ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસમુદ્ર
Jump to navigation
Jump to search
રાજસમુદ્ર : આ નામે ‘આદીશ્વર-સ્તવન’ (લે.ઈ.૧૬૫૫), ૫ કડીનું ‘આત્મશિક્ષા-ગીત’, ૧૧ કડીનું ‘ઋષભજિન-રાગમાલા-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘કુમતિ-સઝાય’, ૮ કડીની ‘મયણ રેહાની સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૯ કડીનું ‘રામસીતા-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ‘શાલિભદ્ર-સઝાય’, ૧૨ કડીનું ‘સિદ્ધાચલનું સ્તવન’(મુ.), ૭ કડીની ‘હિત-શિક્ષા-સઝાય’, ૫ કડીની ‘હિતોપદેશ-સઝાય’ તથા રાજસ્થાનીગુજરાતીમાં ‘બૃહત્ આલોચના-સ્તવન’ મળે છે. આ રાજસમુદ્ર-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. અરત્નસાર; ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. રાપુહસૂચી : ૪૨. ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]