સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/બહુવચન (કરમશી પીર): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સમીક્ષા<br>(૧૧) બહુવચન (કરમશી પીર)}}

{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ગ્રંથસ્થ ઓગણત્રીસ અનુવાદોનો સંચય અનેક દૃષ્ટિએ સમૃદ્ધ, ભાતીગળ છે. એની અનુક્રમણિકા જોવાથી પણ પ્રતીતિ થશે કે આ અનુવાદોમાં ઊંડા ઊતરવા માટે, માત્ર ઊંડા ઊતરવા માટે જ નહીં પણ એમાંથી પસાર થવા માટે ખાસ્સા અભ્યાસ અને પુરુષાર્થનો ખપ પડે; જો ગુજરાતમાં એ અભ્યાસ અને પુરુષાર્થ ઓછાં હોય તો આનું સેવન બહુ મર્યાદિત રહી જશે. અનુવાદક અને પ્રકાશકને આ વાતની જાણ છે જ અને છતાં આ સાહસ આદર્યું છે. એક રીતે જોઈએ તો આ વિવિધ ક્ષેત્રોના શકવર્તી નિબંધોના અનુવાદો છે. સામાન્ય રીતે અનુવાદસંચયો કોઈ એક લેખકના, એક વિષયના કે કોઈ એક કૃતિના થતા હોય છે, પરંતુ આ અનુવાદો એ પ્રકારના નથી. અહીં સર્જનાત્મક, વિવેચનાત્મક અને ચિંતનાત્મક લેખોના અનુવાદો છે, વળી આ કોઈ સંસ્થા દ્વારા ચીંધાયેલું કામ નથી. અનુવાદકે દાયકાઓથી પોતાને રુચ્યા હોય એવા અનુવાદો ધર્યા છે. અહીં અનુવાદસંચયની વાત અનુવાદ તરીકે કરી નથી, મૂળનાં એ બધાં લખાણો હાથવગાં કરવાનું કામ મુશ્કેલ, બંગાળી જેવી ભાષા આવડે નહીં, એટલે આ અનુવાદો આપણા સંવેદનાજગતને વિચારજગતને, ચિંતનજગતને કેવી રીતે સ્પર્શે છે, કેવી રીતે સમૃદ્ધ કરે છે એની એક અલપઝલપ ઝાંખી કરાવવાનો યત્ન છે.

Navigation menu