32,544
edits
(→) |
(→) |
||
| Line 546: | Line 546: | ||
મૃત્યુ સમયે પણ પેલી ફ્લૅશલાઈટ થતી હશે અને એમાં ગમતાં અને બાળપણનાં તીવ્ર વેગે પસાર થઈ ગયેલાં દૃશ્યોનું એક વખત આચમન કરવાનો લહાવો મળતો હોવો જોઈએ. મૃત્યુ હજુ નજીક હોય એવું લાગતું નથી, પણ સ્મૃતિઓના ભયાવહ અરણ્યમાં પેલી ફ્લૅશલાઈટ રોજ થોડી થોડી થયા કરે છે. કોઈ અગમ્ય પીંજરામાં પુરાયેલી છે. પીંજરું એક ડબ્બામાં સાચવી રાખ્યું છે. એ ડબ્બામાં ભરેલાં મધુર સ્મરણોની અંદર નેવાધાર વરસાદ ઝીંકાય છે. ડબ્બો છલકાય છે. એમાંનું પાણી ડબ્બાની બહાર નીકળી મારી ચંદ્રકાય આંખની ભૂમિ પર ત્રાટકી પડે છે. આંખની ઉપર બેસેલાં સ્મરણોનાં માથાં ભીંજાવા લાગે છે. એને ભાગવું છે, પણ ભાગી નથી શકતા. કાતર જીવડાના ડાંગા જેવી દેખાતી મારી કીકીઓના વાળ અપંગ બની ગયા છે. હિંમત કરું છું, પણ આંખ ઊઘડતી નથી. બધું સ્થિર થઈ ગયું છે. ક્યાંક હીંચકા ખાતાં, ક્યાંક દોડતાં, ક્યાંક રમતાં, ક્યાંક ઝઘડતાં, ક્યાંક ગારો ખૂંદતાં, ક્યાંક ભૂતથી ભાગતાં, ક્યાંક ઘરેથી ભાગી જવાની હઠ લઈ બેસેલાં, ક્યાંક નદીમાં છીછરું પાણી શોધી તરતાં એ સ્મરણોની ઝાંય ડહોળાવા લાગે છે. એના પાણીમાં મારું માથું ખોસી દે છે અને હું શ્વાસ લેવા તરફડિયાં મારવા લાગું છું. | મૃત્યુ સમયે પણ પેલી ફ્લૅશલાઈટ થતી હશે અને એમાં ગમતાં અને બાળપણનાં તીવ્ર વેગે પસાર થઈ ગયેલાં દૃશ્યોનું એક વખત આચમન કરવાનો લહાવો મળતો હોવો જોઈએ. મૃત્યુ હજુ નજીક હોય એવું લાગતું નથી, પણ સ્મૃતિઓના ભયાવહ અરણ્યમાં પેલી ફ્લૅશલાઈટ રોજ થોડી થોડી થયા કરે છે. કોઈ અગમ્ય પીંજરામાં પુરાયેલી છે. પીંજરું એક ડબ્બામાં સાચવી રાખ્યું છે. એ ડબ્બામાં ભરેલાં મધુર સ્મરણોની અંદર નેવાધાર વરસાદ ઝીંકાય છે. ડબ્બો છલકાય છે. એમાંનું પાણી ડબ્બાની બહાર નીકળી મારી ચંદ્રકાય આંખની ભૂમિ પર ત્રાટકી પડે છે. આંખની ઉપર બેસેલાં સ્મરણોનાં માથાં ભીંજાવા લાગે છે. એને ભાગવું છે, પણ ભાગી નથી શકતા. કાતર જીવડાના ડાંગા જેવી દેખાતી મારી કીકીઓના વાળ અપંગ બની ગયા છે. હિંમત કરું છું, પણ આંખ ઊઘડતી નથી. બધું સ્થિર થઈ ગયું છે. ક્યાંક હીંચકા ખાતાં, ક્યાંક દોડતાં, ક્યાંક રમતાં, ક્યાંક ઝઘડતાં, ક્યાંક ગારો ખૂંદતાં, ક્યાંક ભૂતથી ભાગતાં, ક્યાંક ઘરેથી ભાગી જવાની હઠ લઈ બેસેલાં, ક્યાંક નદીમાં છીછરું પાણી શોધી તરતાં એ સ્મરણોની ઝાંય ડહોળાવા લાગે છે. એના પાણીમાં મારું માથું ખોસી દે છે અને હું શ્વાસ લેવા તરફડિયાં મારવા લાગું છું. | ||
આ જુઓને નરસિંહ ટેકરીનાં સ્મરણો મારી પાંપણની ટેકરી ઉપર ચાડિયા બનીને કતારમાં ઊભાં છે. અને હું પંખીની માફક એ ચાડિયાથી ડરું છું. સ્મૃતિના ખેતરમાં વાવેલા સંસ્મરણપાક પર ચાંચ મારવાનું મન નથી થતું. બાળપણનો અસબાબ તો હોય એવો ને એવો જ જોવાની શ્રદ્ધા કોને ન હોય? મેં હજુય એ આસ્થાના દીવાને મારા બેય હાથેથી બૂઝવા નથી દીધો. એવા તાનમાં ને તાનમાં કે હજુય ત્યાં એવું ને એવું હશે. કંઈ બદલ્યું નહીં હોય. તાફતે વાવાઝોડાના વિનાશથી બચ્યા પછી તેની ઝલક જોવા માટે નીકળવાનું થયું તો કારમાંથી ડોકિયું કરતાં મને હતું એવું ને એવું જ ચિત્ર દેખાયું. જાણે એ જગતને કોઈએ મારા માથે