સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/ઉમાશંકર જોશીનું સંશોધનકાર્ય: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 3: Line 3:
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકર જોશીનાં સર્જનેતર પ્રકાશનોમાં એમના સંશોધનગ્રંથો સૌથી વહેલા છે—'અખો : એક અધ્યયન' ૧૯૪૧માં અને પુરાણોમાં ગુજરાત’ ૧૯૪૬માં. અલબત્ત, એમના પહેલા વિવેચનસંગ્રહ 'સમસંવેદન' (૧૯૪૮)–માંના લેખો ૧૯૩૭ જેટલા પાછળના છે, ને એમાં 'કાકાસાહેબની કવિતા' (૧૯૩૭) જેવો આસ્વાદ-વિવેચનનો અને ‘સૉનેટ’ (૧૯૩૯) જેવો સ્વરૂપઅભ્યાસનો —એવા બે સુદીર્ઘ લેખો એમણે આરંભે જ આપ્યા હતા. અખા વિશેના અભ્યાસપ્રબંધનો આરંભ મોડામાં મોડો ૧૯૩૯માં થયાનું સમજાય છે.(જુઓ ‘અખો એક અધ્યયન'ની પહેલી આવૃત્તિના પ્રાકથનમાં એમના આ શબ્દો : પૂરાં બેત્રણ વરસ આ સૂકો ગણાતો કવિ મારા મગજનો કબજો લેશે એનો તો મને સ્વપ્નેય ભય ન હતો.' જે સંશોધન ગ્રંથમાળાના ભાગ રૂપે આ પુસ્તક (અને પછી ૧૯૪૬માં ‘પુરાણોમાં ગુજરાત' પણ) પ્રગટ થયું એની સરકારી મદદ પણ ગુજરાત વિદ્યાસભાને ૧૯૩૯ની શરૂઆતમાં મળી હોવાનો ઉલ્લેખ આ ગ્રંથના પ્રકાશકીય નિવેદનમાં થયેલો છે. એટલે એની આસાપાસ ઉમાશંકર જોશીએ આ કામ સ્વીકાર્યું-આરંભ્યું હોય એવી સંભાવના છે.)

આમ, વિવેચન—સંશોધનનો આરંભ એમનામાં લગભગ એક સાથે જ થયો ગણાય.

એ વખતે એમની ઉંમર ૨૭-૨૮ આસપાસ. સંશોધન જેવી કામગીરી માટે તો એ પ્રમાણમાં નાની વય ગણાય. પરંતુ એમના કામમાં આ વયની કોઈ કચાશ દેખાતી નથી; ઊલટું અહીં તો પદ્ધતિ ને નિરૂપણ બંનેની પ્રૌઢિ વરતાય છે. બંને ગ્રંથો સંશોધનની તત્ત્વનિષ્ઠા અને સત્યશોધનની દૃષ્ટિએ નમૂનેદાર છે. મતસમર્થનના આધારો આપવામાં દેખાતાં શ્રમ અને ચીવટ તથા યોગ્ય પદ્ધતિ નિપજાવવામાં પ્રગટતાં સૂઝ—સમજ ઉમાશંકરને ઊંચી કોટિના સંશોધક ઠેરવે છે.

આ બંને સંશોધનો વિશે વિગતે ને ઝીણવટથી લખવું તે વધુ સમયને મોટું આયોજન માગી લેનારી બાબત છે. એટલે, અહીં તો ઉમાશંકરના સંશોધનકાર્યની પદ્ધતિ ને એની ગતિ વિશે કેટલાંક નિરીક્ષણો આપવાનો પ્રયાસ છે.

Line 16: Line 16:
આ સંશોધનપ્રબંધની એક મહત્ત્વની વિશેષતા તે ઉમાશંકરની શૈલી છે. સંપૂર્ણ વૈજ્ઞાનિક દૃષ્ટિને પ્રયોજતું હોવા છતાં એમનું લખાણ દુર્બોધ કે ભારેખમ બની ગયું નથી. એમાં વિશદતા ને પ્રવાહિતા છે. એથી એ ઘણી જગાએ તો સુવાચ્ય જ નહીં, સુખવાચ્ય પણ બને છે. એમાં અધ્યાપકની વક્તવ્ય-ઉદ્બોધન-રીતિની પ્રતીતિજનકતા ને જીવંતતા પણ છે. ઉમાશંકરની મર્મશક્તિ પણ એમાં પ્રગટ થતી રહી છે. ‘તિલક કરતાં ત્રેપન વહ્યાં' એ પંક્તિને આધારે, અખાએ ત્રેપનની વય પછી કવિતા કરી હશે એવા કોઈકના ઉભડક તારણ સામે એ લખે છે : 'એટલે આ છપ્પાઓની રચના માટે અખાને ત્રેપન' વરસ સુધી અદબપલાંઠી વાળી બેસાડી રાખવાનો અત્યાચાર આપણી વિદ્વત્તાએ કરવો ઠીક નથી.” (પૃ. ૭૨). એમની નર્મ-મર્મવાળી હળવાશભરી લેખનરીતિનાં બીજાં એકબે દૃષ્ટાન્ત પર્યાપ્ત થશે. (૧) ‘એટલું જ કહેવાનું છે કે અખાની લેખનપદ્ધતિ તે ઉડઝૂડિયા અથવા શિષ્ટ શબ્દ વાપરીને કહું તો “મૌલિક” નથી પણ પરંપરાપુષ્ટ' છે (પૃ. ૯૪). (૨) ‘પણ આપણે જોઈશું તેમ માંડણમાંથી કેટલુંક તો, અત્યારનો કોલેજોમાં પ્રચલિત એક પ્રયોગ વાપરું તો, ‘બેઠું ને બેઠું' અખાએ ઉપાડીને પોતાની રચનામાં મૂકી દીધું છે.’ (પૃ. ૯૬)

