભમાં જે થોડું લખતો રહું છું તે વાંચતાં થયું સમય હોય તો આવું આવું ‘દક્ષિણાયન’ જેવું લખાતું રહે તો ખોટું નહિ; પણ હજી ઉત્તરમાં આવી હિમાલય જોયો નથી અને જોવો હશે ત્યારે કેવો ઉમળકો જન્મશે તેની કલ્પના નથી. કશું અનિવાર્ય રહ્યું નથી. એવું થશે ત્યારે લખીશું. જય સચ્ચિદાનંદ! | |||
અમદાવાદ, સુન્દરમ્ | |||
‘માતૃભવન'૩૦-૧૦-૮૬ | |||
દક્ષિણાયન સુન્દરમ્ની દક્ષિણાપથની દર્શનયાત્રા | |||
– ચંદ્રકાન્ત શેઠ | |||
સુન્દરમ્નો જો કવિ તરીકેનો પરિચય આહ્લાદક છે તો તેમનો પ્રવાસી તરીકેનો પરિચય પણ ઓછો આહ્લાદક નથી. આ ‘દક્ષિણાયન’ આપણને પ્રવાસી સુન્દરમ્નો પરિચય કરાવે છે. સુન્દરમે ૧૯૩૫ ના નવેમ્બર અને ડિસેમ્બરમાં દક્ષિણ હિંદનો પ્રવાસ કરેલો. એ પ્રવાસ તેમણે શ્રી રત્નમણિરાવના આયોજન-માર્ગદર્શન હેઠળ કરેલો. એ પ્રવાસ તે વખતના મુંબઈ ઇલાકાની દક્ષિણ સરહદે આવેલા જોગના ધોધથી શરૂ કરેલો. જોગથી હિંદના પશ્ચિમ કિનારાના મૈસૂર, ઉતાકામંડ, મલબારનાં બૅક વૉટર્સ અને ત્રાવણકોર વિસ્તારમાં થઈને તેઓ પછી કન્યાકુમારી પહોંચ્યા. ત્યાંથી ઉત્તરાભિમુખ અને ક્યાંક પૂર્વાભિમુખ થતાં થતાં મદુરા, રામેશ્વરમ્, ત્રિચી, પોંડિચેરી, મદ્રાસ અને ત્યાંથી પશ્ચિમાભિમુખ થઈ મદ્રાસ ઇલાકાની સરહદ પરના વિજયનગરમ્ પહોંચી ત્યાં પ્રવાસની પૂર્ણાહુતિ કરી. એ રીતે ‘દક્ષિણાયન’માં જોગથી વિજયનગરમ્ સુધીની યાત્રાનું વર્ણન-દર્શન છે. આ પ્રવાસમાં સુન્દરમે પ્રકૃતિસૌન્દર્ય, નગરો તથા તીર્થક્ષેત્રોનું દર્શન અને જનસંપર્કને લક્ષ્યમાં રાખેલાં. તેમણે ‘સૌન્દર્યાભિમુખ સંસ્કૃતિદર્શી અભિગમ'થી આ પ્રવાસ ખેડેલો. તેમણે દક્ષિણનાં તીર્થક્ષેત્રોની મુલાકાત લીધી ત્યારે પોતાનું માનસ ‘એક ભગવદ્ભક્ત કરતાં શિલ્પસ્થાપત્યના અને જનનારાયણના સૌન્દર્યભક્ત અને ભાવભક્તનું વિશેષ રહ્યાનું જણાવ્યું છે. તેમણે આ પ્રવાસ કરતાં ત્યાંની પ્રજાનાં લક્ષણો, તીર્થધામોની દંતકથાઓ, સ્થળોની કથાઓ વગેરે જે કંઈ સાંભળવા મળ્યાં તેની નોંધો કરેલી. વળી આ પ્રવાસની પૂર્વતૈયારી રૂપે દક્ષિણ હિંદનાં ઇતિહાસ-ભૂગોળ વિશેય થોડુંક વાંચેલું. આ બધાંનો સંદર્ભ લઈ તેમાં પોતાનાં અનુભવ તેમ જ ભાવસંવેદન મેળવી સુન્દરમે આ પ્રવાસકથા લખી છે. | |||
આ પ્રવાસ લખવો શરૂ કર્યો ત્યારે, સુન્દરમ્ કહે છે તેમ, સીધું ગદ્ય લખવાનો એમનો અભ્યાસ ઘણો ઓછો હતો. વળી આવા ‘ભૃતાર્થવાળા વસ્તુપ્રધાન objective વિષય’ને રસાવહ બનાવી લખવાનું કાર્ય તેમને વિકટ પણ લાગતું હતું. પોતાનું આ પ્રવાસાત્મક લખાણ રેલવે-ગાઇડ, સ્થાપત્યની વિગતપોથી, અંગત સ્મરણોની હારમાળા કે વસ્તુવિમુખ એવો અધર કલ્પનાવિહાર ન બની જાય તે પણ જોવાનું હતું. આમ સુન્દરમ્ની સર્જકતા માટે આ પ્રવાસકથાલેખન એક પડાકરરૂપ હતું. એમ છતાં એ પડકાર સુન્દરમે ઝીલ્યો અને નોંધપાત્ર સર્જનાત્મક સામર્થ્યથી આ કાર્ય તેમણે સિદ્ધ કર્યું એમ કહેવું જોઈએ. | |||
સુન્દરમ્ આ પ્રવાસકથાની ભૂમિકા આપતાં વિનીત ભાવે પોતાને એક પ્રાકૃત જન (‘લેમન’) તરીકે ઓળખાવે છે. તેઓ આ પ્રવાસવર્ણનમાં વ્યક્ત કરેલાં સંવેદનોને ‘પ્રાકૃત માનસનાં ક્ષણિક સંવેદનો’ તરીકે નિર્દેશ છે. પોતાની આ પ્રવાસકથાને પોતાની ‘અનાયાસે લખાઈ ગયેલી એક નાનકડી સંવેદનકથા’ તરીકે તેઓ ઓળખાવે છે. સુન્દરની આ વિનમ્રતામાં જ એમની સર્જક તરીકેની મોટાઈ છે. ગુજરાતીમાં દક્ષિણ ભારત વિશેનાં જે કેટલાંક પ્રવાસ-વર્ણનો લખાયાં છે તેમાં સુન્દરનું આ પ્રવાસ-વર્ણન ગુણવત્તાએ ઉત્તમ અને અનન્ય છે. સુન્દરમ્ની ગદ્યકાર તરીકેની શક્તિનો ઉઘાડ અહીં સ્પષ્ટતયા પ્રતીત થાય છે. સુન્દરને ગુજરાતીમાં જે કંઈ પ્રવાસસાહિત્ય છે તેનો એક અંદાજ છે જ અને તેથી તેઓ એમના આ પ્રવાસવર્ણનમાં સાદ્યંત લેખક તરીકેની પોતાની સંપ્રજ્ઞતા ને શિસ્ત પણ દાખવે છે. આ પ્રવાસકથામાં સુન્દરમે પોતાની આંખે જે જોયું, પોતાના હૃદય-ચિત્તે જે અનુભવ્યું તેનું બયાન આપ્યું છે. એમાં એમની વિશેષતા સાથે અનિવાર્યતયા એમની મર્યાદાયે આવી જાય તે સમજાય એવું છે. | |||
