32,943
edits
(+1) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
અનુવાદથી આગળ એ વિવેચનમાં, પરિચય—સમીક્ષા-પરીક્ષામાં ગયા એ પણ સંશોધકની ખણખોદવૃત્તિથી ગયા છે—પ્રાથમિક રીતે ને વિશેષપણે એમનું ધ્યાન રસલક્ષી તપાસ કરતાં વધુ તો તથ્યલક્ષી તપાસમાં અને એના પરીક્ષણમાં કેન્દ્રિત થયેલું હોય છે. | અનુવાદથી આગળ એ વિવેચનમાં, પરિચય—સમીક્ષા-પરીક્ષામાં ગયા એ પણ સંશોધકની ખણખોદવૃત્તિથી ગયા છે—પ્રાથમિક રીતે ને વિશેષપણે એમનું ધ્યાન રસલક્ષી તપાસ કરતાં વધુ તો તથ્યલક્ષી તપાસમાં અને એના પરીક્ષણમાં કેન્દ્રિત થયેલું હોય છે. | ||
અનુવાદ હોય કે સંપાદન-વિવેચન–એમનું કામ એક પ્રકલ્પ રૂપે, એક પ્રૉજેક્ટ તરીકે ગોઠવાયેલું રહ્યું છે. | અનુવાદ હોય કે સંપાદન-વિવેચન–એમનું કામ એક પ્રકલ્પ રૂપે, એક પ્રૉજેક્ટ તરીકે ગોઠવાયેલું રહ્યું છે. | ||
અનુવાદક નગીનદાસ | {{Poem2Close}} | ||
'''અનુવાદક નગીનદાસ''' | |||
{{Poem2Open}} | |||
નગીનદાસ પારેખનાં મોટા ભાગનાં પુસ્તકો અનુવાદનાં છે. એટલે પહેલી દૃષ્ટિએ એમની મુખ્ય સાધના અનુવાદક તરીકેની રહી છે. શાંતિનિકેતન જઈને બંગાળીનો સીધો, અંતરંગ પરિચય પામ્યા એ પહેલાં, વિદ્યાપીઠમાં બંગાળી ભણતાં ભણતાં જ, ૧૯ વર્ષની વયે ઉપેન્દ્રનાથ બંદોપાધ્યાયની ‘નિર્વાસિતેર આત્મકથા'નો ગુજરાતી અનુવાદ એમણે કરી દીધેલો –સ્વાધ્યાયના એક ભાગ તરીકે. પણ એમનું ખરું અનુવાદકાર્ય આરંભાય છે વિશ્વભારતીમાંથી પાછા આવ્યા બાદ. | નગીનદાસ પારેખનાં મોટા ભાગનાં પુસ્તકો અનુવાદનાં છે. એટલે પહેલી દૃષ્ટિએ એમની મુખ્ય સાધના અનુવાદક તરીકેની રહી છે. શાંતિનિકેતન જઈને બંગાળીનો સીધો, અંતરંગ પરિચય પામ્યા એ પહેલાં, વિદ્યાપીઠમાં બંગાળી ભણતાં ભણતાં જ, ૧૯ વર્ષની વયે ઉપેન્દ્રનાથ બંદોપાધ્યાયની ‘નિર્વાસિતેર આત્મકથા'નો ગુજરાતી અનુવાદ એમણે કરી દીધેલો –સ્વાધ્યાયના એક ભાગ તરીકે. પણ એમનું ખરું અનુવાદકાર્ય આરંભાય છે વિશ્વભારતીમાંથી પાછા આવ્યા બાદ. | ||
બંગાળીમાંથી એમણે મહત્ત્વની સર્જનાત્મક કૃતિઓના અનુવાદ આપ્યા છે. એમાં રવીન્દ્રનાથની કૃતિઓના અનુવાદ અગ્રિમ સ્થાને છે. ‘ઘરે બાહિરે', વગેરે જેવી પ્રથિતયશ નવલકથાઓ ઉપરાંત રવીન્દ્રનાથની ‘ગીતાંજલિ’, વગેરે કવિતા, ‘ડાકઘર' વગેરે નાટયકૃતિઓ, 'રવીન્દ્રપત્રમર્મર' અને રવીન્દ્રનિબંધમાળાના અનુવાદ એમણે આપ્યા છે. રવીન્દ્રનાથના 