ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકવિજ્ય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેકવિજ્ય-૩ [ઈ.૧૭૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં ચતુરવિજ્યના શિષ્ય. ‘રિપુમર્દન-રાસ’ અને ‘અર્બુદાચલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, જેઠ વદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). [શ્ર.ત્રિ.]