26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 220: | Line 220: | ||
છુક્ છુક્ ભાગ્છુક સંભળાતી રહી | છુક્ છુક્ ભાગ્છુક સંભળાતી રહી | ||
તમને કેમ ન ચાહતો રહું વૉટ જેઇમ્સ, સર? | તમને કેમ ન ચાહતો રહું વૉટ જેઇમ્સ, સર? | ||
</poem> | |||
===૧૧. સર આઈઝેક ન્યુટન=== | |||
<poem> | |||
હવામાં એક લીસોટો પડ્યો | |||
એ લીસોટો રતુંબડો થઈ ગયો. | |||
તમે બેઠા હતા ત્યાંથી સાત ડગ દૂર સફરજન પડી ચૂક્યું હતું... | |||
ત્યારે યાદ છે તમને? | |||
છ વર્ષનું એક બાળ | |||
એના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી છટકી, હડી કાઢી | |||
એ સફરજન ઉઠાવી બચકાટતું ભાગ્યું હતું? | |||
ત્યારે થડની ઓથે લંબાયેલા પગનાં બૂટ તાકતું | |||
તમારું ચિત્ત ચગડોળે હતુંઃ | |||
સફરજન હેઠે કેમ પડ્યું? | |||
ઉપર કાં ન ગયું? | |||
પછી તમે ઉપર, ટાવર પર ગયા. | |||
ઠેઠ ત્યાંથી બીજા મેઘધનુષી લીસોટા પાડ્યા. | |||
પછી સરવાળા ગુણાકારમાં ગતિ પકડી... | |||
બરાબર ત્યારે, ત્યારે જ હું ચૌદ વર્ષનો, ગણિતમાં નાપાસ થયો. | |||
છતાં અચરજ તો એ, | |||
ચુંબકથી ખેંચી હું પાંચપંદર ટાંચણીઓની ભાત પાડતો હતો. | |||
પછી તો કંઈ કેટલી ટાંચણીઓનાં માથાં જેટલાં વર્ષો વીતી ગયાં | |||
આજે હું સિત્તેરનો – | |||
હાથમાં છે છરી | |||
ને સામે જમણના ટેબલ પર એક પ્લેટ, એમાં એક સફરજનઃ | |||
આઘે આઘેની ઠેઠ યુરોપની વાડીના વૃક્ષનું. | |||
ન ઉપર ગયું, | |||
ને ભોંય પર પડ્યું – | |||
સીધું મારી કને ખેંચાઈ આવ્યું! | |||
હું તમને ચાહતો રહીશ, સર આઈઝેક ન્યુટન! | |||
</poem> | </poem> |
edits