કથાવિચાર/નવા વળાંકની મથામણ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૫<br>
{{Heading|૧૫<br>નવા વળાંકની મથામણ|[‘છિન્નભિન્ન’(નવલિકાસંગ્રહ) : ભગવતીકુમાર શર્મા]}}
નવા વળાંકની મથામણ| [‘છિન્નભિન્ન’(નવલિકાસંગ્રહ) : ભગવતીકુમાર શર્મા]}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અત્યારે આપણા તરુણ પેઢીના કેટલાક લેખકો નવલકથા અને નવલિકાના કળાત્મક સ્વરૂપની સિદ્ધિ અર્થે સજાગ બન્યા જણાય છે. એ સ્વરૂપોમાં કોઈ અવનવીન ઉન્મેષ પ્રગટાવવા તેઓ આતુર બન્યા છે. શ્રી ભગવતીકુમાર શર્મા એ વર્ગના એક ઉત્સાહી લેખક છે. તેમના નવા નવલિકાસંગ્રહ ‘છિન્નભિન્ન’માં સંગ્રહાયેલી પંદર રચનાઓમાંની કેટલીક તેમની પ્રયોગશીલતા દાખવે છે. ખાસ કરીને ‘વાંસ-દોરી’, ‘અંધારપટ’ ‘જલકમલવત્‌’, ‘શાહીબાગના ઓવરબ્રિજની છાયામાં’, ‘અનુસંધાન’ અને ‘છિન્નભિન્ન’ જેવી રચનાઓની રચનારીતિ વિલક્ષણ જણાય છે. અલબત્ત, દરેક સાચી નવલિકાને આગવી મુદ્રા હોય છે, હોવી જ જોઈએ, પરંતુ પ્રયોગશીલ લેખક ચાહીને નવું પરિમાણ સર્જવા પ્રયત્નશીલ બનતો હોય છે. પ્રસ્તુત સંગ્રહની નવલિકાઓમાં કેટલીક કૃતિઓ પરંપરાનું અનુસંધાન પણ જાળવે છે. પરંતુ લેખક આપણી ઢાંચાઢાળ વાર્તાઓના ચોકઠામાંથી અળગા થવાની મથામણમાં જણાય છે એ ચોક્કસ છે. પુસ્તકના આંરભમાં એમ નોંધ્યું છે કે આપણી વાર્તાસર્જનની પ્રવૃત્તિ ફરી એક વાર બંધિયાર બની જવા આવી છે. તેમાં નવા વળાંકની અપેક્ષા છે. આ સંગ્રહની વાર્તાઓ સાચે જ કોઈ નવો વળાંક લઈને આવી છે કે કેમ એવું કુતૂહલ આપણને જરૂર થાય. આગળ એ વિશે વિચારી જોઈશું.

છિન્નભિન્ન વ્યક્તિત્વની કથાઓ
{{Poem2Close}}
'''છિન્નભિન્ન વ્યક્તિત્વની કથાઓ'''
{{Poem2Open}}
આ સંગ્રહને અંતે મુકાયેલી અને જેના પરથી આ સંગ્રહને શીર્ષક પ્રાપ્ત થયું છે તે કૃતિ ‘છિન્નભિન્ન’ એક વિલક્ષણ આવિષ્કાર જેવી છે. એ વાર્તા ધ્યાનપાત્ર છે તેમાંની પ્રયોગશીલતાને કારણે, કળાત્મક સિદ્ધિને કારણે નહિ. વર્તમાન યુગની કાટમાળ જેવી પરિસ્થિતિમાં રુંધાતા માનવીની વિકેન્દ્રિત અને છિન્નવિચ્છિન્ન વ્યક્તિતાને નિરૂપવાનો તેમાં આયાસ છે. એને અનુરૂપ ગદ્યછટા નિપજાવવાનો લેખકે જે પ્રયત્ન કર્યો છે તે બારીકાઈથી અવલોકવા જેવો છે. આપણે ત્યાં કવિ ઉમાશંકરે ‘છિન્નભિન્ન’ છું એવા સ્વરમાં કાવ્યરચના કરેલી. શ્રી સુરેશ જોષી અને બીજા કેટલાક નવીન લેખકોએ માનવીની વિચ્છિન્નતાને આલેખવા પ્રયત્નો કર્યા છે. પરંતુ એ બધાના પ્રયત્નોમાંથી વિશુદ્ધ સાહિત્યત્વ સિદ્ધ થયું જ છે એવું નથી. માનવીની છિન્નભિન્ન દશામાંથી એક સંવાદી કળાકૃતિ સિદ્ધ કરવાને વિશેષ સામર્થ્ય જોઈએ. પ્રસ્તુત સંગ્રહની ‘છિન્નભિન્ન’ એ રચના કોઈ આગવી સિદ્ધિ દાખવતી નથી. એટલું નોંધવું જોઈએ કે તેમણે જે ગદ્યશૈલીમાં શબ્દપ્રયોગો કે લઢણો યોજવાનો ક્રમ રાખ્યો છે તે આપણા કેટલાક આધુનિકતમ લેખકોની શૈલીની પરિપાટી જોડે અનુસંધાન જાળવવા મથે છે. વળી લેખકે તેમની અન્ય નવલિકાઓમાં આ જ શૈલીમાં પોતાનું વક્તવ્ય રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે તેમાંયે કેટલીકવાર બેહુદું પરિણામ આવ્યું છે.

‘જલકમલવત્‌’ એ નવલિકા આગવી છટામાં રજૂ કરવાનો પ્રયત્ન છે. એમાં મુંબઈ જેવા મહાનગરના અતિ અદના માનવીની દિનચર્યારૂપે આખી વાત કહેવાઈ છે. નગરજીવનની યાંત્રિકતા, કોલાહલ અને ભીંસથી વાર્તાનાયકની ચેતના એટલી તો બધિર બની છે કે તે તેની આસપાસની સંસારની કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી નિર્લિપ્ત રહી જવા પામ્યો છે. વાર્તાની માંડણીમાં વ્યંગકટાક્ષ રહેલો છે. કંઈક સબળ કથનશૈલીને કારણે એ વાર્તા અસરકારક બની શકી જણાય છે.

Navigation menu