ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/નર્મદયુગમાં પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રેરણા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨<br>નર્મદયુગમાં પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રેરણા અને પ્રભાવ : તત્કાલીન કાવ્યવિવેચનની પશ્ચાદ્‌ ભૂમિકા}} '''આમુખ''' {{Poem2Open}} આપણે ગયા પ્રકરણમાં નોધ્યું છે કે ગઈ સદીમાં આપણાં વિશ્...")
 
No edit summary
Line 37: Line 37:
આપણે ત્યાં મધ્યકાલમાં કાવ્યવિવેચનની પરંપરા ભલે ન રચાવા પામી હોય, પણ એ સમયના સાહિત્યમાં ‘વિવેચનના અંકુર’ તો પાંગર્યા હતા જ, એવો એક મત આપણા જાણીતા વિદ્વાન રમણભાઈ નીલકંઠે રજૂ કરેલો છે. તેમની સમજણ આ જાતની છે : “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વિવેચન સિદ્ધાંતોનો જ્યોતિર્મય દીપ થયો નથી તે છતાં એ પ્રકાશનાં કિરણો કદી કદી પ્રવિષ્ટ થયાં છે, અને ગુણદોષ પરીક્ષાનો શોધક અગ્નિ સળગ્યો નથી છતાં એ પાવક સ્ફુલ્લિંગો કદી કદી ચેત્યા છે.”૩૭ આ જાતના ‘પાવક સ્ફુલ્લિંગો’ તેમને અખો, શામળ અને વલ્લભનાં લખાણોમાં પ્રગટ્યા હોવાનું જણાયું છે.

પ્રથમ અખાના ‘કવિ અંગ’ની નીચેની કડીઓની ચર્ચા તેઓ આરંભે છે.

“કવિતા ઘણા કવી ગયા, અદ્યાપિ કવે પ્રત્યક્ષ રહ્યા;”
{{Poem2Close}}
{{Block center|<poem>“કવિતા ઘણા કવી ગયા, અદ્યાપિ કવે પ્રત્યક્ષ રહ્યા;”
“વળી આગળ કવસે બહુ કવી, મનની વૃત્ત્ય જો જો અનુભવી,”

“અખા મનાતીત્ય ત્યમનું ત્યમ, મનની વૃત્યમાં મનની ગમ્ય”

“જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યના કેમ વરણીશ.”૩૮
“જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યના કેમ વરણીશ.”૩૮</poem>}}
** ** **
{{center|<nowiki>** ** **</nowiki>}}
“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર!”
{{center|<poem>“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર!”
“સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાશી ગયું.”૩૯
“સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાશી ગયું.”૩૯</poem>}}
** ** **
{{center|<nowiki>** ** **</nowiki>}}
“સંસ્કૃત પ્રાકૃત જે વડે ભણે, જેમ કાષ્ટ વિષે રહ્યો ભાથાકણે,”
{{Block center|<poem>“સંસ્કૃત પ્રાકૃત જે વડે ભણે, જેમ કાષ્ટ વિષે રહ્યો ભાથાકણે,”
“તે છોડ્યાં બાણો ના’વે અર્થ, તેમ પ્રાકૃત વિના સંસ્કૃત તે વ્યર્થ”૪૦

(ભાષાઅંગ)
{{Right|(ભાષાઅંગ)}}</poem>}}
{{Poem2Open}}
આ કડીઓમાં રમણભાઈને વિવેચનના અસ્ફુટ એવા સિદ્ધાંતોની ઝાંખી થઈ છે. તેઓ એ કડીઓનું વિવરણ કરતાં કહે છે : “...કવિઓ મનની વૃત્તિમાં અનુભવ પ્રાદુર્ભૂત કરે છે, કવિ સરખી મનની વૃત્તિમાં આવ્યાથી તે વૃત્તિ ગમ્ય થાય છે, જ્ઞાન એ કવિતાનો પ્રત્યક્ષ વિષય નથી, જ્ઞાની તે કવિથી જુદા છે... ભાષા કરતાં વક્તવ્ય વિષયનું વધારે મહત્ત્વ છે, જે પ્રાકૃત ભાષા આપણે નિત્ય બોલતા હોઈએ તેનો અનાદર કરી કેવળ સંસ્કૃતને વળગી રહેવાથી લક્ષ વસ્તુને પહોંચાતું નથી, પ્રાકૃત બોલનાર માટે વિવક્ષિત વાત પ્રાકૃતમાં જ યથેષ્ટ કહી શકાય છે.”૪૧

