ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિવિજય-૩
Jump to navigation
Jump to search
ભક્તિવિજય-૩ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. શુભવિજ્યની પરંપરામાં નયવિજયના શિષ્ય. ૨૯ કડીનો ‘સપ્તપુરુષ-છંદ’ (ર.ઈ.૧૭૪૭), ૨૯ કડીની ‘સાધુવંદના-સઝાય’ (ર.ઈ.૧૭૪૭/સં.૧૮૦૩, ભાદરવા વદ ૧૧, રવિવાર), ૩ ઢાળની ‘રોહિણીતપ-સઝાય’ (ર.ઈ.૧૭૬૮/સં.૧૮૨૪, કારતક વદ ૫), ૨ ઢાળ અને ૧૫ કડીનું ‘અષ્ટમી-સ્તવન’ (મુ.), ‘રોહિણી-સઝાય’ (ર.ઈ.૧૭૮૮), ૬ કડીનું ‘રોહિણીતપ-ચૈત્યવંદન/સ્તવન’(મુ.), ૮ કડીની ‘સંસારાનિત્યતા-સઝાય’ નામની રચનાઓ તથા રાજવલ્લભ પાઠકકૃત મૂળ સંસ્કૃતગ્રંથ ‘ચિત્રસેનપદ્માવતી-ચરિત્ર’ પરના ‘ચિત્રસેન પદ્માવતીચરિત્ર-સ્તબક’ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિભપ્રકાશ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]