32,511
edits
(+1) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
એટલે જે લોકો પહેલી વાર જ કવિતા વાંચવાનું શરૂ કરતા હોય, એટલું જ નહિ, પણ જેઓ હંમેશાં કવિતા વાંચતા હોય તે સૌ કોઈને હું તો આ ભલામણ કરું છું : તમે જે કવિતા વાંચો તે મોટેથી વાંચો, એથીયે વધુ સારું તો એ કે તમે કોઈ પાસેથી તેનું શ્રવણ કરો, કવિતાને સાંભળો. એવી રીતે તમે કવિતાનું શ્રવણ કરતા હો ત્યારે કાવ્યનો ‘અર્થ’ શો છે એ જાતની માથાકૂટમાં ન ઊતરતા. કાવ્યના જે શબ્દો છે તે શબ્દોને જ સીધેસીધા ઝીલો. એ શબ્દોને જ તમારા ઉપર સીધેસીધા કામ કરવા દો. તમે એ શબ્દોનું જ શ્રવણ કરો. એ શબ્દોને તમારી જાત સોંપી દો. કવિતાનું વાચન તમે કોઈ કાવ્યસંગ્રહથી શરૂ કરો એ વધુ ઇષ્ટ છે. કોઈ એકાદ કાવ્યસંગ્રહ લઈ એનાં પાનાં ઉથલાવતા જાઓ. એમ કરતાં કરતાં તમને આકર્ષક લાગે એવી કૃતિ જડે ત્યારે અટકો. માત્ર એ જ કાવ્ય ધ્યાનથી વાંચો. તેને ફરી વાર વાંચો. વળી, બીજી વાર વાંચો. અને પોતાને પછી પ્રશ્ન કરો, તમને એ વસ્તુમાંથી કોઈ કાવ્યરસ, કાવ્યાત્મક રસ મળે છે ખરો? એ કાવ્યરસ તમે જોશો કે એક જુદો જ, નવો જ રસ છે. તમને તમારા અભિપ્રાયોને કોઈ તરફથી પુષ્ટિ મળે છે, કાં તો તમારી માન્યતાઓને ક્યાંકથી પડકાર મળે છે ત્યારે એક પ્રકારનો રસ જન્મે છે. તમે કોઈ ઉપદેશ સાંભળો છો, ટોળટપ્પાં મારો છો, યા તો છાપાનો અગ્રલેખ વાંચો છો ત્યારે એક રસ મળે છે. કાવ્યનો રસ તે આવા કોઈ પ્રકારનો રસ નહિ હશે. કાવ્યરસ એ તો એક નર્યો શુદ્ધ રસ છે. તમને કોઈ ચિત્ર જોતાં, કોઈ સંગીત સાંભળતાં જેવો રસ જન્મે છે તેના જેવો એ રસ હોય છે. તમે જોશો કે કાવ્યનો સ્પર્શ થતાં તમારી ચેતનામાં એક પ્રકારનો ઉલ્લાસનો ઝંકાર જાગે છે. તમારી લાગણીઓ એક પ્રકારની તૃપ્તિ અનુભવે છે. હવે જુઓ, તમે જે કાવ્ય વાંચ્યું તેમાંથી તમને આવું કંઈક થાય છે ખરું? એમ થતું હોય તો પછી એ જ લેખકનાં બીજાં થોડાંક કાવ્યો વાંચો. એ કાવ્યોમાં તમારી જાતને તરબોળ કરો. તમારા મન આગળ કાવ્ય સિવાય બીજી કોઈ પણ બાબતની જિજ્ઞાસા કે પ્રશ્ન ઊભો ન થવા દેતા. તમે એમ ન પૂછશો કે આ કવિમહાશયને તો દસ બાળક હતાં ને? તમે એમ ન વિચારશો કે, આ તો પેલો દારૂ પીને મરી ગયો હતો એ માણસ ને? અથવા તો આ કવિશ્રીને ડાર્વિનનો વિકાસક્રમનો સિદ્ધાંત વાંચતાં ખૂબ આઘાત થયો હતો ખરું ને? ના, કાવ્ય વાંચતી વેળાએ તમારે કવિ અંગે કે કવિતા અંગે આવા-તેવા પ્રશ્નો વિચારવાના નથી. યાદ રાખો, તમારે માત્ર કવિતા સાથે જ નિસ્બત રાખવાની છે. કવિતા વિષે તમારે જે કાંઈ જાણવા જેવું, સમજવા-વિચારવા જેવું છે તે તમારે કવિતા વાંચીને જ, કવિતામાંથી જ, મેળવવાનું છે. આ રીતે કાવ્યને વાંચવા-સમજવાનો અભ્યાસ પાડતાં તમને કવિતાનો સાચી રીતનો રસ લેવાની કળા હાથ લાગશે, તમારું અંતઃકરણ કાવ્યના રસને ઝીલવાની શક્તિ મેળવશે. એક વાર આ પ્રથમ વસ્તુ તમારા હાથમાં આવી ગઈ પછી તમે એ રસવૃત્તિને આગળ કેળવી શકશો. | એટલે જે લોકો પહેલી વાર જ કવિતા વાંચવાનું શરૂ કરતા હોય, એટલું જ નહિ, પણ જેઓ હંમેશાં