સુન્દરમે આ દક્ષિણાયન કર્યું તેથી પોતાને દૃષ્ટિલાભ થયાનું જણાવે છે. આ પ્રવાસ પછી તેઓ ગુજરાતની શિલ્પસમૃદ્ધિ તેમ જ પ્રાકૃતિક રમણીયતાના ‘વધારે જ્ઞાનપૂર્ણ ભોક્તા'બન્યા હોવાનું જણાવે છે. તેઓ લખે છે: | |||
‘‘દક્ષિણમાં ફરી આવ્યા પછી ગુજરાતના જીવનની મીઠાશ, તેની ઋતુઓની આહ્લાદકતા, તેના એક એક જિલ્લાની લાક્ષણિક પ્રાકૃતિક સુંદરતા, તેના અનેક વર્ષોની વિવિધ સૌંદર્યછટા, તેના વ્યવહારોની વિલક્ષણતા એ બધું મને વિશેષ રસાવહ બનવા લાગ્યું.' | |||
(પ્રાસ્તાવિક: પૃ. ૭) | |||
સુન્દરમ્ યોગ્ય રીતે જ ભૂમિનું પરિક્રમણ એ માનવીનો આદિકાળથી વ્યવસાય હોવાનું દર્શાવે છે. માનવી આવા પરિક્રમણથી જે અનેરો રસાનુભવ કરે છે તેનો તેમને બરાબર અંદાજ છે અને તે કારણે જ સુન્દરમ્ માનવીની પ્રવાસપ્રવૃત્તિનો એની પ્રવાસકથાનો વિશેષભાવે મહિમા કરે છે. તેમણે એક સર્જક તરીકે પ્રવાસના રસાનુભવનો પૂરો લાભ લીધો છે જ. તેઓ પોતાના પ્રવાસ-પરિક્રમણના સંદર્ભે લખે છે: | |||
“આ પરિક્રમણની પાછળ પરમાર્થતા અને દૃઢ હૃદયભાવના તો રહેલી જ છે. એના બળે જ આવી સાદીસીધી મુસાફરીને પણ હું શબ્દમાં રજૂ કરવાનું ચાપલ કરી શક્યો છું. એ મુસાફરી પછી હવે તો મને કોક નાનકડું ગામતરું પણ રસપ્રદ બનવા લાગ્યું છે અને તેમાંથી કંઈ ને કંઈ નવું ભૂમિદર્શન મળતું થયું છે." | |||
(પ્રાસ્તાવિક: પૃ. ૯) | |||
સુન્દરમ્ આ ગ્રંથના પ્રાસ્તાવિકમાં પોતાના દક્ષિણના પ્રવાસની ભૂમિકા અને તેના અનુષંગે પોતાની દૃષ્ટિ-સંવેદના રજૂ કર્યા બાદ પોતાની પ્રવાસકથાનો કશા વિશેષ રંગરોગાન વગર સીધો જ આરંભ કરે છે. સુન્દરની નજર એક સંવેદનશીલ કવિની – માનવતાવાદી સર્જકની – કલાકારની નજર છે. એમનાં આંખ-કાન વગેરે વિશેષભાવે પ્રકૃતિ, કલાકૃતિ અને માનવવ્યક્તિસમષ્ટિનાં રસબિન્દુઓને – ભાવબિન્દુઓને, તેમના સંચારોને ગ્રહણ કરતાં રહે છે. ડગલે ને પગલે તેઓ પ્રકૃતિદર્શન અને વર્ણનમાં માનવભાવોનું આરોપણ કરતા ચાલે છે. સજીવારોપણ અલંકાર સુન્દરમ્ને સહજસિદ્ધ છે. એમના પ્રાકૃતિક દર્શન-વર્ણનમાં એના અનેકાનેક ચમત્કૃતિ-ચમકારા-ઉન્મેષો અહીં પ્રગટ થતા રહ્યા છે. તેમને ટેકરીઓ અને તેની પરથી ગબડી ગયેલા તોતિંગ પથ્થરો તોફાની બાળકનાં રમકડાં જેવા લાગે છે. (પૃ. ૨૯). બંધ એન્જિને મોટર ઢાળ ઊતરે ત્યારે નાના છોકરાનું લપસવાનું તેમને યાદ આવે છે. (પૃ. ૩૧). પાર્વતીના બે પ્રવાહ વચ્ચેની બખોલમાં પોતે બેસી આવ્યા તો પાર્વતીની લટો વચ્ચેની નાની જૂનું ઉપમાન પોતાને માટે તેમને સૂઝે છે. (પૃ. ૪૧). મૈસૂરમાં વીજળીના દીવાની એક હાર ચામુંડી હિલ પર ચમકતી જોઈને સુન્દરમ્ને ‘કોક મસ્તરમણી જાણે વક્ષ: સ્થળ પર રત્નહાર ઢળકતો મૂકી પોઢી હોય'– એવી ઉત્પ્રેક્ષા સ્ફુરે છે. (પૃ. ૭૨) કન્યાકુમારીમાં જલધિજલમાંના ખડકો ભારતમાતાના પગના અંગુષ્ઠનખ જેવા તેમને દેખાય છે. (પૃ. ૧૧૧). સુન્દરને ‘બૃહદીશ્વરનું મંદિર અનાવૃત રાજત્વ જેવું પોતાનો શુદ્ધ પ્રતાપ પથારતું ઊભું'હોય એવું ભાસે છે (પૃ. ૧૬૧). આમ સુન્દરના પ્રકૃતિદર્શન ને કલાદર્શન-નિરૂપણમાં માનવભાવનો સ્પર્શ-પાસ સહજતયા જ આવી જતો પમાય છે. | |||
વળી સુન્દરમ્ની કલ્પકતા અવારનવાર અનેક આલંકારિક રચનાવિધાનમાં – તદનુવર્તી વાગવ્યાપારમાં પણ પ્રત્યક્ષ થતી હોય છે; દા. ત., | |||
• તેની કીર્તિની કમાન જેવાં મેઘધનુષ રચાય છે. (પૃ. ૪૧) ધોધની પાસેના ખડકોએ પોતાની અણીદાર ચિબુકો ખીણ પર ઝુકાવી છે. (પૃ. ૪૧) | |||
• વિશાળ શહેર તગતગતા બુટ્ટાનો શ્યામલ ઉપરણો ઓછી સૂતું હતું. (પૃ. ૭૧) | |||
• અંધારામાં એકાએક દીવાસળી સળગે તેમ મને થયું. (પૃ. ૯૬) | |||
મલબારના તાપે તપાવી તપાવી કાળાં કરેલાં તેમનાં ઉઘાડાં શરીર લીલી ભૂમિમાં જીવતાં છાયાચિત્રો જેવાં લાગતાં હતાં. (પૃ. ૯૭) | |||
• ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ, આમ ગંગાના મુખ સુધી, આમ સિંધુના મુખ સુધી, સળગતી જામગરી પેંઠે દૃષ્ટિ સડસડાટ ચાલી શકે તો. (પૃ. ૧૧૦) | |||
• મોટું ટીપણું ઉખેળાતું હોય તેમ પાલમાયરા વૃક્ષોની વિવિધતાથી ભરપૂર એવો ભૂમિપટ ઊઘડવા લાગ્યો. (પૃ. ૧૧૬) | |||
