32,943
edits
(+૧) |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
૧૯૫૮માં 'પરિચય પુસ્તિકા' તરીકે પ્રગટ થયેલો ને પછી 'પરિચય અને પરીક્ષા' (૧૯૬૮)માં ગ્રંથસ્થ થયેલો ‘અનુવાદની કળા' નામનો એમનો લેખ ઘણો નોંધપાત્ર છે. એમાં એમણે કેવળ અમૂર્ત સિદ્ધાંત—ચર્ચા — થિયરી –જ આપી નથી કે અનુવાદ કેમ કરવો, કેમ ન કરવો એની કોઈ નિયમાવલી આપી નથી. અનુવાદની જે જે દુર્ઘટતાઓનો સામનો એમને એક અનુવાદક તરીકે કરવાનો આવ્યો ને અન્ય અનુવાદો વાંચતાં જે મુશ્કેલીઓ અનુભવી એને મુદ્દાસર ને ઘણાં દૃષ્ટાંતો આપી એમણે અનુવાદનાં કળા અને કૌશલ કેટલાં સૂઝ-શક્તિ ને કેટલો શ્રમ માગી લેનારાં હોય છે તે બતાવ્યું છે. | ૧૯૫૮માં 'પરિચય પુસ્તિકા' તરીકે પ્રગટ થયેલો ને પછી 'પરિચય અને પરીક્ષા' (૧૯૬૮)માં ગ્રંથસ્થ થયેલો ‘અનુવાદની કળા' નામનો એમનો લેખ ઘણો નોંધપાત્ર છે. એમાં એમણે કેવળ અમૂર્ત સિદ્ધાંત—ચર્ચા — થિયરી –જ આપી નથી કે અનુવાદ કેમ કરવો, કેમ ન કરવો એની કોઈ નિયમાવલી આપી નથી. અનુવાદની જે જે દુર્ઘટતાઓનો સામનો એમને એક અનુવાદક તરીકે કરવાનો આવ્યો ને અન્ય અનુવાદો વાંચતાં જે મુશ્કેલીઓ અનુભવી એને મુદ્દાસર ને ઘણાં દૃષ્ટાંતો આપી એમણે અનુવાદનાં કળા અને કૌશલ કેટલાં સૂઝ-શક્તિ ને કેટલો શ્રમ માગી લેનારાં હોય છે તે બતાવ્યું છે. | ||
આ લેખ અનુવાદ વિશેનો શાસ્ત્રીય, સિદ્ધાંતલક્ષી લેખ પણ બન્યો જ છે. અનુવાદ વિશે અહીંના ને પશ્ચિમના વિદ્વાનોએ જે મહત્ત્વની વાતો કરી છે એને, જરૂર લાગી ત્યાં (ને જરૂર પડી એટલી જ) સમાવી લઈને અનુવાદના શાસ્ત્રને પણ એમણે સ્પષ્ટ કરી આપ્યું છે. એમણે પોતે આ લેખમાં ઘણી વિચારણીય વાતો કહી છે. એમાંની એક-બે વધુ મહત્ત્વની એ છે કે, અનુવાદને વિશદ ને પ્રાસાદિક બનાવવો એ તો ખૂબ જરૂરી છે જ પણ એ સાથે મૂળને વફાદાર રહેવાનું ન ચુકાવું જોઈએ – મૂળના ભોગે આવનારી રસાળતા એમને સ્વીકાર્ય નથી. બીજું એ કે અનુવાદકે મૂળ ભાષા અને લક્ષ્ય ભાષા બંનેની ભાષાભાતોની વિભેદક લાક્ષણિકતાઓનો વિચાર કરવાની સાથેસાથે એ બંને ભાષા—પ્રદેશોની સાંસ્કૃતિક લાક્ષણિકતાઓના ભેદનો પણ અવશ્યપણે ખ્યાલ કરવો જોઈએ. | આ લેખ અનુવાદ વિશેનો શાસ્ત્રીય, સિદ્ધાંતલક્ષી લેખ પણ બન્યો જ છે. અનુવાદ વિશે અહીંના ને પશ્ચિમના વિદ્વાનોએ જે મહત્ત્વની વાતો કરી છે એને, જરૂર લાગી ત્યાં (ને જરૂર પડી એટલી જ) સમાવી લઈને અનુવાદના શાસ્ત્રને પણ એમણે સ્પષ્ટ કરી આપ્યું છે. એમણે પોતે આ લેખમાં ઘણી વિચારણીય વાતો કહી છે. એમાંની એક-બે વધુ મહત્ત્વની એ છે કે, અનુવાદને વિશદ ને પ્રાસાદિક બનાવવો એ તો ખૂબ જરૂરી છે જ પણ એ સાથે મૂળને વફાદાર રહેવાનું ન ચુકાવું જોઈએ – મૂળના ભોગે આવનારી રસાળતા એમને સ્વીકાર્ય નથી. બીજું એ કે અનુવાદકે મૂળ ભાષા અને લક્ષ્ય ભાષા બંનેની ભાષાભાતોની વિભેદક લાક્ષણિકતાઓનો વિચાર કરવાની સાથેસાથે એ બંને ભાષા—પ્રદેશોની સાંસ્કૃતિક લાક્ષણિકતાઓના ભેદનો પણ અવશ્યપણે ખ્યાલ કરવો જોઈએ. | ||
