32,008
edits
(+1) |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
મમ્મીનું રડવું હેમંત સાંખી નથી શકતો. એ રુદન એને આકરું લાગે છે. તે સફાળો ઊભો થયો. ‘થાકી ગયો’તોને મમ્મી, આંખ લાગી ગઈ. દફતર ઉપાડીને તે પોતાના ઓરડા તરફ નીકળી ગયો. | મમ્મીનું રડવું હેમંત સાંખી નથી શકતો. એ રુદન એને આકરું લાગે છે. તે સફાળો ઊભો થયો. ‘થાકી ગયો’તોને મમ્મી, આંખ લાગી ગઈ. દફતર ઉપાડીને તે પોતાના ઓરડા તરફ નીકળી ગયો. | ||
ઓરડામાં જઈ, થાક્યો-પાક્યો તે બિછાના પર બેઠો. નથી તેને કપડાં બદલવાં કે નથી મોઢું ધોવું. તેને ભૂખેય નથી લાગી. | ઓરડામાં જઈ, થાક્યો-પાક્યો તે બિછાના પર બેઠો. નથી તેને કપડાં બદલવાં કે નથી મોઢું ધોવું. તેને ભૂખેય નથી લાગી. | ||
દીવાનખાનામાંથી કેટલી વાર સુધી અવાજો આવતા રહ્યા. પછી મમ્મીએ બોલાવ્યો, ‘ચાલ હેમંત, જમી લે.’ | |||
નાછૂટકે હેમંત બહાર આવ્યો. પપ્પા દીવાનખાનામાં સોફા પર બેસી ટીવી જોતા હતા. તેમના હાથમાં ગ્લાસ હતો. મમ્મી કિચનમાંથી કહી રહી હતી, ‘હવે ચાલને, જમી લે, તો હું છુટ્ટી થાઉં. માથું એટલું દુ:ખે છે કે બસ…’ આ અંતિમ વાક્ય, હેમંત જાણે છે કે પપ્પા માટે કહેવાયું છે. | નાછૂટકે હેમંત બહાર આવ્યો. પપ્પા દીવાનખાનામાં સોફા પર બેસી ટીવી જોતા હતા. તેમના હાથમાં ગ્લાસ હતો. મમ્મી કિચનમાંથી કહી રહી હતી, ‘હવે ચાલને, જમી લે, તો હું છુટ્ટી થાઉં. માથું એટલું દુ:ખે છે કે બસ…’ આ અંતિમ વાક્ય, હેમંત જાણે છે કે પપ્પા માટે કહેવાયું છે. | ||
મોઢું બગાડી, પપ્પાએ ‘હુંહ’ કર્યું અને ટી.વી. નો અવાજ મોટો કર્યો. હેમંતને ખબર છે કે હવે મમ્મી ચિડાઈને ટી.વી. પાસે જશે, અવાજ ઓછો કરશે, પપ્પા રાડ પાડશે, મમ્મી ચીસ પાડશે અને કેટલી વાર સુધી તેમની કચકચ ચાલુ રહેશે. ન પપ્પા જમશે, ન મમ્મી. હેમંત થાળીમાં પીરસેલું મસળી રહ્યો, તેને ઊબકા આવતા હતા. | મોઢું બગાડી, પપ્પાએ ‘હુંહ’ કર્યું અને ટી.વી. નો અવાજ મોટો કર્યો. હેમંતને ખબર છે કે હવે મમ્મી ચિડાઈને ટી.વી. પાસે જશે, અવાજ ઓછો કરશે, પપ્પા રાડ પાડશે, મમ્મી ચીસ પાડશે અને કેટલી વાર સુધી તેમની કચકચ ચાલુ રહેશે. ન પપ્પા જમશે, ન મમ્મી. હેમંત થાળીમાં પીરસેલું મસળી રહ્યો, તેને ઊબકા આવતા હતા. | ||