• ક્ષણે ક્ષણે નવીનતા ધરતું અને સદાય રુચિરતા પ્રગટાવતું સ્થૂલ મૂર્તિમાન સૌન્દર્ય પૃથ્વી પર કોઈ હોય તો તે વાદળોનું જ છે. (પૃ. ૧૧૯) | |||
• લાડુ ખાધા પછી મીઠું પાણી પીતા હોઈએ તેમ આ ખુલ્લાં ખેતરો અને તેમાં ઊગેલી તુવેરની આછી લીલોતરીને નિહાળતાં અમે આગળ જવા લાગ્યાં. (પૃ. ૧૨૦). | |||
• કુંભેશ્વરના કોટ પર મઝાના નંદીઓ હતા. જાણે ખોખો રમવાને જ બેઠો ન હોય! (પૃ. ૧૬૪) | |||
• વાદળોના બનેલા, સંપૂર્ણ સફાઈપૂર્વક પ્લાસ્ટર કરેલા ઘુમ્મટ જેવા આકાશ નીચે આજુબાજુની પ્રકૃતિનું દર્શન કોઈ મ્યુઝિયમમાં ફરતા હોઈએ તેવો ભાસ કરાવતું હતું. (પૃ. ૧૯૬). | |||
• આખો પ્રવાસ જાણે બે ખૂંધવાળા ઊંટની ઉપર આપણે કીડીરૂપે ચાલી રહ્યાં હોઈએ તેવો લાગે છે. (પૃ. ૨૦૫) | |||
સુન્દરમ્ના આ ‘દક્ષિણાયન'માં એમની સૂક્ષ્મ સંવેદનશીલતા, એમની માનવપ્રીતિ ને રાષ્ટ્રપ્રીતિ, એમની પ્રકૃતિરસિકતા ને કલારસિકતા, એમની વિસ્મયવૃત્તિને કરુણા-ભાવના, એમની લીલારસિકતા ને વિનોદરિસકતા, એમની ને ચિંતનશીલતા ને કલ્પકતા વગેરેનો અનેક રીતે આહ્લાદક અનુભવ થાય છે. | |||
જોગના ધોધની દર્શનયાત્રામાં સુન્દરમ્ સમય અને શક્તિ હોય તો પગે ચાલીને પ્રવાસ કરવાની હિમાયત કરે છે. (પૃ. ૩૩). તેમને વેગીલી મોટરના પ્રવાસમાં ભૂમિની સાથે આત્મીયતા નહીં સધાતી હોવાનો અસંતોષ રહે છે. | |||
જોગના ધોધનું દિવસે દર્શન કરવું એક અનુભવ છે; પણ એનું રાત્રે દર્શન કરવું એ બીજો અનુભવ છે. એ કેવો અપૂર્વ રસાનુભવ છે તે તો સુન્દરમ્માંનો કવિ જ પામી શકે. સુન્દરમ્ રાત્રિના વાતાવરણમાં ધોધનું દર્શન કરતાં લખે છે. | |||
“પણ પછી, શ્યામ ભૂમિકાવાળા પાટિયા પર કોઈ ચિત્ર શનૈઃ શનૈઃ આલેખાતું હોય તેમ ધોધની ધારાઓ દેખાવા લાગી. પહેલાં સહેજ સફેદ, પછી એથી વધુ સફેદ, પછી એથીય વધુ સફેદ અને થોડી જ ક્ષણમાં એ ચાર શ્વેત પ્રવાહો એ અંધકારમાં ઝળહળી રહ્યા એમ કહીએ તો ચાલે.'(પૃ. ૩૯) | |||
સુન્દરમે જેમ જોગના ધોધનું તેમ, નીલિંગર અને મલબાર કાંઠાનાં, કન્યાકુમારી અને રામેશ્વરનાં, પક્ષીતીર્થ અને તીરુપતિ વગેરેનાં કેટલાંક સુંદર વર્ણનો અહીં આપ્યાં છે. ‘પક્ષીતીર્થમ્’માંનું એક વર્ણન જોઈએ: | |||
“તેમની રાહ જોતાં જોતાં કંટાળીને મન આસપાસની પ્રકૃતિ તરફ વળ્યું અને બેશક, તેમાં પંખીદર્શનની ઉત્સુકતાની પૂર્તિ કરતાં વિશેષ આહ્લાદકતા હતી! આ પેલા મંદિરનાં ગોપુર. લીલી ભૂમિની શેતરંજ ઉપર કોઈ રથનાં પ્યાદાં ચલાવી, રમત અધૂરી મૂકી હમણાં જ ચાલી ન ગયું હોય જાણે! આમ પૂર્વમાં પેલો મહાબલિપુરમ્ જવાનો, લીલાં વૃક્ષોની પ્રલંબ વીથિ વચ્ચે પાંથી જેવો જતો પાણ્ડવર્ણી રસ્તો; દૂર ક્ષિતિજમાં દેખાતી સમુદ્રની ધોળી રેખા; વચ્ચે વચ્ચે અહીંતહીં લીલા ચણિયા પર જડેલાં આભલાં જેવાં નાનાં નાનાં તળાવ અને ખેડેલાં સફાઈદાર ખેતરો; આમ ઉત્તરે ચિંગલપટ જતી સડક અને તેના પરની હારબંધ નાળિયેરીઓ, જાણે શેરવાની પર જડવામાં આવેલાં સજ્જડ બટનો જ! લીલા રંગની અનેક છાયાઓમાં માટીની રતૂમડી છાયાઓ અને ઝાડ તથા રસ્તા, તળાવો તથા ખાબડાં જોઈને આંખ મીરાંબાઈના ભજન જેવું માધુર્ય અનુભવવા લાગી. પક્ષીઓના ચમત્કારિક કે પાવક દર્શન કરતાંયે નિસર્ગની આ મુગ્ધ કરનારી મનોહર તનુનું દર્શન કરવા જ આટલો ચડાવ ચડીએ તોય ફેરો સાર્થક થઈ જાય. (પૃ. ૧૮૭-૧૮૮) | |||
સુન્દરના પ્રકૃતિવર્ણનમાં રંગ-રેખાની – દૃશ્યાત્મકતાની પ્રભાવકતા, કલ્પનાની ગતિલીલા તેમ જ સંવેદનાની સચ્ચાઈની ત્રિવેણી કેવો તો રમણીય રસાનુભવ કરાવે છે તેનું આ એક સચોટ ઉદાહરણ છે. આવાં પર્વત, સમુદ્ર, ધોધ, નદી, જંગલ-ઝાડી વગેરેનાં તો ખરાં જ; તે સાથે વ્યોમ-વાદળનાંયે રમણીય વર્ણનો પ્રવાસાનુભવની એક અનિવાર્ય ઉપલબ્ધિરૂપે આપણને મળતાં રહે છે; દા.ત., | |||
