સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/ગાંધીયુગના છ વિશિષ્ટ વિવેચકો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 11: Line 11:
પ્રવાહદર્શન અને કૃતિસમીક્ષાના એમના ઘણા વિવેચનલેખો હજુ સંગ્રહસ્થ થયા નથી. એ લેખોમાં એમની તત્ત્વગ્રાહી સમુદાર રુચિનાં દર્શન થાય છે. પ્રત્યક્ષ વિવેચનમાં કૃતિના આંતર—રહસ્યને, સર્જકના વિશેષોને અને રૂપરચનાની લાક્ષણિકતાઓને બારીકીથી તારવી આપી તે એક રસજ્ઞ સમાલોચક તરીકેની પ્રતીતિ જન્માવે છે. ‘સ્નેહમુદ્રા' ઉપરાંત ઉમાશંકરની ‘પ્રાચીના', ‘નિશીથ', ‘આતિથ્ય' આદિ કૃતિઓની લાંબી સમીક્ષાઓમાં તથા કાન્ત, સુન્દરમ્ આદિનાં કાવ્યોનાં વિવરણોમાં એમનાં મામિક નિરીક્ષણો અને કાવ્યતત્ત્વની એમની ઊંડી સૂઝ નોંધપાત્ર છે.

વિવેચનની વિશિષ્ટતાઓ : રામપ્રસાદ બક્ષીનો વિશેષ ઝોક સિદ્ધાન્તવિવેચન તરફ રહ્યો છે. વિવેચ્ય મુદ્દાની ભૂમિકા બાંધી એની વિગતે માંડણી કરીને પછી ઝીણું પૃથક્કરણ કરતા જવું એ એમની વિવેચનપદ્ધતિ છે. પૃથક્કરણ કરવામાં ક્યારેક તે શબ્દની વ્યુત્પત્તિચર્ચા કરવા—સાહિત્યિક સંશા કે શબ્દની ‘ગોત્રપ્રતિષ્ઠા ઉકેલવા’<ref>‘વાંગ્મયવિમર્શ' (૧૯૬૩), પૃ. ૧૨૬.</ref> ઉઘુક્ત થયા છે અને એમ કોઈ નવી સંજ્ઞા કે વિભાવના પણ એમણે સૂચવ્યાં છે. ‘એકાંકી'માંના ‘અંક'ની ચર્ચા કે ઊર્મિકાવ્યને બદલે ભાવકાવ્ય સંજ્ઞા સૂચવતી ચર્ચા આ પ્રકારની છે. આથી સંસ્કૃત કાવ્યશાસ્ત્રની રૂઢ વિચારણા એમની વિવેચનપ્રવૃત્તિના કેન્દ્રસ્થાને રહી હોવા છતાં એમણે ઘણીય વાર વિશિષ્ટ દષ્ટિકોણથી અને નવીન પરિપ્રેક્ષ્યમાં એનું મૂલ્યાંકન કર્યું છે. કાવ્યના સ્વરૂપને સંદર્ભે માનવની આદિમ સંવેદના સાથે જોડાયેલાં ભાવ, લય અને કલ્પનાની એમની ચર્ચા, નટમાનસની તટસ્થતા (એમાં ખાસ કારણરૂપ માનવ—સ્વભાવના દૈવિધ્ય) વિશેનો એમનો દ્દષ્ટિકોણ; કલ્પન અને પ્રતીક જેવી આધુનિક વિવેચનની સંજ્ઞાઓને સંસ્કૃત અલંકારશાસ્ત્રના ઘટકો સાથે મૂલવવાનો એમનો પ્રયાસ; તિરોધાનવ્યાપારની કાવ્યમાં ચમત્કારકતા વિશેનું એમનું દૃષ્ટિબિંદુ<ref>જુઓ ગુજરાતી સાહિત્ય પરિષદ (૨૮મું સંમેલન) હેવાલ'માંનું પ્રમુખીય વ્યાખ્યાન</ref>  લય અને નાટકના લયસંવાદ-Thythm- વચ્ચેના સૂક્ષ્મ ભેદની ચર્ચા—એમની મૌલિક વિચારણાના નિદર્શનરૂપ છે. આપણે ત્યાં સંસ્કૃત કાવ્યવિચારને જીવંત રાખવામાં એમનો, આ રીતે, નોંધપાત્ર ફાળો રહ્યો છે. કાવ્યમાંનું અલંકારપ્રવર્તન, સર્જનવ્યાપારમાં આદિમતત્ત્વ, રસસિદ્ધાન્તની પ્રસ્તુતા આદિ બાબતોએ તો એમના ચિત્તમાં એટલું દૃઢ સ્થાન જમાવેલું છે કે એમની વિચારણામાં એ વારંવાર, ક્યારેક એના એ જ રૂપે પણ આવતી રહી છે. ગોવર્ધનરામની મનનનોંધમાંની વિચારણાના એમને અત્યંત ગમી ગયેલા અંશો પણ, આ જ રીતે, ગોવર્ધનરામવિષયક અન્ય લખાણોમાં સતત દેખાયા કરે છે.

સિદ્ધાન્તચચર્ચાઓમાં રામપ્રસાદ બક્ષીની ગદ્યશૈલી સામાન્યપણે પાંડિત્યપ્રચુર છે. એમાં પ્રવાહિતાના અંશો ઓછા છે. એથી, ગૌરીપ્રસાદ ઝાલાને ઉચિત રીતે લાગ્યું છે એમ, એમના વિવેચનની ‘ઘણી સામગ્રી વિદ્વાનોને ઉત્સવ જેવી પણ જિજ્ઞાસુઓને પરાજિત કરે એવી થઈ ગઈ છે. <ref>'અક્ષરા' (૧૯૭૬), પૃ. ૧૨૮.</ref>
સિદ્ધાન્તચચર્ચાઓમાં રામપ્રસાદ બક્ષીની ગદ્યશૈલી સામાન્યપણે પાંડિત્યપ્રચુર છે. એમાં પ્રવાહિતાના અંશો ઓછા છે. એથી, ગૌરીપ્રસાદ ઝાલાને ઉચિત રીતે લાગ્યું છે એમ, એમના વિવેચનની ‘ઘણી સામગ્રી વિદ્વાનોને ઉત્સવ જેવી પણ જિજ્ઞાસુઓને પરાજિત કરે એવી થઈ ગઈ છે. <ref>‘અક્ષરા' (૧૯૭૬), પૃ. ૧૨૮.</ref>
અલબત્ત, ‘કરુણરસ'માં, વિશેષે તો પ્રારંભિક ભૂમિકા રૂપ પહેલા વ્યાખ્યાનમાં, પાંડિત્યભાર હળવો થયાનું અને વક્તવ્ય સુગમ બન્યાનું જણાય છે. પ્રત્યક્ષ વિવેચનમાં તો એમની શૈલી ઘણી પ્રવાહી બની છે. ઘણું અલ્પ હોવા છતાં, કૃતિવિવેચન રામપ્રસાદની વિવેચનાનું એક આગવું અને સ્પૃહણીય પરિમાણ છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અંગેની પોતાની વિદ્વત્તાને આધુનિક સાહિત્ય અને તત્ત્વચર્ચા સંદર્ભે સતત પ્રયોજતા રહ્યા હોવાથી તેમજ સાચી કાવ્યપ્રીતિથી અને ઊંડી સમજથી સમકાલીન સાહિત્યને વિલોકવાના એમના તત્ત્વદર્શી સાહિત્યનિઝ પ્રયાસોથી રામપ્રસાદ બક્ષી. જૂની અને નગી બંને પેઢીના સાહિત્યકારોમાં શ્રદ્ધેય સારસ્વત તરીકે સ્થાન પામ્યા છે.

Line 18: Line 18:
{{Poem2Open}}
{{Poem2Open}}
પંડિતયુગીન વિવેચના ક્યારેક કેવળ શાસ્ત્રીય પૃથક્કરણને લક્ષતી શુષ્ક તત્ત્વચર્ચા અને ઉષ્માશૂન્ય કૃતિપરીક્ષામાં રાચતી હોય છે એવું લાગતાં એક સાહિત્યધર્મી પત્રકારની તીખી, પ્રહારાત્મક અને વેગીલી વાણીમાં એનો પ્રતિકાર અને પ્રતિવાદ કરીને તથા એવી વિવેચના સામે સર્જનાત્મક ગુણોવાળાં, રંગદર્શી અને સંસ્કારગ્રાહી વિવેચનો લખીને વિજયરાયે કૌતુકરાગી વિવેચનરીતિનો આરંભ કર્યો. વિશ્વનાથ ભટ્ટે ‘અવિચીન વિવેચનકલાના આદ્ય દ્રષ્ટા'<ref>જુઓ ‘વિવેચનમુકુર' (૧૯૩૯)નું અર્પણવાક્ય</ref> તરીકે આપેલી ઓળખમાં જ એમના આ ઐતિહાસિક મહત્ત્વનો સ્પષ્ટ નિર્દેશ મળે છે.

