ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાઘવ
Jump to navigation
Jump to search
રાઘવ : આ નામે ગુરુમહિમાનાં અને ઉપદેશાત્મક, કવચિત્ હિન્દીની છાંટવાળાં, પાંચથી ૬ કડીનાં કેટલાંક પદો(મુ.)-એ જૈનેતર કૃતિઓ અને ૨૩ કડીનો ‘કલ્યાણજી-સલોકો’ એ જૈન કૃતિ મળે છે. આ કૃતિઓનાં કર્તા કયા રાઘવ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. ભસાસિંધુ. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭-‘કતિપય ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]