સંચયન-૮: Difference between revisions

Jump to navigation Jump to search
162 bytes added ,  11:34, 28 June 2025
()
()
Line 120: Line 120:
</center>
</center>
== ॥ સમ્પાદકીય ॥ ==
== ॥ સમ્પાદકીય ॥ ==
{{center|'''વણઝારી ઋતુઓ'''}}
{{center|{{Color|#ff6666|'''વણઝારી ઋતુઓ'''}}}}
 
{{Poem2Close}}
કંઈ કેટલાય દિવસોથી કશું પણ લખતો નહોતો. સામાજિક વ્યવહારોની દુનિયાએ મને પરાણે પકડી રાખ્યો હતો. હું વ્યવહારનો જીવ નથી. ઉપચારો મને હંમેશાં ગૂંગળાવ્યા કરે છે… ને સમાજમાં રહેનારે ઉપચારો કર્યા વિના ચાલતું નથી! એકલા, મન વગરના આચારો પણ મને તો થકવી નાખે છે. દરેક વ્યવહારમાં ઊંડા ઊતરવું પડે છે ત્યારે ખબર પડે છે કે સંબંધો એ અપેક્ષાઓનું જ અવર નામ છે. એમાં સ્વાર્થ છે. ગણતરીઓ છે ને સ્વકેન્દ્રિતા જ એના પાયામાં પડેલી છે. સંબંધનો દરેક ચાપ જે પરિઘ દોરે છે તેમાં આપકેન્દ્રી સંકુચિત વ્યવહારો જ વિશેષ સમાવિષ્ટ હોય છે. સાવધ રહીને જોનાર-પરખનારને તરત ખબર પડી જાય છે કે સમાજના વ્યવહારોના પ્રત્યેક પગલાંમાં જાત સ્થાપનાનો જ ઉપચાર હોય છે... સ્વસ્થાપનાની નિરર્થકતા પામી જનારને એટલે સ્તો આવી ઔપચારિકતાઓ થકવી દે છે. હું પ્રકૃતિનો જીવ છું. ઋતુઓ મારું વળગણ છે. હું ભરપૂર અને મોકળા જીવનનો આશક છું. એટલે હું મારા પ્રકૃતિરાગને તથા મારા જીવન આવેગને શબ્દોમાં મૂક્યા વિના રહી શકતો નથી. શબ્દ વિના; જીવનથી સભર એવા શબ્દ વિના હું રહી શક્યો નથી.  

શબ્દ વિના હું અંધ છું. શબ્દ વિના હું ચૂપ
 
શબ્દ વિનાનું આયખું જાણે, ઠાલો કૂપ!  
 
{{Poem2Close}}
{{Block center|<poem>શબ્દ વિના હું અંધ છું. શબ્દ વિના હું ચૂપ
શબ્દ વિનાનું આયખું જાણે, ઠાલો કૂપ!</poem>}}
{{Poem2Open}}
ઋતુ આવે છે ને મારા કાનમાં ટહુકો કરે છે. ઋતુ મારી પ્રિયતમા છે. મારી પંચેન્દ્રિય એનાથી સતત સન્નદ્ધ રહે છે. એ મને મારી સંકડામણોમાંથી દૂર છોડાવી લઈ જાય છે. દુન્યવી વ્યવહારોની જૂઠી, બરડ, જડ રસમોથી એ મને અળગો કરી રહી છે. આઘેના વનોમાં, પહાડોમાં મને વને વને પર્વતો ફેરવતી આ પ્રેમિકા ઋતુઓ મને તરુ તરુની ગંધથી સભર સભર કરી દે છે. આ ઋતુઓ મને ઘરમાંય ઠરવા દેતી નથી!  

વનમાં હજી પાનખરનો પડાવ છે…. ને આ વસંત તો સોઢાય છે બપોરી તડકાના ફરફરતા વસ્ત્રમાં કોઈ મુગ્ધાના શ્વાસ જેવી. આ તડકો ચંદનના લેપ જેવો મઘમઘે છે બધે. મને યાદ આવે છે સંસ્કૃતિરાણી દેસાઈની કવિતા : ‘વણજારણ ઋતુઓ' હું એનો મોટેથી પાઠ કરું છું. સાંભળો !

Line 131: Line 138:
ઋતુનો દોરવાયેલો હું હમણાં જ પાછો વળ્યો છું પહાડોમાંથી પૂર્વોત્તર સાબરકાંઠાના વિજયનગરનાં વનો વીંધતો હું પસાર થતો હતો. હરણાવમાં હજી પહાડોનાં પાણી છે ખરાં. રાગની આગ લઈને કેસૂડા ખીલ્યા છે. નદીના બેઉ કાંઠે... પહાડોની ધારે, રસ્તા માથે પણ ઋતુના મશાલચીઓ જેવા એ વગડે વગડે ઊભા છે પ્રેમીઓને ઇજન આપતા! પણ વસ્તીમાં મોહી પડેલા લોકોને પ્રકૃતિ તરફ જોવાની ફૂરસદ જ ક્યાં છે? વળી કોક વન્ય કન્યા જેવી વસંતનું સામ્રાજ્ય છે બધે. ખાખરો ખરબચડો. જાણે રૂપનો તો દુશ્મન! પણ આ ઋતુમાં કેસૂડાંની કળીઓ એના રોમેરોમે અંગ મરોડતી દેખાય ત્યારે એ રૂપનો રાજા, ના વરરાજા લાગે છે. ભીલ કન્યાનું યૌવન ઊઘડ્યું છે આ કેસૂડે કેસૂડે, જોઉં છું તો આદિવાસી યૌવનાઓ મેળેથી પાછી ફરી રહી છે શેરડીના સાંઠા લઈને! અરે! એમના કાનમાં તો છે કેસૂડાંના ફૂલો. કોઈકે તો ગૂંથ્યાં છે કેશમાં... બીજીએ બાંધ્યાં છે હાથે! સ્વયં ખાખરા જેવી આ કેસૂડાંની કન્યાઓ વિશે લખનારા કાલિદાસની જરૂર છે આપણને. આ વનપરિસર વચાળે ઊંચા છટાદાર શીમળા છે... એકબેને આવ્યા છે ફૂલો; રાતાં ચટ્ટાક! પેલી કિંશૂક કન્યાઓને આ શીમળા તે એમના વર-પ્રેમીઓ! માટીની મધરી મધરી આગ છે શીમળાના ફૂલોમાં... એ પહાડોની ટોચો સુધી ફરકાવતા રહે છે વસંતનો વાવટો! ફાગણનાં ઝાડ તે આ કેસૂડા અને શીમળા, લાલ કેસરી રંગો ને ફાગણિયો છાકભર્યો વાયરો વનોના રંધેરંધ્રમાં રતિ-આવેગ છે. કાન માંડીએ તો સંભળાય છે આપણામાં રહેલા વન્યપશુના સિસકારા હું ઋતુઓથી અળગો રહી શકતો નથી.  

લઈ જાય છે આ ઋતુઓ મને હાથ પકડીને દૂર દૂર વને, પહાડે, ખેતરે, નદીએ, તળાવે. સીમ-સીમાડે... દિવસ રાતે... પવનની સાથે ચગાવતી રહે છે આ ઋતુઓ મને પણ....  

(સોનાનાં વૃક્ષો)
{{Poem2Open}}
મણિલાલ હ. પટેલ
{{right(સોનાનાં વૃક્ષો)}}
{{right|{{center|{{Color|#ff6666|'''મણિલાલ હ. પટેલ'''}}}}

Navigation menu