પ્રતિપદા/૧૩. બાબુ સુથાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
()
No edit summary
 
(15 intermediate revisions by the same user not shown)
Line 355: Line 355:
તમતમારે ખાએ જાઓ પાંદડાં
તમતમારે ખાએ જાઓ પાંદડાં
ઊકેલ્યે જાઓ તાણાવાણા
ઊકેલ્યે જાઓ તાણાવાણા
બ્રહ્માંડના.
::: બ્રહ્માંડના.
જો એમ કરતાં વચ્ચે ગાંઠ આવે તો મને કહેજો
જો એમ કરતાં વચ્ચે ગાંઠ આવે તો મને કહેજો
હું બેઠો છું અહીં અનરાધાર આભની નીચે
હું બેઠો છું અહીં અનરાધાર આભની નીચે
શ્રી સવાની કાતર લઈને.
શ્રી સવાની કાતર લઈને.
</poem>
</poem>
===૩. ડોશી===
<poem>
ડોશીને લાગ્યું કે
એનો અન્ત હવે નજીક છે
ત્યારે એ ચૂપચાપ ઊભી થઈ,
કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં
વાંસનાં ચાર લાકડાં
અને કાથીનું પીલ્લું
નીચે લઈ આવી
બાંધી દીધી
એની પોતાની
એક નનામી.
બે મહિના પહેલાં જ
પરાગકાકાના છોરાની દુકાનેથી લાવીને
તાકામાં મૂકી રાખેલાં ચાર નાળિયેર બહાર કાઢી
એણે બાંધ્યાં નનામીને ચાર ખૂણે
નાડાછડીથી
મંગળિયો કુંભાર ગયા મહિને આપી ગયેલો
એ કોરી માટલી કાઢી
એમાં મૂક્યાં એણે બે છાણાં
ને છાણાં પર મૂક્યો દેવતા
એના પતિએ હુકો ભરીને
ચૂલામાં રહેવા દીધેલો એ.
પછી એ પિયરમાંથી આવેલાં કોરાં લૂગડાં
પહેરીને સૂઈ ગઈ
નનામી પર.
સૂતાં સૂતાં એણે કલ્પના કરીઃ
એની આસપાસ એના ત્રણેય દીકરા
એમની પત્નીઓ
એમનાં બાળકો
ઊભાં છે,
મોટા દીકરાને તો અબોલા હતા બધાં સાથે વરસોથી
એને જોઈને ડોશીના કાળજામાં
બેઉં કાંઠે વહેવા લાગી
ગંગા અને જમના.
વચલો છેક અમેરિકાથી આવેલો.
એનો હાથ ઝાલીને ડોશીએ કહ્યુંઃ
દીકરા, તને જોઈને હું વૈતરણી તરી જઈશ
નાનાએ ચૌદ વરસે ગામ જોયું.
એનો વનવાસ પૂરો થયો એ જોઈને
ડોશીની કરોડરજ્જુમાં શરણાઈઓ વાગવા માંડી.
પછી ડોશીએ જોયું તો
ડાબે અને જમણે
ઊગેલા હતા બે વેલા
એક
::: વાલોળનો
બીજો
::: ટીંડુંરાનો.
ડોશીએ હાથ લંબાવી
વાલોળના વેલા પરથી વાર્તાઓ
અને ટીંડુરાના વેલા પરથી કહેવતો તોડીને
આપી પુત્રો, પૂત્રવધૂઓ, પૌત્રો અને પૌત્રીઓને.
અને કહ્યુંઃ આ વાલોળ અને ટીંડુંરાં
એકલાં એકલાં ન ખાતાં
ગામ આખામાં વહેંચજો.
એ દરમિયાન ડોશીએ જોયુંઃ
મહિષ પર અસવાર થઈને આવ્યું છે
એક કેવડાનું ફૂલ.
ડોશીએ બબડીઃ કેવડા હાર્યે નૈ જઉં
મગફળીનાં ફૂલ મોકલો.
