પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલ પટેલ-૬: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
Tag: Manual revert
No edit summary
 
Line 7: Line 7:
અગાઉના પાંચ ખંડકોમાં પન્નાલાલના જીવનની સંક્ષિપ્ત રૂપરેખા, તેમની સર્જકતા અને વાર્તાકલાની વિશિષ્ટતાઓ, તેમની મહત્ત્વની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને લઘુનવલોની કંઈક વિસ્તૃત અને બાકીના સાહિત્યની ટૂંકી સમીક્ષા, એમ તેમના વ્યક્તિત્વ અને વાઙ્‌મયનો આપણે અલગ અલગ બાજુએથી પરિચય કર્યો. સમાપનના આ છેલ્લા ખંડકમાં તેમની સર્જકપ્રતિભાનું સમગ્રલક્ષી દર્શન કરવાનો ઉપક્રમ છે.

આપણે જોયું કે, નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, આત્મકથા અને ચિંતનગ્રંથ – એમ જુદાં જુદાં ક્ષેત્રોમાં તેમની કલમ ચાલતી રહી છે. પણ તેમનું જે કંઈ ઉત્તમ ગણાયું છે, તે તો મોટે ભાગે જાનપદી જીવનની નવલકથાઓ અને વાર્તાઓમાં, અને તેય વધુ તો તેમની કારકિર્દીના પૂર્વ તબક્કાની રચનાઓમાં પ્રાપ્ત થયું છે. તેમની ઉત્કૃષ્ટ કૃતિઓની આગલા ખંડકોમાં આપણે વિગતે ચર્ચા કરી છે. એટલે તેનો ફરી કરીને ઉલ્લેખ કરવાની જરૂર નથી. પ્રસ્તુત મુદ્દો એ છે કે પન્નાલાલની જે જે કૃતિ રસસમૃદ્ધ બની આવી તેની તો આપણા વિવેચકોએ પૂરી સહૃદયતાથી ઘણુંખરું નોંધ લીધી જ છે. બલકે, તેમની સર્જકતાનાં લક્ષણો કયાં છે, તેમની વાર્તાકલાની વિશિષ્ટતાઓ કઈ છે, અને આપણા કથાસાહિત્યમાં તેમનું વિશિષ્ટ પ્રદાન કયું છે તે વિશેય સારી છણાવટ કરી છે. આપણા વિવેચને તેમની જરીકે અવજ્ઞા કરી નથી એવી મારી લાગણી છે. અને, પછીથી સાતમા-આઠમા દાયકામાં કથાસાહિત્યના ક્ષેત્રે તેમણે ધરખમ લેખન-પ્રકાશન કર્યું ત્યારે વળી આપણા અભ્યાસીઓએ પ્રામાણિકપણે એમ પણ કહ્યું કે, પન્નાલાલ હવે પોતાને સિદ્ધ થઈ ગયેલી શૈલીનું અનુકરણ કરી રહ્યા છે, અને તેમના સાહિત્યમાં એવો કોઈ તાજગીભર્યો નવોન્મેષ દેખાતો નથી. આપણા અભ્યાસીઓનો આ સૂર પણ સાચો હતો – છે. પણ, પન્નાલાલ તે પન્નાલાલ...!