“તિનવેલીની ભાગોળમાંથી વાદળાંઓએ પર્વતનાં શિખરો સાથે શરૂ કરેલી રમતો હજી પુરવેગથી ચાલુ હતી. જોતાં થકાય જ નહિ તેવું એ દૃશ્ય હતું. દૂર દૂર સરતી પર્વતમાળા ‘આવજો, આવજો'કહેતી વાદળોના રૂમાલ ઉડાડતી હતી. રંગોની મિલાવટ ઝડપથી શીખી રહ્યાં હોય તેમ વાદળો ઘડીકમાં પર્વતનો રંગ ધારણ કરીને દર્શકને ભુલાવામાં નાખતાં તો ઘડીકમાં સૂર્યનાં કિરણોને પણ શરમાવે તેવી ઉજ્જવળતા ધરી લેતાં અને તેમણે સાંઝને વખતે તો પોતાની રંગલીલા પૂરા ઠાઠમાં ઊજવી આપી. રંગોના વેપારી સૂરજ મહાશયે ઉદાર હાથે આ લોકોને રંગ ધીર્યા. સોનાનું એક મોટું ઝરણ આવીને પશ્ચિમની આકાશભૂમિમાં લાંબું રેલાઈ ગયું અને એમાં પોતાની પીંછીઓ બોળી બોળીને વાદળાંએ. આકાશને ચીતરી નાખ્યું.” (પૃ. ૧૧૯) | |||
સુન્દરમ્ રામેશ્વરમાં રામઝરૂખે પહોંચી ત્યાંના મંદિરના ઓટલે ઊભી જે પ્રાકૃતિક અનુભવ કરે છે તે કંઈક વિલક્ષણ હોઈ અહીં નોંધવા જેવો છે. તેઓ લખે છે: | |||
“આમ પૂર્વમાં સમુદ્રના આછા ભણકારા, આ બાજુએ રેતી અને તેમાં લીલા બાવળ, વાદળી રતૂમડા આકાશમાં ઢંકાયેલો સૂર્ય અને એ સૌને વ્યાપતી વિરાટ શાંતિ, એ સહુનો આસ્વાદ અનેરો હતો. મલબારની લીલીકુંજાર વનશ્રી કે કન્યાકુમારીની ઝળહળતી સાગરસપાટી કે નીલગિરિની ઉગ્ર અને મનોરમ કેડીઓ, એમાંનું અહીં કંઈ નહોતું. પણ આ નીરવતા નિર્જનતા અને નિઃશ્રીકતા એક મધુરો, હૃદયને નિચોવી લેતો હોય તેવો, કરુણકૃતિને અંતે અનુભવીએ છીએ તેવો આસ્વાદ આપી રહ્યાં હતાં. જીવનમાંથી જાણે કોઈ સૌ ઝંખનાને, સૌ તલસાટને ખેંચી જતું હોય અને કોક નવા અનુભવ તરફ લઈ જતું ન હોય! લાંબો વખત આવી સ્થિતિ સહન કરવી કઠણ થઈ પ હું બે ક્ષણ પવનના આછા સુસવાટને તથા સાગરના ગર્જનને સાંભળી રહ્યો. એક ધોબી કપડાંની ગાંસડી લઈ આ ઢોળાવ વટીને આગળ જતો દેખાયો. | |||
આ પણ કેટલો શાંત હતો! એના પગના અવાજને પણ રેતી ચૂસી લેતી હતી.' (પૃ. ૧૪૬-૧૪૭) | |||
સુન્દરમ્ શિલ્પસ્થાપત્યના દર્શનમાં અહીં વિશેષભાવે દિલચસ્પી દાખવતા જણાય છે. તેમનું કલાપ્રવણ ચિત્ત દક્ષિણ ભારતના શિલ્પ-સ્થાપત્યની જે વિશેષતાઓ છે તેની નોંધ લેવાનું ચૂકતું નથી. મંદિર-દર્શનમાંયે તેમનું કલાદર્શન જ સવિશેષ બળવાન હોય છે. તેઓ દેવપ્રતિમાના દર્શનમાંયે કલાસૌન્દર્ય પ્રતિ સવિશેષ દત્તચિત્ત હોય છે. તેઓ હળેબીડના મંદિરમાંની પરમ સુંદર મૂર્તિઓ જોતાં લખે છે: “આ પરમ સુંદર મૂર્તિઓ માત્ર દેવોની પ્રતિમા જ નથી. પણ તે શિલ્પીઓની પ્રગટ ઉપાસનાની પણ પ્રતિમાઓ છે.” (પૃ. ૪૮-૪૯) તેઓ બેલૂરના મંદિરના આકર્ષક શિલ્પનું દર્શન કરતાં તેનો તાદેશ ચિતાર આ રીતે આપે છે: | |||
“એક પછી એક પ્રતિમાઓ તરફ માથું ઊંચું કરી જોતાં જઈએ છીએ અને દૃષ્ટિપટ પર સ્વર્ગની પરીઓ પસાર થતી હોય તેમ લાગે છે. આ એક પૂજાની સામગ્રી હાથમાં લઈ વેગથી મંદિરે જાય છે. તેનો ઊપડેલો પગ કેવો પાછળ અધ્ધર રહી ગયો છે. આ બીજી સારંગી વગાડનારી પોતાની સારંગી ઉપર જ આંખ ઢાળીને મગ્ન થઈ ગઈ છે. | |||
આ એક ધનુષ ચડાવી બાણ તાકે છે. એક પાન ખાય છે. આ બીજી આરસીમાં જોઈ રહી છે. વળી આની સાડીને વાંદરો ખેંચી રહ્યો છે અને આ રમણી તો શરીર પરથી સર્વ વસ્ત્રને દૂર કરીને પોતાના લાવણ્યનો ઉત્સ પ્રત્યેક અંગથી ઉડાવી રહી છે.' (પૃ. ૫૬) | |||
સુન્દરમ્ના પ્રત્યક્ષીકરણના વ્યાપારમાં ગદ્ય કેવું સહાયક થાય છે તે ઉપરની ચિત્રપટ્ટિકામાં જોઈ શકાય છે. આ સુન્દરમ્ નીલગિરિને માણસ અને પ્રકૃતિની અનાદિ હોડના જીવંત દૃષ્ટાંતરૂપે જાણે જીવતો બેઠો હોય તે રીતે વર્ણવે છે. એ નીલિંગર પર ચડતી મોટરનું વર્ણન પણ વિલક્ષણ ને તેથી ધ્યાનાર્હ છે. (પૃ. ૮૪) એવું જ ધ્યાનાર્હ વર્ણન છે નીલિંગિર પરથી ઊતરતી રેલગાડીનું. (પૃ. ૮૭-૮૮) | |||
સુન્દરમે મંદિરવર્ણનોમાં પણ પોતાની કાવ્યસર્જકતાનો અસરકારક વિનિયોગ કર્યાનાં અહીં અનેક દૃષ્ટાંતો છે. તેમણે ચાલુક્ય ઢબનાં તેમજ દ્રાવિડી ઢબનાં મંદિરોનું વર્ણન કરતાં ફૂલગુચ્છ તેમ જ મહાવટવૃક્ષનાં ઉપમાનોનો આધાર લીધો છે. તેઓ લખે છે: | |||
“પેલાં ચાલુક્ય ઢબનાં મંદિર જાણે સૌન્દર્યનો હાથમાં લઈ સૂંઘી શકાય તેવો સુરેખ સુખચિત મઘમઘતો ફૂલગુચ્છો. આ દ્રાવિડી ઢબનાં મંદિર મહાવટવૃક્ષના જેવાં, વિશાળ, ભવ્ય, બાથમાંય ન માય, દૃષ્ટિમાંયે ન માય.' (પૃ. ૯૦) | |||
અન્યત્ર ભવ્યતાની હદે પહોંચતાં રામેશ્વર અને મદુરાનાં મંદિરોની વાત કરતાં તેઓ રામેશ્વરના મંદિરને રામાયણ સાથે અને મદુરાના મંદિરને મહાભારત સાથે સરખાવે છે. (પૃ. ૧૨૩). | |||