કવિતા વાંચતા હોય તે સૌ કોઈને હું તો આ ભલામણ કરું છું : તમે જે કવિતા વાંચો તે મોટેથી વાંચો, એથીયે વધુ સારું તો એ કે તમે કોઈ પાસેથી તેનું શ્રવણ કરો, કવિતાને સાંભળો. એવી રીતે તમે કવિતાનું શ્રવણ કરતા હો ત્યારે કાવ્યનો ‘અર્થ’ શો છે એ જાતની માથાકૂટમાં ન ઊતરતા. કાવ્યના જે શબ્દો છે તે શબ્દોને જ સીધેસીધા ઝીલો. એ શબ્દોને જ તમારા ઉપર સીધેસીધા કામ કરવા દો. તમે એ શબ્દોનું જ શ્રવણ કરો. એ શબ્દોને તમારી જાત સોંપી દો. કવિતાનું વાચન તમે કોઈ કાવ્યસંગ્રહથી શરૂ કરો એ વધુ ઇષ્ટ છે. કોઈ એકાદ કાવ્યસંગ્રહ લઈ એનાં પાનાં ઉથલાવતા જાઓ. એમ કરતાં કરતાં તમને આકર્ષક લાગે એવી કૃતિ જડે ત્યારે અટકો. માત્ર એ જ કાવ્ય ધ્યાનથી વાંચો. તેને ફરી વાર વાંચો. વળી, બીજી વાર વાંચો. અને પોતાને પછી પ્રશ્ન કરો, તમને એ વસ્તુમાંથી કોઈ કાવ્યરસ, કાવ્યાત્મક રસ મળે છે ખરો? એ કાવ્યરસ તમે જોશો કે એક જુદો જ, નવો જ રસ છે. તમને તમારા અભિપ્રાયોને કોઈ તરફથી પુષ્ટિ મળે છે, કાં તો તમારી માન્યતાઓને ક્યાંકથી પડકાર મળે છે ત્યારે એક પ્રકારનો રસ જન્મે છે. તમે કોઈ ઉપદેશ સાંભળો છો, ટોળટપ્પાં મારો છો, યા તો છાપાનો અગ્રલેખ વાંચો છો ત્યારે એક રસ મળે છે. કાવ્યનો રસ તે આવા કોઈ પ્રકારનો રસ નહિ હશે. કાવ્યરસ એ તો એક નર્યો શુદ્ધ રસ છે. તમને કોઈ ચિત્ર જોતાં, કોઈ સંગીત સાંભળતાં જેવો રસ જન્મે છે તેના જેવો એ રસ હોય છે. તમે જોશો કે કાવ્યનો સ્પર્શ થતાં તમારી ચેતનામાં એક પ્રકારનો ઉલ્લાસનો ઝંકાર જાગે છે. તમારી લાગણીઓ એક પ્રકારની તૃપ્તિ અનુભવે છે. હવે જુઓ, તમે જે કાવ્ય વાંચ્યું તેમાંથી તમને આવું કંઈક થાય છે ખરું? એમ થતું હોય તો પછી એ જ લેખકનાં બીજાં થોડાંક કાવ્યો વાંચો. એ કાવ્યોમાં તમારી જાતને તરબોળ કરો. તમારા મન આગળ કાવ્ય સિવાય બીજી કોઈ પણ બાબતની જિજ્ઞાસા કે પ્રશ્ન ઊભો ન થવા દેતા. તમે એમ ન પૂછશો કે આ કવિમહાશયને તો દસ બાળક હતાં ને? તમે એમ ન વિચારશો કે, આ તો પેલો દારૂ પીને મરી ગયો હતો એ માણસ ને? અથવા તો આ કવિશ્રીને ડાર્વિનનો વિકાસક્રમનો સિદ્ધાંત વાંચતાં ખૂબ આઘાત થયો હતો ખરું ને? ના, કાવ્ય વાંચતી વેળાએ તમારે કવિ અંગે કે કવિતા અંગે આવા-તેવા પ્રશ્નો વિચારવાના નથી. યાદ રાખો, તમારે માત્ર કવિતા સાથે જ નિસ્બત રાખવાની છે. કવિતા વિષે તમારે જે કાંઈ જાણવા જેવું, સમજવા-વિચારવા જેવું છે તે તમારે કવિતા વાંચીને જ, કવિતામાંથી જ, મેળવવાનું છે. આ રીતે કાવ્યને વાંચવા-સમજવાનો અભ્યાસ પાડતાં તમને કવિતાનો સાચી રીતનો રસ લેવાની કળા હાથ લાગશે, તમારું અંતઃકરણ કાવ્યના રસને ઝીલવાની શક્તિ મેળવશે. એક વાર આ પ્રથમ વસ્તુ તમારા હાથમાં આવી ગઈ પછી તમે એ રસવૃત્તિને આગળ કેળવી શકશો. | ||