વિલ્સન કૉલેજમાંના અભ્યાસ દરમ્યાન અંગ્રેજી સાહિત્ય-વિવેચનના બહોળા વાચનથી એમની સજ્જતા કેળવાયેલી. અંગ્રેજીસંસ્કૃત સાથે ૧૯૨૦માં બી.એ. થયા બાદ તરત બટુભાઈ ઉમરવાડિયાના ‘ચેતન'માં સહતંત્રી તરીકે જોડાયા. ૧૯૨૨થી બે વરસ મુનશીના ‘ગુજરાત'માં વ્યવસ્થાપક અને સહતંત્રી રહ્યા. ૧૯૨૪થી એમણે સ્વતંત્રપણે ‘કૌમુદી' ત્રૈમાસિક શરૂ કર્યું (૧૯૩૦થી એ માસિક બનેલું). ૧૯૩૫માં ‘કૌમુદી'ની ભસ્મમાંથી એના નવા અવતાર સમા ‘માનસી'નું પ્રાગટ્ય થયું.<ref>'વિનાયકની આત્મકથા' (૧૯૭૦), પૃ. ૨૩૨</ref> વચ્ચે, ૧૯૩૭-૧૯૪૯ દરમ્યાન સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અધ્યાપક તરીકે રહ્યા પણ લગભગ જીવનભર તો એ પત્રકાર જ રહ્યા. ‘માનસી’ ૧૯૬૦ સુધી ચાલુ રહ્યું. એ પછી એમણે થોડોક સમય (૧૯૬૨-૬૩ના અરસામાં) ‘રોહિણી' નામની સંસ્કારપત્રિકા પણ ચલાવેલી.
વિલ્સન કૉલેજમાંના અભ્યાસ દરમ્યાન અંગ્રેજી સાહિત્ય-વિવેચનના બહોળા વાચનથી એમની સજ્જતા કેળવાયેલી. અંગ્રેજીસંસ્કૃત સાથે ૧૯૨૦માં બી.એ. થયા બાદ તરત બટુભાઈ ઉમરવાડિયાના ‘ચેતન'માં સહતંત્રી તરીકે જોડાયા. ૧૯૨૨થી બે વરસ મુનશીના ‘ગુજરાત'માં વ્યવસ્થાપક અને સહતંત્રી રહ્યા. ૧૯૨૪થી એમણે સ્વતંત્રપણે ‘કૌમુદી' ત્રૈમાસિક શરૂ કર્યું (૧૯૩૦થી એ માસિક બનેલું). ૧૯૩૫માં ‘કૌમુદી'ની ભસ્મમાંથી એના નવા અવતાર સમા ‘માનસી'નું પ્રાગટ્ય થયું.<ref>‘વિનાયકની આત્મકથા' (૧૯૭૦), પૃ. ૨૩૨</ref> વચ્ચે, ૧૯૩૭-૧૯૪૯ દરમ્યાન સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અધ્યાપક તરીકે રહ્યા પણ લગભગ જીવનભર તો એ પત્રકાર જ રહ્યા. ‘માનસી’ ૧૯૬૦ સુધી ચાલુ રહ્યું. એ પછી એમણે થોડોક સમય (૧૯૬૨-૬૩ના અરસામાં) ‘રોહિણી' નામની સંસ્કારપત્રિકા પણ ચલાવેલી.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''પત્રકારત્વ'''
'''પત્રકારત્વ'''
Line 36: Line 36:
સાહિત્યનો ઈતિહાસ : મુનશીએ વિજયરાયની ‘a brilliant stylist and apowerful critic<ref>Gujarat and its Literature (1935), પૃ. ૩૩૫</ref>  તરીકે આપેલી ઓળખ તેમના ‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા' (૧૯૪૩)ની બાબતમાં સૌથી વધુ સાચી છે. સાહિત્યના સળંગ ઇતિહાસો આપવાના કેટલાક ગાંધીયુગીન વિવેચકોના મહત્ત્વના પ્રયાસોમાં વિજયરાયનો આ ગ્રંથ ઇતિહાસલેખનની અરૂઢ પદ્ધતિ અને એમની વિલક્ષણ ગદ્યશૈલીથી જુદો તરી આવે છે. હેમચંદ્રથી આરંભી આ સદીના લગભગ ત્રીજા દાયકા સુધીના સાહિત્યપ્રવાહનો, મુખ્ય કર્તાઓ અને એમની મહત્ત્વની કૃતિઓને કેન્દ્રમાં રાખીને એમણે સરસ આલેખ આપ્યો છે. પત્રકારી આકર્ષકતાવાળાં પણ સામાન્ય રીતે મર્મદર્શી નીવડતાં પ્રકરણશીર્ષકો, કવિના જમાનાના સાંસ્કૃતિક પરિવેશનું મિતાક્ષરી અને ચિત્રાત્મક વર્ણન, કર્તાના વ્યક્તિત્વની અને એની સર્જકપ્રતિભાની લાક્ષણિકતાઓનો કલ્પનામંડિત પરિચય, કૃતિનું લાઘવપૂર્ણ, સચોટ રસદર્શન એની આગવી ખાસિયતો છે. માણેલા સાહિત્યાનંદને વર્ણવવાનો એમનો આશય રહ્યો છે અને એથી એમની ગતિ શુષ્ક ઇતિહાસલેખનને બદલે રસાવહ પદ્ધતિએ સાહિત્યપરંપરાનું મૂલ્યાંકન કરવાની દિશામાં રહી છે.

આવી પદ્ધતિ છતાં એમાં માહિતીની ઊણપ પણ ખાસ વરતાતી નથી. મૂળ સળંગ લખાણમાં સમાવિષ્ટ ન થયેલી માહિતી એમણે પરિશિષ્ટો દ્વારા મૂકી છે. સાહિત્યસ્વરૂપોની વિશેષતાઓ નોંધતાં, કર્તા અને કૃતિની કેટલીક વિગતોને એકસાથે તારવી આપતાં, મહત્ત્વની સાલવારી નિર્દેશતાં આવાં પરિશિષ્ટોમાં માહિતી એક સ્થાને સંકલિત થઈને પણ મળે છે.

પોતાના વક્તવ્યમાં, સર્જકો અને કૃતિઓ વિશેનાં અભ્યાસી વિદ્વાનોનાં અવતરણો ગૂંથતા જઈને તેમ જ વિગતપૂર્ણ ટિપ્પણોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને એમણે પોતાની સજ્જતા અને જાણકારીનો પણ ખૂબ લાક્ષણિક વિનિયોગ કર્યો છે. એમની પ્રતિભાવાત્મક લેખનશૈલીમાંથી કેટલાંક માર્મિક નિરીક્ષણો પણ સાંપડે છે. આમ, વિજયરાયના આ ઇતિહાસમાં, જયંત કોઠારી કહે છે એવું ‘અભિપ્રાયો અને મૂલ્યાંકનોનું સમૃદ્ધ સંકલન'<ref>'વિવેચનનું વિવેચન' (૧૯૭૬), પૃ. ૯૭</ref> પણ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે.
પોતાના વક્તવ્યમાં, સર્જકો અને કૃતિઓ વિશેનાં અભ્યાસી વિદ્વાનોનાં અવતરણો ગૂંથતા જઈને તેમ જ વિગતપૂર્ણ ટિપ્પણોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને એમણે પોતાની સજ્જતા અને જાણકારીનો પણ ખૂબ લાક્ષણિક વિનિયોગ કર્યો છે. એમની પ્રતિભાવાત્મક લેખનશૈલીમાંથી કેટલાંક માર્મિક નિરીક્ષણો પણ સાંપડે છે. આમ, વિજયરાયના આ ઇતિહાસમાં, જયંત કોઠારી કહે છે એવું ‘અભિપ્રાયો અને મૂલ્યાંકનોનું સમૃદ્ધ સંકલન'<ref>‘વિવેચનનું વિવેચન' (૧૯૭૬), પૃ. ૯૭</ref> પણ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે.
જોકે, વિજયરાયની નિરૂપણપદ્ધતિની કેટલીક મર્યાદાઓને કારણે પુસ્તકનું આલેખન એકસરખી સંઘટનાવાળું રહ્યું નથી. પ્રકરણના એક અંશમાં એમનો આસ્વાદમૂલક પ્રતિભાવ હોય છે તો બીજા અંશમાં માહિતીને એકસાથે ખડકી દેતું શુષ્ક વિગતવર્ણન પણ હોય છે. શૈલીપ્રવાહ પણ આથી અવરુદ્ધ થતો લાગે. લખાણને કલ્પનાત્મક કરવાના મોહને લીધે અને ક્યારેક નવીનતાના લોભે તેમાં કિલષ્ટતા, સંદિગ્ધતા અને અપ્રસ્તુતતા જેવી મર્યાદાઓ પણ પ્રવેશી છે. મધ્યકાલીન સાહિત્ય વિશેનું લખાણ કંઈક જલદી પતાવી દીધેલું, અપર્યાપ્ત લાગે છે તો સુધારક યુગ વિશેનું લખાણ કંઈક વધુ વિગતપૂર્ણ લાગે છે. આથી, સામગ્રીની દ્દષ્ટિએ ઇતિહાસલેખનની યોજના અસંતુલિત રહી ગઈ હોવાની પણ એક છાપ પડે છે.

વીસેક વર્ષ પછી એમણે આ ઇતિહાસ પર ફરીથી કામ આરંભ્યું અને એને સુધારી—વિસ્તારીને ત્રણ ભાગોમાં પ્રકાશિત કર્યો. પંડિતયુગ સુધીના ઇતિહાસને જ એમાં તે આવરી શક્યા છે. એ પછીના સમય વિશે બીજા બે ભાગ તૈયાર કરવાની એમની યોજના હતી પણ એ કામ તે પૂરું કરી શક્યા નહીં. આ સંવર્ધિત ઇતિહાસમાં પણ નિરૂપણની કેટલીક મુશ્કેલીઓ રહી ગઈ છે; પણ સામંગ્રીની દ્દષ્ટિએ એ કંઈક વધુ વ્યવસ્થિત કરી શકાયો છે. વિજયરાયની વિલક્ષણતાઓનું પ્રતિનિધિત્વ કરતો અને એમની વિવેચનાત્મક શક્તિઓનો પૂરો હિસાબ આપતો આ ગ્રંથ એમની સમગ્ર સાહિત્યસેવામાં સૌથી વધુ મહત્ત્વનું સ્થાન પામે એવો છે.