સુન્દરમ્ દીપકનો મહિમા વિશેષભાવે દક્ષિણ ભારતનાં મંદિરોમાં થતો હોવાનું નોંધે છે. (પૃ. ૧૦૧) ત્રિવેન્દ્રમ્ની ચિત્રશાળા પછી મંદિરની મુલાકાત લેતાં ત્યાં શેષશાયી ભગવાન પદ્મનાભની મૂર્તિની જે દશા છે તે જોઈને કવિ નોંધે છે : | |||
“અરે બિચારા દેવ! ત્રિલોકના પતિની આ દશા? ત્રણ બારણાં પાછળની કેદ? ના, મને દેવની દશા કેદી કરતાં પણ વધારે દયાજનક લાગી. મને થયું કે દેવ માંદા પડ્યા છે અને અહીં સૂઈ ગયા છે અને આપણી રૂઢ વૈદિક દૃષ્ટિ પ્રમાણે એમના ઘરનાં બારીબારણાં બંધ કરી દેવામાં આવ્યાં છે. હવે દેવ જ્યારે સાજા થશે અને આળસ મરડી બેઠા થશે ત્યારે એમના માથાના અડવાથી જ ઉપરનું છાપરું ઊડી જશે અને આળસ ખાતાં લંબાવેલ હાથથી આ બારણાં અને થાંભલા અને બીજું બધું મલોખાના મહેલ પેઠે ઊડી જશે. એવા તંદુરસ્ત દેવનાં દર્શનથી જ માનવતાને મુક્તિ મળશે કે પછી તંદુરસ્ત અને મુક્ત માનવતા આવીને જ દેવને મુક્ત કરશે?” (પૃ. ૧૦૩) | |||
સુન્દરમ્નો દેવતા અને માનવતા પ્રત્યેનો દૃષ્ટિકોણ – અભિગમ કેવા પ્રકારનો છે તેનો અહીં સ્પષ્ટ સંકેત મળે છે. સુન્દરમાં મુગ્ધ ભક્તિ નથી. (પૃ. ૧૦૪) તેઓ ભગવાનના ધામ એવાં મંદિરો પણ સર્વભૂતહિતની લોકગમ્ય ભાવનાની કસોટીએ કેવાં છે તે જોવાનું પસંદ કરે છે. તેઓ આ મંદિરો અને એમના આધારે વિકસેલાં તીર્થોનું દર્શન કરતાં લખે છે: | |||
“આજનાં ઘણાંખરાં તીર્થોમાં સૌંદર્ય છે, કલા છે, ધનસમૃદ્ધિ છે, પણ માનવહિતનું ચિંતન નથી, સ્થાપન નથી. તીર્થના સ્નાનથી, દેવના દર્શનથી. કે જપ-તપ અને દ્રવ્યદાનથી જીવનને કૃતાર્થ ગણનાર ભલે પોતાનાં જન્મભરનાં સારાંનરસાં કર્મોમાં આ તીર્થયાત્રાના પુણ્યના આંકડા ઉમેરવાનો પ્રયત્ન કરે, પણ એમાં સાચી સાધના કે સિદ્ધિ શી છે તે ભગવાન જાણે! (પૃ. ૧૦૪) | |||
સુન્દરમ્ને દક્ષિણના પ્રકૃતિસૌન્દર્ય અને શિલ્પસ્થાપત્યના કલાસૌન્દર્યે પ્રભાવિત કર્યા એ ખરું, પરંતુ ત્યાંની ગરીબાઈએ તેમને વ્યથિત પણ એવા જ કર્યા છે. ‘મહાબલિપુરમ્'ના કલાસૌન્દર્યે પ્રસન્ન સુન્દરમ્ તરાપા પર બેઠેલ પુરુષ-સ્ત્રીઓની દીનહીન દશા જોતાં લખે છે: | |||
“એક વખતના દક્ષિણાધિપતિના મહાસમૃદ્ધ નગરની ભૂમિ પર આજે રોટલાના સાંસાવાળી વસ્તી વસતી હતી. માણસોએ પથ્થરમાંથી કોરી કાઢેલા ગૃહસ્થ દેવોનું, તેમના સુંદર અંગભંગો અને મુદિત મુદ્રાઓમાંથી આ વિકૃત થતી માનવજાતિ પર ઊતરતું કટાક્ષભર્યું સૌમ્ય સ્મિત જાણે આખા ટાપુ પર રમતું હતું. અરે એ દેવો પોતાની પડખે ઊભેલા દેવનો ક્ષય કેટલી સ્વસ્થતાથી જોતા હતા! તો પછી માણસોની દુર્દશા જોઈને તેમના સ્મિતમાં શાનો ફેર પડે?” (પૃ. ૧૮૫) | |||
સુન્દરમ્ માનવગરિમાનો — માનવતાનો હૃાસ થતો જુએ છે ત્યારે તેઓ અવારનવાર વ્યંગકટાક્ષનો આશ્રય લે છે અને પોતાની વાણીની ધાર બરોબર કાઢે છે. ‘સમૃદ્ધ પ્રકૃતિમાં દરિદ્ર પુરુષનાં દર્શન’ (પૃ. ૯૨) તેમને બેચેન કરી મૂકે છે. ખેતરમાં કાળી મજૂરી કરતા ખેડૂતો (પૃ. ૯૨) હોય કે પોતાનાથી નાની ઉંમરવાળો પોતાને ખેંચી જતો પગરિક્ષાવાળો હોય (પૃ. ૯૩) – સુન્દરમ્ના હૃદયને તે કરુણા ને કારુણ્યે ઊભરાવી રહે છે. દેવ ને મનુષ્યની અવદશા કરનાર પૂજારીઓ ને પંડાઓ પ્રત્યે તેમને અભાવો છે. તેથી તેમની વાત કરતાં તેમની વાણીમાં સહજતયા જ વ્યંગ્યની તીક્ષ્ણતા આવી જાય છે. (જુઓ, પૃ. ૮૨-૮૩, ૧૨૬, ૧૩૮, ૧૬૭, ૧૯૦, ૧૯૧, ૧૯૩ વગેરે) સુન્દરમ્ કેટલીક વાર એમની કટાક્ષલીલા અંગ્રેજ શાસકો સુધીયે વિસ્તારતા જણાય છે. ત્યારે તેમનો રાષ્ટ્રીયતા — ભારતીયતા પ્રત્યેનો ઝુકાવ સ્પષ્ટતયા પ્રતીત થાય છે. તેઓ કાંજીવરમના અનુસંધાનમાં રાજત્વ ને ધર્મત્વના સંબંધની ચર્ચા કરતાં લખે છે: | |||
“આર્યોના રાજકીય આધિપત્ય સાથે તેમનું ધાર્મિક આધિપત્ય પણ હિન્દમાં આવ્યું જ. રાજત્વ ધર્મત્વનું પૂરેપૂરું રક્ષક હતું. ધર્મત્વ રાજત્વનું પૂરેપૂરું સમર્થક હતું. ગઈ કાલ સુધી પશ્ચિમની કથા પણ આથી જુદી નહોતી. પણ આજે રાજત્વને પોતાના સમર્થન માટે ધર્મત્વની બહુ જરૂર નથી. રહી. તેના આશ્રય વિનાનું ધર્મત્વ માલિક વિનાનાં શેરીનાં કૂતરાંઓ જેવું, પ્રજાની વ્યક્તિ વ્યક્તિએ ભીખ માગી રહ્યું છે જાણે!’ (પૃ. ૧૯૦) | |||