પન્નાલાલ વિશેનાં વિવેચનોને અનુલક્ષીને ઉમાશંકરે એક માર્મિક ટકોર કરી છે તે અલબત્ત, ધ્યાનપાત્ર છે. તેઓ કહે છે : “પન્નાલાલ અંગેનું વિવેચન એક ઘરેડમાં પડી ગયું છે, એવું કહેવામાં આવ્યું છે તે સાચું છે. ઘણા લેખકો વિશે એવું થાય છે. આળસુ વિવેચના લેબલોથી ચલાવી લે છે. જાગ્રત વિવેચકોએ અવારનવાર આવાં ચોંટી જતાં લેબલો ખસેડવાનું સહૃદય કૃત્ય પણ કરવાનું રહે છે.”૬૬<ref>૬૬. ‘સંસ્કૃતિ’, ફેબ્રુ. ૧૯૭૩. </ref> ઉમાશંકરે ‘લેબલો ખસેડવાની’ અહીં જે વાત કરી છે, તેનો મર્મ હું એમ સમજું છું કે, નવલકથાની કલા વિશેનાં નવાં નવાં દૃષ્ટિબિંદુઓ લઈને તેમની કૃતિઓની સતત તપાસ થતી રહેવી જોઈએ. સમૃદ્ધ કલાકૃતિઓ આવી તપાસમાં ઘણી વાર નવાં જ રહસ્યો ખુલ્લાં કરી દે છે.
પન્નાલાલ વિશેનાં વિવેચનોને અનુલક્ષીને ઉમાશંકરે એક માર્મિક ટકોર કરી છે તે અલબત્ત, ધ્યાનપાત્ર છે. તેઓ કહે છે : “પન્નાલાલ અંગેનું વિવેચન એક ઘરેડમાં પડી ગયું છે, એવું કહેવામાં આવ્યું છે તે સાચું છે. ઘણા લેખકો વિશે એવું થાય છે. આળસુ વિવેચના લેબલોથી ચલાવી લે છે. જાગ્રત વિવેચકોએ અવારનવાર આવાં ચોંટી જતાં લેબલો ખસેડવાનું સહૃદય કૃત્ય પણ કરવાનું રહે છે.”૬૬ ઉમાશંકરે ‘લેબલો ખસેડવાની’ અહીં જે વાત કરી છે, તેનો મર્મ હું એમ સમજું છું કે, નવલકથાની કલા વિશેનાં નવાં નવાં દૃષ્ટિબિંદુઓ લઈને તેમની કૃતિઓની સતત તપાસ થતી રહેવી જોઈએ. સમૃદ્ધ કલાકૃતિઓ આવી તપાસમાં ઘણી વાર નવાં જ રહસ્યો ખુલ્લાં કરી દે છે.
અને, આપણે ત્યાં સાતમા આઠમા દાયકા દરમ્યાન આધુનિકતાવાદી વિચારવલણોના પ્રભાવ નીચે નવી શૈલીની નવલકથા અને ટૂંકી વાર્તા લખવાના પ્રયત્નો શરૂ થયા. તેની સાથે તેના કળાસ્વરૂપના ખ્યાલોય બદલાવા લાગ્યા છે. શુદ્ધ કવિતાની જેમ શુદ્ધ નવલકથા સર્જવાની દિશાના એ પ્રયત્નો છે, એમ પણ કહી શકાય. જોકે, શુદ્ધ નવલકથા ખરેખર શક્ય છે કે કેમ, અથવા શુદ્ધ નવલકથાના ઉપક્રમોમાં મહાન કળા શક્ય છે કે કેમ, એવા પ્રશ્નો આપણે ત્યાં ઝાઝા ચર્ચાયા નથી. પણ એટલું કહી શકાય કે, કલાસ્વરૂપ લેખે નવલકથાની આંતરક્ષમતા, બાહ્ય વાસ્તવ જોડેના તેના સંબંધો, રચનારીતિ (technique)નું તેમાં કાર્ય અને સ્થાન, ભાષાનો સભાનપણે સર્જનાત્મક વિનિયોગ, માનવીય વાસ્તવિકતાનું પ્રત્યક્ષીકરણ અને વાસ્તવિકતાની ખોજ – જેવા નવા પ્રશ્નો નવલકથાવિવેચનમાં ઊભા થયા છે. એટલું તો ખરું જ કે નવી શૈલીની નવલકથા વધુ ને વધુ કલાત્મક બનવા ઝંખે છે. મનોરંજક વાર્તા કહેવામાં તેને હવે કોઈ રીતે સાર્થકતા દેખાતી નથી. બલકે, રંજનલક્ષી બનવાના ધ્યેયને તે ચાહીને ફગાવી દે છે. એટલે નવલકથાની કળા વિશે બદલાતી જતી ભૂમિકાના સંદર્ભે હવે પન્નાલાલના સાહિત્યનું યથાર્થ મૂલ્યાંકન થવું જોઈએ.

