32,943
edits
(+1) |
(+1) |
||
| Line 5: | Line 5: | ||
સાહિત્ય-સંશોધનલક્ષી કામગીરી સાથે આપણે ત્યાં બે પ્રકારની મુશ્કેલીઓ સંકળાયેલી છે. એક તરફ, પ્રમાણભૂતતાના આગ્રહી, વૈજ્ઞાનિક શિસ્ત ને સમજ ધરાવતા અભ્યાસીઓ—આયોજકોની ખોટ વરતાય છે. ને બીજું, જ્ઞાનકોશ, સાહિત્યકોશ જેવી મોટી યોજનાઓ માટે આર્થિક અનુદાનનો વિકટ પ્રશ્ન આવીને ઊભો રહે છે. એથી જ આપણે ત્યાં આટલા બધાં વર્ષોમાં યુનિવર્સિટીઓ જેવી મોટી વિદ્યાસંસ્થાઓએ પણ ભાગ્યે જ કોઈ મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરી હોય ને એ પાર પડી હોય. | સાહિત્ય-સંશોધનલક્ષી કામગીરી સાથે આપણે ત્યાં બે પ્રકારની મુશ્કેલીઓ સંકળાયેલી છે. એક તરફ, પ્રમાણભૂતતાના આગ્રહી, વૈજ્ઞાનિક શિસ્ત ને સમજ ધરાવતા અભ્યાસીઓ—આયોજકોની ખોટ વરતાય છે. ને બીજું, જ્ઞાનકોશ, સાહિત્યકોશ જેવી મોટી યોજનાઓ માટે આર્થિક અનુદાનનો વિકટ પ્રશ્ન આવીને ઊભો રહે છે. એથી જ આપણે ત્યાં આટલા બધાં વર્ષોમાં યુનિવર્સિટીઓ જેવી મોટી વિદ્યાસંસ્થાઓએ પણ ભાગ્યે જ કોઈ મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરી હોય ને એ પાર પડી હોય. | ||
આ સ્થિતિ વચ્ચે, ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાત સરકારના મોટા આર્થિક અનુદાનથી ‘ગુજરાતી સાહિત્યકોશ'ની યોજના હાથ ધરી એ એક સુખદ અપવાદ ગણાય. આરંભથી જ એને જયંત કોઠારી જેવા, શાસ્ત્રીય પદ્ધતિનાં સૂઝ—સમજ ધરાવનારા અધિકારી મુખ્ય સંપાદક મળ્યા અને મોટાં અનુદાનો, સખાવતોને પણ નાનાં ઠેરવે એવી, લાંબા સમયમાં ને વધતી જવાબદારીઓમાં ફેલાતી આ મહત્ત્વાકાંક્ષી યોજનાની આર્થિક ચિંતાઓ વેઠી—ઉકેલી શકે એવા રઘુવીર ચૌધરી જેવા કૃતનિશ્ચયી મંત્રી પણ યોજનાના આરંભે જ મળ્યા. અલબત્ત, પછી અન્ય મંત્રીઓ ને કાર્યવાહકોએ પણ સતત દસ વરસ સુધી આ ચિંતા ઝેલી—ઉકેલી છે ને એ બધી વિટંબણાઓને અંતે ને કોશકાર્યાલયમાં કામ કરનાર આજ સુધીના સર્વ અભ્યાસીઓની ભારે જહેમતને પરિણામે ‘ગુજરાતી સાહિત્યકોશ'ના ત્રણપૈકી બે ખંડો પ્રગટ થયા છે. (પછી, ૧૯૯૬માં ત્રીજો ખંડ પણ પ્રગટ થયો છે.) | આ સ્થિતિ વચ્ચે, ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાત સરકારના મોટા આર્થિક અનુદાનથી ‘ગુજરાતી સાહિત્યકોશ'ની યોજના હાથ ધરી એ એક સુખદ અપવાદ ગણાય. આરંભથી જ એને જયંત કોઠારી જેવા, શાસ્ત્રીય પદ્ધતિનાં સૂઝ—સમજ ધરાવનારા અધિકારી મુખ્ય સંપાદક મળ્યા અને મોટાં અનુદાનો, સખાવતોને પણ નાનાં ઠેરવે એવી, લાંબા સમયમાં ને વધતી જવાબદારીઓમાં ફેલાતી આ મહત્ત્વાકાંક્ષી યોજનાની આર્થિક ચિંતાઓ વેઠી—ઉકેલી શકે એવા રઘુવીર ચૌધરી જેવા કૃતનિશ્ચયી મંત્રી પણ યોજનાના આરંભે જ મળ્યા. અલબત્ત, પછી અન્ય મંત્રીઓ ને કાર્યવાહકોએ પણ સતત દસ વરસ સુધી આ ચિંતા ઝેલી—ઉકેલી છે ને એ બધી વિટંબણાઓને અંતે ને કોશકાર્યાલયમાં કામ કરનાર આજ સુધીના સર્વ અભ્યાસીઓની ભારે જહેમતને પરિણામે ‘ગુજરાતી સાહિત્યકોશ'ના ત્રણપૈકી બે ખંડો પ્રગટ થયા છે. (પછી, ૧૯૯૬માં ત્રીજો ખંડ પણ પ્રગટ થયો છે.) | ||
એમાંનો, મધ્યકાલીન કર્તાકૃતિઓ વિશેનો પહેલો ખંડ આકરી સાધના અને સંપાદકીય સૂઝનો હિસાબ આપનારો નમૂનેદાર ને પ્રમાણભૂત કોશગ્રંથ બન્યો છે. પણ અર્વાચીન સાહિત્ય અંગેનો બીજો ખંડ ઓછો પ્રમાણભૂત બન્યો છે. | |||
આ પ્રકારનાં કામોનો કોઈ ઉત્તમ નમૂનો આપણી ભાષામાં નહોતો તથા અધિકૃત અને પર્યાપ્ત સંદર્ભસામગ્રી કે જુદાજુદા દૃષ્ટિકોણથી તૈયાર થયેલી સંદર્ભ સૂચિઓનો પણ અભાવ હતો એને લીધે કોશનું વૈજ્ઞાનિક માળખું તૈયાર કરવામાં પણ, સ્વાભાવિક રીતે જ, કોશકાર્યાલયે શરૂઆતમાં ઘણો સમય આપવાનો થયેલો ક્યાંક તો સંશોધનલક્ષી કામગીરી સુધી પણ જવું પડેલું. મુખ્ય સંપાદકે એક તરફ કોશકાર્યાલયનાં અભ્યાસીઓ—સહાયકો સાથે ચર્ચા કરીને ને બીજી તરફ, મૂર્ધન્ય વિદ્વાનોની બનેલી સલાહકાર સમિતિના માર્ગદર્શનથી ભારતીય ભાષાઓમાં ને અંગ્રેજીમાં થયેલા ઘણા કોશોનો અભ્યાસ કરીને આપણી પરિસ્થિતિ અને જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને—ગુજરાતી સાહિત્યકોશનો એક સુદૃઢ-સઘન નકશો તૈયાર કર્યો હતો. એને અનુષંગે, ૧૯૮૩-૮૪ દરમ્યાન ‘ગુજરાતી સાહિત્યકોશ-એક પરિચય' નામે સંક્ષિપ્ત પત્રિકા (ફોલ્ડર) અને બંને ખંડો માટે 'અધિકરણ લેખનનાં નિયમો અને સૂચનો’ની પુસ્તિકાઓ (બ્રોશર્સ) પ્રગટ કરી હતી. કોશકાર્યાલયમાં કામ કરતા અભ્યાસીઓ ઉપરાંત બહારના આપણા ઘણા વિદ્વાનો પાસે અધિકરણો લખાવવાનાં હતાં એથી લેખનની એકવાક્યતા ને અધિકરણના સ્વરૂપની પણ ચુસ્ત પદ્ધતિ જળવાય એ આશય પણ એની પાછળ હતો. કોશકાર્ય આગળ ચાલતું ગયું ત્યારે પણ અવારનવાર સલાહકાર સમિતિ સાથે બેઠકો યોજીને ચર્ચાને અંતે કરેલાં નિષ્કર્ષો—નિર્ણયોના ઠરાવ થતા રહેલા. કોશસ્વરૂપ સુબદ્ધ રહે અને કોઈ તબક્કે કોઈ જાતની