31,395
edits
No edit summary |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
આખરે શંકરને સારું લાગ્યું, રૂમાલની એણે પહેલાં–જેવી ગડી કરી ને પાછો ખિસ્સામાં ખોસ્યો, પાટલૂનના: શ્હૅરમાં સાલો આખો દા’ડો મારો સાવ રઝળપાટમાં ગયો. મુખ્ય કામ મારે ઍનેક્સીના નવમા માળની ઑફિસમાં હતું, ગયો’તો લિફ્ટમાં, પણ નવે નવ માળ ઊતરવા પડેલા –ક્હૅ કે ઍલાવ નથી! પછી પૂરો દોઢ કલાક ચાલ્યો હોઈશ તાપમાં, જુદી જુદી ફૂટપાથો પર લોકોની આવ–જા–માંથી રસ્તો કરતો. થોડી થોડી વારે શૉપોમાં ઘૂસું ખરો, એ.સી.-વાળીમાં તો ખાસ. થાક્યા પછી મેં રિક્ષા કરેલી, પછી બસમાં બેઠેલો –ડબલડેકરમાં, ઉપલા માળે. સવારે તો એક દૂરની જગ્યાએ પ્હૉંચવા માટે ટૅક્સી કરવી પડેલી. બધા દિવસો આ વિરાટ ભુલભુલામણી જેવા શ્હૅરમાં મારા આમ જ ગયા, બિઝી–બિઝી. શંકરને થયું, આવાં દરિયાકિનારાનાં ઉકળાટિયાં શ્હૅર જ નક્કામાં –કાયમથી ભેજભારે. એના કરતાં અંતરાલનું મારું નાનકડું પણ સૂક્કું શ્હૅર સારું, હલકા-હલકા પવનોથી સદા ફરફર્યા કરતું. પણ શું થાય, કામ જ એવું હતું. બાકી, બ્હારગામ–ફ્હારગામ તો હું જતો જ નથી. આ ટ્રેનની મુસાફરી, ને તેમાંયે નાઇટટ્રેનની, કદાચ ત્રણેક વરસે કરી રહ્યો છું… | આખરે શંકરને સારું લાગ્યું, રૂમાલની એણે પહેલાં–જેવી ગડી કરી ને પાછો ખિસ્સામાં ખોસ્યો, પાટલૂનના: શ્હૅરમાં સાલો આખો દા’ડો મારો સાવ રઝળપાટમાં ગયો. મુખ્ય કામ મારે ઍનેક્સીના નવમા માળની ઑફિસમાં હતું, ગયો’તો લિફ્ટમાં, પણ નવે નવ માળ ઊતરવા પડેલા –ક્હૅ કે ઍલાવ નથી! પછી પૂરો દોઢ કલાક ચાલ્યો હોઈશ તાપમાં, જુદી જુદી ફૂટપાથો પર લોકોની આવ–જા–માંથી રસ્તો કરતો. થોડી થોડી વારે શૉપોમાં ઘૂસું ખરો, એ.સી.-વાળીમાં તો ખાસ. થાક્યા પછી મેં રિક્ષા કરેલી, પછી બસમાં બેઠેલો –ડબલડેકરમાં, ઉપલા માળે. સવારે તો એક દૂરની જગ્યાએ પ્હૉંચવા માટે ટૅક્સી કરવી પડેલી. બધા દિવસો આ વિરાટ ભુલભુલામણી જેવા શ્હૅરમાં મારા આમ જ ગયા, બિઝી–બિઝી. શંકરને થયું, આવાં દરિયાકિનારાનાં ઉકળાટિયાં શ્હૅર જ નક્કામાં –કાયમથી ભેજભારે. એના કરતાં અંતરાલનું મારું નાનકડું પણ સૂક્કું શ્હૅર સારું, હલકા-હલકા પવનોથી સદા ફરફર્યા કરતું. પણ શું થાય, કામ જ એવું હતું. બાકી, બ્હારગામ–ફ્હારગામ તો હું જતો જ નથી. આ ટ્રેનની મુસાફરી, ને તેમાંયે નાઇટટ્રેનની, કદાચ ત્રણેક વરસે કરી રહ્યો છું… | ||
