સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/જેલસાહિત્યમાં ઉમેરો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાઈ શ્રીધરાણીનું ‘ઇન્સાન મિટા દૂંગા’ આપણા જેલ સાહિત્યમાં એના ગુણાવગુણની વાત બાજુએ રાખતાં પણ સારો ઉમેરો કરે છે. ગાંધીજીના અહિંસાત્મક કાર્યક્રમને લીધે આપણી જેલભાવનાએ પલટો લીધો અને ત્યારથી એને સમભાવથી જોતા આપણે થયા છીએ. કાયદાની દૃષ્ટિએ ગુનેગાર ઠરેલાઓ માટે જ જેલો અત્યાર સુધી નિર્મિત થયેલી. અને એ ગુનેગાર છતાં માનવતાવાળાં મૂક પ્રાણીઓમાં પોતાનો અવાજ એ જેલસંસ્થાની દીવાલોની બહાર આ ‘નિર્દોષ’ ‘સત્યપ્રતિષ્ઠ’ સમાજને પહોંચાડવાની શક્તિ ન હતી. એ તો આપણે ‘બોલતા’ કે ‘લખતા’ લોકો અંદર ગયા ત્યારે એને વિષેય બોલવા ને લખવા માંડ્યું. પણ લખવાબોલવામાં પણ આપણે આપણી જ વાતો કરતા હતા. ત્યાં રહેનારની દર્દમય કથની થોડાકે જ કહી. ગુજરાતીમાં એ પ્રકારની કથનીઓમાં શ્રીધરાણીની જેલકથા કાલક્રમે બીજે કે ત્રીજે નંબરે આવે. ગુણદૃષ્ટ્યા કદાચ પહેલી આવે. એમ તો ગાંધીજીએ પોતાના આફ્રિકાના અને યરવડાના જેલ-અનુભવો આપણને કહ્યા છે. કાકાસાહેબે ‘ઓતરાતી દીવાલો’ની ભેટ આપી છે, શ્રી રાજગોપાલાચાર્યની ‘જેલડાયરી’ પણ આપણને ગુજરાતીમાં મળી છે. ‘ગુનેગારોના ગામમાં’ શ્રી કલ્યાણજીભાઈએ આપ્યું છે જ.<ref>‘ફૂલછાબ’માં આવતી તે(ઘણું કરી રા. મેઘાણીકૃત) ‘જેલની બારી’ તથા આ પત્રમાં આવી ગયેલા ‘કેદી કાળીદાસના પત્રો’ પણ અહીં ગણાવી શકાય. – તંત્રી</ref> છતાં આપણને ‘ખરી જેલ’નો ખ્યાલ કોઈએ નથી આપ્યો. ‘ગુનેગારોના ગામમાં’ કદાચ અપવાદ હોય, કારણ હું એ વાંચી નથી શક્યો. પણ ગાંધીજી કે રાજાજી એમણે સત્યપ્રિય આત્માઓએ જેલજીવન કેમ જોગવ્યું તે જ મુખ્યત્વે કહ્યું છે. કાકાસાહેબે એ કાળદીવાલોની પ્રાછળ પણ તરવરી રહેલી પ્રકૃતિનું સૌંદર્ય અનુભવ્યું અને જેલની જીવનકથા કરતાં એક કાવ્યકથા આપી. ખરી જેલ કોઈએ ન બતાવી. શ્રી મોહનલાલ ભટ્ટે ‘લાલ ટોપી’માં ખરી જેલની બારી ખોલવા પ્રયત્ન કર્યો. અને શ્રીધરાણીએ ત્યાં બારણું પાડી આપ્યું એમ કહેવાય.