આ પ્રકારની રમણભાઈની ચર્ચામાં અખાની મૂળ પંક્તિઓમાંથી સાહિત્યિક વિવેચનના જે જે સિદ્ધાંતો શોધાયા છે તે કંઈક વધારે પડતા ઉત્સાહી પ્રયત્નનું પરિણામ લાગે છે. અખાના ઉચ્ચારણમાં, અલબત્ત, કવિ, જ્ઞાની કે ભાષાને વિશેની દૃષ્ટિ જ પ્રગટ થાય છે, પણ એમાં તો અખો પરમ તત્ત્વની પ્રાપ્તિના સંદર્ભમાં જ એ વિચારો રજૂ કરે છે. એમાં અલંકારશાસ્ત્રને લગતી કોઈ ચર્ચા કે અભિપ્રાયો ઉચ્ચારવાનો તેનો આશય જણાતો નથી. રમણભાઈએ તેને સાહિત્યવિવેચનના સિદ્ધાંતો લેખે ઘટાવવાનો જે પ્રયત્ન કર્યો છે તેમાં, દેખીતી રીતે જ, તેમના વિચારોનું આરોપણ જણાય છે.

શામળની નીચેની પંક્તિ પણ તેમને પોતાના વક્તવ્યનું સમર્થન કરતી લાગી છે :

“કહ્યું કવે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી.”૪૨  
{{Poem2Close}}
{{Block center|“કહ્યું કવે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી.”૪૨}}
{{Poem2Open}}
આ પંક્તિના સંદર્ભમાં ચર્ચા કરતાં તેઓ કહે છે :

“કવિ જે કહે તે કોઈએ કહેલું હોવું ન જોઈએ, કવિતામાં નવીનતા જોઈએ, કવિ રસમય દર્શનથી જે તત્ત્વ શીખવે તે પૂર્વે બીજા કોઈએ શીખવેલું હોય તો ચમત્કાર જતો રહે : એ સિદ્ધાંતો વિવેચનસાહિત્યમાં કવિની શક્તિ અને કલા પરત્વે ઘણા અગત્યના છે.”૪૩ પ્રસ્તુત ચર્ચામાં રમણભાઈએ કવિપ્રતિભાનો ખ્યાલ શોધવાનો જે પ્રયત્ન કર્યો છે તેની આધારરૂપ કડી શામળની ‘નંદબત્રીશી’ વાર્તામાં માત્ર પ્રાસંગિક ઉદ્‌ગાર રૂપ જ છે.૪૪ એક સાદા અનુભવકથનને મૂળ સંદર્ભની બહાર લાવી તેમાં જે વિવેચનની પ્રવૃત્તિ જોવાનો પ્રયત્ન છે તે કોઈ રીતે બરાબર નથી.

Line 65: Line 69:
'''તેના વિવિધ ગ્રંથોનાં લક્ષણો અને ગુજરાતીમાં અનુસંધાન :'''
'''તેના વિવિધ ગ્રંથોનાં લક્ષણો અને ગુજરાતીમાં અનુસંધાન :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
-------------------------
વ્રજના કવિ આચાર્યોની ‘રીતિ-કાવ્ય’ની રચનાપ્રવૃત્તિ સંસ્કૃત અલંકારશાસ્ત્રની, ખાસ કરીને એ પરંપરાના ઉત્તરકાલીન ગ્રંથોની પ્રેરણા અને આધાર લઈને વિકસી છે, પણ તેની માંડણી અને નિરૂપણશૈલી વિલક્ષણ છે. એમાં વ્રજના કવિઆચાર્યોએ સંસ્કૃત અલંકારશાસ્ત્રમાંનાં કાવ્યલક્ષણોને સદૃષ્ટાન્ત રજૂ કરવાની દૃષ્ટિ રાખી છે. એ રીતે ‘રીતિકાવ્ય’માં કવિતાની રચનાકલાને લગતા નિયમો અને એ નિયમોને જ આધીન કાવ્યરચના એ બંને વસ્તુઓનો યોગ થાય છે. વળી, આ કવિઓને દરબારી આશ્રય મળ્યો હોવાથી તેમાં સભારંજક તત્ત્વોનું પ્રાચુર્ય દેખીતી રીતે જ આવ્યું છે. આ વિલક્ષણ પ્રવૃત્તિના મૂળમાં એ પ્રદેશની લાક્ષણિક રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક પરિસ્થિતિ રહેલી છે.

આ ‘રીતિ’ પરંપરાના ગ્રંથોને તેમાં નિરૂપાયેલા વિષય અને તેના આધારભૂત સંસ્કૃત અલંકારગ્રંથોને અનુલક્ષીને ચાર ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે.

(અ) કવિતાના સર્વાંગી નિરૂપણના (બ) રસ નિરૂપણના (ક) અલંકાર નિરૂપણના (ડ) પિંગળ નિરૂપણના ગ્રંથો.