'પૂર્વ અને પશ્ચિમ', વગેરે જેવા વિચાર-વિવેચનના ગ્રંથોને પણ એમણે ગુજરાતીમાં ઉતાર્યા છે. શરદબાબુની 'પલ્લીસમાજ', આદિ નવલકથાઓ; જરાસંઘની ‘લોહકપાટ’નો ‘ઊજળા પડછાયા, કાળી ભોંય', મૈત્રેયી દેવીની બહુચર્ચિત આત્મકથનાત્મક નવલકથા 'ન હન્યતે'ના અનુવાદો દ્વારા બંગાળીની ઉત્તમ કૃતિઓને ગુજરાતીમાં લાવીને એમણે મોટી સાહિત્યસેવા કરી છે. દિલીપકુમાર રાયનો, વિશ્વની મહાન વિચારક-ચિંતક- સર્જક પ્રતિભાઓ સાથેની સુદીર્ઘ મુલાકાતોના વર્ણન—આલેખનનો એક વિશિષ્ટ ગ્રંથ ‘તીર્થસલીલ' નામે એમણે ગુજરાતીમાં ઉતાર્યો છે એ પણ ઘણો નોંધપાત્ર છે. | બંગાળીમાંથી એમણે મહત્ત્વની સર્જનાત્મક કૃતિઓના અનુવાદ આપ્યા છે. એમાં રવીન્દ્રનાથની કૃતિઓના અનુવાદ અગ્રિમ સ્થાને છે. ‘ઘરે બાહિરે', વગેરે જેવી પ્રથિતયશ નવલકથાઓ ઉપરાંત રવીન્દ્રનાથની ‘ગીતાંજલિ’, વગેરે કવિતા, ‘ડાકઘર' વગેરે નાટયકૃતિઓ, 'રવીન્દ્રપત્રમર્મર' અને રવીન્દ્રનિબંધમાળાના અનુવાદ એમણે આપ્યા છે. રવીન્દ્રનાથના 'પૂર્વ અને પશ્ચિમ', વગેરે જેવા વિચાર-વિવેચનના ગ્રંથોને પણ એમણે ગુજરાતીમાં ઉતાર્યા છે. શરદબાબુની 'પલ્લીસમાજ', આદિ નવલકથાઓ; જરાસંઘની ‘લોહકપાટ’નો ‘ઊજળા પડછાયા, કાળી ભોંય', મૈત્રેયી દેવીની બહુચર્ચિત આત્મકથનાત્મક નવલકથા 'ન હન્યતે'ના અનુવાદો દ્વારા બંગાળીની ઉત્તમ કૃતિઓને ગુજરાતીમાં લાવીને એમણે મોટી સાહિત્યસેવા કરી છે. દિલીપકુમાર રાયનો, વિશ્વની મહાન વિચારક-ચિંતક- સર્જક પ્રતિભાઓ સાથેની સુદીર્ઘ મુલાકાતોના વર્ણન—આલેખનનો એક વિશિષ્ટ ગ્રંથ ‘તીર્થસલીલ' નામે એમણે ગુજરાતીમાં ઉતાર્યો છે એ પણ ઘણો નોંધપાત્ર છે. | ||
| Line 20: | Line 22: | ||
આ ત્રણે ગંજાવર કાર્યો ગુજરાતી ભાષા અને સંસ્કારજગતને નગીનભાઈનું એક ખૂબ જ મોટું પ્રદાન છે. | આ ત્રણે ગંજાવર કાર્યો ગુજરાતી ભાષા અને સંસ્કારજગતને નગીનભાઈનું એક ખૂબ જ મોટું પ્રદાન છે. | ||
સંસ્કૃત સાહિત્યવિચારના ગ્રંથોના અનુવાદનું તથા વિવેચન-લેખનનું નગીનભાઈનું કામ સમાન્તરે ચાલ્યું છે. પાંચેક વર્ષના અધ્યયન-અધ્યાપન દરમ્યાન તૈયાર થયેલો, ૧૬૦ પાનાંમાં વિસ્તરેલો એમનો લેખ 'અભિનવનો રસવિચાર’' 'અભિનવભારતી'માંની વિચારણાને દોહન-વિવરણ-સમજૂતી-વિવેચનના રૂપમાં ખૂબ જ વિશદતાથી મૂકી આપે છે. આ જ ગાળામાં 'ધ્વન્યાલોક' (આનંદવર્ધન)નો અનુવાદ એમણે હાથ ધર્યો હતો. નિવેદનમાં એમણે લખ્યું