Line 95: Line 95:

ભાવકની—અને એ રીતે આખીય પ્રજાની—રસવૃત્તિના ઘડતરમાં અને સાંસ્કૃતિક મૂલ્યબોધમાં એમણે વિવેચકનું કર્તવ્ય જોયું છે. આથી કૃતિની આસ્વાદમૂલક તેમજ ઐતિહાસિક અને તુલનાત્મક દ્દષ્ટિએ આલોચના કરવા ઉપરાંત એ કૃતિમાંના જીવન રહસ્યને તથા કર્તાના જીવનદર્શનને ચીંધી આપવાનું પણ એમણે વિવેચકને માટે આવશ્યક લેખ્યું છે. આ જ કારણે વિવેચકને એ ‘જીવનફિલસૂફ અને કલાફિલસૂફ' પણ કહે છે. આના સંદર્ભમાં, કાવ્યકૃતિમાં સર્જકના અનુભવની વિશિષ્ટતાની તેમજ ઉત્તમ કવિતામાં આવશ્યક દર્શનતત્ત્વની એમણે તરફદારી કરેલી છે—પહેલાં અનુભાવનાના અનુષંગે અને પછી ‘સાધારણીકરણ' અને “દ્વિજોત્તમ કવિતાજાતિ' લેખો દ્વારા કરેલા ઊહાપોહમાં.

રીતિની વિશિષ્ટતાથી કાવ્યનો વિશેષ પ્રતીત થાય છે એવા મતનો અસ્વીકાર કરી એમણે સર્જકના અનુભવ પર ભાર મૂક્યો. એમની દ્દષ્ટિએ, દરેક શુદ્ધ અનુભવ મૂલતઃ વિશિષ્ટ જ હોય છે, સામાન્ય કે સાધારણ એ તો બુદ્ધિએ તારવેલો પદાર્થ છે. એટલે, કવિની અંગતતમ અને મૌલિક લાગણી પણ આસ્વાદનો વિષય બની શકતી હોઈ ‘વિશિષ્ટનો અનુભવ જ મૂલ્યવાન છે’<ref>'અનુભાવન' લેખ, ‘ઉપાયન' પૃ. ૫</ref> એમ એ કહે છે. કાવ્યનો પ્રાણ આમ કવિના અનુભવવિશેષમાં જોતા વિષ્ણુપ્રસાદ કલાકૃતિની સંઘટના કે સંવિધાનમાં પ્રગટતા કવિકર્મને પણ અત્યંત ગૌણ લેખવાની હદે જાય છે—સંવેદનની આંતરસમૃદ્ધિને જ એ પ્રધાન ગણે છે. આ જ વિચારણાનો તંતુ ઉત્તમ કવિતામાંના દર્શનતત્ત્વની ચર્ચા સુધી લંબાયેલો છે. ઠાકોરે વિચારપ્રધાન કવિતાને ‘દ્વિજોત્તમ' ગણાવેલી. વિષ્ણુપ્રસાદ એની સામે ચિંતનપ્રધાન શબ્દની હિમાયત કરે છે, કારણ કે વિચાર કવિતામાં બહારથી પ્રવેશેલો નહિ પણ ‘સંવેદનના ક્ષેત્રમાં ઊગી આવતો' હોય છે એથી એની કોટિ ચિંતનની છે. આવી ચિંતનપ્રધાન કવિતા ઉત્તમ. પણ ‘કવિતાજાતિમાં દ્વિજોત્તમ ગણાવા લાયક’ કૃતિ માટે તો, એક ડગલું આગળ જઈ, સત્યની ઝાંખી કરાવતા દર્શનતત્ત્વને એમણે આવશ્યક ગણ્યું છે. આમ છતાં, કાવ્યના પ્રથમ સાક્ષાત્ અનુભવ તરીકે તો. આનંદાનુભવને જ એ સ્વીકારે છે—એ પછીની ક્ષણે જ ઉત્તમ કૃતિ દર્શનપર્યવસાયી પણ બને. આવી આનુપૂર્વી સ્વીકારવા પાછળ એમની સૌંદર્યદર્શી દ્દષ્ટિ અને રમણીયતા માટેનો એમનો આગ્રહ પડેલાં છે.
રીતિની વિશિષ્ટતાથી કાવ્યનો વિશેષ પ્રતીત થાય છે એવા મતનો અસ્વીકાર કરી એમણે સર્જકના અનુભવ પર ભાર મૂક્યો. એમની દ્દષ્ટિએ, દરેક શુદ્ધ અનુભવ મૂલતઃ વિશિષ્ટ જ હોય છે, સામાન્ય કે સાધારણ એ તો બુદ્ધિએ તારવેલો પદાર્થ છે. એટલે, કવિની અંગતતમ અને મૌલિક લાગણી પણ આસ્વાદનો વિષય બની શકતી હોઈ ‘વિશિષ્ટનો અનુભવ જ મૂલ્યવાન છે’<ref>‘અનુભાવન' લેખ, ‘ઉપાયન' પૃ. ૫</ref> એમ એ કહે છે. કાવ્યનો પ્રાણ આમ કવિના અનુભવવિશેષમાં જોતા વિષ્ણુપ્રસાદ કલાકૃતિની સંઘટના કે સંવિધાનમાં પ્રગટતા કવિકર્મને પણ અત્યંત ગૌણ લેખવાની હદે જાય છે—સંવેદનની આંતરસમૃદ્ધિને જ એ પ્રધાન ગણે છે. આ જ વિચારણાનો તંતુ ઉત્તમ કવિતામાંના દર્શનતત્ત્વની ચર્ચા સુધી લંબાયેલો છે. ઠાકોરે વિચારપ્રધાન કવિતાને ‘દ્વિજોત્તમ' ગણાવેલી. વિષ્ણુપ્રસાદ એની સામે ચિંતનપ્રધાન શબ્દની હિમાયત કરે છે, કારણ કે વિચાર કવિતામાં બહારથી પ્રવેશેલો નહિ પણ ‘સંવેદનના ક્ષેત્રમાં ઊગી આવતો' હોય છે એથી એની કોટિ ચિંતનની છે. આવી ચિંતનપ્રધાન કવિતા ઉત્તમ. પણ ‘કવિતાજાતિમાં દ્વિજોત્તમ ગણાવા લાયક’ કૃતિ માટે તો, એક ડગલું આગળ જઈ, સત્યની ઝાંખી કરાવતા દર્શનતત્ત્વને એમણે આવશ્યક ગણ્યું છે. આમ છતાં, કાવ્યના પ્રથમ સાક્ષાત્ અનુભવ તરીકે તો. આનંદાનુભવને જ એ સ્વીકારે છે—એ પછીની ક્ષણે જ ઉત્તમ કૃતિ દર્શનપર્યવસાયી પણ બને. આવી આનુપૂર્વી સ્વીકારવા પાછળ એમની સૌંદર્યદર્શી દ્દષ્ટિ અને રમણીયતા માટેનો એમનો આગ્રહ પડેલાં છે.
‘રમણીયતા' સંજ્ઞા વિષ્ણુપ્રસાદના વિવેચનમાં વારંવાર આવતી. એમની પ્રિય સંજ્ઞા છે. કલાકૃતિના સૌંદર્યાનુભવને તો એ રમણીયતા કહે જ છે પણ એ ઉપરાંત એના મૂલ્યબોધને પણ એ એમાં સમાવિષ્ટ કરે છે. અને કલાકૃતિની આ રમણીયતાને સમજવાનું દ્દષ્ટિબિંદુ નિર્ધારી આપવામાં વિવેચકનું એક મહત્ત્વનું કર્તવ્ય એ જુએ છે. મેથ્યુ આર્નલ્ડ, ક્રોચે, કોલિંગવુડ જેવાની વિચારણાનો એમના પર ઠીકઠીક પ્રભાવ હોવાથી સર્જકના અનુભૂતિવિશેષમાં અને એની દર્શનશક્તિમાં એમણે રમણીયતા જોઈ છે. કૃતિની રૂપરચનાગત રમણીયતા એમને ઝાઝી ઉદ્દિષ્ટ ન રહી હોય એમ સમજાય છે. આ જ કારણે, આ સંજ્ઞાના ઉપયોગમાં કેટલાકે અસ્પષ્ટતા અને અસંગતિ પણ જોયાં છે.

સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવોની એમની ચર્ચા પણ ઘણી નોંધપાત્ર છે. શરૂઆતમાં તો એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રને કાલગ્રસ્ત ગણીને—એને ‘પુરાણું કબૂતરખાનું' કહીને એ તરફ ઉદાસીનતા જ દાખવેલી. પછી એને ચર્ચવા પ્રવૃત્ત થયા ત્યારે પણ એમનું દ્દષ્ટિબિંદુ એક ચિકિત્સકનું જ રહ્યું છે. સંસ્કૃત કાવ્યમીમાંસામાંની રસસિદ્ધાન્ત અને સાધારણીકરણની આખીય ચર્ચા આજના સાહિત્યને સંદર્ભે એમને અપર્યાપ્ત અને અસંતોષકારક જણાઈ છે. એમને લાગે છે કે, ‘આધુનિક સંવિત્લક્ષી કાવ્યોને રસસિદ્ધાન્તની કસોટીએ ચઢાવવામાં બેહૂદાપણું આવે છે' કારણ કે ‘એ ધોરણે તો આપણાં કેટલાંક ઉત્તમ કાવ્યોમાં પણ કોઈ ખાસ રસ જડશે નહિ'<ref>'સાધારણીકરણ' ‘ઉપાયન' પૃ. ૭૩</ref>  
સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવોની એમની ચર્ચા પણ ઘણી નોંધપાત્ર છે. શરૂઆતમાં તો એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રને કાલગ્રસ્ત ગણીને—એને ‘પુરાણું કબૂતરખાનું' કહીને એ તરફ ઉદાસીનતા જ દાખવેલી. પછી એને ચર્ચવા પ્રવૃત્ત થયા ત્યારે પણ એમનું દ્દષ્ટિબિંદુ એક ચિકિત્સકનું જ રહ્યું છે. સંસ્કૃત કાવ્યમીમાંસામાંની રસસિદ્ધાન્ત અને સાધારણીકરણની આખીય ચર્ચા આજના સાહિત્યને સંદર્ભે એમને અપર્યાપ્ત અને અસંતોષકારક જણાઈ છે. એમને લાગે છે કે, ‘આધુનિક સંવિત્લક્ષી કાવ્યોને રસસિદ્ધાન્તની કસોટીએ ચઢાવવામાં બેહૂદાપણું આવે છે' કારણ કે ‘એ ધોરણે તો આપણાં કેટલાંક ઉત્તમ કાવ્યોમાં પણ કોઈ ખાસ રસ જડશે નહિ'<ref>‘સાધારણીકરણ' ‘ઉપાયન' પૃ. ૭૩</ref>  
સાધારણીકરણ કે સર્વગ્રહણક્ષમતાના ખ્યાલમાં એમને સર્જકના વિશિષ્ટ વૈયક્તિક અનુભવની સૂક્ષ્મતા, વિશાળતા અને લોકોત્તરતાનું મૂલ્ય બરાબર ન થતું હોય એમ લાગે છે. સંસ્કૃત સાહિત્યમીમાંસાના આવા કેટલાક સંકેતોની ફેરવિચારણા કરી એની મર્યાદાઓ ચીંધી આપવામાં અને પોતાની મૌલિક વિચારણાનો એ સંદર્ભે વિનિયોગ કરવામાં સુરેશ જોશી કહે છે. એમ, ‘શાસ્ત્રનિષ્ઠ બનવા કરતાં સત્યનિષ્ઠ બનવાનું એમણે પસંદ કર્યું છે.<ref>'કાવ્યચર્ચા', પૃ. ૯૫</ref> પ્રવાહદર્શન આદિ : ‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ'ની એમની તપાસમાં, કલકત્તા સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચન ('સાહિત્યસંસ્પર્શ'માં ગ્રંથસ્થ)માં ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહોનું વિહંગાવલોકન કરવામાં તથા ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં—એમ વિભિન્ન નિમિત્તે એમણે સાહિત્યનું પ્રવાહદર્શન કર્યું છે. હેમચંદ્રથી આરંભી એમના સમય સુધીના સમગ્ર વાડ્ડયની ગતિવિધિની એમણે જે રૂપરેખા આંકી આપી છે એને એમના લાક્ષણિક દૃષ્ટિકોણનું એક વિશેષ પરિમાણ પણ સાંપડેલું છે. ‘અવચિીન ચિંતનાત્મક ગદ્ય'માં નર્મદ અને દુર્ગારામનું ધર્મચિંતન, પ્રાર્થનાસમાજનો ધર્મશોધક વિચારપ્રવાહ, રમણભાઈની નીતિકેન્દ્રી ધર્મ અને સમાજવિચારણા, કાન્તનું સ્વીડનબૉર્ગીય તત્ત્વચિંતન, મનઃસુખરામ આદિની વેદાન્તી વિચારધારા તથા આનંદશંકરની સમાજમીમાંસા અને તત્ત્વવિચાર ઉપરાંત નવલરામનું વિવેચન અને નર્મદનો સાહિત્યવિચાર—એવી અનેકવિધ વિચારણાનો એમણે આપેલો આલેખ ખૂબ મૂલ્યવાન છે. આ વિચારકોનાં લખાણોમાંથી પુષ્કળ ઉદાહરણો આપી એ અંગે પોતાના પ્રતિભાવો આપવાની પદ્ધતિએ એમણે આ આખીય સમૃદ્ધ વિચારણાનો પરિચય કરાવ્યો છે. જોકે, “વિવેચના'માં ‘ગોવર્ધનરામની શૈલી’ પરના બે લેખોમાં એમણે પૃથક્કરણાત્મક રીતે શૈલીનાં લક્ષણો સ્ફુટ કરી આપ્યાં છે એ પદ્ધતિ અહીં સ્વીકારી હોત તો ગદ્યવિકાસનો પણ એક બહુમૂલ્ય આલેખ મળત એવી અપેક્ષા રહે છે. પરંતુ, આપણે ત્યાં ગદ્યવિચારણા ઝાઝી થઈ નથી એવી સ્થિતિમાં એમનો આ પ્રયાસ, સ્વયં એક માતબર વિવેચન હોવા ઉપરાંત, ઐતિહાસિક દ્દષ્ટિએ પણ ઘણો અગત્યનો ઠરે છે. એમણે ખોલી આપેલી આ દિશામાં પછી આગળ જવા આપણું વિવેચન ઝાઝું પ્રવૃત્ત થયું નથી. ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર' વિશે એમનું ચિંતન વિવેચન કારકિર્દીના આરંભથી સતત ચાલતું રહ્યું છે. ‘ગોવર્ધનરામ-ચિંતક ને સર્જક'માં ગોવર્ધનરામની દાર્શનિક વિચારણા અને સાક્ષરભાવનાને તપાસવાની સાથે એમના જીવનતત્વવિચારના ઉપલક્ષ્યમાં ‘સ્નેહમુદ્રા' અને ‘સરસ્વતીચંદ્ર'માંના સર્જકત્વનું અને ગોવર્ધનરામની ગદ્યશૈલીનું મૂલ્યાંકન એમણે કર્યું છે. ગોવર્ધનરામ વિશેનાં વિવેચનોમાં વિષ્ણુપ્રસાદની તત્ત્વદર્શી તેમ સૌંદર્યગ્રાહી વિવેચકશક્તિનો ખૂબ જ આહ્લાદક પરિચય મળે છે.
સાધારણીકરણ કે સર્વગ્રહણક્ષમતાના ખ્યાલમાં એમને સર્જકના વિશિષ્ટ વૈયક્તિક અનુભવની સૂક્ષ્મતા, વિશાળતા અને લોકોત્તરતાનું મૂલ્ય બરાબર ન થતું હોય એમ લાગે છે. સંસ્કૃત સાહિત્યમીમાંસાના આવા કેટલાક સંકેતોની ફેરવિચારણા કરી એની મર્યાદાઓ ચીંધી આપવામાં અને પોતાની મૌલિક વિચારણાનો એ સંદર્ભે વિનિયોગ કરવામાં સુરેશ જોશી કહે છે. એમ, ‘શાસ્ત્રનિષ્ઠ બનવા કરતાં સત્યનિષ્ઠ બનવાનું એમણે પસંદ કર્યું છે.<ref>‘કાવ્યચર્ચા', પૃ. ૯૫</ref> પ્રવાહદર્શન આદિ : ‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ'ની એમની તપાસમાં, કલકત્તા સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચન ('સાહિત્યસંસ્પર્શ'માં ગ્રંથસ્થ)માં ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહોનું વિહંગાવલોકન કરવામાં તથા ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં—એમ વિભિન્ન નિમિત્તે એમણે સાહિત્યનું પ્રવાહદર્શન કર્યું છે. હેમચંદ્રથી આરંભી એમના સમય સુધીના સમગ્ર વાડ્ડયની ગતિવિધિની એમણે જે રૂપરેખા આંકી આપી છે એને એમના લાક્ષણિક દૃષ્ટિકોણનું એક વિશેષ પરિમાણ પણ સાંપડેલું છે. ‘અવચિીન ચિંતનાત્મક ગદ્ય'માં નર્મદ અને દુર્ગારામનું ધર્મચિંતન, પ્રાર્થનાસમાજનો ધર્મશોધક વિચારપ્રવાહ, રમણભાઈની નીતિકેન્દ્રી ધર્મ અને સમાજવિચારણા, કાન્તનું સ્વીડનબૉર્ગીય તત્ત્વચિંતન, મનઃસુખરામ આદિની વેદાન્તી વિચારધારા તથા આનંદશંકરની સમાજમીમાંસા અને તત્ત્વવિચાર ઉપરાંત નવલરામનું વિવેચન અને નર્મદનો સાહિત્યવિચાર—એવી અનેકવિધ વિચારણાનો એમણે આપેલો આલેખ ખૂબ મૂલ્યવાન છે. આ વિચારકોનાં લખાણોમાંથી પુષ્કળ ઉદાહરણો આપી એ અંગે પોતાના પ્રતિભાવો આપવાની પદ્ધતિએ એમણે આ આખીય સમૃદ્ધ વિચારણાનો પરિચય કરાવ્યો છે. જોકે, “વિવેચના'માં ‘ગોવર્ધનરામની શૈલી’ પરના બે લેખોમાં એમણે પૃથક્કરણાત્મક રીતે શૈલીનાં લક્ષણો સ્ફુટ કરી આપ્યાં છે એ પદ્ધતિ અહીં સ્વીકારી હોત તો ગદ્યવિકાસનો પણ એક બહુમૂલ્ય આલેખ મળત એવી અપેક્ષા રહે છે. પરંતુ, આપણે ત્યાં ગદ્યવિચારણા ઝાઝી થઈ નથી એવી સ્થિતિમાં એમનો આ પ્રયાસ, સ્વયં એક માતબર વિવેચન હોવા ઉપરાંત, ઐતિહાસિક દ્દષ્ટિએ પણ ઘણો અગત્યનો ઠરે છે. એમણે ખોલી આપેલી આ દિશામાં પછી આગળ જવા આપણું વિવેચન ઝાઝું પ્રવૃત્ત થયું નથી. ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર' વિશે એમનું ચિંતન વિવેચન કારકિર્દીના આરંભથી સતત ચાલતું રહ્યું છે. ‘ગોવર્ધનરામ-ચિંતક ને સર્જક'માં ગોવર્ધનરામની દાર્શનિક વિચારણા અને સાક્ષરભાવનાને તપાસવાની સાથે એમના જીવનતત્વવિચારના ઉપલક્ષ્યમાં ‘સ્નેહમુદ્રા' અને ‘સરસ્વતીચંદ્ર'માંના સર્જકત્વનું અને ગોવર્ધનરામની ગદ્યશૈલીનું મૂલ્યાંકન એમણે કર્યું છે. ગોવર્ધનરામ વિશેનાં વિવેચનોમાં વિષ્ણુપ્રસાદની તત્ત્વદર્શી તેમ સૌંદર્યગ્રાહી વિવેચકશક્તિનો ખૂબ જ આહ્લાદક પરિચય મળે છે.
પ્રત્યક્ષ વિવેચન : વિષ્ણુપ્રસાદની વિવેચનાનો ઠીકઠીક મોટો ભાગ ગ્રંથસમીક્ષાઓ રોકે છે. એમની વિવેચનશક્તિના કેટલાક સૌથી વધુ લાક્ષણિક અંશો પણ આ પ્રત્યક્ષ વિવેચનમાં પ્રગટેલા છે. એમણે લગભગ એકધારી રીતે કૃતિસમીક્ષાનું કામ કર્યું છે. પૂર્વ અને પશ્ચિમની અનેક ઉત્તમ પ્રશિષ્ટ કૃતિઓમાં અવગાહન કરીને કેળવાયેલાં એમનાં રુચિ-દષ્ટિના વિનિયોગે ગુજરાતી કૃતિઓની એમની સમીક્ષાઓને ખૂબ માર્મિક બનાવી છે; આથી કેટલીકં ઉત્તમ સમીક્ષાઓમાં તુલનાત્મક દ્દષ્ટિનું પરિમાણ પ્રણ ઉમેરાયું છે. એમનું ચિત્તતંત્ર સૂક્ષ્મસંવેદી અને સહૃદય છે. એટલે સાહિત્યકૃતિની આંતરિક મૂલ્યવત્તાને એ પૂરી અભ્યાસશીલતા અને રસજ્ઞતાથી ગ્રહણ કરે છે. એમનાં કેટલાંક નિરીક્ષણો આથી ખૂબ જ વેધક, મર્માળાં અને કૃતિના રહસ્યપ્રદેશને ઉદ્ઘાટિત કરી આપનારાં બન્યાં છે.