આ આગળની તાલીમ માટે હું તમને એક બે સૂચનો કરું : એ માટે પ્રથમ તો તમારે કવિનું માનસ શું હોય છે, કવિનો સ્વભાવ કેવો હોય છે તેનો કંઈક પરિચય મેળવવો જોઈએ. આ માટે તમને કલાપી<ref>મૂળ લેખકે હવેના ભાગમાં અહીં અંગ્રેજી કવિઓ અને પુસ્તકોનો ઉલ્લેખ કરેલો છે, એને બદલે મેં આપણા સાહિત્યમાંથી કેટલાંક નામો સૂચવ્યાં છે. આ વિષયના વધુ અભ્યાસીઓ પાસેથી આ ઉપરાંત બીજાં માર્ગદર્શક સૂચનો પણ મળી શકે.—સુન્દરમ્</ref> | આ આગળની તાલીમ માટે હું તમને એક બે સૂચનો કરું : એ માટે પ્રથમ તો તમારે કવિનું માનસ શું હોય છે, કવિનો સ્વભાવ કેવો હોય છે તેનો કંઈક પરિચય મેળવવો જોઈએ. આ માટે તમને કલાપી<ref>મૂળ લેખકે હવેના ભાગમાં અહીં અંગ્રેજી કવિઓ અને પુસ્તકોનો ઉલ્લેખ કરેલો છે, એને બદલે મેં આપણા સાહિત્યમાંથી કેટલાંક નામો સૂચવ્યાં છે. આ વિષયના વધુ અભ્યાસીઓ પાસેથી આ ઉપરાંત બીજાં માર્ગદર્શક સૂચનો પણ મળી શકે.—સુન્દરમ્</ref> | ||
અને કાન્ત જેવા કવિઓના પત્રોમાંથી ઘણી ઉત્તમ સામગ્રી મળશે. એ વાંચ્યા પછી એ કવિઓ વિષે બળવંતરાય ઠાકોરે, રામનારાયણ પાઠકે, જે લખ્યું છે તે તમે વાંચી જુઓ. એ પછી ન્હાનાલાલનાં કેટલાંક ભાષણો, ઉમરવાડિયાના ‘કમળના પત્રો’ પણ વાંચી શકો. તમે જોશો કે તમે જાણે કવિતાના એક કારખાનામાં ફરી રહ્યા છો. એ પત્રોમાં કવિતાની સામગ્રી ઠેર ઠેર વેરાયેલી પડેલી છે. ઘણાં વિદ્વત્તાભર્યા વિવેચનોના તમે અનેક ગ્રંથો વાંચશો તેના કરતાં પણ કંઈક વિશેષ તમને આવા હૃદ્ગત ઉદ્ગારોમાંથી મળશે. તમે જોશો કે તમને એક વિશિષ્ટ દૃષ્ટિ, કવિતા કઈ રીતે રચાય છે તે જોવાની એક આંતર દૃષ્ટિ મળી રહી છે. એવું વાચન કવિતા વિષે આપણામાં રહેલી નૈસર્ગિક લાગણીને વધુ ઊંડી બનાવી આપે છે. એ વાંચ્યા પછી સમજાશે કે અમુક માણસો કવિતા શા માટે લખે છે. એ જાણ્યા પછી આપણામાં કવિતા તરફ માનની લાગણી જન્મશે. આપણે જોઈ શકીશું કે કવિઓને કુદરતના જગત તરફ, માનવોની દુનિયા તરફ એક ઘણી તીવ્ર, ગહન તેમ જ સ્વાભાવિક એવી સહાનુભૂતિ, સહૃદયતા હોય છે. કવિઓમાં રહેલી એ સહૃદયતાની અંદરથી જ તેમની કવિતાનાં ઝરણ ફૂટતાં હોય છે. એ સહૃદયતા ક્યાં સુધી જઈ શકતી હોય છે, તેમાં કેવું તો ઊંડાણ હોય છે એ વાત કવિઓની આ ચિત્તવૃત્તિને ૫રિચય સાધવાથી મળશે. | |||
તમારી કાવ્યરુચિનો વિકાસ કરવા માટે તમે હવે એક બીજું પગલું આગળ જઈ શકો છો. તમે હવે કાવ્યના તત્ત્વની સમજ મેળવવાનો પ્રયત્ન આદરો. આ બાબતમાં પણ તમે પ્રથમ તો કવિઓએ લખેલાં પુસ્તકો વાંચો એ વધુ ઇષ્ટ રહેશે. હા, એવું બને છે ખરું કે ઘણાખરા કવિઓ પોતે જે રીતની કવિતા લખતા હોય છે તેમાંથી જ અથવા તો તે મુજબ જ પોતાના સિદ્ધાંતો તારવતા હોય છે. તોપણ એ વાત પણ આપણે ધ્યાન રાખવાની છે કે કવિતા વિષે જે ઉત્તમ વિવેચનો લખાયાં છે તેનો મોટો ભાગ કવિઓને હાથે જ, જેઓ પોતે કાવ્યકળાના કસબીઓ રહેલા છે તેમને હાથે જ લખાયેલો છે. આપણે ત્યાં સારી ઉત્તમ તેમ જ મધ્યમ કોટિની કવિતા લખવા સાથે સારાં વિવેચન તથા કાવ્યચર્ચા કરનારા કવિઓમાં આ૫ણને નર્મદ, નવલરામ, મણિલાલ નભુભાઈ, રમણભાઈ, કાન્ત, નરસિંહરાવ, ન્હાનાલાલ, બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક ઇ. જોવા મળે છે. પોતે કવિતા ન લખી હોય છતાં ઉત્તમ રસદૃષ્ટિ બતાવીને પ્રૌઢ વિવેચન અને માર્ગદર્શન આપ્યું હોય તેવા લેખકોમાં આનંદશંકર