તું-હું વચ્ચે વિરહ દીવાલ. રોજ શબ્દ-ટકોરા પાડું તું સાંભળ. રોજ કાન માંડું, તને સાંભળવા. મારા શબ્દ સામે તારા બોલ મૌનના. ન તૂટે વિરહ ન ખૂટે વહાલ. ૧૩-૧૦-૮૩ (જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૨૮)