ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્યશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયવિજ્યશિષ્ય : આ નામે મળતી કેટલીક કૃતિઓમાંથી ૫ કડીનું ‘મલ્લિનાથ-સ્તવન’(મુ.) તથા ૪ કડીનું ‘ઋષભજિન-સ્તવન’, એ નયવિજ્યશિષ્ય યશોવિજ્યની કૃતિઓ હોવાનું નિશ્ચિત થાય છે. તે ઉપરાંત ૨૧ કડીનું ‘જિનસહસ્ત્રનામવર્ણન-છંદ’ (મુ.) પણ યશોવિજ્યની કૃતિ ગણવામાં આવી છે. પરંતુ અન્ય ૨ ‘વીરજિન-સ્તવન’(મુ.), ‘ગૌતમ-સ્તુતિ’ અને ‘ચંદના-સઝાય’ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨. ૨. જિસ્તમાલા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]