છે કે: ‘ડોલરરાયનો ‘ધ્વન્યાલોક'નો અનુવાદ મૂળ અને ટિપ્પણો સાથે પ્રગટ થયેલો હતો, પણ તે વિદ્યાર્થીઓ વાપરી શકે એવો નથી એમ લાગતાં મેં એ અનુવાદ કર્યો હતો. મારો અનુવાદ પણ વિદ્યાર્થીઓ પોતે વાંચીને સમજી શકતા નહોતા એવો મારો અનુભવ હતો એટલે એ ગ્રંથનો અનુવાદ વિદ્યાર્થી પોતે વાંચીને સમજી શકે એવા વિવરણ સાથે કરવાનો વિચાર તે વખતથી જ મારા મનમાં રમતો થયો હતો.('ધ્વન્યાલોક – આનંદવર્ધનનો ધ્વનિવિચાર', ૧૯૮૧, નિવેદન પૃ. ૬)બે ઉદ્યોતોનો ૧૯૭૦માં આમ અજમાયશી અનુવાદ કરીને, તે યોગ્ય ન લાગતાં એ અનુવાદ સાથે તે વિવરણ-સમજૂતી જોડતા ગયા, રસિકલાલ પરીખ આદિ સંસ્કૃતજ્ઞ વિદ્વાનોને બતાવતા ને સુધારાકરતા ગયા ને એમ એક શાસ્ત્રીય અધિકૃત અનુવાદની સાથેસાથે વિસ્તૃત વિવરણવાળુ, વિદ્યાર્થીને પણ સુગમ બની રહે એવું એક સ્વતંત્ર અભ્યાસપુસ્તક આપણને મળ્યું. 'કાવ્યપ્રકાશ – મમ્મટનો કાવ્યવિચાર' (૧૯૮૭) અને ‘વક્રોક્તિજીવિત – કુન્તકનો કાવ્યવિચાર' (૧૯૮૮) એ બે અનુવાદગ્રંથો પણ આ જ રીતે, અનુવાદ ઉપરાંત, તે તે આચાર્યની વિચારણાને વિશદ રૂપમાં મૂકી આપનારા સ્વતંત્ર અભ્યાસગ્રંથો પણ બન્યા છે. એક તરફ, મૂળ સંસ્કૃત ગ્રંથના વિવિધ પાઠો મેળવીને સરખાવવા- ચકાસવામાં, એ ગ્રંથોના અન્ય અનુવાદોને તેમજ સંદર્ભગ્રંથોને તપાસવામાં, શબ્દસૂચિ ઉપરાંત ઉદાહરણશ્લોકોની તેમજ કારિકાઓની પણ સૂચિ આપવામાં નગીનભાઈની વિદ્વદ્ પરંપરાની સંશોધકદૃષ્ટિ પ્રવૃત્ત થયેલી છે; તો બીજી તરફ, સ્પષ્ટ વિવરણ ને સરળ સમજૂતી આપવામાં, ‘વિષયગ્રહણમાં મદદરૂપ થાય એ માટે સળંગ વિચારણામાં વચ્ચે પેટાશીર્ષકો મૂકવામાં, વિષયો ને પેટાવિષયો સાથેની વિગતવાર અનુક્રમણિકા આપવામાં –‘આનંદવર્ધનનો ધ્વનિવિચાર' પુસ્તકમાં ૨૦ પાનાંની અનુક્રમણિકા છે – તથા વિશદ અભિવ્યક્તિરીતિમાં એમની શિક્ષકદૃષ્ટિ પ્રવૃત્ત થયેલી છે. આવા બન્ને છેડા પરનું એમનું આ પ્રવર્તન વિરલ ગણાય એવું છે. ( શિક્ષક અને અભ્યાસી તરીકે એમણે આટલીબધી કાળજી રાખી છે તો એક વધુ કાળજી પણ રાખવી જોઈતી હતી. ‘ધ્વન્યાલોક' અને 'વક્રોક્તિજીવિત'ના મૂળ સંસ્કૃત પાઠ એમણે ગ્રંથને અંતે સળંગ, એકસાથે મૂક્યા છે એને બદલે ગુજરાતી અનુવાદ-સમજૂતીની સાથે, તે તે પાના પર જ મૂળ પાઠ છપાવા એવો આગ્રહ એમણે રાખ્યો હોત તો અનુવાદ સરખાવીને મૂળ સંસ્કૃતને સમજવાની સુવિધા પણ વાચકોને મળી હોત. 