શંકરે આંગળાંનાં વેઢે ગણી કાઢ્યું કે પોતે લગાતાર દસ દિવસથી બહાર છે અને સુલોચનાને ત્યારથી જોઈ નથી, માત્ર યાદ કર્યા કરી છે: હવે જોકે પત્યું છે. આટલી આ રાત તો આમ જ વીતી જશે, ઊંઘમાં –સારું ને ખાસ્સું જમ્યો છું. આંખ ખૂલતામાં તો સવાર ને સીધું મારું સ્ટેશન —પછી તો ધમધમાટ રિક્ષામાં ઘેર, ને ઝટ સુલોચના સામે: આ વાતે શંકરને મીઠી ચટપટી થવા લાગી. એવી ચટપટીમાં ને ચટપટીમાં એ પરોવાયેલો રહ્યો ને ઉપલી બર્થ વાગે નહીં એ રીતે જરા ઝૂકીને બેઠો. તરત એણે બૅગ ખોલી. ગોઠવેલું બધું બગડે નહીં એમ અંદરથી સાચવીને એણે સ્લિપર કાઢ્યાં, પાથરવાની ચાદર ને | શંકરે આંગળાંનાં વેઢે ગણી કાઢ્યું કે પોતે લગાતાર દસ દિવસથી બહાર છે અને સુલોચનાને ત્યારથી જોઈ નથી, માત્ર યાદ કર્યા કરી છે: હવે જોકે પત્યું છે. આટલી આ રાત તો આમ જ વીતી જશે, ઊંઘમાં –સારું ને ખાસ્સું જમ્યો છું. આંખ ખૂલતામાં તો સવાર ને સીધું મારું સ્ટેશન —પછી તો ધમધમાટ રિક્ષામાં ઘેર, ને ઝટ સુલોચના સામે: આ વાતે શંકરને મીઠી ચટપટી થવા લાગી. એવી ચટપટીમાં ને ચટપટીમાં એ પરોવાયેલો રહ્યો ને ઉપલી બર્થ વાગે નહીં એ રીતે જરા ઝૂકીને બેઠો. તરત એણે બૅગ ખોલી. ગોઠવેલું બધું બગડે નહીં એમ અંદરથી સાચવીને એણે સ્લિપર કાઢ્યાં, પાથરવાની ચાદર ને ઍર–પિલો –ફૂંકોથી ફુલાવીને પીઠ પાછળ દબાવી દીધું. પગેથી બૂટ–મોજાં ઉતાર્યાં, બૅગ લૉક કરી ને બર્થ નીચે કાળજીથી ખૂણામાં ગોઠવીને મૂકી. બૂટ–મોજાં બૅગ પર મૂક્યાં. સ્લિપર પગ મૂકવાની જગ્યામાં સરખાં ભેગાં મૂક્યાં –ને પછી થોડીક વાર માટે પલાંઠી વાળીને બેઠો. માથું નમાવેલું રાખીને બંને હાથે પોતાના બંને પગના ગોટલા વારાફરતી દાબતો રહ્યો પણ એણે જ્યારે કાંડા પરના ઘડિયાળમાં જોયું, તો જણાયું કે ટ્રેન ઊપડવાને તો સાલી હજી પંદર–પંદર મિનિટોની વાર છે… | ||
ત્યાં એકાએક શંકરના ધ્યાનમાં આવ્યું કે પોતાનો ડાબો હાથ બારીએ ટેકવાયો છે ને કાચ–બારી તો બંધ છે. એણે કાચ–બારીની બંને તરફની, કાયમથી અઘરી એવી ચાંપો ઊંહ્ ઊંહ્ કરીને ખેસવી ને બારી જોર કરીને ખોલી નાખી. | ત્યાં એકાએક શંકરના ધ્યાનમાં આવ્યું કે પોતાનો ડાબો હાથ બારીએ ટેકવાયો છે ને કાચ–બારી તો બંધ છે. એણે કાચ–બારીની બંને તરફની, કાયમથી અઘરી એવી ચાંપો ઊંહ્ ઊંહ્ કરીને ખેસવી ને બારી જોર કરીને ખોલી નાખી. | ||