26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 224: | Line 224: | ||
ધૉડું હડ્ડ્ મસાણે – | ધૉડું હડ્ડ્ મસાણે – | ||
મારા ભંગિયાનોય બેલી ભગવાન ! | મારા ભંગિયાનોય બેલી ભગવાન ! | ||
</poem> | |||
===૬. મારા ભાગનો વરસાદ=== | |||
<poem> | |||
કોને ખબર | |||
લાંચિયા દેવની જેમ તે યજ્ઞયાગથી રીઝે છે | |||
કે લંપટ જોગીની જેમ | |||
હળોતરે જોતરાયેલી | |||
કુંવારી કિસાનકન્યાઓના નવસ્ત્રા નાચથી? | |||
પણ જ્યારે એ ખરેખર વરસે છે | |||
ત્યારે તેઓ તો છત્રી નીચે જાતને છુપાવી લે છે | |||
તે કરી કાઢે છે કારના કાચ બંધ. | |||
કે કાગળની હોડીઓ તરતી મૂકી | |||
જુએ છે મેઘધનુષના રંગીન તમાશા. | |||
મેઘરાજાની બધી મહેર જાણે તૂટી પડે છે મારા માથે | |||
વીજકડાકા ને વાવાઝોડા સમેત. | |||
બોજ વહી વહીને થાકી ગયેલા ઊંટની જેમ | |||
ફસડાઈ પડે છે મારો કૂબો, | |||
ને ગારમાટીનો રેલો બની વહી જાય છે | |||
ગોરધન-મુખીની ખેત-તલાવડીમાં. | |||
મેઘો મંડ્યો છેઃ | |||
જમના કાંઠે ગામ આખાની ગાયો ચરાવવા કાનિયો ગયો છે | |||
ને ભર્યે ભાદરવે ભાણી પહેરેલાં લૂગડાં ધુએ છે વારાફેરી. | |||
માસ્તરની નિશાળમાં ધોધમાર વરસાદ વરસ્યો’તો | |||
ત્યારે તો તણાતી કીડી માટે | |||
કબૂતરે ય ચૂંટ્યું’તું પીપળાનું પાન! | |||
મને ય હૈયાધારણ | |||
કે વરુણદેવના વધામણે આવ્યા’તા તેમ | |||
તેઓ તરાપે તરત તરતા | |||
કે પવનપાવડીમાં ઊડીને ય નાખશે પાશેર ધાનનું પડીકું. | |||
પણ તેઓ તો જેજેકાર કરતા રહ્યા જળબંબાકારનો! | |||
એમના યજ્ઞકુંડો ભેળા ઉભરાયા અમારા ચર્મકુંડો ય – | |||
ઉપરવાસ ને હેઠવાસ; | |||
એમ લોક આખાનું પાણી લૂંટી લૂંટી | |||
એમણે તો સંઘરી લીધાં | |||
નદીનાળાં ને નહેરતળાવ. | |||
કોઈએ વાવ્યા વૉટરપાર્ક | |||
તો કોઈએ ઉગાડ્યાં અક્વૅરિયમ. | |||
કોઈએ સીંચ્યાં કમોદ-જીરાસારનાં ધરુવાડિયાં | |||
તો કોઈએ પકવ્યા કલદાર પાણીને પાઉચમાં ભરી ભરી. | |||
કોને ખબર મારા ભાગનો વરસાદ | |||
કોના ખેતરમાં વરસતો હશે? | |||
કોને ખબર મારા ભાગની ફસલ | |||
કોણ લણતું હશે? | |||
કોને ખબર વાદળાં તો | |||
મેં વાવેલાં ઝાડવે ઝપટાઈને વરસી પડ્યાં’તાં | |||
કે મૂઠી મકાઈ વેરી દુકાળિયા દહાડા કાઢવાના | |||
મારા સપને? | |||
કોને ખબર? | |||
</poem> | </poem> |
edits