'કાવ્યપ્રકાશ' પરના ગ્રંથમાં આવી મુદ્રણયોજના થઈ છે ને એ ઉપયોગી નીવડી છે.) | સંસ્કૃત સાહિત્યવિચારના ગ્રંથોના અનુવાદનું તથા વિવેચન-લેખનનું નગીનભાઈનું કામ સમાન્તરે ચાલ્યું છે. પાંચેક વર્ષના અધ્યયન-અધ્યાપન દરમ્યાન તૈયાર થયેલો, ૧૬૦ પાનાંમાં વિસ્તરેલો એમનો લેખ 'અભિનવનો રસવિચાર’' 'અભિનવભારતી'માંની વિચારણાને દોહન-વિવરણ-સમજૂતી-વિવેચનના રૂપમાં ખૂબ જ વિશદતાથી મૂકી આપે છે. આ જ ગાળામાં 'ધ્વન્યાલોક' (આનંદવર્ધન)નો અનુવાદ એમણે હાથ ધર્યો હતો. નિવેદનમાં એમણે લખ્યું છે કે: ‘ડોલરરાયનો ‘ધ્વન્યાલોક'નો અનુવાદ મૂળ અને ટિપ્પણો સાથે પ્રગટ થયેલો હતો, પણ તે વિદ્યાર્થીઓ વાપરી શકે એવો નથી એમ લાગતાં મેં એ અનુવાદ કર્યો હતો. મારો અનુવાદ પણ વિદ્યાર્થીઓ પોતે વાંચીને સમજી શકતા નહોતા એવો મારો અનુભવ હતો એટલે એ ગ્રંથનો અનુવાદ વિદ્યાર્થી પોતે વાંચીને સમજી શકે એવા વિવરણ સાથે કરવાનો વિચાર તે વખતથી જ મારા મનમાં રમતો થયો હતો.('ધ્વન્યાલોક – આનંદવર્ધનનો ધ્વનિવિચાર', ૧૯૮૧, નિવેદન પૃ. ૬)બે ઉદ્યોતોનો ૧૯૭૦માં આમ અજમાયશી અનુવાદ કરીને, તે યોગ્ય ન લાગતાં એ અનુવાદ સાથે તે વિવરણ-સમજૂતી જોડતા ગયા, રસિકલાલ પરીખ આદિ સંસ્કૃતજ્ઞ વિદ્વાનોને બતાવતા ને સુધારાકરતા ગયા ને એમ એક શાસ્ત્રીય અધિકૃત અનુવાદની સાથેસાથે વિસ્તૃત વિવરણવાળુ, વિદ્યાર્થીને પણ સુગમ બની રહે એવું એક સ્વતંત્ર અભ્યાસપુસ્તક આપણને મળ્યું. 'કાવ્યપ્રકાશ – મમ્મટનો કાવ્યવિચાર' (૧૯૮૭) અને ‘વક્રોક્તિજીવિત – કુન્તકનો કાવ્યવિચાર' (૧૯૮૮) એ બે અનુવાદગ્રંથો પણ આ જ રીતે, અનુવાદ ઉપરાંત, તે તે આચાર્યની વિચારણાને વિશદ રૂપમાં મૂકી આપનારા સ્વતંત્ર અભ્યાસગ્રંથો પણ બન્યા છે. એક તરફ, મૂળ સંસ્કૃત ગ્રંથના વિવિધ પાઠો મેળવીને સરખાવવા- ચકાસવામાં, એ ગ્રંથોના અન્ય અનુવાદોને તેમજ સંદર્ભગ્રંથોને તપાસવામાં, શબ્દસૂચિ ઉપરાંત ઉદાહરણશ્લોકોની તેમજ કારિકાઓની પણ સૂચિ આપવામાં નગીનભાઈની વિદ્વદ્ પરંપરાની સંશોધકદૃષ્ટિ પ્રવૃત્ત થયેલી છે; તો બીજી તરફ, સ્પષ્ટ વિવરણ ને સરળ સમજૂતી આપવામાં, ‘વિષયગ્રહણમાં મદદરૂપ થાય એ માટે સળંગ વિચારણામાં વચ્ચે પેટાશીર્ષકો મૂકવામાં, વિષયો ને પેટાવિષયો સાથેની વિગતવાર અનુક્રમણિકા આપવામાં –‘આનંદવર્ધનનો ધ્વનિવિચાર' પુસ્તકમાં ૨૦ પાનાંની અનુક્રમણિકા છે – તથા વિશદ અભિવ્યક્તિરીતિમાં એમની શિક્ષકદૃષ્ટિ પ્રવૃત્ત થયેલી