ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરેરદાસ મહારાજ


નરેરદાસ(મહારાજ) [ઈ.૧૭૯૫માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. તલોદ(તા.વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. પિતા તળજાભાઈ.ઈ.૧૭૯૫માં નિરાંત પાસેથી ઉપદેશ લીધો અને તલોદની જ્ઞાનગાદીના આચાર્ય થયા. તેમનાં મુખ્યત્વે ગુરુમહિમા વર્ણવતાં ૧૦ પદો અને આત્મજ્ઞાન તથા વૈરાગ્યનો બોધ આપતાં ૩ છપ્પા(મુ.) મળે છે. કૃતિ : ગુમુવાણી (+સં.). [દે.દ.]