પછી ઈશ્વરે ડોશીની અંતિમ ઈચ્છા પૂરી કરી.
એ સાંજે ડોશીના દીકરાઓએ
કુટંબીજનોએ
અને ગામ લોકોએ
વાલોળનું અને ટીંડુંરાનું શાક
બનાવીને ખાધું.
મોડી રાતે ગામ લોકોને
ઝમઝર માતાના ડુંગરાઓમાંથી૧૧
કોઈક ગીતનો અવાજ સંભળાયો.
ગામના મુખીએ કહ્યુંઃ
ડોશી આપણા ડુંગરાઓની રખેવાળી કરી રહ્યાં છે.
</poem>
===૪===
<poem>
બધું જ બરાબર કરેલું
બાપા કરતા હતા એમ જ.
સૌ પહેલાં તો જે જગ્યાએ ઘોડો મૂકવાનો હતો
એનું માપ લીધેલું,
પછી એ પ્રમાણે પાટિયાં કાપેલાં,
પછી પેન્સિલ પડે કયું પાટિયું ક્યાં જશે
એની બરાબર નિશાની પણ કરેલી,
બાપાએ કહેલુંઃ જે છેડે ૧ લખેલું હોય
એ છેડે જ ૧ જવું જોઈએ.
મેં એ નિયમ બરાબર પાળેલો.
પછી બધ્ધાંને સ્ક્રુ લગાડેલા
એકબે વાંકા ગયેલા
તો એમને એક જગ્યાએ કાઢી
બીજી જગ્યાએ લગાડેલા.
બધ્ધું જ બાપા કરતા હતા એમ કરેલું.
તો પણ કોણ જાણે કેમ
ઘોડો જરા ત્રાંસો બન્યો.
ઘોડો બનાવતી વખતે મેં બાપાની જેમ
કાન પર પેન્સિલ ન’તી ખોસી
એટલે તો આવું નહીં થયું હોય ને?
</poem>
===૫ ગદ્યકાવ્ય===
{{Poem2Open}}ક્યારેક મને એકલા એકલા ખૂબ કંટાળો આવે ત્યારે હું મારી બારીમાંથી દેખાતા પર્વતોને મારા ઓરડામાં બોલાવતો હોઉં છું અને પછી એમની સાથે ભાતભાતની રમત રમતો હોઉં છું. ક્યારેક હું એમની સાથે પત્તાં રમતો હોઉં છું તો ક્યારેક કેરમ. જો કે, એમને પત્તાં રમવાનું ગમતું નથી અને કેરમની રમતમાં એ મારા જેટલા હોંશિયાર નથી એટલે બધી જ વખતે હું જ જીતી જતો હોઉં છું. એને કારણે મને ઘણી વાર વધારે કંટાળો આવતો હોય છે. જો કે, ક્યારેક હું એમને કાનપટ્ટી પકડાવીને ઊઠબેસ કરાવતો હોઉં છું. એમને એમ કરવાની ખૂબ મજા પડતી હોય છે. ક્યારેક એ મને કહેતા હોય છેઃ પાવલો પા કરાવ. તમે જ કહોઃ હું કઈ રીતે પર્વતોને પાવલો પા કરાવું? મારાથી એમનું વજન કઈ રીતે ઊંચકી શકાય? તો પણ ક્યારેક હું એમને પાવલો પા પણ કરાવતો હોઉં છું. એ એમની પ્રિય રમત છે. ઘણી વાર હું એમને મારી પથારીમાં ગોઠવી દઈ એમની તળેટીમાં સૂઈ જતો હોઉં છું. મને એમની તળેટીમાં, ખાસ કરીને એમની તળેટીમાં ઊઘેલાં ઘાસની પડખે, સૂઈ જવાનું ખૂબ ગમતું હોય છે.
