ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગુડ નાઇટ, ડેડી!
ગુડ નાઇટ, ડેડી!
ચંદ્રકાન્ત બક્ષી
ગુડ નાઇટ, ડેડી! (ચંદ્રકાન્ત બક્ષી; ‘બક્ષીની કેટલીક વાર્તાઓ’, ૧૯૭૨) છૂટાછેડા લઈ અલગ રહેતા દંપતીની પુત્રી, કોર્ટે આપેલી મુદત અનુસાર પપ્પા પાસે વેકેશન ગાળી મમ્મી પાસે પાછી ફરે છે. એની આગલી રાતની પપ્પાની તરલ મનઃસ્થિતિનું મર્મસ્પર્શી નિરૂપણ કરતી વાર્તાનો અંત રહસ્ય સ્ફોટથી થાય છે.
ર.