સુન્દરમે દક્ષિણ ભારતની યાત્રા એક સંવેદનશીલ પ્રકૃતિ અને માનવતાના પ્રેમી કલાસર્જક તરીકે કરી છે. તેમને આ પ્રવાસમાં પ્રસંગોપાત્ત, સરકારીપણાનો (પૃ. ૮૫), કંટાળા-રસ (પૃ. ૧૧૭) અને સંતાપત્રિવેણી (પૃ. ૧૫૦) વગેરેનો અનુભવ તો ખરો જ; સાથે સાથે ભક્તિ, વાત્સલ્ય, માંગલ્ય, ઔદાર્ય, ત્યાગ વગેરેનોયે અનુભવ થાય છે. એમની કવિદૃષ્ટિ તોડાજાતિનાં ‘ભવનો’, ‘વેપારનાં ખેતરો', માથામાં પીળું ફૂલ ખોસનારી સ્ત્રીઓથી માંડીને શિલ્પવૃક્ષ જેવા સ્તંભો, ગોપુરો, દેવપ્રતિમાઓ, નંદીઓ, રથમંદિરો, મ્યુઝિયમો, જલચરમંદિર તેમ જ સમુદ્રતટ, નદી, ટેકરીઓ ને આકાશ સુધી ફરી વળે છે. વળી એમની નજરમાં રવિ વર્માનાં ચિત્રોયે ખરાં જ. પ્રસંગોપાત્ત, તેઓ રત્નમણિરાવ (પૃ. ૭૧), કવિ ખબરદાર (પૃ. ૧૯૯) વગેરેથી માંડીને શ્રીનિવાસ શાસ્ત્રી (પૃ. ૧૬૯) અને મહાત્મા ગાંધી (પૃ. ૧૦૫-૧૦૬) વગેરેનીય વાતો કરે છે. સુન્દરમ્ ‘કાળતીર્થ’ એવા ‘હિન્દુ’ની નોંધ પણ ઉમળકાથી લે છે. (પૃ. ૨૦૧) આમ સુન્દરનું દક્ષિણાયન એક પ્રકૃતિપ્રેમી, સંસ્કૃતિચિંતક અને માનવહિતરક્ષક સાહિત્યસર્જકનું ભૂમિપરિક્રમણ છે. આ પરિક્રમણમાં જીવન અને કલાની દૈવત માટેની એમની તરસ – એમની અભીપ્સા સ્પષ્ટતયા વર્તાય છે. પ્રકૃતિના પ્રપાતસંગીતને ડુબાવી દેતા સંસ્કૃતિના ઘર્ઘરાટવાળો મોટરનો વેગ એમની પસંદગી નથી. (પૃ. ૩૪) એમની પસંદગી છે કળાકારનું પોતાની કળામાં થતું પરમ આત્મવિલોપન. (પૃ. ૪૯) પરંતુ એ સહેલું નથી તે તેઓ બરોબર જાણે છે. | |||
સુન્દરમે આ પ્રવાસકથાને અનેક પુરાણકથાઓ, દંતકથાઓ, ઇતિહાસકથાઓ વગેરેના સંદર્ભોના યથોચિત વિનિયોગથી જીવંત અને રસપ્રદ કરી છે. દક્ષિણ ભારતનાં સંસ્કાર-સંસ્કૃતિનાં પત્ર-પુષ્પો-ફળનો આસ્વાદ લેતાં તેનાં મૂળિયાં પકડવા – પામવાની એમની મથામણ પણ જોવા મળે છે. તેઓ કૅમેરાની આંખે તેમ પોતાની અંદરની આંખે પણ પ્રકૃતિ-સંસ્કૃતિ ને માનવકૃતિના અવનવા અંશોને ગ્રહવા – આત્મસાત્ કરવાનો સચ્ચાઈભર્યો ઉદ્યમ અહીં દાખવે છે. વિરૂપતાનાં દર્શન પણ કરવાં પડ્યાં ત્યાં કર્યાં (જેમ કે, મૈસૂરની સૌન્દર્યયાત્રાના છેલ્લા તીર્થરૂપ એક બદસૂરત કન્યાનું દર્શન, પૃ. ૮૧), પરંતુ એમની ભાવના તો તત્કાલીન ‘આધ્યાત્મિક મંદી'(પૃ. ૧૯૨) માંયે પ્રકૃતિ, કલાકૃતિ તેમ જ સંસ્કૃતિના ત્રિવેણીસંગમે આંતરદેવતાના દર્શનની જ રહી લાગે છે. તેઓ પોંડિચેરીની મુલાકાત લેતાં ત્યાંના સમુદ્રની સરલ સપાટી નીચે છુપાયેલી અગાધ ઊંડાઈ જેવી શ્રી અરવિંદની યોગસાધનાની ખાસ નોંધ લે છે (પૃ. ૧૭૧) અને છેલ્લે લખે છે: | |||
“કોઈ મૂંગું સંવેદન અંતર કોરી રહ્યું હતું. જીવનના સૌ રસો કરતાં કોઈ મહારસ અહીં રેલાઈ રહ્યો છે તેનું ભાન મને બેચેન કરી મૂકતું હતું. એ મહારસના અસ્તિત્વની ખાતરી અહીંના સાધકોને જોઈને થઈ. શ્રી અરવિંદનાં પ્રત્યક્ષ દર્શન કદાચ વધારે ગૂઢ અસર ઉપજાવી શકતાં હશે. પણ શું શ્રી અરવિંદનું કાર્ય જીવનના સૌ રસોને છોડીને જ સમજી શકાય? સંકલ્પ કર્યો, જે ઘડીએ જીવનના સૌ રસો સુકાઈ જશે અને ત્યાં કશું કર્તવ્ય નહીં દેખાય તે જ ઘડીએ અહીં દોડ્યો આવીશ. હમણાં તો ચાલો આ સ્ટેશને, પેલા સ્ટેશને અને વળી પેલા. . .' | |||
આમ સુન્દરમે ‘દક્ષિણાયન'માં એમની એક મહાન અધ્યાત્મયાત્રા માટેનો સંકલ્પ પણ વ્યક્ત કરી દીધો હતો. | |||
સુન્દરમે ‘ઇતિહાસના કબ્રસ્તાન’ એવા ‘માનવના અહંના સીમાચિહ્ન’રૂપ વિજયનગર આગળ એમના દક્ષિણાયનની સમાપ્તિ થઈ તેમાં ઔચિત્ય જોયું. દક્ષિણ ભારતની મહાસાગર જેવી સંસ્કૃતિની ભરતી જે વિજયનગર સુધી પહોંચી તે ત્યાં શત્રુઓના ખડક પર પછડાઈને શીણવિશીર્ણ થઈ ગઈ તેમ છતાં તેમને દક્ષિણ જીવતું હોવાની રૂડી પ્રતીતિ તો થઈ જ. (પૃ. ૨૧૯) તેઓ લખે છે, | |||
“મોજું કિનારા પર વેરાઈ જવાથી સમુદ્ર મટી જતો નથી તેમ દક્ષિણનો સંસ્કારદેહ હજી અખંડ છે, સજીવન છે. શ્રીરંગમ્, મદુરા અને રામેશ્વરનાં ગોપુરો હજી એ જ ભક્તિનિનાદથી ગાજી રહે છે. બેલૂરના ચન્નકેશવો અને મદનકાઈઓ, વિષ્ણુઓ અને શિવો પોતાના દૈવી પ્રતાપથી શિલ્પસ્વરૂપે હજી પણ સજીવન છે અને એ ધાર્મિકતા અને સામાજિક સંસ્કારિતા આંગ્લ સંસ્કારોના પ્રબળ આક્રમણ સામે, બીજા કોઈ પ્રાંત કરતાં પણ વિશેષ સરળતા અને સફળતાથી છેલ્લામાં છેલ્લી અંગ્રેજી કેળવણી લેનાર દાક્ષિણાત્યના લલાટ ઉપર ત્રિપુંડતિલક રૂપે અવિચળ રહી છે.” | |||
સુન્દરમ્ દક્ષિણાયનથી નિઃશંક આત્મસમૃદ્ધ થયા હતા અને એની પ્રસન્નતા પણ એમણે વ્યક્ત કરી છે. ‘દક્ષિણાયન’થી સુન્દરમ્ એક સારા પ્રવાસવર્ણનકાર ઉપરાંત સારા ગદ્યકાર તરીકેય પ્રતિષ્ઠિત થાય છે. | |||
ગુજરાતી ગદ્યનો પ્રસાદ, એની અવનવી છટાઓ સુન્દરમે અહીં પ્રગટ કરી છે. સુન્દરમ્ની ગદ્યશક્તિ અહીં વર્ણન-ચિંતનમાં, આલંકારિક અને વ્યંગ્યાત્મક ઉક્તિઓમાં, વિલક્ષણ શબ્દ-પ્રયોગો (જેમ કે, ‘હૃત્યુંપ’, ‘સ્વાગત ચાખીને’, ‘ભક્તિની રક્તજ્યોતિ’, ‘ઘીભીનું’, ‘ઇતિહાસના ઘેરા ધૂપથી’, ‘આર્ય મોટ૨’, ‘વેપારનાં ખેતર’, ‘ભક્તિવ્યાપાર’ વગેરે) માં ચમકતી જોવા મળે છે. કેટલાંક સંવેદનચિત્રો – ભાવચિત્રો પણ હૃદયંગમ છે. કન્યાકુમારીના દક્ષિણતમ બિન્દુએ જમીનથી પચાસેક હાથ દૂરના ખડક ઉપરથી ભારતભૂમિનું દર્શન કરતાં જે સંવેદના સુન્દરમાં ઊભરી તે કેટલી પ્રબળ હતી તે નીચેના ગદ્યોદ્ગારથી પ્રતીત થાય છે. તેઓ કહે છે: | |||
“આ હિંદ, મારી જન્મભૂમિ! એની અંદર હતો ત્યારે જે નહોતો સમજી શકતો તે હવે સમજી શકું છું. આજે તેના તરફ ખરો ભૌગોલિક ભૌતિક પ્રેમ અનુભવી શકું છું. મારું મકાન જેવી રીતે વહાલું લાગે છે, તેવી જ રીતે આ ભૂમિ મને વહાલી લાગે છે. એનાથી ભિન્ન થતાં જ, આંચળેથી વછોડાયેલા વાછરડાની પેઠે, એની સાથેના અવિચ્છેદ્ય સંબંધનું ભાન થાય છે, હૃદય પીગળે છે. માતા, આ તારાં ચરણ, ત્યાં ત્યાં. આળોટવાનું મન થાય છે. નમો નમઃ ભગવતિ!'' (પૃ. ૨૧૯) | |||
આપણે પણ સુન્દરમ્ને “નમો નમઃ ભગવિત!'ના પ્રત્યુદ્ગાર સાથે જણાવી શકીએ કે “અમને પણ ‘દક્ષિણાયન'દ્વારા તમારી સાથે દક્ષિણ ભારતની માનસયાત્રા કરતાં કરતાં જોગના ધોધથી તરબોળ થવાનું, કન્યાકુમારી ને રામેશ્વર પહોંચી ત્યાં સમુદ્રસ્નાન કરવાનું, બેલૂર-હળેબીડ, ચિદંબરમ્ કાંજીવરમ્ અને તીરુપતિ આદિનાં મંદિરોમાં આરતી-મંગલ કરવાનું, ગોમટેશ્વરની ચરણવંદના કરવાનું, મૈસૂરના વૃંદાવન ગાર્ડનમાં, નીલગિરિ પર ને મલબાર કાંઠાના બૅકવૉટર્સ વગેરેમાં ઘૂમવાનું ને તક મળે ત્યાં રેતીમાં આળોટવાનું કે હરિયાળીમાં લેટવાનું તેમ જ આકાશમાં સૂરજ, ચંદ્ર ને વાદળોની રંગતગમ્મતમાં ભાગ લેવાનું ઉત્કટ મન થાય છે.’’ ‘દક્ષિણાયન'ની આવી પ્રેરક-ઉત્સાહક શક્તિમાં પણ સુન્દરી આ યાત્રાકથાની સાર્થકતા છે એમ આપણે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારવું રહ્યું. | |||
દક્ષિણાયન | |||
तीरेषु तालीवनमर्मरेषु...। | |||
ताम्बूलवल्लीपरिणद्धपूगा | |||
स्वेलालतालिङ्गितचन्दनासु। | |||
तमालपत्रास्तरणासु रन्तुं | |||
प्रसीद शश्वन्मलयस्थलीषु ॥ | |||
આ તીર તાલીવન મર્મરે જ્યાં... સોપારીને નાગરવેલ ભેટતી, આર્લિગતી ચન્દ્રનને ઇલા લતા, તમાલનાં પત્ર તણી પથારી, ત્યાં સંક્રીડ હર્ષોં મલયસ્થલીમાં, | |||
कालिदास, रघुवंश: सर्ग ६: ५७-६४ | |||
Hindu art seems to be totally unintellectualised without unity and without any need for it, but just for this reason it is more expressive, where it tries to express the irrational than anything or anyone else. Hindu art alone has perhaps succeeded in manifesting invisible things in the visible world. One single dancing Shiva embodies more of the essence of divinity than a whole army of Olympians. | |||
હિન્દુ કળા સર્વથા બુદ્ધિનાં બંધનોમાંથી મુક્ત થઈ લાગે છે. તેમાં એકતા નથી અને તેને એકતાની જરૂર પણ નથી. પણ એટલા જ કારણે તે જ્યારે બુદ્ધિથી ૫૨ તત્ત્વોને મૂર્ત કરવા પ્રયત્ન કરે છે, ત્યારે બીજી કોઈ પણ ચીજ કે વ્યક્તિ કરતાં વધારે સમર્થ રીતે તેને મૂર્તિમંત કરી શકે છે. કદાચ એકલી હિન્દુ કળા જ અદૃશ્ય વસ્તુઓને દૃશ્ય જગતમાં પ્રગટ કરવાને સફળ થઈ છે, ઑલિમ્પસની આખી દેવસેના કરતાંય નૃત્ય કરતા એકલા નટરાજમાં દિવ્યતાનું તત્ત્વ વધારે પ્રમાણમાં મૂર્ત થયેલું છે. | |||
