ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યરત્ન સૂરિ
Jump to navigation
Jump to search
સૌભાગ્યરત્ન(સૂરિ) [ ] : અંચલગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. ૭ ઢાળ અને ૯૫ કડીના ‘શાંતિનાથ-સ્તુતિ ગર્ભિત ચતુર્દશ ગુણસ્થાન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ. મુ.)ના કર્તા. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]