ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીલવિજ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શીલવિજ્ય-૧ [ઈ.૧૬૯૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શીલવિજ્યના શિષ્ય. ચાર દિશાઓમાં આવેલાં તીર્થોની ઐતિહાસિક માહિતી આપતી, ચાર ખંડમાં વિભક્ત દુહા-ચોપાઈની ૩૬૯ કડીમાં રચાયેલી ‘તીર્થમાલા’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, આસો-; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. [કી.જો.]