થંભાવી ન રાખ્યું હોય, પણ અંદરખાને તો કેટલુંય બદલાઈ ગયું છે એવો ગોકીરો કાને અથડાતા જીવ ચૂંથાવા લાગ્યો. | આ જુઓને નરસિંહ ટેકરીનાં સ્મરણો મારી પાંપણની ટેકરી ઉપર ચાડિયા બનીને કતારમાં ઊભાં છે. અને હું પંખીની માફક એ ચાડિયાથી ડરું છું. સ્મૃતિના ખેતરમાં વાવેલા સંસ્મરણપાક પર ચાંચ મારવાનું મન નથી થતું. બાળપણનો અસબાબ તો હોય એવો ને એવો જ જોવાની શ્રદ્ધા કોને ન હોય? મેં હજુય એ આસ્થાના દીવાને મારા બેય હાથેથી બૂઝવા નથી દીધો. એવા તાનમાં ને તાનમાં કે હજુય ત્યાં એવું ને એવું હશે. કંઈ બદલ્યું નહીં હોય. તાફતે વાવાઝોડાના વિનાશથી બચ્યા પછી તેની ઝલક જોવા માટે નીકળવાનું થયું તો કારમાંથી ડોકિયું કરતાં મને હતું એવું ને એવું જ ચિત્ર દેખાયું. જાણે એ જગતને કોઈએ મારા માથે થંભાવી ન રાખ્યું હોય, પણ અંદરખાને તો કેટલુંય બદલાઈ ગયું છે એવો ગોકીરો કાને અથડાતા જીવ ચૂંથાવા લાગ્યો. | ||
••• | {{Poem2Close}} | ||
{{center|•••}} | |||
{{Poem2Open}} | |||
અમારી નરસિંહ ટેકરીનાં બે ભુજાબળ એટલે રામદેવપીરનું મંદિર અને શંકરબાપાનું મંદિર. રામદેવપીરના મંદિરમાં ભાતભાતના ધમપછાડા કર્યા છે. આળોટ્યા છીએ. ઘરની છાતી સામે પીઠ દેખાડતી એની દીવાલ વચ્ચેની શૂન્યવત્ જગ્યા પર પગની પાનીને ચોંટાડીને ઉપર ચડ્યાનો હરખ હજુય એવો ને એવો તાજો રાખ્યો છે. | અમારી નરસિંહ ટેકરીનાં બે ભુજાબળ એટલે રામદેવપીરનું મંદિર અને શંકરબાપાનું મંદિર. રામદેવપીરના મંદિરમાં ભાતભાતના ધમપછાડા કર્યા છે. આળોટ્યા છીએ. ઘરની છાતી સામે પીઠ દેખાડતી એની દીવાલ વચ્ચેની શૂન્યવત્ જગ્યા પર પગની પાનીને ચોંટાડીને ઉપર ચડ્યાનો હરખ હજુય એવો ને એવો તાજો રાખ્યો છે. | ||
શંકરબાપાના મંદિરની બાજુમાં વડલાનું ઘેઘૂર ઝાડ. ટણપા જેવું! એની ઉપર અમાસની અંધારી રાત્રે બેસતા ઘેંટાની વીતકકથા અમે આખી નરસિંહ ટેકરીમાં ફેલાવીને રાખી દીધેલી. રાત્રે ઘેંટાની સાથે એક દીવો પણ થતો. બીજું કંઈ યાદ હોય કે ન હોય પણ આકાશમાં જોઈએ અને ચંદ્ર ન દેખાય તો અંદરથી ખળભળી ઊઠીએ કે આજે વડલાના ઝાડની ઉપર ઘેંટું ઊભું થશે અને એની સાથે દીવો પણ ઝગમગતો હશે. બીજા દિવસે ત્યાં જઈએ તો ન હોય ઘેટું કે ન હોય દીવો. તોય કોઈ બોખી ડોસીની જીભમાંથી અમાસની રાત્રિએ લપસી ગયેલી આ ભૂતકથાને અમે એટલી પંપાળીને જિવાડી કે દિવસે ન થાય એટલી રાત્રે અને રાત્રે ન થાય એટલી દિવસે એની વાતો થતી. એની ચરબી વધતી જ ગઈ. વધતી જ ગઈ. | શંકરબાપાના મંદિરની બાજુમાં વડલાનું ઘેઘૂર ઝાડ. ટણપા જેવું! એની ઉપર અમાસની અંધારી રાત્રે બેસતા ઘેંટાની વીતકકથા અમે આખી નરસિંહ ટેકરીમાં ફેલાવીને રાખી દીધેલી. રાત્રે ઘેંટાની સાથે એક દીવો પણ થતો. બીજું કંઈ યાદ હોય કે ન હોય પણ આકાશમાં જોઈએ અને ચંદ્ર ન દેખાય તો અંદરથી ખળભળી ઊઠીએ કે આજે વડલાના ઝાડની ઉપર ઘેંટું ઊભું થશે અને એની સાથે દીવો પણ ઝગમગતો હશે. બીજા દિવસે ત્યાં જઈએ તો ન હોય ઘેટું કે ન હોય દીવો. તોય કોઈ બોખી ડોસીની જીભમાંથી અમાસની રાત્રિએ લપસી ગયેલી આ ભૂતકથાને અમે એટલી પંપાળીને જિવાડી કે દિવસે ન થાય એટલી રાત્રે અને રાત્રે ન થાય એટલી દિવસે એની વાતો થતી. એની ચરબી વધતી જ ગઈ. વધતી જ ગઈ. | ||