છે. આવા બન્ને છેડા પરનું એમનું આ પ્રવર્તન વિરલ ગણાય એવું છે. ( શિક્ષક અને અભ્યાસી તરીકે એમણે આટલીબધી કાળજી રાખી છે તો એક વધુ કાળજી પણ રાખવી જોઈતી હતી. ‘ધ્વન્યાલોક' અને 'વક્રોક્તિજીવિત'ના મૂળ સંસ્કૃત પાઠ એમણે ગ્રંથને અંતે સળંગ, એકસાથે મૂક્યા છે એને બદલે ગુજરાતી અનુવાદ-સમજૂતીની સાથે, તે તે પાના પર જ મૂળ પાઠ છપાવા એવો આગ્રહ એમણે રાખ્યો હોત તો અનુવાદ સરખાવીને મૂળ સંસ્કૃતને સમજવાની સુવિધા પણ વાચકોને મળી હોત. 'કાવ્યપ્રકાશ' પરના ગ્રંથમાં આવી મુદ્રણયોજના થઈ છે ને એ ઉપયોગી નીવડી છે.) | ||
અનુવાદ-વિચારક નગીનભાઈ | {{Poem2Close}} | ||
'''અનુવાદ-વિચારક નગીનભાઈ''' | |||
{{Poem2Open}} | |||
અનુવાદો આપવા ઉપરાંત એમણે જે અનુવાદ-ચર્ચા કરી છે ને અનુવાદ—ગ્રંથોની જે ઝીણવટભરી સમીક્ષા કરી છે એ લેખોને એકત્ર કરીને એક જુદું પુસ્તક કરવામાં આવે તો અનુવાદ કરનાર લેખકો તથા અભ્યાસીઓ—વિદ્યાર્થીઓ માટેની, સૈદ્ધાન્તિક અને વ્યવહારુ તાલીમ આપનારી, એક મૂલ્યવાન હાથપોથી બની રહે. ‘સ્વાધ્યાય અને સમીક્ષા'માં તથા 'પરિચય અને પરીક્ષા'માં આવા લેખો ગ્રંથસ્થ થયેલા છે. (આવું સંપાદન હવે પ્રગટ થયું છે : 'અનુવાદ : સિદ્ધાંત અને સમીક્ષા', સંપા. રમણ સોની, સાહિત્ય અકાદેમી, દિલ્હી, ૨૦૧૧) | અનુવાદો આપવા ઉપરાંત એમણે જે અનુવાદ-ચર્ચા કરી છે ને અનુવાદ—ગ્રંથોની જે ઝીણવટભરી સમીક્ષા કરી છે એ લેખોને એકત્ર કરીને એક જુદું પુસ્તક કરવામાં આવે તો અનુવાદ કરનાર લેખકો તથા અભ્યાસીઓ—વિદ્યાર્થીઓ માટેની, સૈદ્ધાન્તિક અને વ્યવહારુ તાલીમ આપનારી, એક મૂલ્યવાન હાથપોથી બની રહે. ‘સ્વાધ્યાય અને સમીક્ષા'માં તથા 'પરિચય અને પરીક્ષા'માં આવા લેખો ગ્રંથસ્થ થયેલા છે. (આવું સંપાદન હવે પ્રગટ થયું છે : 'અનુવાદ : સિદ્ધાંત અને સમીક્ષા', સંપા. રમણ સોની, સાહિત્ય અકાદેમી, દિલ્હી, ૨૦૧૧) | ||
૧૯૫૮માં 'પરિચય પુસ્તિકા' તરીકે પ્રગટ થયેલો ને પછી 'પરિચય અને પરીક્ષા' (૧૯૬૮)માં ગ્રંથસ્થ થયેલો ‘અનુવાદની કળા' નામનો એમનો લેખ ઘણો નોંધપાત્ર છે. એમાં એમણે કેવળ અમૂર્ત સિદ્ધાંત—ચર્ચા — થિયરી –જ આપી નથી કે અનુવાદ કેમ કરવો, કેમ ન કરવો એની કોઈ નિયમાવલી આપી નથી. અનુવાદની જે જે દુર્ઘટતાઓનો સામનો એમને એક અનુવાદક તરીકે કરવાનો આવ્યો ને અન્ય અનુવાદો વાંચતાં જે મુશ્કેલીઓ અનુભવી એને મુદ્દાસર ને ઘણાં