(અ) કવિતાની સર્વાંગી (કે વિવિધાંગી) વિચારણા કરનારા ગ્રંથો :૫૩
{{Poem2Close}}
'''(અ) કવિતાની સર્વાંગી (કે વિવિધાંગી) વિચારણા કરનારા ગ્રંથો :૫૩'''
{{Poem2Open}}
આ પ્રકારના ગ્રંથોમાં ચિંતામણિનો ‘કવિકુલકલ્પતરુ’ (સં. ૧૬૯૦ની આસપાસ), કુલપતિમિશ્રનો ‘રસરહસ્ય’ (સં ૧૭૨૭), પદુમનદાસનો ‘કાવ્યમંજરી’ (સં. ૧૭૪૧), દેવનો ‘શબ્દરસાયણ’ યા કાવ્યરસાયણ (સં. ૧૮૦૦), કુમારમણિનો ‘રસિકરસાલ,’ (?) શ્રીપતિનો ‘કાવ્યસરોજ’ (સં. ૧૭૭૭) સોમનાથનો ‘રસપીયૂષનિધિ’ (સં. ૧૭૯૪), ભિખારીદાસનો ‘રસસારાંશ’ (સં. ૧૭૯૧), પ્રતાપસિંહનો ‘કાવ્યવિલાસ’ (સં. ૧૮૮૬) આદિ મુખ્ય છે. (આપણે ત્યાં કવિ નથુરામ શર્માએ આ સદીમાં વ્રજના આ ગ્રંથોની પરિપાટીએ ‘કાવ્યશાસ્ત્ર’ની રચના કરી છે. (પ્રથમ આવૃત્તિ, પ્રકાશન ૧૯... પોતે જ પ્રકાશન કરેલું.)

(બ) રસનિરૂપણના ગ્રંથો૫૪ :
{{Poem2Close}}
'''(બ) રસનિરૂપણના ગ્રંથો૫૪ :'''
{{Poem2Open}}
‘રીતિકાવ્ય’ની પરંપરામાં રસ અને નાયિકાભેદને લગતા ગ્રંથો પુષ્કળ લખાયા છે. રસનિરૂપણના ગ્રંથોમાં મુખ્યત્વે તો રસરાજ શૃંગારરસની અને તે નિમિત્તે વળી નાયક-નાયિકાભેદની વિચારણા જ કેન્દ્રમાં રહી છે. એમાંના કેટલાક ગ્રંથોમાં સર્વ રસોનું નિરૂપણ હોય છે. તો કેટલાકમાં માત્ર શૃંગારનું જ. વળી નાયક-નાયિકાભેદના સ્વતંત્ર ગ્રંથો ય મળે છે. આ ગ્રંથોની પ્રેરણા જેમાંથી પ્રાપ્ત થઈ છે તે ગ્રંથો આ પ્રમાણે છે : ભરતનું નાટ્યશાસ્ત્ર, વાત્સ્યાયનનું ‘કામસૂત્ર’, રુદ્રભટ્ટનો ગ્રંથ ‘શ્રુંગારતિલક’, ભોજનો ‘સરસ્વતીકંઠાભરણ’ અને ‘શૃંગારપ્રકાશ’, ધનંજયનો ‘દશરૂપક’, મમ્મટનો ‘કાવ્યપ્રકાશ’, ભાનુદત્તનો ‘રસતરંગિણી’ અને ‘રસમંજરી’ અને વિશ્વનાથનો ‘સાહિત્યદર્પણ’. ઘણી વાર આમાંના કોઈ એક ગ્રંથ યા અનેક ગ્રંથોનો આધાર લેવાયો હોય છે. રસના નિરૂપણમાં ખાસ કોઈ મૌલિકતા જણાતી નથી, પરંતુ નાયક-નાયિકા ભેદના નિરૂપણમાં વૈવિધ્ય જોવા મળે છે. અહીં આપણે આ પ્રકારના વ્રજના ગ્રંથોમાંથી કેટલાકનો જ નિર્દેશ કરીશું. સર્વ રસનું નિરૂપણ કરનારા ગ્રંથોમાં કેશવદાસ કૃત ‘રસિકપ્રિયા’ (રચના સાલ સં. ૧૬૪૮ આસપાસ) અને માત્ર શૃંગારરસનું નિરૂપણ કરનારા ગ્રંથોમાં સુંદર કવિનો ‘સુંદરશ્રુંગાર’ (સં. ૧૬૮૮) અને મતિરામનો ‘રસરાજ’ (સં. ૧૭૨૦ આસપાસ) એ ગ્રંથો નોંધપાત્ર છે, ખાસ તો એટલા માટે કે આ ગ્રંથો જ ઘણું કરીને આપણે ત્યાં નર્મદયુગમાં પ્રભાવક બન્યા જણાય છે. આપણા કવિ નર્મદે તેની ‘રસપ્રદેશ’ નામે પુસ્તિકા માટે સંસ્કૃત ગ્રંથ ‘સાહિત્યદર્પણ’ ઉપરાંત વ્રજના બે ઉપર ઉલ્લેખિત ‘રસિકપ્રિયા’ અને ‘સુંદરશૃંગાર’નો આધાર લીધો છે.૫૫ કવિ વાલજી લક્ષ્મીરામ નામના બીજા એક કવિએ સંસ્કૃત ‘રસમંજરી’ અને વ્રજના ‘રસરાજ’નો આધાર લઈ ગુજરાતીમાં ઈ.સ. ૧૮૭૭માં ‘રસમંજરી’ નામે ગ્રંથ બહાર પાડ્યો હતો.૫૬ વળી હર્ષદરાય નામના કોઈ કવિએ વ્રજના ‘રસિકપ્રિયા’ ગ્રંથ પર ટીકા લખી છે.૫૭ અહીં નર્મદના ‘નાયિકાવિષયપ્રવેશ’નો ય ઉલ્લેખ જરૂરી છે. નર્મદે આ પુસ્તિકા માટે સંસ્કૃત ‘સાહિત્યદર્પણ’, સંસ્કૃત ‘રસમંજરી’નો મરાઠી અનુવાદ તથા વ્રજના ‘સુંદરશૃંગાર’નો આધાર લીધો છે.૫૮

