ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃષ્ણવિજય-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦થી ઈ.૧૬૫૭)ના શિષ્ય. ચોથા-પાંચમા ચરણની સાંકળી રચના ૧૯ કુંડળિયામાં કુલ્પાક તીર્થનું ચારણી છટામાં વર્ણન કરતા ‘(કુલ્પાકમંડન) શ્રીઋષભજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કુલ્પાકમંડન શ્રી ઋષભજિન-સ્તવન’, સં. સારાભાઈ નવાબ. [કી.જો.]