એક દિવસની વાત છે. મને ખૂબ કંટાળો આવતો હતો. એટલે હું ગયો મારી સુવાની ઓરડીમાં અને ખોલી એની બારીઓ પેલા પર્વતોને બોલાવવા. પણ આ શું? જોઉં છું તો ત્યાં પર્વતો ન હતા. મને આશ્ચર્ય થયું; કોણ લઈ ગયું હશે પર્વતોને? મેં મારી / ખો મસળીને ફરી એક વાર
એ દિશામાં જોયું. જોઉં છું તો પર્વતોની જગ્યાએ બે-ચાર નદીઓ વહેતી હતી. મને થયુંઃ લાવ આ નદીઓને બોલાવવા દે. એટલે મેં એ નદીઓને બોલાવી. પછી મેં એ નદીઓને કહ્યુંઃ ચાલો, પત્તાં રમીએ. પણ, એમને પત્તાં રમતાં આવડતું ન હતું. એમણે કહ્યું કે જો અમે પત્તાં ચીપીએ તો તારાં પત્તાં ભીનાં થઈ જશે. પછી મેં કહ્યુંઃ તો ચાલો કેરમ રમીએ. નદીઓ સમંત થઈ. પણ, એમાંથી એક પણ નદી કેરમ બરાબર રમી ન શકી. કેમ કે સતત વહેતા રહેવાને કારણે એમને ખુરશીમાં બેસવાનું ફાવતું ન હતું. એટલું જ નહીં, એ નદીઓ એક કુકરીને મારીને પછી તરત જ વહેવા માંડતી. એને કારણે એમણે પહેલાં કઈ કુકરીને માર્યું છે એ વાત ભૂલી જતી. દરેક વખતે મારે એમને કહેવું પડતું કે એમની કુકરી કાળી છે. એટલે હું તો થોડીક વારમાં જ કંટાળી ગયો. પછી મેં એ નદીઓને કહ્યુંઃ ચાલો તો કાન પકડીને ઊઠબેસ કરો. પણ નદીઓ તો એકબીજાની સામે જોતી રહી. એમને કાન પણ ન હતા અને સતત વહેતા રહેવાના કારણે એ ઊઠબેસ પણ કરી શકે એમ ન હતી. આખરે કંટાળીને મેં એમને મારી પથારીમાં મૂકી દીધી તો એ ત્યાં ખળખળ વહેવા લાગી. પછી હું એમને કાંઠે જરા આડો પડ્યો.
ત્યાં જ એકાએક બારણું ખખડ્યું. નદીઓને મારી પથારીમાં વહેતી રહેવા દઈને મેં બારણું ખોલ્યુંઃ જોઉં છું તો મારી સામે એક યુવતિ ઊભી હતી. એના ખભા પર મારા પર્વતો હતા. એ બોલીઃ માફ કરજો, આ પર્વતો તમે લઈ લો અને મને મારી નદીઓ પાછી આપો. આ પર્વતોને અડકો-દડકો રમતાં આવડતું નથી. એમને તો પાલવો પા જ ખૂબ ગમે છે.
મેં કંઈ પણ બોલ્યા વિના મારી પથારીમાં વહેતી નદીઓ એને આપી દીધી અને બદલામાં મારા પર્વતો લઈ લીધા.
હવે જ્યારે પણ અમે પણ કંટાળીયે છીએ ત્યારે પેલા પર્વતો કે પેલી નદીઓને અમારી પાસે બોલાવવાને બદલે અમે એમની પાસે જતાં હોઈએ છીએ અને હું પર્વતોને પાવલો પા કરાવતો હોઉં છું અને એ નદીઓ સાથે અડકો દડકો રમતી હોય છે{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/૧૨. જયેન્દ્ર શેખડીવાળા|૧૨. જયેન્દ્ર શેખડીવાળા]]
|next = [[પ્રતિપદા/૧૪. ઉદયન ઠક્કર|૧૪. ઉદયન ઠક્કર]]
}}
26,604

edits

Navigation menu