ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમ-ઉત્તમ ઋષિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉત્તમ/ઉત્તમ(ઋષિ) ઉત્તમ/ઉત્તમ(ઋષિ) : ઉત્તમના નામે ૯ કડીની ‘જિન-આરતી’ (લે. સં. ૧૯મી સદી અનુ.) અને ઉત્તમઋષિને નામે મહેશ્વરસૂરિની પ્રાકૃત કૃતિ ‘વિચારસારપ્રકીર્ણક’ પરનો સ્તબક (લે. ઈ.૧૬૧૫) મળે છે પણ આ કર્તા કોણ છે એ સ્પષ્ટ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]