(ક) અલંકાર નિરૂપણના ગ્રંથો૫૯ :
{{Poem2Close}}
'''(ક) અલંકાર નિરૂપણના ગ્રંથો૫૯ :'''
{{Poem2Open}}
આ પ્રકારના ‘રીતિ’ ગ્રંથોની મુખ્ય પ્રેરણા (આગળની ચર્ચામાં ઉલ્લેખેલા) સંસ્કૃતના ગ્રંથો ‘ચંદ્રાલોક’ અને ‘કુવલયાનન્દ’ એ બેમાંથી મળી છે. આ પ્રકારના વ્રજના વિપુલ સાહિત્યમાં જશવંતસિંહનો ‘ભાષાભૂષણ’ ખૂબ જાણીતો છે. આપણે ત્યાં આ ગ્રંથ અનેક કવિઓને પ્રેરક બન્યો જણાય છે. કવિ નર્મદે પોતાની પુસ્તિકા ‘અલંકારપ્રવેશ’ માટે જે જે ગ્રંથોનો આધાર લીધો હતો તેમાં સંસ્કૃતના ‘ચંદ્રાલોક’; ‘કુવલયાનન્દકારિકા’ અને ‘સાહિત્યદર્પણ’ મરાઠીનો અલંકારવિવેક ઉપરાંત પ્રસ્તુત વ્રજ ગ્રંથ ‘ભાષાભૂષણ’નો ય આધાર લીધો હોવાનું નોંધ્યું છે.૬૦ આપણા બીજા એક કવિ દલપતરામ દુર્લભરામે વ્રજના ગ્રંથોની પ્રેરણા લઈ ઈ.સ. ૧૮૭૮માં ‘ભાષાભૂષણ’ ગ્રંથ રચ્યો હોવાનો ય ઉલ્લેખ મળે છે.૬૧

(ડ) પિંગળનું નિરૂપણ કરનારા ગ્રંથો૬૨ :
{{Poem2Close}}
'''(ડ) પિંગળનું નિરૂપણ કરનારા ગ્રંથો૬૨ :'''
{{Poem2Open}}
આ પ્રકારના ગ્રંથોમાં પિંગળની ચર્ચા મળે છે. એમાં કેશવકૃત ‘છંદમાલા,’ ચિંતામણિનો ‘પિંગલ’, મતિરામનો ‘વૃત્તકૌમુદી’, સુખદેવ મિશ્રનો ‘વૃત્તવિચાર’ આદિનો સમાવેશ થાય છે. આ પ્રકારનાં પિંગળોએ આપણે ત્યાં પ્રભાવ પાડ્યો હોય તો કેટલો તે જણાવતાં ચોક્કસ નિદર્શનો મળ્યાં નથી.

આમ, વ્રજના કાવ્યસાહિત્યમાં લગભગ બે અઢી સૈકા સુધી આ પ્રકારની ‘રીતિ-કાવ્ય’ની એક વિશાળ પરંપરા વિકસતી રહી. આપણે જોયું કે એ પ્રકારના સાહિત્યની મૂળ પ્રેરણા અને આધાર તો સંસ્કૃત અલંકારશાસ્ત્રના ગ્રંથો, વિશેષતઃ ઉત્તરકાલીન ગ્રંથો જ, રહ્યા છે. એ રીતે સંસ્કૃતના અલંકારશાસ્ત્રની જે પરંપરા સોળમા સત્તરમા સૈકામાં એ પ્રદેશમાં ચાલી, તેનું અનુસંધાન જાળવીને વ્રજની, (અને આપણે ત્યાં ’ભાખા’ના નામે પ્રચલિત) ‘રીતિ-કવિતા’નો વિકાસ સંભવ્યો.  

