જયભક્તિ [ઈ.૧૫૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિમલસોમસૂરિની પરંપરામાં દેવવિજયગણિના શિષ્ય. ૯૮૮ કડીના ‘મૂલદેવકુમાર-રાસ’(ર.ઈ.૧૫૧૧)ના કર્તા.