અખાની સર્જકતાને લક્ષ્ય કરીને થયેલી સંશોધનચર્ચા તેમ જ આવી લેખનરીતિને કારણે, નિવેદનમાં યશવંત શુકલે આપેલી ઓળખ-રસિક પાંડિત્યની દીપ્તિવાળો ગ્રંથ’—યથાર્થ ઠરે છે.

{{Poem2Close}}
{{center|}}
{{Poem2Open}}
‘પુરાણોમાં ગુજરાત' એ સાહિત્યસંશોધન નથી. સંશોધનની એક નવી જ, ને વધુ આકરી શિસ્તની આવશ્યકતા અહીં હતી. પુરાણોમાં ગુજરાતનાં ભૌગોલિક સ્થાનો—સ્થળનામો—ની ગંજાવર સામગ્રી વેરાયેલી પડી છે (ને ઉમાશંકરે મૂળ આધારોમાં પણ મોટી બાથ ભીડી છે. ગુજરાત અંગે સૌથી વધુ સામગ્રી ધરાવનાર 'સ્કંદપુરાણ', અન્ય પુરાણો, વૈદિક સાહિત્ય, 'બૃહત્ સંહિતા', 'મહાભારત' આદિના, હરિપ્રસાદ શાસ્ત્રીએ તારવ્યું છે એમ લગભગ છ લાખ શ્લોકોમાંથી પસાર થવા ઉપરાંત પ્રાચીન ઉત્કીર્ણ લેખો. તામ્રપત્રો, સિક્કાઓ આદિ શ્રદ્ધેય સાધનોને એમણે જોયાં છે ને એમમાહિતીના એક મોટા જંગલ સાથે જ કામ પાડ્યું છે.) આ બધું જોવાનું હતું એટલું જ નહીં, એમાંથી વિગતોનું પૃથક્કરણ કરીને એનું સંકલન કરવાનું હતું એથી એમાં જાણકારી—સજ્જતા જ નહીં, યોગ્ય પદ્ધતિની શોધ પણ એટલી જ જરૂરી હતી. ઉમાશંકરે પૂરા સંશોધન-કૌશલથી આ બધું પાર પાડ્યું છે.

ગુજરાતનાં સ્થળનામોના સંદર્ભકોશ રૂપે એમણે આ સંશોધનને આકાર આપ્યો છે. અકારાદિક્રમે મુકાયેલી આ સામગ્રીમાં પ્રતિનિર્દેશો (cross-references) આપીને એમણે ભૌગોલિક એકમોને તથા પરસ્પર સંબંધ ધરાવતાં નામોને સાંકળ્યાં છે. આવી પદ્ધતિને કારણે સામગ્રીનું સંકલન ઉપયોગી ને સ્પષ્ટતાદર્શી થઈ શક્યું છે.

Line 27: Line 29:
શાસ્ત્રીયતાની ઊંચી પરિપાટીની દૃષ્ટિએ, તર્કકઠોર વિગત—ચકાસણીની દૃષ્ટિએ તેમ જ કલ્પનાશીલતાને વૈજ્ઞાનિક પદ્ધતિમાં પ્રયોજવાની દૃષ્ટિએ આ બંને સંશોધન—ગ્રંથો ઉમાશંકરને એક વિચક્ષણ સંશોધક ઠેરવે છે.

{{right|* 'ભાષાવિમર્શ' જાન્યુઆરી- માર્ચ ૧૯૮૯}}
{{right|* 'ભાષાવિમર્શ' જાન્યુઆરી- માર્ચ ૧૯૮૯}}<br>
{{right|‘વિવેચનસંદર્ભ’ બીજી સંવર્ધિત આ.૨૦૦૩, પૃ. ૨૨ થી ૨૭}}

<br>
<br>

Navigation menu