દૃષ્ટાંતો આપી એમણે અનુવાદનાં કળા અને કૌશલ કેટલાં સૂઝ-શક્તિ ને કેટલો શ્રમ માગી લેનારાં હોય છે તે બતાવ્યું છે. | ૧૯૫૮માં 'પરિચય પુસ્તિકા' તરીકે પ્રગટ થયેલો ને પછી 'પરિચય અને પરીક્ષા' (૧૯૬૮)માં ગ્રંથસ્થ થયેલો ‘અનુવાદની કળા' નામનો એમનો લેખ ઘણો નોંધપાત્ર છે. એમાં એમણે કેવળ અમૂર્ત સિદ્ધાંત—ચર્ચા — થિયરી –જ આપી નથી કે અનુવાદ કેમ કરવો, કેમ ન કરવો એની કોઈ નિયમાવલી આપી નથી. અનુવાદની જે જે દુર્ઘટતાઓનો સામનો એમને એક અનુવાદક તરીકે કરવાનો આવ્યો ને અન્ય અનુવાદો વાંચતાં જે મુશ્કેલીઓ અનુભવી એને મુદ્દાસર ને ઘણાં દૃષ્ટાંતો આપી એમણે અનુવાદનાં કળા અને કૌશલ કેટલાં સૂઝ-શક્તિ ને કેટલો શ્રમ માગી લેનારાં હોય છે તે બતાવ્યું છે. | ||
| Line 26: | Line 30: | ||
આ સમૃદ્ધ લેખની પૂર્તિરૂપ નીવડે એવા, કેટલાંક અનૂદિત પુસ્તકોની અનુવાદલેખે સમીક્ષા કરતા, (જુદા જુદા સમયે લખાયેલા) એમના લેખો પણ એટલા જ અગત્યના છે. ભોગીલાલ સાંડેસરાએ કરેલા ‘પંચતંત્ર'ના અનુવાદની; કે. કા. શાસ્ત્રીએ કાલિદાસનાં ત્રણ નાટકોના કરેલા અનુવાદની; ઉમાશંકર જોશીએ કરેલા સૉનેટ—અનુવાદો ‘ગુલે પોલાંડની તેમજ બાણની ‘કાદંબરી'ના ભાલણે કરેલા પદ્યાનુવાદની તથા એ પદ્યાનુવાદના કે. કા. શાસ્ત્રીએ અર્વાચીન ગુજરાતીમાં કરેલા રૂપાંતરણ અનુવાદની નગીનભાઈએ જે ચિકિત્સક સમીક્ષાઓ કરી છે તે કેવળ સમીક્ષાઓ રહી નથી પણ ભરપૂર તુલનાસામગ્રીને તપાસતા, અર્થછાયાઓ અને ભાષાભાતોની ખૂબીઓ—ખામીઓને વિશ્લેષતા સમર્થ અભ્યાસલેખોરૂપ નીવડી છે. અસંગતિઓને એમણે સ્પષ્ટપણે અધોરેખિત—અન્ડરલાઇન – કરી આપી છે. જેમકે, કાલિદાસનાં નાટકોના અનુવાદમાં ‘ઇંગુદીનાં ફળ તોડવા માટેના લીસાલપટ કાંકરા' એવા અનુવાદ વિશે એમણે લખ્યું છે કે,ઉપલા: એટલે કાંકરાનહીં પણ પથરા એમ કહેવું જોઈએ. ફળ પથરાથી તોડાય, કાંકરાથી નહીં. (જુઓ 'પરિચય અને પરીક્ષા', ૧૯૬૮, પૃ. ૨૫૪) | આ સમૃદ્ધ લેખની પૂર્તિરૂપ નીવડે એવા, કેટલાંક અનૂદિત પુસ્તકોની અનુવાદલેખે સમીક્ષા કરતા, (જુદા જુદા સમયે લખાયેલા) એમના લેખો પણ એટલા જ અગત્યના છે. ભોગીલાલ સાંડેસરાએ કરેલા ‘પંચતંત્ર'ના અનુવાદની; કે. કા. શાસ્ત્રીએ કાલિદાસનાં ત્રણ નાટકોના કરેલા અનુવાદની; ઉમાશંકર જોશીએ કરેલા સૉનેટ—અનુવાદો ‘ગુલે પોલાંડની તેમજ બાણની ‘કાદંબરી'ના ભાલણે કરેલા પદ્યાનુવાદની તથા એ પદ્યાનુવાદના