તો, એક વાત સ્પષ્ટ છે કે, પરંપરાગત નવલકથાની ધારામાં પન્નાલાલનું આગવું સ્થાન છે. આપણે અગાઉ ચર્ચી ગયા છીએ તેમ, મુનશી, મેઘાણી, મડિયા, પેટલીકર, રમણલાલ અને ગુણવંતરાય જેવા નવલકથાકારોએ નવલકથાનું સ્વરૂપ જે રીતે ખેડ્યું, તેમાં લોકજીવનનું એટલું માર્મિક, એટલું સઘન અને એટલું નક્કર અનુસંધાન નહોતું. એ લેખકોની પાત્રસૃષ્ટિ ઘટનાભૂમિ ઓછેવત્તે અંશે કલ્પિત લાગતી હતી. એમાં ઐતિહાસિક-સામાજિક પ્રક્રિયાનું એવું ગાઢ અનુસંધાન નહોતું. પન્નાલાલની જાનપદી નવલકથાઓ અને વાર્તાઓમાં પ્રદેશવિશેષનું લોકજીવન રજૂ થયું એ તો ખરું જ; પણ એમાં લોકજીવનને ઘાટ આપતાં પ્રાકૃતિક બળોનું પ્રભાવક આલેખન થયું છે. જીવનના ગૂઢાતિગૂઢ આવેગો અને વૃત્તિઓનું કઠોર રંગનું ચિત્રણ થયું છે. એ કારણે પન્નાલાલની એ સૃષ્ટિ, એમની અગાઉના લેખકોની સૃષ્ટિ કરતાં, વધુ વાસ્તવિક અને વધુ સાચુકલી પ્રતીત થઈ. અગાઉ સ્પષ્ટ કર્યું છે તેમ, સમાજજીવનની આંટીઘૂંટીવાળી વાસ્તવિકતા અને માનવમનની મૂળભૂત વૃત્તિઓ અને લાગણીઓની સંકુલતા, બલકે, માનવપ્રકૃતિના ખૂણાખાંચાની ખરબચડતા -એમ એકી સાથે આંતરબાહ્ય વાસ્તવનું ગ્રહણ કરવાનો પન્નાલાલનો નોંધપાત્ર પુરુષાર્થ રહ્યો છે. જાનપદી જીવનનાં જે પાત્રો જોડે તેમણે કામ પાડ્યું છે, તેને પ્રાકૃતતાની અમુક મર્યાદાઓ છે. જિજીવિષા ભૂખ ઈર્ષ્યા અદેખાઈ વેરઝેર ઘમંડ જડતા સંઘર્ષ જેવી મૂળભૂત વૃત્તિઓ અને આવેગો એ પાત્રોમાં નિર્બંધપણે વ્યક્ત થાય છે. તેમનાં કાર્યોમાં, વાણીવર્તનમાં, ક્યાંક ને ક્યાંક દુરિત(evil)નું તત્ત્વ વરતાય છે. અસ્તિત્વના પાયામાં પડેલી દુરિતની એ કૂટ અને દુર્જેય સત્તાના અભિજ્ઞાનમાં પન્નાલાલનું વિશેષ દર્શન રહ્યું છે. મુનશી, મેઘાણી આદિ લેખકોમાંય દુષ્ટ અંશવાળાં પાત્રો મળશે, પણ પન્નાલાલમાં એ દુષ્ટતા વિશ્વજીવનમાં પડેલી એક કૂટ નક્કર સત્તા રૂપે ગાઢ સંસ્પર્શમાં આવે છે. જાનપદી જીવનની તેમની કેટલીક સફળ રચનાઓ માટે જ, અલબત્ત, આ નિરીક્ષણ પ્રસ્તુત ઠરશે. કેમ કે, બીજી અનેક કૃતિઓમાં તેમનાં રંગદર્શી વલણો કામ કરતાં રહ્યાં છે, અને ત્યાં આવી કઠોર વાસ્તવિકતા જોડેનું અનુસંધાન છૂટી ગયું દેખાય છે. પણ તેમની સમર્થ કૃતિઓમાં લોકજીવનની વાસ્તવિકતાનું ગાઢ અનુસંધાન હોવાથી તે આજેય એટલી જ પ્રાણવાન અને સશક્ત લાગે છે. સામાજિક, જાનપદી નવલકથાની પરંપરામાં પન્નાલાલ એ રીતે વિશેષ સ્થાન મેળવે છે. આપણી એ પ્રકારની નવલકથાને ઊંચી કલાત્મકતા તેમણે સંપડાવી છે.

Line 18: Line 18:
તેમના કથાસાહિત્યની સિદ્ધિમર્યાદાઓની આટલી ચર્ચા કર્યા પછી અંતમાં એટલું જ નોંધીશું એક સર્જક લેખે પન્નાલાલનો ઉપક્રમ માનવહૈયાંનાં ગહનતર રહસ્યો પ્રત્યક્ષ કરવાનો રહ્યો છે. તેમની કેટલીક ઉત્કૃષ્ટ રચનાઓ આવાં રહસ્યો પ્રકટ કરી આપીને આપણા હૃદયમાં દૃઢ સ્થાન લઈ ચૂકી છે. સાહિત્યક્ષેત્રમાં ભલે નવા નવા વાદો અને વિચારસરણીઓની ઊથલપાથલો ચાલ્યા કરે, પન્નાલાલની એવી કૃતિઓ આવી ઊથલપાથલો વચ્ચેય લાંબો સમય ટકી રહેશે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''પાઠના સંદર્ભો અને ટીકાટિપ્પણીઓ'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu