ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જગજીવનનું ધ્યેય
જગજીવનનું ધ્યેય
રામનારાયણ વિ. પાઠક
જગજીવનનું ધ્યેય (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૩, ૧૯૪૨) મહાત્માજીની ગોઠવણીથી તાજા ઑપરેશનમાંથી ઊઠેલી સરસ્વતી ચુસ્ત ધ્યેયવાદી જગજીવનને ત્યાં હવાફેર માટે જાય છે. ત્યાં રતિલાલના સમાગમથી એને ગર્ભ રહે છે પણ અન્યને શંકા જગજીવન પર જાય છે. અંતે અવતરેલા બાળકનું મૃત્યુ થતાં જગજીવન સરસ્વતીને પરણવા તૈયાર થાય છે ત્યારે મહાત્માજી સરસ્વતીને ચેતવે છે કે ‘પ્રેમ હતો જ તો એ ત્યારે કેમ ન પરણ્યો?’ સરસ્વતી મહાત્મા પાસે રહી જાય છે. વાર્તાનો ઇશારો ધ્યેયજડતા કે માનવજડતા પરત્વે છે.
ચં.