ગુજરાતી નારીસંપદા : કવિતા/કઠપૂતળી

કઠપૂતળી

પ્રિયંકા કલ્પિત

ઇતિહાસની કથાઓ
ગર્જના કર્યા કરે છે
મારીમાં
એમની આંગળીઓના ઈશારે.
હું મારા કબીલાનું પેટ ભરવા
નાચ્યા કરું છું
કઠપૂતળી થઈને.
મારે ય
કહેવા માટે છે દરિયા જેવડી કથા.
પણ
હું તો માત્ર કઠપૂતળી!!!

***