ધ્રુવ, કનૈયાલાલ મુનશી, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી છે. ખબરદાર અને વિજયરાય જેવા લેખકોનાં ઠક્કર વસનજી સ્મારક વ્યાખ્યાનો પણ આમાં નોંધપાત્ર છે. આપણી પ્રાચીન કવિતાના રસની સમજ માટે નવલરામ અને રામનારાયણ પાઠકના લેખો ખૂબ મદદરૂપ નીવડે તેવા છે. અર્વાચીન કવિતાની ‘સાંપ્રત રસમય ઋતુ’ની કદર કરનારાઓનો આરંભ રમણભાઈથી થાય છે. કાન્ત પાસે ઘણી ઊંડી અને નક્કર રસદૃષ્ટિ હતી. નરસિંહરાવની ‘કુસુમમાળા’ અંગે તેમની હજી અપ્રસિદ્ધ એવી વિવેચનનોંધ કાવ્યના અભ્યાસીઓને ઘણી જ મદદરૂપ થાય તેવી છે. ‘પૂર્વાલાપ’ની નવી આવૃત્તિમાંનો પ્રવેશક પણ કાન્તની દૃષ્ટિ સમજવામાં ઉપયોગી નીવડશે. આપણે ત્યાં કાવ્યના ખરા રસતત્ત્વની કદર મણિલાલ નભુભાઈથી શરૂ થાય છે. તેમનાં અવલોકનો કાવ્યની રસાત્મક દૃષ્ટિ ખીલવવામાં ખૂબ મદદરૂપ થશે. અર્વાચીન કવિતાના ઊગતા નવા તારકોના પ્રકાશની ખૂબ વિગતે કદર કરતાં વિવેચનો નરસિંહરાવનાં છે. એમના ‘મનોમુકુર’ના ગ્રંથો નવા અભ્યાસીને બહુ મદદરૂપ નીવડશે. ન્હાનાલાલનાં વ્યાખ્યાનો એ એક ખરા કવિનાં કીમતી આત્મનિવેદનો જેવાં છે. કાવ્યની તટસ્થ અને વ્યાપક તેમ જ તલસ્પર્શી ગવેષણા આનંદશંકર, બળવંતરાય ઠાકોર અને રામનારાયણ પાઠકથી થયેલી છે. આનંદશંકરનું ‘કાવ્યતત્ત્વવિચાર’ એ એક પુસ્તક પણ નવા અભ્યાસીને કવિતા વિષે જાણવા જેવી વસ્તુઓમાંથી ૭૦-૮૦ ટકા જણાવી દે છે. બળવંતરાયનાં વિવેચનો, તેમનું ‘કવિતા શિક્ષણ’ એ તો એક કુશળ કાબેલ શિક્ષકના વિગતે અને દૃષ્ટાંતે સભર કાવ્ય પાઠ જેવું છે. એમનું ‘આપણી કવિતા સમૃદ્ધિ’ એ આ જ દિશાનો વધુ વ્યાપક અને વિશેષ માર્ગદર્શક પ્રયત્ન છે. રામનારાયણ પાઠકનું ‘અર્વાચીન કાવ્ય સાહિત્યનાં વહેણો’ તથા ‘કાવ્યની શક્તિ’માંના લેખો અને અવલોકનો આ વિષયના ઊંડા પર્યેષણમાં લઈ જશે. પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું ‘વિવેચના’ એક ઘણા સહૃદય સુજ્ઞ કાવ્યમર્મજ્ઞની દૃષ્ટિ તમને આપશે. સુન્દરમ્ અને ઉમાશંકરના લેખો તથા વિવેચન-પુસ્તકો અર્વાચીન કવિતાના અદ્યતન પ્રવાહની તમને ઝાંખી કરાવશે. ગુજરાતી કવિતાના લોકસાહિત્યના પ્રવાહની રસવત્તાની પિછાણ તો મેઘાણીના સુવિદિત ગ્રંથોમાંથી મળશે. છેવટે બે અગત્યની બાબતો ધ્યાનમાં રાખવાની છે. આપણી કવિતાની તાત્ત્વિક દૃષ્ટિ સંસ્કૃત અને અંગ્રેજી કવિતાના ઉપર વિકસેલી છે. એટલે સંસ્કૃત રસશાસ્ત્રનો કાંઈક રેખાત્મક પરિચય પણ મેળવવો જોઈએ. એ માટે મમ્મટનું ‘કાવ્ય પ્રકાશ’ અને આનંદવર્ધનનું ‘ધ્વન્યાલોક’ એ યથાશક્ય વાંચવાં જોઈએ. એ બંને ગ્રંથો ગુજરાતીમાં થોડાઘણા ઉપલભ્ય છે. ડોલરરાય માંકડ અને આનંદશંકરના લેખોમાંથી આ દૃષ્ટિનો પૂરતો પરિચય મળી રહેશે. પશ્ચિમની કવિતાદૃષ્ટિનું ઉત્તમ દોહન બળવંતરાય ઠાકોરના લેખોમાંથી, ખાસ તો તેમના ‘લિરિક’માંથી મળશે. બીજી મુદ્દાની વાત એ કે વિવેચકોના વિવેચનની સાથે સાથે તેમની પોતાની કવિતા પણ વાંચવી જરૂરની છે. આ ઘણો લાંબો ઊંડો અને શ્રમપૂર્ણ પદાર્થપાઠ છે, પણ તેમાંથી સારરૂપ અમુક ભાગ તો વાંચવો જ જોઈએ. એ માટે જો ઓછામાં ઓછાં વાંચવા જેવાં પુસ્તકો કોઈ માગે તો હું આ સૂચવું : ‘કાવ્યતત્ત્વવિચાર’, ‘આપણી કવિતાસમૃદ્ધિ’, ‘કાવ્યની શક્તિ’. આટલું તો હરેક કાવ્યપ્રેમીએ વાંચવું જોઈએ. | તમારી કાવ્યરુચિનો વિકાસ કરવા માટે તમે હવે એક બીજું પગલું આગળ જઈ શકો છો. તમે હવે કાવ્યના તત્ત્વની સમજ મેળવવાનો પ્રયત્ન આદરો. આ બાબતમાં પણ તમે પ્રથમ તો કવિઓએ લખેલાં પુસ્તકો વાંચો એ વધુ ઇષ્ટ રહેશે. હા, એવું બને છે ખરું કે ઘણાખરા કવિઓ પોતે જે રીતની કવિતા લખતા હોય છે તેમાંથી જ અથવા તો તે મુજબ જ પોતાના સિદ્ધાંતો તારવતા હોય છે. તોપણ એ વાત પણ આપણે ધ્યાન રાખવાની છે કે કવિતા વિષે જે ઉત્તમ વિવેચનો લખાયાં છે તેનો મોટો ભાગ કવિઓને હાથે જ, જેઓ પોતે કાવ્યકળાના કસબીઓ રહેલા છે તેમને હાથે જ લખાયેલો છે. આપણે ત્યાં સારી ઉત્તમ તેમ જ મધ્યમ કોટિની કવિતા લખવા સાથે સારાં વિવેચન તથા કાવ્યચર્ચા કરનારા કવિઓમાં આ૫ણને નર્મદ, નવલરામ, મણિલાલ નભુભાઈ, રમણભાઈ, કાન્ત, નરસિંહરાવ, ન્હાનાલાલ, બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક ઇ. જોવા મળે છે. પોતે કવિતા ન લખી હોય છતાં ઉત્તમ રસદૃષ્ટિ બતાવીને પ્રૌઢ વિવેચન અને માર્ગદર્શન આપ્યું હોય તેવા લેખકોમાં આનંદશંકર ધ્રુવ, કનૈયાલાલ મુનશી, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી છે. ખબરદાર અને વિજયરાય જેવા લેખકોનાં ઠક્કર વસનજી સ્મારક વ્યાખ્યાનો પણ આમાં નોંધપાત્ર છે. આપણી પ્રાચીન કવિતાના રસની સમજ માટે નવલરામ અને રામનારાયણ પાઠકના લેખો ખૂબ મદદરૂપ નીવડે તેવા છે. અર્વાચીન કવિતાની ‘સાંપ્રત રસમય ઋતુ’ની કદર કરનારાઓનો આરંભ રમણભાઈથી થાય છે. કાન્ત પાસે ઘણી ઊંડી અને નક્કર રસદૃષ્ટિ હતી. નરસિંહરાવની ‘કુસુમમાળા’ અંગે તેમની હજી અપ્રસિદ્ધ એવી વિવેચનનોંધ કાવ્યના અભ્યાસીઓને ઘણી જ મદદરૂપ થાય તેવી છે. ‘પૂર્વાલાપ’ની નવી આવૃત્તિમાંનો પ્રવેશક પણ કાન્તની દૃષ્ટિ સમજવામાં ઉપયોગી નીવડશે. આપણે ત્યાં કાવ્યના ખરા રસતત્ત્વની કદર મણિલાલ નભુભાઈથી શરૂ થાય છે. તેમનાં અવલોકનો કાવ્યની રસાત્મક દૃષ્ટિ ખીલવવામાં ખૂબ મદદરૂપ થશે. અર્વાચીન કવિતાના ઊગતા નવા તારકોના પ્રકાશની ખૂબ વિગતે કદર કરતાં વિવેચનો નરસિંહરાવનાં છે. એમના ‘મનોમુકુર’ના ગ્રંથો નવા અભ્યાસીને બહુ મદદરૂપ નીવડશે. ન્હાનાલાલનાં વ્યાખ્યાનો એ એક ખરા કવિનાં કીમતી આત્મનિવેદનો જેવાં છે. કાવ્યની તટસ્થ અને વ્યાપક તેમ જ તલસ્પર્શી ગવેષણા આનંદશંકર, બળવંતરાય ઠાકોર અને રામનારાયણ પાઠકથી થયેલી છે. આનંદશંકરનું ‘કાવ્યતત્ત્વવિચાર’ એ એક પુસ્તક પણ નવા અભ્યાસીને કવિતા વિષે જાણવા જેવી વસ્તુઓમાંથી ૭૦-૮૦ ટકા જણાવી દે છે. બળવંતરાયનાં વિવેચનો, તેમનું ‘કવિતા શિક્ષણ’ એ તો એક કુશળ કાબેલ શિક્ષકના વિગતે અને દૃષ્ટાંતે સભર કાવ્ય પાઠ જેવું છે. એમનું ‘આપણી કવિતા સમૃદ્ધિ’ એ આ જ દિશાનો વધુ વ્યાપક અને વિશેષ માર્ગદર્શક પ્રયત્ન છે. રામનારાયણ પાઠકનું ‘અર્વાચીન કાવ્ય સાહિત્યનાં વહેણો’ તથા ‘કાવ્યની શક્તિ’માંના લેખો અને અવલોકનો આ વિષયના ઊંડા પર્યેષણમાં લઈ જશે. પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું ‘વિવેચના’ એક ઘણા સહૃદય સુજ્ઞ કાવ્યમર્મજ્ઞની દૃષ્ટિ તમને આપશે. સુન્દરમ્ અને ઉમાશંકરના લેખો તથા વિવેચન-પુસ્તકો અર્વાચીન કવિતાના અદ્યતન પ્રવાહની તમને ઝાંખી કરાવશે. ગુજરાતી કવિતાના લોકસાહિત્યના પ્રવાહની રસવત્તાની પિછાણ તો મેઘાણીના સુવિદિત ગ્રંથોમાંથી મળશે. છેવટે બે અગત્યની બાબતો ધ્યાનમાં રાખવાની છે. આપણી કવિતાની તાત્ત્વિક દૃષ્ટિ સંસ્કૃત અને અંગ્રેજી કવિતાના ઉપર વિકસેલી છે. એટલે સંસ્કૃત રસશાસ્ત્રનો કાંઈક રેખાત્મક પરિચય પણ મેળવવો જોઈએ. એ માટે મમ્મટનું ‘કાવ્ય પ્રકાશ’ અને આનંદવર્ધનનું ‘ધ્વન્યાલોક’ એ યથાશક્ય વાંચવાં જોઈએ. એ બંને ગ્રંથો ગુજરાતીમાં થોડાઘણા ઉપલભ્ય છે. ડોલરરાય માંકડ અને આનંદશંકરના લેખોમાંથી આ દૃષ્ટિનો પૂરતો પરિચય મળી રહેશે. પશ્ચિમની કવિતાદૃષ્ટિનું ઉત્તમ દોહન બળવંતરાય ઠાકોરના લેખોમાંથી, ખાસ તો તેમના ‘લિરિક’માંથી મળશે. બીજી મુદ્દાની વાત એ કે વિવેચકોના વિવેચનની સાથે સાથે તેમની પોતાની કવિતા પણ વાંચવી જરૂરની છે. આ ઘણો લાંબો ઊંડો અને શ્રમપૂર્ણ પદાર્થપાઠ છે, પણ તેમાંથી સારરૂપ અમુક ભાગ તો વાંચવો જ જોઈએ. એ માટે જો ઓછામાં ઓછાં વાંચવા જેવાં પુસ્તકો કોઈ માગે તો હું આ સૂચવું : ‘કાવ્યતત્ત્વવિચાર’, ‘આપણી કવિતાસમૃદ્ધિ’, ‘કાવ્યની શક્તિ’. આટલું તો હરેક કાવ્યપ્રેમીએ વાંચવું જોઈએ. | ||
અને છેવટે એક ચેતવણીનો શબ્દ, જોકે હવે તે બહુ જરૂરી નથી. છતાં તે યાદ રાખવા જેવો છે. થોડા વખત ઉપર આજની છેલ્લાં વીસ પચીસ વર્ષથી લખાતી કવિતા સામે એક વિરોધી માનસ આપણે ત્યાં હતું. પણ એમ છતાં આજના કવિઓની સાચી કળાનો યોગ્ય સ્વીકાર સર્વત્ર થયો છે. કેટલાક વાચકોને જેવો રસ પ્રાચીન કવિતામાં પડતો, તેવો રસ નવીન કવિતામાં નથી પડતો. તેમને એમ લાગે છે કે આ કવિતા તદ્દન નવે ચીલે અને ખોટે ચીલે પણ ચડી ગયેલી છે. જૂની કવિતામાં જે નિયમો આદિનું પાલન થતું હતું તે હવે થતું નથી, અને આવી બધી નિયમોની ભાંગતોડ કરતી કવિતામાં તેમને રસનો નાશ થતો દેખાય છે. પણ આ વાત તદ્દન આવી જ છે એમ નથી. નિયમોનો ગમે તેટલો ભંગ કરવા છતાં તે કવિની કવિતા જૂની પરંપરા સાથે સંધાન જાળવતી હોય છે એ વાત યાદ રાખવાની છે. અને જેને જૂની પરંપરા કહી એકદમ વધાવી લેવામાં આવે છે તે પણ એક કાળે તેના જમાનામાં તો નવીન હતી જ અને તે વખતે તેણે જે જે નવાં પ્રસ્થાન કરેલાં તે બધાં તેની પહેલાંની કવિતાથી જુદાં પડતાં હતાં, અને આજની કવિતાના જેવાં જ તે પણ નિયમભંગ કરનારાં હતાં. એ ‘નિયમભંગ’માંથી નવા નિયમોનું સર્જન થતું હતું. એટલે જ્યારે જ્યારે કોઈ પણ સમર્થ કવિના હાથે કંઈક જુદું ભિન્ન પ્રકારનું સર્જન થાય છે ત્યારે સાથેસાથે તે એક નવી નિયમાવલિ અને નવું રસશાસ્ત્ર પણ નિપજાવે છે. આ નિયમો જૂના હો કે નવા, આપણે મુખ્ય નજર તો કવિતા ઉપર જ માંડવાની છે. નિયમ જળવાયો છે કે નહિ, આ અપદ્યાગદ્ય છે, અગેય પદ્ય છે કે પ્રવાહી છંદ છે એની ઝાઝી