ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મધુરીનું બલિદાન

મધુરીનું બલિદાન

ઇન્દુલાલ યાજ્ઞિક

મધુરીનું બલિદાન (ઇન્દુલાલ યાજ્ઞિક; ‘કુમારનાં સ્ત્રીરત્નો’, ૧૯૨૬) સાસરિયામાં સાવકાના સંતાપ વચ્ચે ધૈર્ય અને સંયમથી કામ લેવામાં પોતાના પતિ નવનીતરાયની પોતે અકારણ અવગણના કરી છે એવા એક ડંખ સાથે મૃત્યુ પામતી મધુરીનું પાત્ર સારું ઊપસ્યું છે. વાર્તામાં વિચારનું તત્ત્વ મોખરે છે. વસ્તુસંકલન શિથિલ છે.
ચં.