કે. કા. શાસ્ત્રીએ અર્વાચીન ગુજરાતીમાં કરેલા રૂપાંતરણ અનુવાદની નગીનભાઈએ જે ચિકિત્સક સમીક્ષાઓ કરી છે તે કેવળ સમીક્ષાઓ રહી નથી પણ ભરપૂર તુલનાસામગ્રીને તપાસતા, અર્થછાયાઓ અને ભાષાભાતોની ખૂબીઓ—ખામીઓને વિશ્લેષતા સમર્થ અભ્યાસલેખોરૂપ નીવડી છે. અસંગતિઓને એમણે સ્પષ્ટપણે અધોરેખિત—અન્ડરલાઇન – કરી આપી છે. જેમકે, કાલિદાસનાં નાટકોના અનુવાદમાં ‘ઇંગુદીનાં ફળ તોડવા માટેના લીસાલપટ કાંકરા' એવા અનુવાદ વિશે એમણે લખ્યું છે કે,ઉપલા: એટલે કાંકરાનહીં પણ પથરા એમ કહેવું જોઈએ. ફળ પથરાથી તોડાય, કાંકરાથી નહીં. (જુઓ 'પરિચય અને પરીક્ષા', ૧૯૬૮, પૃ. ૨૫૪) | ||
ઉમાશંકરના, એમને ઉત્તમ લાગેલા સૉનેટ-અનુવાદોમાં પણ જ્યાં જે અનવધાનો ને શિથિલતાઓ રહી ગયાં છે એ એમણે, એકેએક સૉનેટના અનુવાદને તપાસીને બતાવી આપ્યું છે. આ સમીક્ષાઓ જોતાં લાગે છે કે નગીનભાઈએ લગભગ નવેસર અનુવાદ કરવા જેટલાં સમય-શ્રમ એની પાછળ ખર્યાં હશે. સ્વતંત્ર લેખ હોય કે ટીકા-ટીપ્પણ—ચર્ચા-પરીક્ષણ હોય–એ બંનેને સમમૂલ્ય ગણનારી આવી વિદ્યાનિષ્ઠા નગીનભાઈ જેવા જ દાખવી શકે. | ઉમાશંકરના, એમને ઉત્તમ લાગેલા સૉનેટ-અનુવાદોમાં પણ જ્યાં જે અનવધાનો ને શિથિલતાઓ રહી ગયાં છે એ એમણે, એકેએક સૉનેટના અનુવાદને તપાસીને બતાવી આપ્યું છે. આ સમીક્ષાઓ જોતાં લાગે છે કે નગીનભાઈએ લગભગ નવેસર અનુવાદ કરવા જેટલાં સમય-શ્રમ એની પાછળ ખર્યાં હશે. સ્વતંત્ર લેખ હોય કે ટીકા-ટીપ્પણ—ચર્ચા-પરીક્ષણ હોય–એ બંનેને સમમૂલ્ય ગણનારી આવી વિદ્યાનિષ્ઠા નગીનભાઈ જેવા જ દાખવી શકે. | ||
વિવેચન | {{Poem2Close}} | ||
'''વિવેચન''' | |||
{{Poem2Open}} | |||
નગીનદાસ પારેખના વિવેચનકાર્યની બે ધારાઓ જોઈ શકાય છે: એકમાં, વિદ્યાર્થીની પાટલી પર જઈને બેઠેલા શિક્ષકની ભૂમિકા છે. બીજા પ્રકારના લેખોમાં–કૃતિચર્ચાના, કર્તાઓ વિશેના, સાહિત્યપ્રવાહો વિશેના, સૈદ્ધાન્તિક મુદ્દાઓના, ચર્ચા-વિવરણના લેખોમાંએમની ભૂમિકા એક સહૃદય ભાવકથી લઈને વિષયના મૂળની ખણખોદ કરતા સંશોધક સુધીની છે. બંને ધારાનાં વિવેચનાત્મક લખાણોમાં પારદર્શકતાનો ગુણ એકસરખો છે. પણ નિમિત્તભેદે એનાં સ્તર જુદાં જુદાં રહ્યાં છે. | નગીનદાસ પારેખના વિવેચનકાર્યની બે ધારાઓ જોઈ શકાય છે: એકમાં, વિદ્યાર્થીની પાટલી પર જઈને બેઠેલા શિક્ષકની ભૂમિકા છે. બીજા પ્રકારના લેખોમાં–કૃતિચર્ચાના, કર્તાઓ વિશેના, સાહિત્યપ્રવાહો વિશેના, સૈદ્ધાન્તિક મુદ્દાઓના, ચર્ચા-વિવરણના લેખોમાંએમની ભૂમિકા એક સહૃદય ભાવકથી લઈને વિષયના મૂળની ખણખોદ કરતા સંશોધક સુધીની છે. બંને ધારાનાં વિવેચનાત્મક લખાણોમાં પારદર્શકતાનો ગુણ એકસરખો છે. પણ નિમિત્તભેદે એનાં સ્તર જુદાં જુદાં રહ્યાં છે. | ||