વિવેચનમાં વિવેચકની .વ્યક્તિમત્તાની મુદ્રા અંકાવી જોઈએ એવો વિષ્ણુપ્રસાદનો ખ્યાલ રહ્યો છે. કૃતિના આસ્વાદથી સહજ સ્ફુરણ રૂપે પ્રગટેલા વિવેચનની એમણે તરફદારી કરેલી છે, બલકે એમાં જ વિવેચકની ધન્યતા અને વિવેચનની ‘ગરવી પ્રતિષ્ઠા' એમણે જોયાં છે. એમની ગ્રંથસમીક્ષાઓમાં આથી સંસ્કારગ્રાહી અંશો વિશેષ છે. એને કારણે કૃતિના સર્વાશ્લેષી મૂલ્યાંકનને તાકવાને બદલે કૃતિના પોતાને અત્યંત ગમી ગયેલા તત્ત્વ વિશે રસલક્ષી દ્દષ્ટિએ પ્રતિભાવ આપવા એ હંમેશાં ઉદ્યુક્ત થયેલા જણાય છે. તાજગીપૂર્ણ અને મર્મદ્યોતક નિરીક્ષણો આપતા એમના સમીક્ષાલેખો આથી સુશ્લિષ્ટ કે સુગ્રથિત હોતા નથી, ક્યારેક એ અપસિ પણ લાગે છે. ઘણી સમીક્ષાઓ એમણે કૃતિના પુરોવચન રૂપે લખી હોવાથી એ કેવળ પરિચયલક્ષી અને અછડતી પણ બની ગયેલી છે.

Line 112: Line 112:
સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિદ્વાન, તત્ત્વાન્વેષી વિવેચક, પ્રાચ્ય વિદ્યાના અભ્યાસી સંશોધક, ચિંતક કવિ, સ્વપ્રશીલ અને દ્દષ્ટિમંત કેળવણીકાર તથા કુશળ સંચાલક તરીકે ડોલરરાય બહુવિધ પ્રતિભા ધરાવતા હતા.
સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિદ્વાન, તત્ત્વાન્વેષી વિવેચક, પ્રાચ્ય વિદ્યાના અભ્યાસી સંશોધક, ચિંતક કવિ, સ્વપ્રશીલ અને દ્દષ્ટિમંત કેળવણીકાર તથા કુશળ સંચાલક તરીકે ડોલરરાય બહુવિધ પ્રતિભા ધરાવતા હતા.
ડોલરરાયના વિવેચનનું પ્રધાન લક્ષણ એમની તત્ત્વદર્શિતા છે. કોઈ પણ પ્રકારના વિવેચનમાં એમની દ્દષ્ટિ તત્ત્વગ્રહણ માટે પ્રવૃત્ત થઈ કશાક મૌલિક તારણ પર પહોંચતી હોય છે-પછી એ પ્રાચ્ય વિદ્યાનો કોઈ જટિલ મુદ્દો હોય કે કોઈ કૃતિ વિશે વાત થતી હોય. બીજું, પૃથક્કરણ—વર્ગીકરણની પદ્ધતિએ એમનું વિવેચન ચાલતું હોય છે. એમાં પેલા તત્ત્વદ્રષ્ટા ઉપરાંત એમનામાંના શિક્ષકની હાજરી પણ વરતાય છે. આ કારણે એમનાં લખાણો સુરેખ અને વિશદ બની આવ્યાં છે. ત્રીજું, એમનો સાહિત્યવિચાર વિશાળ સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં થતો હોય છે. ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિચિંતન, કેળવણીમાં એમની રુચિ અને એમની ઊંડી ગતિ સાહિત્યવિચારણા પર પણ પ્રભાવ પાડતાં રહ્યાં છે. ભારતીય સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થામાંની એમની શ્રદ્ધાને લીધે એમના સાહિત્યવિચારમાં નીતિલક્ષી દ્દષ્ટિકોણ પણ ઉમેરાયો છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રને કેન્દ્રમાં રાખીને ચાલેલા એમના સિદ્ધાન્તવિચાર, સ્વરૂપમીમાંસા અને પ્રત્યક્ષ વિવેચનમાં તેમજ સંશોધનલક્ષી અભ્યાસોમાં એમનાં આ વિવેચકલક્ષણો હંમેશાં અનુસ્યૂત રહ્યાં છે.