આ ‘રીતિ-કવિતા’માં, આપણે જોયું તેમ, સંસ્કૃતના ઉત્તરકાલીન અલંકારગ્રંથોનો પ્રભાવ વિશેષ રહ્યો છે. સંસ્કૃતના ‘કવિશિક્ષા’ના ગ્રંથોમાં કવિતારચનાના જે નિયમો સ્થાન પામ્યા હતા, તેમાં પ્રાસાનુપ્રાસ, શ્લેષ, ઝડઝમક આદિ રચનાચાતુરીના સ્થૂળ અંશોનો મહિમા થવા લાગ્યો હતો એ વાત આપણે આગળ જોઈ ગયા છીએ. ‘રીતિ-કવિતા’માં આ પ્રકારની રચનાચાતુરીનો જ મહિમા રહ્યો, અને તેથી પ્રાસાનુપ્રાસાદિ સ્થૂળ તત્ત્વોની ઉપાસના વધી. હકીકતમાં, રીતિકાલીન આચાર્યોએ સદૃષ્ટાન્ત કાવ્યલક્ષણો રજૂ કરવાનાં હતાં. એટલે, દેખીતી રીતે જ, તેમાં કવિઓની સહજાનુભૂતિ કરતાં યે આયાસપૂર્વક સિદ્ધ કરેલી રચનાચાતુરીનું પ્રાધાન્ય રહ્યું. વળી આ સમગ્ર પરંપરા દરબારોના આશ્રયે વિકસી, એટલે એમાં સભારંજક તત્ત્વોનો પુરસ્કાર જ વધુ થયો. આ રીતે વ્રજ કે ‘ભાખા’ રીતિ એ સભારંજની કવિતાની લગભગ પર્યાય બની ગઈ.

આપણે ત્યાં નર્મદયુગના આરંભકાળમાં વ્રજના રીતિકાવ્યનો પ્રભાવ વધ્યો જણાય છે. આપણે એ મુદ્દા વિશે વિચારણા કરીએ તે પૂર્વે એક મુદ્દો વિચારી લેવાનો રહે છે. અને તે એ કે મધ્યકાલમાં છેવટ પર્યંત આપણા સંતકવિઓએ વ્રજની ભક્તિકવિતા નિમિત્તે એ ભાષાનો પરિચય કર્યો હોય તો આપણે ત્યાં ‘રીતિ-કવિતા’ પ્રકારની રચનાઓ કેમ જન્મી નહિ હોય? આનો ઉત્તર એ કે આપણા મધ્યકાલીન સંતો તેમના ભક્તિરસમાં જ લીન રહ્યા છે, અને સભાનપણે અલંકારયુક્ત કવિતા રચનાની કોઈ વૃત્તિ તેમણે સામાન્યતઃ સેવી જણાતી નથી. વ્રજના દરબારી આચાર્યોએ જે રીતિ-કાવ્ય નિપજાવ્યું તેની પાછળ તત્કાલીન પરિસ્થિતિ જવાબદાર હતી એ વાત આપણે આગળ નોંધી ગયા છીએ. અને એ હકીકત ખૂબ જ સૂચક છે. વ્રજના કવિઓએ સભારંજનના હેતુથી, આયાસપૂર્વક, રચનાચાતુરીનું કૌશલ આણવાના પ્રયત્નો કર્યા. આપણા સંતકવિઓને એવી કોઈ આવશ્યકતા જન્મી નહોતી. તેમણે જે કંઈ ભક્તિસાહિત્ય રચ્યું તેમાં તેમના ભક્ત હૃદયની સરળ સરવાણી પ્રગટી છે. એટલે કૃત્રિમ વાક્‌વિલાસથી તેઓ વેગળા રહ્યા હોય એ દેખીતું છે.૬૩  