૧૯૪૪માં ‘કાવ્યવિચાર’નો અનુવાદ કર્યો ત્યારથી સંસ્કૃત સાહિત્યમીમાંસા એમના રસનો વિષય બની હતી ને એની એક મહત્ત્વની પ્રેરકતા વિદ્યાર્થી—હિત—ચિંતા રહી હતી. એમનો એ સ્વાધ્યાય 'અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ (૧૯૬૯)માં સંગીન સ્વતંત્ર લખાણોમાં પરિણમ્યો છે ને પછી એ ‘ધ્વન્યાલોક' આદિ ત્રણ અનુવાદ-વિવરણગ્રંથો (૧૯૮૫, ૧૯૮૭, ૧૯૮૮)માં અનુસંધાન પામ્યો છે. એટલે કે લગભગ પચાસ વર્ષનું સાતત્ય આ અધ્યયનમાં એમનું રહ્યું છે. ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો'માં એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની લગભગ બધી જ વિચારધારાઓ વિશે લેખો કર્યા છે – રસવિચાર, વક્રોક્તિવિચાર, જગન્નાથનો રમણીયતા—-વિચાર, ઔચિત્યવિચાર, વગેરે વિશે સંગીન ચર્ચા કરીને એમણે એક મૂલ્યવાન પાઠ્યગ્રંથ તેમજ સંદર્ભગ્રંથ આપણને સંપડાવ્યો છે. ભારતીય સાહિત્ય અકાદમીએ એમને આ ગ્રંથનિમિત્તે પારિતોષિક આપ્યું એમાં પૂરું ઔચિત્ય છે. | ૧૯૪૪માં ‘કાવ્યવિચાર’નો અનુવાદ કર્યો ત્યારથી સંસ્કૃત સાહિત્યમીમાંસા એમના રસનો વિષય બની હતી ને એની એક મહત્ત્વની પ્રેરકતા વિદ્યાર્થી—હિત—ચિંતા રહી હતી. એમનો એ સ્વાધ્યાય 'અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ (૧૯૬૯)માં સંગીન સ્વતંત્ર લખાણોમાં પરિણમ્યો છે ને પછી એ ‘ધ્વન્યાલોક' આદિ ત્રણ અનુવાદ-વિવરણગ્રંથો (૧૯૮૫, ૧૯૮૭, ૧૯૮૮)માં અનુસંધાન પામ્યો છે. એટલે કે લગભગ પચાસ વર્ષનું સાતત્ય આ અધ્યયનમાં એમનું રહ્યું છે. ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો'માં એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની લગભગ બધી જ વિચારધારાઓ વિશે લેખો કર્યા છે – રસવિચાર, વક્રોક્તિવિચાર, જગન્નાથનો રમણીયતા—-વિચાર, ઔચિત્યવિચાર, વગેરે વિશે સંગીન ચર્ચા કરીને એમણે એક મૂલ્યવાન પાઠ્યગ્રંથ તેમજ સંદર્ભગ્રંથ આપણને સંપડાવ્યો છે. ભારતીય સાહિત્ય અકાદમીએ એમને આ ગ્રંથનિમિત્તે પારિતોષિક આપ્યું એમાં પૂરું ઔચિત્ય છે. | ||