ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમજય


સોમજય [ ] : તપગચ્છના જૈન સાધુ. સોમદેવના શિષ્ય. ૪૫ કડીના ‘જીરાવલા પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. કૃતિમાંથી મળતી માહિતી અનુસાર આ રચના સોમજયના શિષ્યની હોવા પણ સંભવ છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]