ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ટ/ટાંકી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ટાંકી

નવનીત જાની

ટાંકી (નવનીત જાની; ‘૨૦૦૧ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. હિમાંશી શેલત, ર૦૦ર) પાણીના અભાવથી ત્રસ્ત ગામ, દેખાવમાં મોટી પણ કશી કામની નહીં - એવી પાણીની ટાંકી, ઓછી બુદ્ધિના ભઈલાના ઉધામા, બાનો ઉકળાટ, બાપાની દોડધામ, લંપટ નજરોથી બહેનને બચાવવાના નિષ્ફળ પ્રયત્નો અને ઉચાટ - આ બધું કિશોર નાયકના કથનકેન્દ્રથી નિરૂપાયું છે. પાણીની તંગીની સમસ્યાની ઓથે વાર્તાકારે જીવતરની વરવી વાસ્તવિકતાને, ગ્રામજીવનની લાક્ષણિક પરિસ્થિતિઓનાં ઝીણવટભર્યાં નિરીક્ષણોથી, બોલીના ઉચિત વિનિયોગથી અને જીવંત અનુભવાતા પરિવેશથી પ્રતીકાત્મક બનાવી છે.
પા.