આ સમૃદ્ધ લેખની પૂર્તિરૂપ નીવડે એવા, કેટલાંક અનૂદિત પુસ્તકોની અનુવાદલેખે સમીક્ષા કરતા, (જુદા જુદા સમયે લખાયેલા) એમના લેખો પણ એટલા જ અગત્યના છે. ભોગીલાલ સાંડેસરાએ કરેલા ‘પંચતંત્ર'ના અનુવાદની; કે. કા. શાસ્ત્રીએ કાલિદાસનાં ત્રણ નાટકોના કરેલા અનુવાદની; ઉમાશંકર જોશીએ કરેલા સૉનેટ—અનુવાદો ‘ગુલે પોલાંડની તેમજ બાણની ‘કાદંબરી'ના ભાલણે કરેલા પદ્યાનુવાદની તથા એ પદ્યાનુવાદના કે. કા. શાસ્ત્રીએ અર્વાચીન ગુજરાતીમાં કરેલા રૂપાંતરણ અનુવાદની નગીનભાઈએ જે ચિકિત્સક સમીક્ષાઓ કરી છે તે કેવળ સમીક્ષાઓ રહી નથી પણ ભરપૂર તુલનાસામગ્રીને તપાસતા, અર્થછાયાઓ અને ભાષાભાતોની ખૂબીઓ—ખામીઓને વિશ્લેષતા સમર્થ અભ્યાસલેખોરૂપ નીવડી છે. અસંગતિઓને એમણે સ્પષ્ટપણે અધોરેખિત—અન્ડરલાઇન – કરી આપી છે. જેમકે, કાલિદાસનાં નાટકોના અનુવાદમાં ‘ઇંગુદીનાં ફળ તોડવા માટેના લીસાલપટ કાંકરા' એવા અનુવાદ વિશે એમણે લખ્યું છે કે, | આ સમૃદ્ધ લેખની પૂર્તિરૂપ નીવડે એવા, કેટલાંક અનૂદિત પુસ્તકોની અનુવાદલેખે સમીક્ષા કરતા, (જુદા જુદા સમયે લખાયેલા) એમના લેખો પણ એટલા જ અગત્યના છે. ભોગીલાલ સાંડેસરાએ કરેલા ‘પંચતંત્ર'ના અનુવાદની; કે. કા. શાસ્ત્રીએ કાલિદાસનાં ત્રણ નાટકોના કરેલા અનુવાદની; ઉમાશંકર જોશીએ કરેલા સૉનેટ—અનુવાદો ‘ગુલે પોલાંડની તેમજ બાણની ‘કાદંબરી'ના ભાલણે કરેલા પદ્યાનુવાદની તથા એ પદ્યાનુવાદના કે. કા. શાસ્ત્રીએ અર્વાચીન ગુજરાતીમાં કરેલા રૂપાંતરણ અનુવાદની નગીનભાઈએ જે ચિકિત્સક સમીક્ષાઓ કરી છે તે કેવળ સમીક્ષાઓ રહી નથી પણ ભરપૂર તુલનાસામગ્રીને તપાસતા, અર્થછાયાઓ અને ભાષાભાતોની ખૂબીઓ—ખામીઓને વિશ્લેષતા સમર્થ અભ્યાસલેખોરૂપ નીવડી છે. અસંગતિઓને એમણે સ્પષ્ટપણે અધોરેખિત—અન્ડરલાઇન – કરી આપી છે. જેમકે, કાલિદાસનાં નાટકોના અનુવાદમાં ‘ઇંગુદીનાં ફળ તોડવા માટેના લીસાલપટ કાંકરા' એવા અનુવાદ વિશે એમણે લખ્યું છે કે, એટલે કાંકરા નહીં પણ પથરા એમ કહેવું જોઈએ. ફળ પથરાથી તોડાય, કાંકરાથી નહીં.<ref>જુઓ 'પરિચય અને પરીક્ષા', ૧૯૬૮, પૃ. ૨૫૪.</ref> ઉમાશંકરના, એમને ઉત્તમ લાગેલા સૉનેટ-અનુવાદોમાં પણ જ્યાં જે અનવધાનો ને શિથિલતાઓ રહી ગયાં છે એ એમણે, એકેએક સૉનેટના અનુવાદને તપાસીને બતાવી આપ્યું છે. આ સમીક્ષાઓ જોતાં લાગે છે કે નગીનભાઈએ લગભગ નવેસર અનુવાદ કરવા જેટલાં સમય-શ્રમ એની પાછળ ખર્યાં હશે. સ્વતંત્ર લેખ હોય કે ટીકા-ટીપ્પણ—ચર્ચા-પરીક્ષણ હોય – એ બંનેને સમમૂલ્ય ગણનારી આવી વિદ્યાનિષ્ઠા નગીનભાઈ જેવા જ દાખવી શકે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''વિવેચન''' | '''વિવેચન''' | ||