અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/લાઠી સ્ટેશન પર
Jump to navigation
Jump to search
લાઠી સ્ટેશન પર
ઉમાશંકર જોશી
દૈવે શાપી
તેં આલાપી
દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરે, દૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી
સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.
લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૪૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)