સંસ્કૃત સાહિત્યમીમાંસા : લેખનપ્રવૃત્તિના આરંભકાળથી જ સંસ્કૃતિ સાહિત્યમીમાંસા અને પ્રાચ્ય વિદ્યાના ઊંડા, તલસ્પર્શી અભ્યાસથી એમની સજ્જતા કેળવાયેલી હતી. ‘પુરાતત્ત્વ’ અને ‘કૌમુદી' જેવાં ગુજરાતી તથા ઇન્ડિયન હિસ્ટોરિકલ ક્વાર્ટલી', ‘જર્નલ ઑવ બૉમ્બે એશિયાટિક સોસાયટી', ‘જર્નલ ઑવ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' જેવાં પ્રતિષ્ઠિત અંગ્રેજી સામયિકોમાં એમના લેખો ૧૯૨૭ આસપાસથી પ્રકાશિત થવા માંડેલા. ૧૯૩૩માં ‘અલંકારપ્રવેશિકા' તથા એ પછી ૧૯૩૬માં ‘The Types of Sanskrit Drama' લખ્યા પછી છેક ૧૯૪૩માં એમનું પ્રથમ મહત્ત્વનું પુસ્તક ‘સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા' પ્રકાશિત થાય છે ત્યારે ‘ગુજરાતી, અંગ્રેજી કે બીજી કોઈ ભાષામાં આ વિષયનું એકે સ્વતંત્ર પુસ્તક હજી સુધી લખાયું નથી, તેથી આ પુસ્તક લખવામાં અને પ્રસિદ્ધ કરવામાં કોઈ જાતની ક્ષમાયાચનાની જરૂર નથી એવી પ્રસ્તાવના—નોંધમાં પેલી પૂર્વસજ્જતાથી સ્થિર થયેલો એમનો આત્મવિશ્વાસ છતો થાય છે. ‘શુદ્ધ ઐતિહાસિક દ્દષ્ટિ'ને કેન્દ્રમાં રાખીને આ પુસ્તકમાં એમણે ભરતાદિ ગ્રંથકર્તાઓ, એમના મહત્ત્વના ગ્રંથો તથા રૂપકપ્રકારો, ઉપરૂપકો, વસ્તુ, રસ, અભિનય આદિ ઘટકોને નિરૂપતા સિદ્ધાન્તો—એવા વિભાગીકરણથી નાટ્યશાસ્ત્રનો વિવરણાત્મક પણ લાઘવપૂર્ણ પરિચય કરાવ્યો છે. ઉપરૂપકોની વિગતો દર્શાવતું માહિતીપૂર્ણ કોષ્ટક, ગ્રંથપરિચયની સાથે એના પ્રકાશનાદિની આવશ્યક બાબતોની નોંધ અને ગ્રંથસૂચિથી એમણે પુસ્તકની ઉપયોગિતા વધારી છે. આ આખો પ્રયાસ એમની ચોકસાઈ અને તર્કબદ્ધ વિચારણાની તથા એમના પાંડિત્ય અને શિક્ષકત્વની પ્રતીતિ કરાવનારો બન્યો છે. ૧૯૫૬માં વડોદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં આપેલાં વ્યાખ્યાનો ‘સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો' (૧૯૫૮)માં રસાભાસના સ્વરૂપ અને અલંકારની વ્યંગ્યતાની ઝીણી ચર્ચા છે.<ref>'સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો,' પૃ. ૨૦</ref> મમ્મટે કેવળ વ્યંગ્યપ્રધાનત્વને ઉત્તમ કાવ્યના ધોરણ તરીકે સ્વીકાર્યું છે એની સામે પોતાનો મતભેદ નિર્દેશી, ઉત્તમ કાવ્યમાં ઔચિત્યની અનિવાર્યતા દર્શાવી આપીને અનૌચિત્ય એ રસાભાસનું મૂળ છે એવું પ્રતિપાદન એમણે કર્યું છે. ગુજરાતી કવિતામાંથી પણ ઘણાં ઉદાહરણો લઈ કાવ્યના વિભિન્ન ઘટકોને સંદર્ભે ઔચિત્યની ખૂબ વિશદ ચર્ચા કરી છે. અને અનૌચિત્યને લીધે વ્યંગ્ય નહિ * પણ વ્યંગ્યનો આભાસ જ મળતો હોય છે એમ દર્શાવીને ‘આપણે વસ્તુને વસ્તુ તરીકે અને આભાસને આભાસ તરીકે જાણી લેવાં જોઈએ? એવું ખૂબ સ્પષ્ટ તારણ આપ્યું છે. એમનો નીતિવાદી દ્દષ્ટિકોણ પણ ઔચિત્ય વિશેના એમના આ ખ્યાલમાં દેખાય છે. અલંકારની વ્યંગ્યતા તપાસતાં અલંકારના વ્યાવર્તક તત્ત્વ તરીકે કલ્પનાવ્યાપારની પ્રતિષ્ઠા કરીને એમણે કલ્પનાના અભાવવાળા અલંકારને અલંકાર જ ન ગણવાની હિમાયત કરી છે.
સંસ્કૃત સાહિત્યમીમાંસા : લેખનપ્રવૃત્તિના આરંભકાળથી જ સંસ્કૃતિ સાહિત્યમીમાંસા અને પ્રાચ્ય વિદ્યાના ઊંડા, તલસ્પર્શી અભ્યાસથી એમની સજ્જતા કેળવાયેલી હતી. ‘પુરાતત્ત્વ’ અને ‘કૌમુદી' જેવાં ગુજરાતી તથા ઇન્ડિયન હિસ્ટોરિકલ ક્વાર્ટલી', ‘જર્નલ ઑવ બૉમ્બે એશિયાટિક સોસાયટી', ‘જર્નલ ઑવ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' જેવાં પ્રતિષ્ઠિત અંગ્રેજી સામયિકોમાં એમના લેખો ૧૯૨૭ આસપાસથી પ્રકાશિત થવા માંડેલા. ૧૯૩૩માં ‘અલંકારપ્રવેશિકા' તથા એ પછી ૧૯૩૬માં ‘The Types of Sanskrit Drama' લખ્યા પછી છેક ૧૯૪૩માં એમનું પ્રથમ મહત્ત્વનું પુસ્તક ‘સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા' પ્રકાશિત થાય છે ત્યારે ‘ગુજરાતી, અંગ્રેજી કે બીજી કોઈ ભાષામાં આ વિષયનું એકે સ્વતંત્ર પુસ્તક હજી સુધી લખાયું નથી, તેથી આ પુસ્તક લખવામાં અને પ્રસિદ્ધ કરવામાં કોઈ જાતની ક્ષમાયાચનાની જરૂર નથી એવી પ્રસ્તાવના—નોંધમાં પેલી પૂર્વસજ્જતાથી સ્થિર થયેલો એમનો આત્મવિશ્વાસ છતો થાય છે. ‘શુદ્ધ ઐતિહાસિક દ્દષ્ટિ'ને કેન્દ્રમાં રાખીને આ પુસ્તકમાં એમણે ભરતાદિ ગ્રંથકર્તાઓ, એમના મહત્ત્વના ગ્રંથો તથા રૂપકપ્રકારો, ઉપરૂપકો, વસ્તુ, રસ, અભિનય આદિ ઘટકોને નિરૂપતા સિદ્ધાન્તો—એવા વિભાગીકરણથી નાટ્યશાસ્ત્રનો વિવરણાત્મક પણ લાઘવપૂર્ણ પરિચય કરાવ્યો છે. ઉપરૂપકોની વિગતો દર્શાવતું માહિતીપૂર્ણ કોષ્ટક, ગ્રંથપરિચયની સાથે એના પ્રકાશનાદિની આવશ્યક બાબતોની નોંધ અને ગ્રંથસૂચિથી એમણે પુસ્તકની ઉપયોગિતા વધારી છે. આ આખો પ્રયાસ એમની ચોકસાઈ અને તર્કબદ્ધ વિચારણાની તથા એમના પાંડિત્ય અને શિક્ષકત્વની પ્રતીતિ કરાવનારો બન્યો છે. ૧૯૫૬માં વડોદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં આપેલાં વ્યાખ્યાનો ‘સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો' (૧૯૫૮)માં રસાભાસના સ્વરૂપ અને અલંકારની વ્યંગ્યતાની ઝીણી ચર્ચા છે.<ref>‘સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો,' પૃ. ૨૦</ref> મમ્મટે કેવળ વ્યંગ્યપ્રધાનત્વને ઉત્તમ કાવ્યના ધોરણ તરીકે સ્વીકાર્યું છે એની સામે પોતાનો મતભેદ નિર્દેશી, ઉત્તમ કાવ્યમાં ઔચિત્યની અનિવાર્યતા દર્શાવી આપીને અનૌચિત્ય એ રસાભાસનું મૂળ છે એવું પ્રતિપાદન એમણે કર્યું છે. ગુજરાતી કવિતામાંથી પણ ઘણાં ઉદાહરણો લઈ કાવ્યના વિભિન્ન ઘટકોને સંદર્ભે ઔચિત્યની ખૂબ વિશદ ચર્ચા કરી છે. અને અનૌચિત્યને લીધે વ્યંગ્ય નહિ * પણ વ્યંગ્યનો આભાસ જ મળતો હોય છે એમ દર્શાવીને ‘આપણે વસ્તુને વસ્તુ તરીકે અને આભાસને આભાસ તરીકે જાણી લેવાં જોઈએ? એવું ખૂબ સ્પષ્ટ તારણ આપ્યું છે. એમનો નીતિવાદી દ્દષ્ટિકોણ પણ ઔચિત્ય વિશેના એમના આ ખ્યાલમાં દેખાય છે. અલંકારની વ્યંગ્યતા તપાસતાં અલંકારના વ્યાવર્તક તત્ત્વ તરીકે કલ્પનાવ્યાપારની પ્રતિષ્ઠા કરીને એમણે કલ્પનાના અભાવવાળા અલંકારને અલંકાર જ ન ગણવાની હિમાયત કરી છે.
આ ઉપરાંત ‘કાવ્યવિવેચન' (૧૯૪૯)માંના ‘કાવ્યસ્વરૂપ' અને ‘ધ્વનિના પ્રભેદો' જેવા લેખોમાં પણ એમણે સંસ્કૃત કાવ્યવિચારને વિશદ રીતે મૂકી આપવાની અને એમાંથી મહત્ત્વનાં પ્રતિપાદનો નિપજાવી આપવાની દૃષ્ટિ રાખી છે. આમ, આ બધામાં ભારતીય કાવ્યવિચારણાનો મૂળગામી પરિચય મળવાની સાથે એની દ્યોતક સમાલોચના પણ પ્રાપ્ત થાય છે.

કાવ્યપ્રકારોની વિચારણા : અર્વાચીન કાવ્યપ્રકારોના વર્ગીકરણમાં એમની આવી સમાલોચક દ્દષ્ટિનો સૌથી વધુ નોંધપાત્ર વિનિયોગ થયો છે. ૧૯૫૭-૫૮માં આપેલાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોના ગ્રંથ ‘ગુજરાતી કાવ્યપ્રકારો' (૧૯૬૪)માં કાવ્યસ્વરૂપોને વર્ગીકૃત કરવામાં મુખ્યત્વે તો સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિચારણાને જ એમણે ધ્યાનમાં રાખી છે પરંતુ અર્વાચીન કાવ્યપ્રકારોને તથા એ અંગેની ચર્ચાન પણ સમાવી લેતી વર્ગીકરણની પુનર્વ્યવસ્થા એમણે કરી આપી છે. આ મુજબ, કાવ્યપ્રકારોના વર્ગીકરણ અંગેના ભારતીય તેમ જ યુરોપીય સિદ્ધાન્તોની તથા અવિચીન ગુજરાતી વિવેચનની ભૂમિકા ચર્ચીને એમણે કાવ્યપ્રકારોને આ રીતે વર્ગીકૃત કર્યા છે : (૧) માનવજીવન—નિરૂપણની દ્દષ્ટિએ મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્ય, (૨) વસ્તુના ઉદ્દીપનની/ અંતસ્તત્ત્વની દ્દષ્ટિએ રસધ્વનિ, વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ તથા (૩) વસ્તુના આલંબનની દ્દષ્ટિએ આત્મલક્ષી અને પરલક્ષી. પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય વિચારણામાંથી આધારો લઈને તથા સંસ્કૃત-ગુજરાતી કવિતામાંથી ઘણાં દ્દષ્ટાન્તો લઈને એમણે પોતાની ચર્ચાન શાસ્ત્રીય ચોકસાઈવાળી અને સમૃદ્ધ બનાવી છે.

