ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેકવિજ્ય મુનિ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માણેકવિજ્ય(મુનિ)-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : આ નામે મળતી ‘ચોવીસી’ (લે.સં.૧૭૮૮), ૭ કડીનું ‘સીમંધરજિન-ચૈત્યવંદન/સિમંધરસ્વામીનું સ્તવન’(મુ.) તથા ૭ કડીનું ‘સિદ્ધચક્રનું ચૈત્યવંદન’(મુ.)માં રૂપવિજ્યનો ગુરુ તરીકે ઉલ્લેખ છે. ૫ કડીની ‘જ્ઞાનરસપીજોની સઝાય’, ૪ ચોકમાં ૧૬/૧૮ કડીની ‘નેમિનાથની લાવણી/નેમિરાજુલચારચોક’(મુ.), ‘પંચમીતિથિ સ્તુતિ-ચતુષ્ક, (મુ.), ‘પુણ્યની સઝાય’(મુ.), ૧૩ કડીનું મૌન એકાદશીનાં દોઢસો કલ્યાણકનાં નામનું ચૈતન્યવંદન (મુ.) ૫ કડીનું ‘સિદ્ધાચલજીનું સ્તવન’(મુ.) અને ૫ કડીની ‘સુણ પ્રાણીડાની સઝાય’(મુ.)માં રૂપકીર્તિનો ગુરુ તરીકે ઉલ્લેખ છે તથા ૭ કડીના ‘ઋષભજિન-સ્તવન/શત્રુંજ્ય-સ્તવન/સિદ્ધાચલજીનું સ્તવન’(મુ.)માં ગુરુનામ કીર્તિ મળે છે. તપગચ્છનાં જિનવિજ્ય-ઉત્તમવિજ્ય-પદ્મવિજ્ય-રૂપવિજ્ય(અવ.ઈ.૧૮૫૪)-કીર્તિવિજય આમ ગુરુપરંપરા મળે છે. આ પરથી માણેકવિજ્ય જિનવિજયની પરંપરામાં રૂપવિજય/રૂપકીર્તિના શિષ્ય જણાય છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧ : ૧, ૩; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. જિસ્તમાલા; ૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૫. બૃકાદોહન : ૭; ૬. મોસસંગ્રહ; ૭. રત્નસાર : ૩; ૮. સિસ્તવનાવલી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]