નર્મદયુગમાં ‘વ્રજ’નો પ્રભાવ અને પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રવૃત્તિઃ
{{Poem2Close}}
'''નર્મદયુગમાં ‘વ્રજ’નો પ્રભાવ અને પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રવૃત્તિઃ'''
{{Poem2Open}}
આપણી અત્યારસુધીની ચર્ચાવિચારણા પરથી એક વાત તો સ્પષ્ટ જણાઈ આવે છે કે આપણે ત્યાં મધ્યકાલમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રની કોઈ જૈનેતર પરંપરાનું સાતત્ય જોવા મળતું નથી. તેમ તે સમયના સાહિત્યમાં તેનું કોઈ પ્રતિબિંબ પણ ઝિલાયું નથી. વળી, આપણે આગળ જોયું તેમ, કૃષ્ણભક્તિના તારેતારે આપણને વ્રજના કાવ્યસાહિત્યનો સંબંધ થયો. જો કે મધ્યકાલીન સંતોએ ‘રીતિ-કાવ્ય’નું અનુસરણ કર્યું નથી. પરંતુ વ્રજનો મહિમા ઓછો થયો નથી. હકીકતમાં, નર્મદયુગના આરંભે આપણી માતૃભાષા ગુજરાતી કરતાં યે સંસ્કૃત અને વ્રજ (એ ‘ભાખા’ કે ‘હિન્દુસ્તાની’ નામે ય પ્રચલિત હતી)નો આદર કરવાનું વલણ વિશેષ જોવા મળે છે.૬૪ મધ્યકાલથી કૃષ્ણભક્તિ નિમિત્તે વ્રજના સાહિત્યનો જે આદર થવા લાગ્યો હતો, તે અર્વાચીન યુગના આરંભે જાણે પરાકાષ્ઠા સાધે છે. કવિતાની ભાષા તો સંસ્કૃત કે વ્રજ હોય એવું ય એ સમયે મનાવા લાગ્યું હતું.૬૫ અને આપણે ત્યાં રાજદરબારોમાં, તીર્થોમાં, અને મંદિરોમાં વ્રજનો પ્રચાર વધ્યો હતો.૬૬

આ સંજોગોમાં એ સમયના કાવ્યરસિકોએ વ્રજના ‘રીતિ-કાવ્ય’નું જે કંઈ આછુંપાતળું સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની જ પ્રેરણા લીધી છે. કવિ દલપતરામે તો ભુજ પાઠશાળામાં વ્રજના કાવ્યશાસ્ત્રનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો. તેમના અભ્યાસમાં વ્રજના ગ્રંથો ‘કવિપ્રિયા’, રસિકપ્રિયા, ‘જ્ઞાનચાતુરી’, ‘કાવ્યચાતુરી’ ઉપરાંત ‘માનમંજરી’, ‘અનેકાર્થી’ આદિ કૃતિઓ પણ આવી હતી.૬૭ તેમની કવિતામાં, દેખીતી રીતે જ, વ્રજના પ્રભાવરૂપે પ્રાસાનુપ્રાસ, ઝાડઝમક, શ્લેષરચના, છંદોચાતુરી, પ્રહેલિકા, ચિત્રકાવ્ય આદિનો મહિમા થયો, એટલું જ નહિ, વ્રજ કવિઓની રીતરસમને અનુસરી સભારંજની શીઘ્ર કવિતાનો પણ તેમણે પુરસ્કાર કર્યો.૬૮ તેમનું કાવ્યમાનસ આ ‘રીતિ’ના સંસ્કારોથી પોષાયું, અને એ સંસ્કારો એટલા તો દૃઢ બન્યા હતા કે તેમની લગભગ સમગ્ર કાવ્યપ્રવૃત્તિ એ ‘રીતિ’ની શૈલીમાં જ બદ્ધ રહી. નોંધવા જેવું એ છે કે અર્વાચીન યુગના આરંભે કવિ નર્મદે અંતઃક્ષોભપ્રેરિત આત્મલક્ષી એવી નવીન કવિતાની દિશામાં પ્રવૃત્તિ કરી – અને આપણે જોઈશું કે આપણી અર્વાચીન કવિતામાં તેમણે કેટલુંક મહત્ત્વનું નવપ્રસ્થાન પણ કર્યું છે – છતાં એ યુગના પ્રભાવશાળી કવિ તો દલપતરામ જ રહ્યા છે, એમ આપણા કવિ-વિવેચક સુંદરમે નોંધ્યું છે૬૯. હકીકતમાં, દલપતકાવ્ય એ મધ્યકાલીન વ્રજ કવિતાનું અનુસંધાન જાળવતી કવિતા છે. આપણા નર્મદયુગમાં પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્રના અભ્યાસથી પ્રભાવિત વ્યાપક કાવ્યરુચિની યે એ નિર્દેશક બની રહે છે.