Line 121: Line 121:
એમની ચિંતનલક્ષી અને શાસ્ત્રીય દ્દષ્ટિના નોંધપાત્ર દ્દષ્ટાન્તરૂપ ‘વિચારબળો' અને ‘કે. હ. ધ્રુવની સમગ્ર વાયસેવાની સૂચિ’ એ બે લખાણો (‘નૈવેદ્ય') ખૂબ વિશિષ્ટ છે. પહેલા દીર્ઘ લેખમાં ૨૦મી સદીના પૂર્વાર્ધમાં આપણા સાહિત્યમાં પ્રધાનપણે વિનિયોગ પામેલાં વિચારબળોની સમર્થ વિચારણા છે. સાંસ્કૃતિક સંદર્ભમાં કરાવેલા આ પ્રવાહદર્શનને અંતે એમણે, લબ્ધપ્રતિષ્ઠ લેખકોની વિચારણામાં પશ્ચિમની નવી અસરોની ઉત્કટતા ગળાઈ જઈ પ્રાચીન આર્યભાવના જ પ્રાધાન્ય ભોગવે છે એવું પ્રતિપાદન કર્યું છે. ડોલરરાયને સાંસ્કૃતિક સંદર્ભો ધરાવતી વસ્તુગત વિચારણાની ફાવટ સૌથી વધુ છે એ પણ આવા લેખો સિદ્ધ કરે છે. કે. હ. ધ્રુવની જયંતીને પ્રસંગે એમની વારયસેવાનું સરવૈયું આપવાના અને એમણે પ્રતિપાદિત કરેલા નવા સિદ્ધાન્તોની તારવણી આપવાના આશયથી ડોલરરાયે અત્યંત પરિશ્રમથી અને પૂરી શાસ્ત્રીય પદ્ધતિએ તૈયાર કરેલી આ સૂચિ લેખકના ગ્રંથો અને લેખોની યાદી આગળ અટકવાને બદલે એ પ્રત્યેક લખાણમાંનાં લેખકનાં નિરીક્ષણોના નિર્દેશો પણ આપતી હોવાથી એમની સમગ્ર વિચારણાના દોહનરૂપ અને બહુમૂલ્ય બની છે. કે. હ. ધ્રુવ વિશે સંશોધન કરનારને માટે એ ઘણી તૈયાર સામગ્રીની ગરજ સારે એમ છે. આ સૂચિથી અને એમના વિવેચનકાર્યને તપાસતા ‘પાંડિત્યમંડિત રસિકતા' નામના લેખથી કે. હ. ધ્રુવની સાહિત્યસેવાનો એક વિગતપૂર્ણ અને અધિકૃત આલેખ ડોલરરાયે આપ્યો છે.

એમણે કરેલો ભાષાવિચાર પણ ઠીકઠીક નોંધપાત્ર છે. ‘નૈવેદ્ય'માં આ વિષયના ત્રણચાર લેખો છે એમાં ‘ભાષા' નામનો એક સુદીર્ઘ લેખ તથા મૂર્ધન્ય અને મૂર્ધન્યતર $'ની ચર્ચા વધુ મહત્ત્વનાં લખાણો છે. પહેલા લેખમાં એમણે આ સદીના પહેલા ચાર દાયકાના, શિષ્ટ લેખકોના ભાષાપ્રયોગોમાંથી નમૂના લઈ એનું વિશ્લેષણ કર્યું છે અને ગુજરાતીના શબ્દભંડોળ પર સંસ્કૃતના તથા એના વાક્યઘડતર પર અંગ્રેજીના સંસ્કારો છે એવું તારણ કાઢ્યું છે. એમના આ લેખમાં કેટલાંક સ્થાનો ચર્ચાસ્પદ પણ છે પરંતુ શૈક્ષણિક દ્દષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને થયેલું આવું ઝીણવટભર્યું ભાષાવિશ્લેષણ આપણે ત્યાંના ભાષાવિચારમાં ઐતિહાસિક મહત્વ અવશ્ય ધરાવે છે. બીજા લેખમાં, ભાષાવિચારના સમગ્ર સંદર્ભને ધ્યાનમાં રાખીને અને બોલાતી ભાષામાંથી દષ્ટાન્તો આપીને એમણે થડકારાવાળા અને થડકારા વિનાના હું ને પૃથકકૃત કરી આપ્યા છે. ધ્વનિવિચારની દ્દષ્ટિએ આજે એમના આ લેખની સામે કેટલાક પ્રશ્નો ઊભા થાય પરંતુ ઉચ્ચારણ અંગેની આવી શાસ્ત્રીય ચર્ચાનું ઐતિહાસિક મૂલ્ય ઓછું નથી જ.