કાઉન્ટ હરમાન કેસરલિંગ | |||
[ટ્રાવેલ ડાયરી ઑવ અ ફિલોસૉફર: પૃ. ૯૯] | |||
જોયો તામિલ દેશ | |||
૧ | |||
જોયો તામિલ દેશ, વેશ અડવો, શ્યામાંગ જાણે બળ્યો | |||
દાઝ્યો ભાખર, નિત્યતપ્ત ધરણી આ તામ્રવર્ણી પરે | |||
સ્રષ્ટા, જ્યાં દગ એહની નીરખવા સૌંદર્ય ગૈ ઉત્તરે – | |||
ત્યારે ફેરવવું ચુક્યો, તદપ ના એ અંતરેથી ટળ્યો. | |||
૨ | |||
ના ના અંતરથી ટળ્યો, ઉર ઠર્યો એ તો વધુ, તપ્ત એ | |||
ભૂમિને હૃદયે સુફીત જલનો શીળો સુનીલાંચલ | |||
એણે રત્નપ્રવાલભૂષિત દીધો હેરત શો ચંચલ! | |||
ને એ પ્રીતમસ્પર્શથી ધરણીને રોમાંચ, શો દપ્ત તે! | |||
૩ | |||
કેવી દપ્ત સુતૃપ્ત ભૂમિરમણી આ નાથ-આશ્લેષથી; | |||
રોમાંચે પુલક્યું સદા ઉર ઝૂલે આ વૃક્ષરાજી બની, | |||
કંઠે કંઠ મળ્યા, ભળ્યાં ઉ ૨-ઉરો, શી સ્નેહસૌદામિની | |||
પૃથ્વીને પટ નર્તતી પ્રકૃતિની કો દિવ્ય આશિષથી! | |||
૪ | |||
જોયો તામિલ દેશ; લેશ હરખ્યું ના સઘ મારું ઉર, | |||
આવી ઉમ્મદ રૂપની ધરતીનાં કાં દીન આવાં શિશુ — | |||
દારિદ્રયે હત, વસ્ત્રવંચિત, નહીં એકેય શક્તિ-ઈપુ, | |||
ના વર્ષા ભરપૂર, નીર નહિ વા રેલંત કોઈ પૂર. | |||
૫ | |||
રે આ તામિલ દેશ, ઠેશ દઈને લક્ષ્મી શું ચાલી ગઈ | |||
ઊંચાં ઉત્તર હૈમ હર્મ્સ વસવા? ના ચૌલ કે પાંડ્ય કો | |||
એને સ્વાત્મપરાક્રમે નિજ વશે લેવા રહ્યો, જાડ્ય કો | |||
જામ્યું; છો ઊતર્યા બપોર, પણ રે સન્માની લાલીય ગૈ? | |||
૬ | |||
તોયે શ્યામલ રાતમાં જનઉરે ઝંખા નહીં લુપ્ત થૈ, | |||
શ્રીની, શ્રીપતિની, પ્રબોધ-રસની, સૌંદર્યની, જ્ઞાનની | |||
વેદી દીપ્ત રહી, ક્યહીં લઘુ ક્યહીં મોટી, મહાયામિની | |||
તારાભૂષણથી વિભૂષિત બની, આહ્લાદિકા મત્ત થૈ. | |||
૭ | |||
જોયો તામિલ દેશ બેસી ઘરમાં કે માર્ગમાં ખેતરે, | |||
જોયાં પ્રાંગણ સ્વસ્તિકે સુહવતાં માંગલ્ય નિત્યે ધરી, | |||
જોયાં તોરણ દ્વારના રસવતા ભાસ્કર્યની શ્રી ભરી, | |||
જોયાં ગોપુર વ્યોમમાં સ્થિર ખડાં ભક્તિ શું ભક્તાંતરે! | |||
૮ | |||
જોયો તામિલ દેશ, કેશ રમણી ગૂંથંતી શી કોડથી, | |||
શ્યામાંગે રસતી હરિદ્રવ્રુતિને, એકાદ યે પુષ્પથી | |||
જાણે સર્વ વસંતની પ્રગટતી શોભા, કશો ઓપતી | |||
ઓષ્ઠે તામ્બુલ રાગ, કર્ણ ધરતી શા હીરકો લાડથી! | |||
૯ | |||
જોયો તામિલ દેશ, શ્રેષ્ઠી-કરમાં કલ્લી લસે સ્વર્ણની, | |||
શીર્ષે લંબ શિખા, ત્રિપુંડ તિલકોનાં રમ્ય આલેખને | |||
એકાદું ઉપવસ્રરદ્વિજ તણી શોભા બઢાવે, | |||
બને સાદો સ્વચ્છ યુવાન સૌમ્ય વસને કો મૂર્તિ લાવણ્યની. | |||
૧૦ | |||
જોયો તામિલ દેશ, બેશ બમણો લાગ્યો અજાણ્યાપણે? | |||
કે કો મોહક મૂર્છાને, રમણીના કો સ્નેહના કર્ષણે | |||
તેનું સર્વસ રમ્ય લાગ્યું, વીસર્યો દોષો શું આછા ગુણે? | |||
ના ના, સાવ તટસ્થ, સાવ નિકટે પ્હોંચી લહ્યું મન્મને. | |||
૧૧ | |||
જોયો તામિલ દેશ, મેશ મનની કે દેહની જે રહી | |||
બીજે તે ત્યહીંયે હતી, તદપિ એ ઉત્કૃષ્ટ કૈં લક્ષણે | |||
બીજાથી નીવડ્યો, ચડ્યો હૃદયના નિષ્કિંચના કો ગુણે, | |||
ભક્તિની રસની કલારુચિ તણી ના કો કમી ત્યાં લહી. | |||
૧૨ | |||
જોયાં શ્યામલ એ મુખો સ્મિત થકી એવાં જ મ્હેતાં ખીલી, | |||
જોઈ શ્યામલ જોબના મદભરી એવી જ લજ્જા ભરી, | |||
જોયાં શ્યામલ બાળ મુગ્ધ ઉરને જાતાં જ એવું હરી, | |||
જોયો જીવનનો કલાપ અહીંયે અન્યત્ર જેવો બલી. | |||
૧૩ | |||
ને જોયું ત્યહીં એક કૌતક નવું અન્યત્ર ક્યાંયે ન જે, | |||
ના કો કાવ્યકલારસે, મનુજના કો કર્મક્ષેત્રે ન જે, | |||
ના ધર્મે, ના શહાદતે, નહિ વસ્યું વા રાજછત્રે ય જે, | |||
ના ગાઢ પ્રણયે ય – કિંતુ કથની તેની સમે કો બીજે! | |||
જૂન, ૧૯૪૩ સુન્દરમ્ | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||