પ્રતિપદા/૧૧. કાનજી પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 202: Line 202:
ધણી કહે : મને એમાં બોલાવશો?
ધણી કહે : મને એમાં બોલાવશો?
માણસ કહે : મેળામાં આવજો.
માણસ કહે : મેળામાં આવજો.
</poem>
===૬. બડવાઈ*===
<poem>
શમણામાં વાઘ આવ્યો
બીજા દહાડે નાગ
ખાટલીમાં અધ્ધર ઊડું
એક ઝોળી ઊતરી
ઝોળીએ ઝીલી
ભરી નદીમાં ઉતાર્યો
ચોટલીબૂડ ડુબાડ્યો કાઢ્યો
પાછો રમાડી રમાડી ડુબાડ્યો
જો ઊભલું જો
બેઠલું જો
મરતું ને મારતું જો
આ આ કહેવાય
આ થાનક
આજનું નથી આ
માબાપે બી મેલ્યાં એ વેળાનું છે
ખોળિયે એક લ્હાય
પેઠો રોગ
આ રોગ કેમ જાય?
નદીએ ઊતરું
પાળું
તોડું
એક ટંક
એક અંન
ઊગ્યે બૂડ્યે આ વાયુ ને પવન પૂંજું
ડુંગરા પૂંજું, પૂંજું વાઘ પૂંજું નાગ
ફર્યો, ઠર્યો
ખાટલા પૂર કળ જડી
જાગતાનો ને શમણાનો રાગ ખીલ્યો
ગાઉં
ખળે ખેતરે ચોપાડ પૂંજું પાથરું
ભોગ મેલું
હરો છાંટું
વાયક છોડું
ને
નદી ચાલી
ખોળિયેથી મંદવાડ ગયો
ગાઊં
કે રોગી ઊઠ્યાં ચાલ્યાં
જન જનાવરીયાં દુઃખ ઓઢી લીધાં
લ્હાય મટી
બધું ટાઢું પડ્યું.
* બડવાઈ : ભૂવા વિદ્યા, કવિપણું,
ઋણ : ચૂનિયાભાઈ રાઠવા, છોટા ઉદેપુર
</poem>
</poem>
26,604

edits

Navigation menu