જેલજીવન વિષે લખવું અને એને વિષે જેટલી અસરપૂર્વક જેટલું કહેવું જોઈએ તેટલું કહેવું એ માટે ઉત્તમ કલાકારનું ભેજું જોઈએ છે. જેલ એવી વસ્તુ છે કે એનો ખ્યાલ કોક અસાધારણ કલમથી લખાયેલાં શબ્દચિત્રો જ આપી શકે. છતાં પણ એના સંપૂર્ણ પરિચય માટે તો તેને જાતે જ સેવવી પડે. જેલનું જે ભય, સત્તા, લાલચ, ખંધાઈ, દીનતા વગેરે ભાવોથી ભરેલું વાતાવરણ છે એ કલમમાં પકડાવું મુશ્કેલ છે. એ તો બાયરન જેવો કવિ ‘ધ પ્રિઝનર ઑવ શિલોં’ જેવા કાવ્યમાં કે ટૉલ્સ્ટૉય જેવો સમર્થ શબ્દચિત્રકાર ‘રિસરેક્શન’ ને એવી બીજી કૃતિઓમાં જ સર્જી શકે. ઇન્સાન મટાડી દેનાર આ જેલસંસ્થાઓની ઘાતકતા યુરોપે સૈકાઓથી જાણેલી છે, અને ત્યાં સાચા સાહિત્યે એનાં ક્રન્દનોને ક્યારનાંય ઝીલીને લોકહૃદયને હચમચાવ્યાં છે. પદ્ય, ગદ્ય અને નવલોમાં એનાં સર્જનો મૂર્ત થઈ ગયાં છે. ક્વેકરોની ‘રેકર્ડો’, સ્કૉટની કેટલીક નવલકથાઓ, બાયરનની કવિતા વગેરે અંગ્રેજી સાહિત્યની આ તરફની સજગતા બતાવે છે. ફ્રાન્સ વગેરે દેશોમાં પણ આ છે જ. રશિયાનું સાચું જીવન તો જેલમાં જ ઘડાયું છે. તેના આગેવાન સાહિત્યકારો, રાજપુરુષો, આ મહાકાલિના ધામને સેવી આવ્યા છે. ડૉદોસ્ટોયેવ્સ્કી તો બંદૂકથી વીંધાતો સહેજમાં બચીને પાછો આવ્યો. અને એ લોકોના જેલજીવનમાં કપરામાં કપરાં પાસાના અનુભવમાંથી જેલના સાચા વાતાવરણથી ધબકતાં સર્જનો તેમણે આપ્યાં. એટલે જ આજે એ અમાનુષી સંસ્થાઓ એ રૂપે ત્યાંથી વિદાય પણ થઈ ચૂકી છે.

આપણે ત્યાં સાહિત્યજાગૃતિના તેમજ પ્રજાજાગૃતિના ગણેશ તેમને મુકાબલે ઘણા મોડા મંડાયા કહેવાય. અને એટલે સમગ્ર જીવનના એક અગત્યના ભાગ તરીકે આપણું એ તરફ ધ્યાન મોડું જ જાય. અંગ્રેજોએ ક્વેકરો તરફ, ઝારસત્તાએ ક્રાન્તિવાદીઓ તરફ, જેટલો અમાનુષ વ્યવહાર રાખ્યો તેટલો આપણા સત્યાગ્રહીઓ તરફ, કોક અપવાદો સિવાય. અહીંની સરકારે નથી રાખ્યો. બલ્કે આપણા આગળથી એણે જેલની કાળામાં કાળી બાજુને છુપાવી લેવા જ પ્રયત્ન કર્યો છે. એમાં પોતાની સાખ ખોતાં ડરતા વાણિયાના જેવી કુશળતા છે. નાગપુર સત્યાગ્રહના કેદીઓ સિવાય બીજા સત્યાગ્રહીઓને એ જોવાનું મળ્યું નથી. એટલે એ બાબતોનો સાચો પડઘો પડવો આપણે ત્યાં હજી બાકી જ છે.

જેલના વ્યવહારને સર્વથા અમાનુષ કહી શકાય. પણ એ વિશેષણ જેલને વિષે બધું નથી કહી શકતું. કદાચ કોઈ પણ વિશેષણ નહિ કહી શકે. એવી સ્થિતિમાં શ્રીધરાણીનું પુસ્તક આપણને ઠીક દિશાસૂચન આપે છે. અધૂરાં તોપણ એ કાળભૂમિનાં આછાં દર્શન કરાવી આપે છે. એમણે જેટલું ઓઝલપડદામાં રહી જોયું અને કાન ખુલ્લા રાખીને સાંભળ્યું તેટલું સારી રીતે કહેવા પ્રયાસ કર્યો છે, અને આવી દિશામાં ૫રમાર્થતયા પ્રયાસ કરવા માટે એમને ધન્યવાદ ઘટે. જેમણે જેલનાં દર્શન નથી કર્યાં, કે આ જિંદગીમાં કરવા જવાની જેમનામાં હિંમત નથી, તેમણે નવાં પુસ્તકો લખાય ત્યાં સુધી વાટ ન જોતાં શ્રીધરાણીનું ‘ઇન્સાન મિટા દૂંગા’ જેવું છે તેવું પણ વાંચી લેવું જ જોઈએ. એથી એ મહાવ્યથિત માનવજાત તરફ એમને સદ્‌ભાવ થાય અને તેમને માટે તેઓ પ્રાર્થના કરવા પ્રેરાય તોય બસ.

Navigation menu