ખટપટમાં ન જતાં એમાં કવિતા છે કે નહિ, રસાત્મકતા છે કે નહિ, શબ્દની, અર્થની, ધ્વનિની ચમત્કૃતિ, સૌન્દર્યાત્મકતા છે કે નહિ તે જ માત્ર જોઈએ. નિયમ જાળવીને લખેલી કૃતિ પણ નિષ્ફળ હોઈ શકે છે અને નવી ક્રાંતિકારક દૃષ્ટિ હેઠળ નિયમોનો ભંગ કરીને લખેલી કૃતિ પણ નિષ્ફળ હોઈ શકે છે. બદ્ધ પ્રવાહવાળી રચના કે મુક્ત પ્રવાહી પદ્યની રચના પણ એકસરખા ગુણો કે દોષો ધરાવી શકે છે. એટલે કવિતાના આમ આ બાહ્ય લેબાસથી અતિ પ્રસન્ન કે અતિ નાખુશ થયા વિના કેવળ કવિતા ઉપર જ ધ્યાન આપો. નવીન કે પ્રાચીન કે અર્વાચીન એવા ભેદો પણ ન પાડો. જ્યારથી કવિતા રચાવી શરૂ થઈ છે ત્યારથી કવિતા સદાય કવિતા રહેલી છે. અને તે બધી જ એક સરખા ભાવથી, ભક્તિથી અને રસથી વાંચવા જેવી છે. નરસિંહ મહેતાથી માંડીને શામળ, પ્રેમાનંદ, દયારામ, દલપતરામ ન્હાનાલાલ ઇ. બધા જ પોતપોતાના કાળમાં એક વખતે ઊગેલા ‘અમીવર્ષણ ચંદ્રરાજ’ જેવા હતા. તેમની ઉત્તમ કવિતા સદાયને માટેની જીવતી જાગતી કવિતા છે. આ ધ્યાનમાં રાખીને ઉપર કહ્યું તે મુજબ કવિતા વાંચો. એકલા હો તો તેનો મોટેથી પાઠ કરો, કવિતાને ગુંજો, ગાઓ, કવિતાના શબ્દોને તમારી અંદર ઊંડે ઊંડે ઊતરવા દો. એ શબ્દોના પ્રભાવને તમારામાં પ્રવેશવા દો. એ શબ્દોના અર્થ ઢૂંઢવા માટેની ખટપટમાં ફસાઓ નહિ. એક મહાન ફ્રેંચ કવિએ તો કહ્યું છે કે કવિતા તો શબ્દોમાંથી બને છે, વિચારોમાંથી નહિ. કવિને મુખેથી જે શબ્દ ઝરે છે તેમાં જ કવિતા છે. અને એ વાણીની પાછળ અર્થ તો આપોઆપ આવતો જ હોય છે! ‘વાચમર્થોઽનુધાવતિ’-એ વાક્ની શક્તિનો, એ વાક્ના સૌન્દર્યનો સ્વીકાર કરો. તમે જોશો કે કાવ્યની એકાદ પંક્તિ, એમાં આવતો એકાદ શબ્દ, એકાદ ચિત્ર તમારી કલ્પનાને અડી જાય છે. એ પંક્તિ ઉપર, એ ચિત્ર ઉપર તમારા ચિત્તને એકાગ્ર કરો. તમને એમાંથી આખાયે કાવ્યની ચાવી મળી રહેશે. એના આધારે આખાયે કાવ્યના નૂતન સૌન્દર્યનો પટ તમારી આગળ ખૂલવા લાગશે. એ કાવ્યનું જે સૌન્દર્ય તમે પીધું હશે તેમાંથી તમારી આગળ નવાં સંવેદનોની સૃષ્ટિ ખુલ્લી થશે. એ સૃષ્ટિમાં પ્રવેશ કરીને તમે એક નવા રસની સૃષ્ટિમાં દાખલ થશો. તમારી સમક્ષ એક નવી સહાનુભૂતિવાળી, નવા રસવાળી દુનિયા પ્રગટ થશે, એક નવા જીવંત રસોનું નવું જીવંત જગત તમને પ્રાપ્ત થશે. | અને છેવટે એક ચેતવણીનો શબ્દ, જોકે હવે તે બહુ જરૂરી નથી. છતાં તે યાદ રાખવા જેવો છે. થોડા વખત ઉપર આજની છેલ્લાં વીસ પચીસ વર્ષથી લખાતી કવિતા સામે એક વિરોધી માનસ આપણે ત્યાં હતું. પણ એમ છતાં આજના કવિઓની સાચી કળાનો યોગ્ય સ્વીકાર સર્વત્ર થયો છે. કેટલાક વાચકોને જેવો રસ પ્રાચીન કવિતામાં પડતો, તેવો રસ નવીન કવિતામાં નથી પડતો. તેમને એમ લાગે છે કે આ કવિતા તદ્દન નવે ચીલે અને ખોટે ચીલે પણ ચડી ગયેલી છે. જૂની કવિતામાં જે નિયમો આદિનું પાલન થતું હતું તે હવે થતું નથી, અને આવી બધી નિયમોની ભાંગતોડ કરતી કવિતામાં તેમને રસનો નાશ થતો દેખાય છે. પણ આ વાત તદ્દન આવી જ છે એમ નથી. નિયમોનો ગમે તેટલો ભંગ કરવા છતાં તે કવિની કવિતા જૂની પરંપરા સાથે સંધાન