ગ્રંથસમીક્ષા : નૈવેદ્ય' અને ‘કાવ્યવિવેચન'માં એમની ગ્રંથસમીક્ષાઓ પણ મળે છે. કૃતિઓ વિશેની સમીક્ષાઓનો ઘાટ ડોલરરાયમાં અવલોકનોને બદલે અભ્યાસલેખો જેવો બંધાતો હોય છે. આવા અભ્યાસો માટે એમણે સામાન્યપણે શિષ્ટ કૃતિઓ જ પસંદ કરી છે અને એથી સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એમાંથી ઉબુદ્ધ થતા જીવનદર્શનને તપાસવામાં એમનું ઝાઝું લક્ષ રહ્યું છે. આ દ્દષ્ટિએ, ‘સરસ્વતીચંદ્ર' એમને સમસ્ત સમાજને નિરૂપતી સકલકથા લાગે છે, ‘શર્વિલક'ની ચર્ચામાં લોકાયતમત વિશે તે વિસ્તારથી વિવરણ આપે છે અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'માંના પાત્રઘટનાવિકાસને મૈત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતાના ઉપલક્ષ્યમાં ચર્ચે છે. એમની પદ્ધતિ પણ કૃતિના વસ્તુવિચાર, પાત્રાલેખન, રહસ્ય આદિ ઘટકોના મુદ્દાસર વિવરણની રહે છે. ‘પ્રાચીના', ‘પારિજાત' આદિ કૃતિઓની ચર્ચાઓ આ દ્દષ્ટિએ જેવા જેવી છે. જોકે કૃતિના વિચારદ્રવ્યને તપાસવા—વિશ્લેષવા તરફના ઝુકાવને લીધે કલાકૃતિ તરીકેના એના પ્રભાવની કે એના રચનાકળાગત વિશેષોની ચર્ચા કરવાનું રહી જાય છે. ‘અનુભાવનાશક્તિ'ની ચર્ચામાં એમણે કહેલો તે, ‘સર્જકની ઈન્દ્રજાળના પાશમાંથી છૂટ્યા પછીનો વિવેચકનો પુનરનુભવ' એ ‘ઈન્દ્રજાળ'ની કોઈ આહ્લાદકતાને તો નોંધી આપતો જ નથી, એવો પ્રશ્ન આથી જાગે છે. આમ આપ કૃતિયા અંતસ્તત્ત્વના પરીક્ષણમાં જ્યાં એના સૌંદર્યમૂલ્યને એ ચીંધી આપતા હોય છે ત્યાં. એમની રસશતા વરતી શકાતી હોય છે. દેવયાનીતી કલકતી ચર્ચામાં આવો પ્રસન્નકર અનુભવ થાય છે. એમણે કરેલી કાવ્યસમીક્ષાઓ કાવ્યના ગુણ, રીતિ, અલંકાર એવા વિભાગાનુસાર વિવરણથી વિલક્ષણ બને છે. એમાં, અલબત્ત, શ્રીધરાણીના ‘આજ મારો અપરાધ છે' કાવ્યનો રસદર્શી પરિચય અન્ય સૌ વિવરણોથી જુદું પડી જતું આસ્વાદ્ય વિવેચન છે. સંશોધનાત્મક લખાણો : પ્રાચીન ભારતીય સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિમાંની વિશેષ રુચિને કારણે ડોલરરાયે પ્રાચ્ય વિદ્યાનો પણ ઊંડો અભ્યાસ કરેલો ને એના ફળ રૂપે એમની પાસેથી The Yugapuranam (१८५१), ‘Puranic Chronology' (१८५२), ‘Date of Rgveda' (१८५३) જેવા અંગ્રેજી ગ્રંથો મળ્યા છે જેણે એમને ભારતભરમાં પ્રતિષ્ઠા અપાવી છે. ‘નૈવેદ્ય'માંના કેટલાક ગુજરાતી લેખોમાં પણ આ અધ્યયનક્ષેત્રના એમના તલસ્પર્શી જ્ઞાનનો કંઈક પરિચય મળે છે. ‘અનુશ્રુતિનું યાથાતથ્ય'માં અનુશ્રુતિને અનૈતિહાસિક અને અશ્રદ્ધેય ગણીને એની અવગણના કરવાના વલણનો એમણે વિરોધ કર્યો છે અને સત્ય હકીકતોને પ્રજામાનસે આપેલા વિલક્ષણ રૂપ તરીકે અનુશ્રુતિને સ્વીકારી એમાંથી તથ્યો શોધવાની હિમાયત એમણે કરી છે. તો ઋગ્વેદમાંનાં ઉત્તર ધ્રુવનાં વર્ણનોને આધારે આર્યોના ઉત્તર ધ્રુવના નિવાસનો પક્ષ એમણે ‘ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ' નામના લેખમાં ખૂબ તાર્કિક રીતે રજૂ કર્યો છે. ‘હોળીનું મૂળ’ લેખમાં, પ્રહ્લાદની આખ્યાયિકા તો પાછળથી ઉમેરાયેલી, મૂળે તો એ પરિણીતાના કલ્યાણકારી વ્રતના યજ્ઞ રૂપે ઊજવાતો ઉત્સવ છે એ, અનેક અનુશ્રુતિઓ અને પૌરાણિક આધારોથી એમણે દર્શાવી આપ્યું છે. આ ઉપરાંત ‘કલ્કિ અવતાર', ‘દાશરાજ્ઞ સંગ્રામ' <ref>'સ્વાધ્યાય' પુ. ૨, અંક ૩ (મે ૧૯૬૫).</ref>  ‘સુરાષ્ટ્ર અને આનત' <ref>'સ્વાધ્યાય', પુ. ૬, અંક ૩ (એપ્રિલ ૧૯૬૯)</ref>  જેવા લેખોમાં પણ પ્રાચ્ય વિદ્યા અંગેની એમની મૂળગામી અને દ્યોતક ચર્ચા મળે છે. ‘અનુશ્રુતિનું યાથાતથ્ય' અને ‘ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ' જેવા, પ્રતિવાદો રૂપે લખાયેલા લેખોમાં ક્યાંક ચર્ચાસ્પદ સ્થાનો રહી ગયાં છે; <ref>એની ચર્ચા માટે જુઓ નરોત્તમ પલાણનો લેખ શ્રી ડોલરરાય માંકડ : જીવન અને સર્જન' (સં. અનંતરાય રાવળ વગેરે, ૧૯૭૬)</ref> એ સિવાય એમની ચર્ચા સાધાર અને સંતુલિત રહી છે. મૌલિક વિચારણાનો મતાગ્રહ એમનામાં ક્યારેક દેખાય પણ અસહિષ્ણુતા કે આભિનિવેશ ક્યાંય જણાશે નહિ. સ્વસ્થ અને તત્ત્વદર્શી પરીક્ષકવૃત્તિનું પ્રવર્તન એમનાં વિવેચનોની તેમ એમનાં આ સંશોધનોની પણ પ્રધાન લાક્ષણિકતા છે.
ગ્રંથસમીક્ષા : નૈવેદ્ય' અને ‘કાવ્યવિવેચન'માં એમની ગ્રંથસમીક્ષાઓ પણ મળે છે. કૃતિઓ વિશેની સમીક્ષાઓનો ઘાટ ડોલરરાયમાં અવલોકનોને બદલે અભ્યાસલેખો જેવો બંધાતો હોય છે. આવા અભ્યાસો માટે એમણે સામાન્યપણે શિષ્ટ કૃતિઓ જ પસંદ કરી છે અને એથી સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એમાંથી ઉબુદ્ધ થતા જીવનદર્શનને તપાસવામાં એમનું ઝાઝું લક્ષ રહ્યું છે. આ દ્દષ્ટિએ, ‘સરસ્વતીચંદ્ર' એમને સમસ્ત સમાજને નિરૂપતી સકલકથા લાગે છે, ‘શર્વિલક'ની ચર્ચામાં લોકાયતમત વિશે તે વિસ્તારથી વિવરણ આપે છે અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'માંના પાત્રઘટનાવિકાસને મૈત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતાના ઉપલક્ષ્યમાં ચર્ચે છે. એમની પદ્ધતિ પણ કૃતિના વસ્તુવિચાર, પાત્રાલેખન, રહસ્ય આદિ ઘટકોના મુદ્દાસર વિવરણની રહે છે. ‘પ્રાચીના', ‘પારિજાત' આદિ કૃતિઓની ચર્ચાઓ આ દ્દષ્ટિએ જેવા જેવી છે. જોકે કૃતિના વિચારદ્રવ્યને તપાસવા—વિશ્લેષવા તરફના ઝુકાવને લીધે કલાકૃતિ તરીકેના એના પ્રભાવની કે એના રચનાકળાગત વિશેષોની ચર્ચા કરવાનું રહી જાય છે. ‘અનુભાવનાશક્તિ'ની ચર્ચામાં એમણે કહેલો તે, ‘સર્જકની ઈન્દ્રજાળના પાશમાંથી છૂટ્યા પછીનો વિવેચકનો પુનરનુભવ' એ ‘ઈન્દ્રજાળ'ની કોઈ આહ્લાદકતાને તો નોંધી આપતો જ નથી, એવો પ્રશ્ન આથી જાગે છે. આમ આપ કૃતિયા અંતસ્તત્ત્વના પરીક્ષણમાં જ્યાં એના સૌંદર્યમૂલ્યને એ ચીંધી આપતા હોય છે ત્યાં. એમની રસશતા વરતી શકાતી હોય છે. દેવયાનીતી કલકતી ચર્ચામાં આવો પ્રસન્નકર અનુભવ થાય છે. એમણે કરેલી કાવ્યસમીક્ષાઓ કાવ્યના ગુણ, રીતિ, અલંકાર એવા વિભાગાનુસાર વિવરણથી વિલક્ષણ બને છે. એમાં, અલબત્ત, શ્રીધરાણીના ‘આજ મારો અપરાધ છે' કાવ્યનો રસદર્શી પરિચય અન્ય સૌ વિવરણોથી જુદું પડી જતું આસ્વાદ્ય વિવેચન છે. સંશોધનાત્મક લખાણો : પ્રાચીન ભારતીય સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિમાંની વિશેષ રુચિને કારણે ડોલરરાયે પ્રાચ્ય વિદ્યાનો પણ ઊંડો અભ્યાસ કરેલો ને એના ફળ રૂપે એમની પાસેથી The Yugapuranam (१८५१), ‘Puranic Chronology' (१८५२), ‘Date of Rgveda' (१८५३) જેવા અંગ્રેજી ગ્રંથો મળ્યા છે જેણે એમને ભારતભરમાં પ્રતિષ્ઠા અપાવી છે. ‘નૈવેદ્ય'માંના કેટલાક ગુજરાતી લેખોમાં પણ આ અધ્યયનક્ષેત્રના એમના તલસ્પર્શી જ્ઞાનનો કંઈક પરિચય મળે છે. ‘અનુશ્રુતિનું યાથાતથ્ય'માં અનુશ્રુતિને અનૈતિહાસિક અને અશ્રદ્ધેય ગણીને એની અવગણના કરવાના વલણનો એમણે વિરોધ કર્યો છે અને સત્ય હકીકતોને પ્રજામાનસે આપેલા વિલક્ષણ રૂપ તરીકે અનુશ્રુતિને સ્વીકારી એમાંથી તથ્યો શોધવાની હિમાયત એમણે કરી છે. તો ઋગ્વેદમાંનાં ઉત્તર ધ્રુવનાં વર્ણનોને આધારે આર્યોના ઉત્તર ધ્રુવના નિવાસનો પક્ષ એમણે ‘ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ' નામના લેખમાં ખૂબ તાર્કિક રીતે રજૂ કર્યો છે. ‘હોળીનું મૂળ’ લેખમાં, પ્રહ્લાદની આખ્યાયિકા તો પાછળથી ઉમેરાયેલી, મૂળે તો એ પરિણીતાના કલ્યાણકારી વ્રતના યજ્ઞ રૂપે ઊજવાતો ઉત્સવ છે એ, અનેક અનુશ્રુતિઓ અને પૌરાણિક આધારોથી એમણે દર્શાવી આપ્યું છે. આ ઉપરાંત ‘કલ્કિ અવતાર', ‘દાશરાજ્ઞ સંગ્રામ' <ref>‘સ્વાધ્યાય' પુ. ૨, અંક ૩ (મે ૧૯૬૫).</ref>  ‘સુરાષ્ટ્ર અને આનત' <ref>‘સ્વાધ્યાય', પુ. ૬, અંક ૩ (એપ્રિલ ૧૯૬૯)</ref>  જેવા લેખોમાં પણ પ્રાચ્ય વિદ્યા અંગેની એમની મૂળગામી અને દ્યોતક ચર્ચા મળે છે. ‘અનુશ્રુતિનું યાથાતથ્ય' અને ‘ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ' જેવા, પ્રતિવાદો રૂપે લખાયેલા લેખોમાં ક્યાંક ચર્ચાસ્પદ સ્થાનો રહી ગયાં છે; <ref>એની ચર્ચા માટે જુઓ નરોત્તમ પલાણનો લેખ શ્રી ડોલરરાય માંકડ : જીવન અને સર્જન' (સં. અનંતરાય રાવળ વગેરે, ૧૯૭૬)</ref> એ સિવાય એમની ચર્ચા સાધાર અને સંતુલિત રહી છે. મૌલિક વિચારણાનો મતાગ્રહ એમનામાં ક્યારેક દેખાય પણ અસહિષ્ણુતા કે આભિનિવેશ ક્યાંય જણાશે નહિ. સ્વસ્થ અને તત્ત્વદર્શી પરીક્ષકવૃત્તિનું પ્રવર્તન એમનાં વિવેચનોની તેમ એમનાં આ સંશોધનોની પણ પ્રધાન લાક્ષણિકતા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
* પરિષદ-પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખંડ : ૪ (સં. ઉમાશંકર જોશી વ., ૧૯૮૧ના પ્રકરણ ૧૧ : લે. રમણ સોની) માંથી, ટુંકાવી—સુધારીને.
* પરિષદ-પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખંડ : ૪ (સં. ઉમાશંકર જોશી વ., ૧૯૮૧ના પ્રકરણ ૧૧ : લે. રમણ સોની) માંથી, ટુંકાવી—સુધારીને.

Navigation menu