Line 90: Line 101:
આમ, આપણે ત્યાં ગઈ સદીના અંત સુધી, અને કંઈક આ સદીના આરંભમાં યે, પરંપરાગત કાવ્યશાસ્ત્રનો વિચાર કરવાનું વલણ જારી રહ્યું દેખાય છે. ઈ.સ. ૧૯૦૯માં ડાહ્યાભાઈ દેરાસરીએ ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ ૮3માં આપણી નવી કાવ્યવિવેચનાની પ્રાણપ્રતિષ્ઠા નથી કરી, પણ આઠમા પ્રકરણ ‘ભાષા અને વિજ્ઞાન’માં પેટાશીર્ષક ‘પિંગળ-અલંકાર વગેરે’૮૪ હેઠળ વીતેલી સાઠીનાં પિંગળાદિની જ મુખ્યત્વે ચર્ચા કરી છે. હકીકતમાં, એ સમય સુધીમાં નર્મદ નવલરામની થોડીક અગત્યની ચર્ચા, ઉપરાંત, ખાસ તો, રમણભાઈ નીલકંઠની સર્વાંગી કાવ્યવિવેચનાના લેખો પ્રગટ થઈ ચૂક્યા હતા.૮૫ વળી મણિલાલ૮૬, નરસિંહરાવ૮૭ ગોવર્ધનરામ અને આચાર્ય આનંદશંકરની૮૮ સિદ્ધાંતચર્ચાનાં કેટલાંયે મહત્ત્વનાં લખાણો પ્રગટ થઈ ચૂક્યાં હતાં. આમ છતાં ડાહ્યાભાઈ દેરાસરીના પ્રસ્તુત ગ્રંથમાં તેની ખાસ નોંધ લેવામાં આવી નથી એ સૂચક છે. એ વેળાએ પણ કાવ્યચર્ચા પિંગળ અલંકારાદિની વિચારણામાં જ સીમિત થઈ જાય એવો કંઈક ખ્યાલ પ્રવર્તતો જોઈ શકાય.

આ ચર્ચાવિચારણાને અંતે એમ કહી શકાય કે ગઈ સદીમાં પરંપરાગત કાવ્યશિક્ષણના ગ્રંથોનો પ્રભાવ ઠીક ઠીક રહ્યો જણાય છે. કવિતાના અભ્યાસ નિમિત્તે પિંગળ ઉપરાંત અલંકારાદિનો રૂઢ વિચાર કરવાનું વલણ જ પ્રબળ દેખાય છે. વળી વ્રજના કાવ્યશાસ્ત્રના સંસ્કારો પામેલો એક મોટો કવિવર્ગ તો કવિતામાં ઝડઝમક, પ્રાસાનુપ્રાસ, શ્લેષ આદિનો જ મહિમા કરતો રહ્યો છે. અને છંદોરચનાની ચાતુરી કે દરબારી સભારંજક શીઘ્રકવિતા માટે પક્ષપાત ધરાવતો દેખાય છે. આપણા મોટા ભાગના કાવ્યરસિકોની કાવ્યરુચિ એથી કુંઠિત થઈ જવા આવી હતી. આ કારણે જ નર્મદ, નવલરામ, રમણભાઈ, નરસિંહરાવ અને મણિલાલ જેવા આરંભકાળના વિવેચકોએ વ્રજપ્રેરિત શીઘ્રકવિતા કે છંદોચાતુરીવાળી રચનાઓનો સતત વિરોધ કરી શુદ્ધ ભાવમૂલક કવિતાની પ્રતિષ્ઠા કરવાના પ્રયત્નો કર્યા છે. આપણે એ વિદ્વાનોની કાવ્યચર્ચામાં, યથાસ્થાને, નોંધ કરીશું કે એ વિદ્વાનોએ પાશ્ચાત્ય અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસમાંથી પ્રાપ્ત કાવ્યવિચારણાનો યોગ કરી શુદ્ધ કાવ્યની રુચિ પોષવાનો યત્ન કર્યો છે. એ વિદ્વાનોએ એ રીતે આપણા એ સમયના કાવ્યરસિકોની કુંઠિત થયેલી કાવ્યરુચિને પરિશુદ્ધ કરવાનો પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે. આપણા વિવેચનની એ એક મહત્ત્વની ઘટના છે.

નવીન કાવ્યવિવેચનામાં સંસ્કૃત અલંકારશાસ્ત્રની પુનઃપ્રતિષ્ઠા :
{{Poem2Close}}
'''નવીન કાવ્યવિવેચનામાં સંસ્કૃત અલંકારશાસ્ત્રની પુનઃપ્રતિષ્ઠા :'''
{{Poem2Open}}
આપણે ગયા પ્રકરણમાં નોંધી ગયા છીએ કે ગઈ સદીમાં આપણે ત્યાં શરૂ થયેલી યુનિવર્સિટીઓમાં પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રની સાથોસાથ સંસ્કૃત અલંકારશાસ્ત્રની પુનઃપ્રતિષ્ઠા થઈ, અને આપણા એ સમયના વિદ્વાનોને બે ભિન્ન દેશકાળમાં વિકસેલી કાવ્યશાસ્ત્રની પરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળી. જોકે નર્મદયુગમાં બંને પરંપરાના કાવ્યશાસ્ત્રની હજી અછત વરતાતી હતી, પણ એ પછીના સમયના વિદ્વાનો એ પરંપરાની કેટલીક મૂલ્યવાન ચર્ચાઓ વિશે માહિતગાર બન્યા હતા. એટલે તેમની વિવેચનામાં આપણા સંસ્કૃત અલંકારગ્રંથોની વ્યાખ્યા અને વિવેચના આરંભાઈ, અને પાશ્ચાત્ય કાવ્યસિદ્ધાંતોના સંદર્ભમાં આપણા પ્રાચીન પરંપરાના સિદ્ધાંતોનું મહત્ત્વ વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગ્યું.  