યાદચ્છિકતા ન પ્રવેશે એની તકેદારી રૂપે આ પ્રણાલી સ્વીકારી હતી. ૧૯૮૦થી ૧૯૮૫ સુધી અધિકરણલેખક-સહસંપાદક ને સંપાદકની કામગીરીને લીધે આ આખી પ્રક્રિયાના સીધા સંપર્કમાં હું હતો. | આ પ્રકારનાં કામોનો કોઈ ઉત્તમ નમૂનો આપણી ભાષામાં નહોતો તથા અધિકૃત અને પર્યાપ્ત સંદર્ભસામગ્રી કે જુદાજુદા દૃષ્ટિકોણથી તૈયાર થયેલી સંદર્ભ સૂચિઓનો પણ અભાવ હતો એને લીધે કોશનું વૈજ્ઞાનિક માળખું તૈયાર કરવામાં પણ, સ્વાભાવિક રીતે જ, કોશકાર્યાલયે શરૂઆતમાં ઘણો સમય આપવાનો થયેલો ક્યાંક તો સંશોધનલક્ષી કામગીરી સુધી પણ જવું પડેલું. મુખ્ય સંપાદકે એક તરફ કોશકાર્યાલયનાં અભ્યાસીઓ—સહાયકો સાથે ચર્ચા કરીને ને બીજી તરફ, મૂર્ધન્ય વિદ્વાનોની બનેલી સલાહકાર સમિતિના માર્ગદર્શનથી ભારતીય ભાષાઓમાં ને અંગ્રેજીમાં થયેલા ઘણા કોશોનો અભ્યાસ કરીને આપણી પરિસ્થિતિ અને જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને—ગુજરાતી સાહિત્યકોશનો એક સુદૃઢ-સઘન નકશો તૈયાર કર્યો હતો. એને અનુષંગે, ૧૯૮૩-૮૪ દરમ્યાન ‘ગુજરાતી સાહિત્યકોશ-એક પરિચય' નામે સંક્ષિપ્ત પત્રિકા (ફોલ્ડર) અને બંને ખંડો માટે 'અધિકરણ લેખનનાં નિયમો અને સૂચનો’ની પુસ્તિકાઓ (બ્રોશર્સ) પ્રગટ કરી હતી. કોશકાર્યાલયમાં કામ કરતા અભ્યાસીઓ ઉપરાંત બહારના આપણા ઘણા વિદ્વાનો પાસે અધિકરણો લખાવવાનાં હતાં એથી લેખનની એકવાક્યતા ને અધિકરણના સ્વરૂપની પણ ચુસ્ત પદ્ધતિ જળવાય એ આશય પણ એની પાછળ હતો. કોશકાર્ય આગળ ચાલતું ગયું ત્યારે પણ અવારનવાર સલાહકાર સમિતિ સાથે બેઠકો યોજીને ચર્ચાને અંતે કરેલાં નિષ્કર્ષો—નિર્ણયોના ઠરાવ થતા રહેલા. કોશસ્વરૂપ સુબદ્ધ રહે અને કોઈ તબક્કે કોઈ જાતની યાદચ્છિકતા ન પ્રવેશે એની તકેદારી રૂપે આ પ્રણાલી સ્વીકારી હતી. ૧૯૮૦થી ૧૯૮૫ સુધી અધિકરણલેખક-સહસંપાદક ને સંપાદકની કામગીરીને લીધે આ આખી પ્રક્રિયાના સીધા સંપર્કમાં હું હતો. | ||
આટલી વિગતો એ માટે આપી છે કે બીજા ખંડમાં આ મૂળભૂત માળખા સાથે ઠીકઠીક છૂટછાટો લેવાઈ છે. ને પરિણામે કોશની પ્રમાણભૂતતા ઝાંખી થઈ છે. એની ઉપયોગિતા પણ, એથી ઓછી થઈ છે. આ છૂટછાટને મુદ્દાસર તપાસીએ : | આટલી વિગતો એ માટે આપી છે કે બીજા ખંડમાં આ મૂળભૂત માળખા સાથે ઠીકઠીક છૂટછાટો લેવાઈ છે. ને પરિણામે કોશની પ્રમાણભૂતતા ઝાંખી થઈ છે. એની ઉપયોગિતા પણ, એથી ઓછી થઈ છે. આ છૂટછાટને મુદ્દાસર તપાસીએ : | ||