જાળવતી હોય છે એ વાત યાદ રાખવાની છે. અને જેને જૂની પરંપરા કહી એકદમ વધાવી લેવામાં આવે છે તે પણ એક કાળે તેના જમાનામાં તો નવીન હતી જ અને તે વખતે તેણે જે જે નવાં પ્રસ્થાન કરેલાં તે બધાં તેની પહેલાંની કવિતાથી જુદાં પડતાં હતાં, અને આજની કવિતાના જેવાં જ તે પણ નિયમભંગ કરનારાં હતાં. એ ‘નિયમભંગ’માંથી નવા નિયમોનું સર્જન થતું હતું. એટલે જ્યારે જ્યારે કોઈ પણ સમર્થ કવિના હાથે કંઈક જુદું ભિન્ન પ્રકારનું સર્જન થાય છે ત્યારે સાથેસાથે તે એક નવી નિયમાવલિ અને નવું રસશાસ્ત્ર પણ નિપજાવે છે. આ નિયમો જૂના હો કે નવા, આપણે મુખ્ય નજર તો કવિતા ઉપર જ માંડવાની છે. નિયમ જળવાયો છે કે નહિ, આ અપદ્યાગદ્ય છે, અગેય પદ્ય છે કે પ્રવાહી છંદ છે એની ઝાઝી ખટપટમાં ન જતાં એમાં કવિતા છે કે નહિ, રસાત્મકતા છે કે નહિ, શબ્દની, અર્થની, ધ્વનિની ચમત્કૃતિ, સૌન્દર્યાત્મકતા છે કે નહિ તે જ માત્ર જોઈએ. નિયમ જાળવીને લખેલી કૃતિ પણ નિષ્ફળ હોઈ શકે છે અને નવી ક્રાંતિકારક દૃષ્ટિ હેઠળ નિયમોનો ભંગ કરીને લખેલી કૃતિ પણ નિષ્ફળ હોઈ શકે છે. બદ્ધ પ્રવાહવાળી રચના કે મુક્ત પ્રવાહી પદ્યની રચના પણ એકસરખા ગુણો કે દોષો ધરાવી શકે છે. એટલે કવિતાના આમ આ બાહ્ય લેબાસથી અતિ પ્રસન્ન કે અતિ નાખુશ થયા વિના કેવળ કવિતા ઉપર જ ધ્યાન આપો. નવીન કે પ્રાચીન કે અર્વાચીન એવા ભેદો પણ ન પાડો. જ્યારથી કવિતા રચાવી શરૂ થઈ છે ત્યારથી કવિતા સદાય કવિતા રહેલી છે. અને તે બધી જ એક સરખા ભાવથી, ભક્તિથી અને રસથી વાંચવા જેવી છે. નરસિંહ મહેતાથી માંડીને શામળ, પ્રેમાનંદ, દયારામ, દલપતરામ ન્હાનાલાલ ઇ. બધા જ પોતપોતાના કાળમાં એક વખતે ઊગેલા ‘અમીવર્ષણ ચંદ્રરાજ’ જેવા હતા. તેમની ઉત્તમ કવિતા સદાયને માટેની જીવતી જાગતી કવિતા છે. આ ધ્યાનમાં રાખીને ઉપર કહ્યું તે મુજબ કવિતા વાંચો. એકલા હો તો તેનો મોટેથી પાઠ કરો, કવિતાને ગુંજો, ગાઓ, કવિતાના શબ્દોને તમારી અંદર ઊંડે ઊંડે ઊતરવા દો. એ શબ્દોના પ્રભાવને તમારામાં પ્રવેશવા દો. એ શબ્દોના અર્થ ઢૂંઢવા માટેની ખટપટમાં ફસાઓ નહિ. એક મહાન ફ્રેંચ કવિએ તો કહ્યું છે કે કવિતા તો શબ્દોમાંથી બને છે, વિચારોમાંથી નહિ. કવિને મુખેથી જે શબ્દ ઝરે છે તેમાં જ કવિતા છે. અને એ વાણીની પાછળ અર્થ તો આપોઆપ આવતો જ હોય છે! ‘વાચમર્થોઽનુધાવતિ’-એ વાક્ની શક્તિનો, એ વાક્ના સૌન્દર્યનો સ્વીકાર કરો. તમે જોશો કે કાવ્યની એકાદ પંક્તિ, એમાં આવતો એકાદ શબ્દ, એકાદ ચિત્ર તમારી કલ્પનાને અડી જાય છે. એ પંક્તિ ઉપર, એ ચિત્ર ઉપર તમારા ચિત્તને એકાગ્ર કરો. તમને એમાંથી આખાયે કાવ્યની ચાવી મળી રહેશે. એના આધારે આખાયે કાવ્યના નૂતન સૌન્દર્યનો પટ તમારી આગળ ખૂલવા લાગશે. એ કાવ્યનું જે સૌન્દર્ય તમે પીધું હશે તેમાંથી તમારી આગળ નવાં સંવેદનોની સૃષ્ટિ ખુલ્લી થશે. એ સૃષ્ટિમાં પ્રવેશ કરીને તમે એક નવા રસની સૃષ્ટિમાં દાખલ થશો. તમારી સમક્ષ એક નવી સહાનુભૂતિવાળી, નવા રસવાળી દુનિયા પ્રગટ થશે, એક નવા જીવંત રસોનું નવું જીવંત જગત તમને પ્રાપ્ત થશે. | ||