કવિ નર્મદે તેના ‘કવિ અને કવિતા’ નિબંધમાં પાશ્ચાત્ય કાવ્યચર્ચાના કેટલાક ત્રૂટક વિચારો સાથે ભારતીય રસતત્ત્વને સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો. તેણે ‘પ્રતાપરુદ્ર’ની કવિતાની વ્યાખ્યાને અવગણી વિશ્વનાથની ‘વાક્ય રસાત્મકં કાવ્યમ્‌’ એ વ્યાખ્યાનો પુરસ્કાર કર્યો.૮૯ એના સમકાલીન અને વિદ્વાન મિત્ર નવલરામે પોતાનાં ગ્રંથાવલોકનોમાં રસતત્ત્વને એક મહત્ત્વના નિકષ લેખે સ્થાપિત કર્યું છે. પંડિતયુગના અભ્યાસીઓએ રસસિદ્ધાંત ઉપરાંત પ્રાચીનોના ‘રીતિ’ ‘અલંકાર’ ‘ધ્વનિ’ આદિ સિદ્ધાંતોની પ્રતિષ્ઠા કરી. આપણી નવી કાવ્યવિવેચનામાં એ રીતે પ્રાચીન કાવ્યસિદ્ધાંતોનો વિનિયોગ થતો રહ્યો છે. રમણભાઈ નીલકંઠે તેમના ‘કાવ્યાનંદ’ નિબંધમાં આનંદમીમાંસાના આધારરૂપે (મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને અનુસરી) રસસિદ્ધાંતનું વ્યવસ્થિત અને સર્વાંગી નિરૂપણ કર્યું. તેમણે પોતાની કાવ્યચર્ચામાં કવિતાના ‘અંગી’ લેખે રસતત્ત્વની પ્રતિષ્ઠા કરી અને કવિત્વરીતિ, અલંકાર, છંદ, પ્રાસાદિનો કવિતાના અંગ લેખે વિચાર કર્યો. વળી પંડિત યુગના અન્ય વિદ્વાનોમાં, નરસિંહરાવ, મણિલાલ અને આચાર્ય આનંદશકર તેમની આગવી આગવી કાવ્યચર્ચાના સંદર્ભમાં રસસિદ્ધાંતને જ કેન્દ્રમાં સ્થાપતા જણાય છે. એ પછી આપણી વિવેચનાને આગળ લઈ જનારા વિદ્વાનોમાં રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રામપ્રસાદ બક્ષી, રસિકલાલ પરીખ, ડોલરરાય માંકડ આદિએ રસમીમાંસાના કોઈ ને કોઈ પ્રશ્નનું વિવરણ કે તેની નવીન સંદર્ભમાં ચર્ચાવિચારણા જારી રાખી છે. આમ, આપણી એક સૈકાથી યે કંઈક વધુ ગાળાની વિવેચનામાં સંસ્કૃત અલંકારશાસ્ત્રના રસ, ધ્વનિ, અલંકારાદિ સિદ્ધાંતો ઓછાવત્તા ચર્ચાતા રહ્યા છે. અને ગઈ સદીમાં રૂઢ થઈ જવા આવેલા એ સંપ્રત્યયોની નવેસરથી સ્પષ્ટતા કરી તેની પુનઃપ્રતિષ્ઠા કરવાના પ્રયત્નો કર્યા છે.

પાદનોંધ :
'''પાદનોંધ :'''
૧ (અ) પ્રો. હીરાલાલ કાપડિયાના સંશોધનગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસઃ સાર્વજનીન સાહિત્ય – ખંડ ૧”માં જૈન સૂરિઓએ ખેડેલી વિદ્યાઓનો અભ્યાસપૂર્ણ પરિચય મળે છે.

(બ) ડૉ. ભોગીલાલ સાંડેસરાના સંશોધનગ્રંથ ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, આવૃત્તિ પહેલી, ઈ.સ. ૧૯૫૭’માં વસ્તુપાળના સમયમાં ચાલેલી જૈન-જૈનેતરોની, વિશેષતઃ જૈન સૂરિઓની વિદ્યાવિષયક પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

Line 219: Line 232:

{{Poem2Close}}{{HeaderNav
{{HeaderNav
|previous =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]

|next =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા/અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર|૧. અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર અને તેને લગતી પશ્ચાદ્‌ભૂમિકા]]

}}
}}

Navigation menu